Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 21
________________ વખતે બહુ હોંશ હતી અને હવે જરાક તકલીફ આવી તો મન ડગી ગયું ? ઘણી વખત તો એવું બની જાય છે કે આ અવિશ્વાસ કામને શરૂ કરવા દેતો નથી. કામ કરતા પહેલા જ ડર લાગે છે. શું થશે ? કેવી રીતે થશે ? આટલું બધું કામ ? મને તો કંઈ આવડતું નથી ? કામ કરવું હોય તો આ સવાલોને મારી હટાવવા જોઈએ. કામ સારું થવાનું છે. સારી રીતે પાર પડવાનું છે. કામ ખાસ મોટું પણ નથી. કામ કરવાથી જ આવડત ખીલે. નવાં નવાં કામ ઉપાડતી વખતે હિંમત રાખવી જ પડશે. ધર્મ કરવો છે, તપ પહેલી વાર ઉપાડવો છે. ડર લાગે છે. આખો દિવસ ભૂખ્યા રહેવાનું ? મને તો ત્રણ ટાઈમ ખાવા જોઈએ છે, હવે ? એકાસણું કરીએ તો ન ચાલે ? મેં તો કોઈ દિવસ તપ કર્યો નથી. સંશયનું કામ જ આ છે. એ તમારા ઉત્સાહને તોડી નાંખે છે. જાત પરનો અવિશ્વાસ પોતાની શક્તિને બહાર આવવા દેતો નથી. ધર્મનું ભણવાનું હોય છે તો ફિકર થવા લાગે છે. મને કશું યાદ રહેતું નથી, સૂત્રો તો ભારે અઘરા હોય છે ? આ અશક્તિ નથી. આ અવિશ્વાસ છે. રોજ દેરાસરે આવનારને પૂજા કરવાનું કહીએ તો જવાબ મળે છે : નથી ફાવતું. રોજ બજારમાં ઘૂમનારને દેરાસર આવવાનું કહીએ તો જવાબ મળે છે : મેળ નથી પડતો. રોજ ત્રણ કલાક ટીવી જોનારને વ્યાખ્યાનમાં આવવાનું કહીએ તો જવાબ મળે છે : ટાઈમ નથી મળતો. પૂજા કરવાનો વાંધો નથી, પૂજા શરૂ કરવાનો વાંધો છે. પ્રજાના કપડાં પહેરવા નથી ફાવતા, વિધિ આવડતી નથી, આવા બહાનાઓ અવિશ્વાસમાંથી બહાર આવે છે. દેરાસરે આવવાની તૈયારી છે, શરૂઆત કરવાની તૈયારી નથી. સ્તુતિ નથી આવડતી, વિધિની ગતાગમ નથી, અવિશ્વાસ ભ્રમણા ઊભી કરી દે છે. વ્યાખ્યાનમાં આવવાની તકલીફ એ છે કે ઘરમાં કામ ઘણાં છે અને દુકાન પણે ખોલવાની હોય છે. આ અશક્તિ નથી, અવિશ્વાસ છે. હું ધર્મને સમય આપી શકું છું એવો આત્મવિશ્વાસ રાખવો જોઈએ. હું ધર્મ શીખી શકું છું અને કરી શકું છું તેવી દેઢ માનસિકતા બનાવવી જોઈએ. રોયા કરે તેને મૂઆ-ના જ ખબર મળે. ધર્મ કરવાની બાબતમાં કોઈ ડર, કોઈ અવિશ્વાસ રાખવાનો નહીં. ધર્મ તો આપણી શક્તિ ખીલવશે. થોડી ભૂલ હશે તે તરત સુધરી જશે. ધર્મ વિના જીવનમાં શાંતિ નથી આવવાની. આપણે ધર્મ કરવાની વાત આવે છે તો અશાંત બની જઈએ છીએ. અવિશ્વાસના પાપે આ થાય છે. ધર્મ કરવા માટે વિધેયાત્મક બનીએ. ગોરખ આગે આગે જાગશે જ. સહીયાનુરુપ માં સમાવ્યવ્યમ્ I (૨૪) ‘સહાય મળે તે મુજબ કામ કરવું.' કામ શરૂ કરવું છે. કામ કરતી વખતે વ્યક્તિઓ અને વસ્તુઓની સહાય લેવી જ પડશે. તમારી પાસે કામ કરવામાં સહાયક બને તેવી વ્યક્તિ અને વસ્તુ કેટલી છે એ તપાસવાનું ફરમાન આ સૂત્ર આપે છે. - ૩૫ - - ૩ -

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52