________________
જરૂરી છે. કામ કરવાની પદ્ધતિ નક્કી નહીં કરીએ તો કામ બગડવાની આગાહી સાચી પડતી રહેશે. દિવસભરની તમામ પ્રવૃત્તિનો અનુક્રમ બનાવવો જોઈએ. સવારે ઉઠીને તમે શું શું કરો છો તેનું સાંકળિયું તૈયાર જો ઈએ. બપોરના સમયમાં કેટલાં કામો કરીએ છીએ. સાંજથી રાત સુધીમાં થનારાં કાર્યો અને રાતે સૂતાં પહેલાં શું શું પ્રવૃત્તિ કરીએ છીએ તેનો હિસાબ રાખવો જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ, આ શબ્દ આજકાલ બહુ ઉપડ્યો છે. સેંકડો વરસો પૂર્વ આ મેનેજમેન્ટ થતું જ હતું. સમયનો મોભો જાળવવાની પરંપરાને સફળતા મેળવનારા માણસોએ જ જાળવી છે. આડેધડ કલાકો વીતાવી દેનારા સમય વેડફી મારે છે, જીંદગી પણ.
સૂત્ર કહે છે : કામ કરવા માટે દિવસ અને રાતના વિભાગ પાડી દો. દિવસે કરવાના કામ દિવસે થઈ જવા જોઈએ. રાતે થનારાં કામ ઓછાં હોય તોય તે બીજા દિવસને માથે ન ચડવા જોઈએ. આવું ક્યારે બને ? કામને કામના સમયે પૂરું કરવાની આદત રાખીએ તો. કામ મોડું શરૂ કરીએ તો મોડું પૂરું થશે. આગળનાં કામને ધક્કો લાગી જશે. કામ સમયસર શરૂ કરીનેય જો પૂરું કરવામાં મોડું કરી નાંખીએ તો બીજા કામ બગડશે.
કામ પોતાના સમયે શરૂ થાય. પોતાના સમયે પૂરું થાય. આપણને આ નથી ફાવતું. વ્યાખ્યાનમાં મોડા પહોંચીએ છીએ. દેરાસરમાં રોજ મોડું પહોંચાય છે. તપનાં પારણાં સમયસર કરીએ છીએ પરંતુ પાટલેથી ઉઠવામાં તો મોડું જ થાય છે. આપણી અવ્યવસ્થા આપણને તો હેરાન કરે જ છે. બીજાને સોંસાવું પડે છે. મોડો પડનાર માણસ ઇજ્જત ગુમાવે છે. મોડા આવનારાની નોંધ લેવાય છે તેમાં તેની મોટાઈ નથી પણ ફજેતી છે. સમયની શિસ્ત જાતે જ પાળવાની છે.
ધર્મનો મારગડો આમેય દુર્ગમ છે. ધર્મને સમય પહેલેથી જ ઓછો આપીએ છીએ. હવે એમાં પણ ખાડા અને થીંગડાં રહેતા હોય તો ઉદ્ધાર થવાનો નથી.
સૌથી પહેલો નિર્ણય એ કરો કે હું મારા ધર્મને રોજ કેટલો સમય આપવા માંગું છું. એને લક્ષ્ય બનાવીને તમારા દિવસ-રાતના કાર્યક્રમો ગોઠવો. ધર્મ માટે નિશ્ચિત કરેલો સમય ઘટે નહીં તેની સંપૂર્ણ સાવધાની બનાવી રાખો. એક વાર વ્યવસ્થા ગોઠવાઈ જાય પછી ધર્મનો સમય વધારી શકો છો.
વ્યવસ્થા સ્વયં એક શક્તિ છે. આ શબ્દમાં બે વિભાગ છે. વિ અને અવસ્થા મતલબ અલગ અલગ સંયોગો. એક દિવસના દરેક સંયોગો અલગ હોય તો તેને અલગ રીતે સાચવીને ધર્મની પ્રવૃત્તિને સંભાળવી જોઈએ. જેની પાસે સમયનું આયોજન નથી તે ધર્મમાં ચૂકી જાય છે. ઘરનાં અને દુનિયાનાં કામોમાં જબરદસ્તીથી જોડાવું જ પડે છે. ધર્મ જાતે કરવાનો છે. ધર્મમાં જબરદસ્તી નથી હોતી. વ્યવસ્થાના અભાવે ધક્કો ધર્મને લાગે તે ખોટું થશે.
ધર્મ માટેનો સમય માત્ર ધર્મને જ મળવો જોઈએ, એ સમય રોજેરોજ માટે નિયત જોઈએ. દિવસે ધર્મને સમય આપવાનો. રાતે પણ ધર્મને સમય આપવાનો. રોજ ધર્મને મળેલા સમયની ગણતરી કરી લેવાની. સમય થોડો પણ ઓછો થયો હોય તો રંજ. સમય વધારે હોય તો રાજીપો.
- ૩૯ -
-- ૪
-