Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 19
________________ ૪. કાર્ય : શક્તિ અને ક્લા आत्मशक्तिमविज्ञायोत्साहः शिरसा पर्वतभेदनमिव । (१२) પોતાની શક્તિ જાણ્યા વિના કામ કરવા માંડવું નહીં.' આપણે સપનાં ખૂબ જોઈએ છીએ. કામ કરવામાં ઝંપલાવી દેવા આપણે તૈયાર રહીએ છીએ. આશાવાદી દૃષ્ટિ તરીકે આ માનસિકતા સારી છે. કામ કરવાની તૈયારી હોય તો જ કામ થવાના છે. સવાલ એ છે કે માત્ર તૈયારી હોવાથી કામ બનતું નથી. તૈયારી હોય એટલે કામ કરવા માટે જે કિંમત ચૂકવવી પડશે તે ચૂકવી દેવાની આપણી હિંમત હોય. આને આપણે ઉત્સાહ કહીએ છીએ. સહન કરવાની ઊંચી તૈયારી. તકલીફ આ જ છે. આ ઉત્સાહ હોવા માત્રથી કામ બનતા નથી. કામ બને છે આપણામાં રહેલી કામ કરવાની શક્તિથી. તમે જે કામ કરવાનું નક્કી કરો છો તે કામ તમારી રુચિ સાથે, પ્રતિભા સાથે, વિચારણા સાથે સુસંગત હોવું જોઈએ. તમને બોલબોલ કરવાની રુચિ હોય તો તમે એકલા બેસીને કરવા પડે તેવા કાર્યો નથી કરી શકવાના. તમારું દિમાગ બગડશે અને કામ બગડશે. તમારામાં લખવાની પ્રતિભા હોય તેટલા માત્રથી તમે ઉત્તમ સંગીતકાર નથી બની શકતા. તમને ડૉક્ટર બનવાના વિચાર જ આવતા હોય તો તમે સેનાપતિ બની નહીં શકો. કામ કરવાની તૈયારી હોય પણ કામ કરવાની તાકાત ન હોય તો મામલો બગડવાનો છે. પથ્થર તોડવા ~૩૨ ~

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52