Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 17
________________ સલાહ આપવી, વગર કારણે સલાહો માંગીને સમીપતાને નીચોવવી, પોતાની મંજૂરી આપતા હોઈએ તે રીતે પ્રશંસા કરવી, ઉપકાર કર્યો હોય તેવા સૂરમાં પ્રસંગનું સાહચર્ય વાગોળવું, બીજાના સમયને ખાઈ જવો, બે જણાની વાતમાં વચ્ચે (અહિંસક રીત) માથું મારવું, વધારે પડતી રમૂજઆ બધી પરોઢેગજનક પ્રવૃત્તિ છે. તમે ઓળખી લો. તમારા હાથે આવા પરાક્રમો થતા હશે તો તમે ધીમે ધીમે સંબંધનો સંગ્રામ હારી રહ્યા છો. સોમદેવનીતિ સંબંધને સાચવીને સમાધિના સહાયકોને અકબંધ રાખવા જણાવે છે. આત્મપ્રશંસા કરો છો. એક તો કામ ઢીલું થયું હોય અને ઉપર આત્મશ્લાઘાનો થર ચડે એટલે પછી સામો માણસ કંટાળે જ. તમને બોલતા આવડતું નથી, સમજાવવાની ફાવટ નથી. ચૂપ રહેવા તમે તૈયાર નથી. ગમે તે ગોળા ગબડાવો છો. સામો માણસ ત્રાસીને ઊભો થઈ જાય છે. તમે પીછો પકડીને તેને પાડી દેવા મથો છો. બીચારો એ માણસ હતપ્રભ થઈ જાય છે. તમારું કામ, તમારો વહેવાર, તમારી વાતોને સારા બનાવી રાખવા માટે જાગૃત રહો, કામ, વહેવાર અને વાતો સારા હોવા છતાં આત્મપ્રશંસાને લીધે પણ બીજા માણસનો પ્રેમ તૂટી શકે છે. સારું હશે તે જાતે દેખાશે. ફૂલ પોતાની સુવાસની પ્રશંસા કરતું હોત તો કદાચ, બદનામ હોત. ફૂલ ચૂપચાપ સારું પૂરવાર થાય છે તો છેક ભગવાનના ખોળે પહોંચે છે. સારા થવાની આદત પાડો, સારા દેખાવાની નહીં. સારા થનારને સારા તરીકે માન આપનારા હોય જ છે, સારા દેખાઈને મળે છે શું ? જે મળે છે તે સારા થવાથી મળે છે. બીજા તમારી નોંધ તો લે જ છે. તમે સારા હશો તો તમારું સારું જોશે. તમે સારા દેખાતા હશો તો એ દેખાવના આધારે તમને મૂલવશે. દેખાવ અને વર્તાવ જુદા હશે તો એક દિવસ સચ્ચાઈ જાહેર થશે જ. ત્યારે બીજાનો આદર ખતમ થઈ જશે. તમે બદનામ થઈને રહેશો. સૂત્ર સમજવા જેવું છે. બીજાને તમારાથી કંટાળો ન આવવો જોઈએ. ઝઘડો કરનારાથી કંટાળો આવે તેમ ચીબાવલા લોકોથી પણ કંટાળો જ આવે છે. વારંવાર धिक् तं पुरुषं यस्य आत्मशक्त्या न स्तः कोपप्रसादौ । (११) પોતાના ક્રોધને પોતાના વશમાં ન રાખે તેવા પુરુષને ધિક્કાર હોજો. પોતાની મરજી મુજબ રહી શકે તેને સુખી ગણવામાં આવે છે. ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકે. ફરવાનું મન થાય ત્યારે ફરી શકે. સૂવાનું મન થાય ત્યારે ઊંઘી શકે. મરજીના રાજાને મજા હોય છે. આ મરજી બહારની દુનિયામાં ચાલે છે તેમ અંદરની દુનિયામાં ચાલતી જોઈએ. સરેરાશ દરેક માણસ ગુસ્સો કરે છે. ગુસ્સો અંદરની દુનિયામાંથી. આવે છે. ગુસ્સા ઉપર મરજી ચાલવી જોઈએ. ગુસ્સો કરવાવાળો આદમી, પાછો ખુશ હોય ત્યારે પ્રેમ પણ બતાવતો હોય છે. આ ખુશ હોવું અને પ્રેમ બતાવવો તે અંદરની દુનિયાનું સર્જન છે. ગુસ્સાની અને પ્રેમની અભિવ્યક્તિ પર પોતાની મરજી મુજબ રાજય કરી શકે તે ધન્યવાદને પાત્ર છે. સુત્ર કહે છે : આ બાબતમાં જે મરજી મુજબ ન ચાલી શકે તે ધિક્કારને - ૨૮ -

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52