Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 12
________________ સબૂર, પરાપવાદ કહેતાં નિંદા પરોપજીવી જંતુઓનો રોગ છે. બીજાને મૂરખ કહીએ તો જ આપણે ડાહ્યા છીએ તે દેખાય, આ. ગલત માન્યતા છે. તમે તમારી રીતે પ્રામાણિક હશો તો બીજાનું ભૂંડું બોલ્યા વિના ડાહ્યા દેખાવાના છો. ઊંચાઈ સર કરવા માટે જાતે ચડવું પડે છે. બીજાને ધક્કો મારવાથી ઊંચાઈ સર નથી થતી. ઊંચાઈ સર કરવા માટે નજરને આગળ રાખવી પડે છે. પાછળ જોતા રહીએ તો નીચે જ પડીએ. આપણી ઉત્તમતાની પરીક્ષા આ સૂત્ર દ્વારા કરવાની છે. બીજા ભૂલ કરે છે ત્યારે આપણે મચી પડતા હોઈએ એની પાછળ, બીજા ચૂકે તો પસ્તાળ પાડી દેતા હોઈએ આપણે, તો ઉત્તમતા દૂર છે. અલબત્ત, સાચું બોલવું, ખોટું ન બોલવું આ સનાતન સૂત્ર સાથે બાંધછોડ કરવાની એ વાત નથી. આ વ્યક્તિગત મૂલ્યોનો સવાલ છે. નિજી અહંને સંતોષવા માટે બીજાને હલકા પાડવાની વૃત્તિ માત્ર સાસુવહુમાં જ હોય છે તેવું નથી. એ દરેકમાં હોય છે. નીચ માણસોને બીજાની બદનામી કરવાનું ગમે તે ભલે. આપણે તો ઉચ્ચ છીએ. આપણે મોભો ચૂકવો નથી. આપણો ઉત્કર્ષ આપણા પગ પર થવો જોઈએ. બીજાના પગ માટીના હોય તે એમની સમસ્યા છે. આપણે આપણા પગનું ધ્યાન રાખીએ તો ઘણું છે. न खलु अन्यपरमाणूनामल्पत्वेन મેરા: મહી, પ સ્વમુળદેવ 1 (૭). બીજી વસ્તુઓ નાની છે માટે મેરુ મહાનું નથી. મેરુ પોતાની મોટાઈથી મહાન છે. મેરુ પર્વત અતિશય મહાન છે. એની તોલે બીજા પહાડ ન આવી શકે. મેરુ પર્વતની મોટાઈ એની પોતાની ઊંચાઈથી જ જાણવા મળે છે. બીજા પહાડો નાના છે માટે મેરુ મોટો દેખાય છે તેવું નથી. સુત્ર માત્ર દાખલો આપે છે. સમજવાનું આપણે છે. આસપાસમાં સારા માણસો હોય જ નહીં એટલે આપણે સારા દેખાઈએ તે અલગ વાત છે અને ઘણા સારા માણસોની વચ્ચે આપણે સારા નીવડીએ તે વળી સાવ અલગ વાત છે. સારા થવા માટે બીજાનું ખરાબ હોવું જરૂરી નથી. આપણને આ વાત નથી સમજાતી. થોડાં સારાં કામ કરી લઈએ તે પછી આપણી નજર આજુબાજુ ફરવા લાગે છે. આપણે કર્યા હોય તેવાં સારાં કામ બીજા કોઈ કરતા નથી એવું દેખાય એટલે આપણને ગર્વ ચડે છે. મોટાભાગના ધર્મો સજ્જનોનો આ અંગત અનુભવ છે. બીજા પાછળ રહી ગયા તે આપણી સફળતા નથી. આપણે આગળ વધતા રહીએ એ આપણી સફળતા છે. બીજા એક ઉપવાસ નથી કરતા, આપણે ત્રણ ઉપવાસ કરી લીધા. સરખામણી કરીને હરખાયા. પરિણામ એ આવ્યું કે ચોથો ઉપવાસ કરવાનું યાદ ન આવ્યું. મોટો તપ ચુકાઈ ગયો. બીજા બધા દર્શન કરવા નથી જતા. હું રોજ પૂજા કરું છું. સરખામણી કરી. નુકસાન એ થયું કે સ્નાત્રપૂજા સુધી પહોંચવાનું ભૂલી ગયા. બીજાની સાથે તુલના કરતા રહેવાથી થોડીક પ્રગતિ થતી હશે. પણ એ રસ્તે વધારે પ્રગતિ કરી શકાતી નથી. આ છેતરામણી રમત છે. તમે - ૧૮

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52