________________
બીજાથી આગળ નીકળવા માટે થોડી મહેનત કરીને રાજી થયા કરો છો. તમારી ખૂબ ખૂબ આગળ વધવાની મૂળભૂત તાકાતને સરાસર અન્યાય થાય છે.
હજાર રૂપિયાની કમાણી કરનારો, સો રૂપિયાની કમાણી કરનારની સરખામણી કરીને પોતાને શ્રીમંત માને તો હજારો રૂપિયા રળી શકતો નથી. બીજાની નબળાઈનાં જોરે પોતાની સબળાઈને પોરસાવે તે મૂરખ છે.
સાવ સાદો દાખલો લો. જ્યાં કોઈ ભણતું જ ન હોય ત્યાં જઈને બારાખડીનો જાણકાર પોતાને વિદ્વાન ગણાવે તેમાં કશી ભલીવાર નથી. તમારે તમારું ઘડતર, તમારું ભણતર એકમાત્ર તમારી માટે વધારવાનું છે. તમારા ગુણો જ તમને આગળ લાવશે. તમારી વિશેષતા જ તમને ઊંચે લઈ જશે.
મેરુપર્વતે પોતાનાં ગૌરવને જાળવ્યું છે. તમારે તમારો પ્રભાવ જીવંત રાખવાનો છે. બીજાની અધોગતિનો વિચાર તમારે નથી કરવાનો. તમારે તમારી પ્રગતિનો વિચાર કરવાનો છે. શ્વાસ તમે લો છો, જીવન તમે જીવો છો તો ગુણો તમારા પોતાના હોવા જોઈએ. બીજા નગુણા હોય તે જોઈને તમે તમારી જાતને ગુણિયલ ન માની શકો. બીજાના થોકબંધ દોષ જોઈને તમે તમારા એકાદ-બે સદ્ગુણ પર અટકી ન શકો.
હજી ઘણું બધું પામવાનું બાકી છે. હજી ઘણું મેળવી શકાય છે. આપણામાં ઘણા ગુણો સિદ્ધ કરવાની શક્તિ છે. એને કામે લગાડીએ. બીજાના દોષો એમને જ મુબારક.
૩. સ્વભાવની પારાયણ
- ૧૯ -