________________
સાદી સરળ વાત છે. બધા આવું જ કરે છે અને આવું કરીને બધા વધારે ને વધારે હેરાન થયા કરે છે. હેરાન કરનારને હેરાન કરતા રહેવાથી પ્રશ્ન ઉકેલાવાનો નથી. અશાંતિનું વર્તુળ રચાય છે, બસ. આમને સામને મોરચાબંદી સાથે દિવસો અને વરસો બગડે છે. શાંતિ ખાખ થઈ જાય છે. રાહત ખતમ થઈ જાય છે. સંતોષાય છે માત્ર મિથ્યાભિમાન. આપણને વહેવાર ન લાગે તેવું સૂચન સુત્ર આપે છે ; અપ્રિય કરે છે તે માણસનું મારણ એક જ રસ્તે થઈ શકે છે, તેનું પ્રિય કરો.
ધર્મ અને નીતિ અહીં એક થઈ જાય છે. અપ્રિયકારીને મૂળસોતો ઉખેડી નાખવાની ચાણક્યનીતિ આ નથી. આ સોમદેવનીતિ છે. તમને જેની સાથે વાંધો છે તેને તમે ગમે તેટલો પરેશાન કરશો તોય એ મચક આપવાનો નથી. એની વૈરગાંઠ મજબૂત જ થવાની છે. એ માણસ બીજા ઘણાને સાચવે છે. એની સાથે સારાસારી હોય એવા માણસો માટે એ ઘણું કરે છે. તમારી સાથે નથી પટતું એટલે તમને નડ્યા કરે છે.
એક વાત નક્કી છે : વૈરભાવ મોટે ભાગે સહજ નથી હોતો. એને મનમાં જગાડવો પડે છે. બીજી વાત એ છે કે પોતાના વૈરભાવને કોઈ માણસ જાતે થઈને ઠારી શકતો નથી. વરની બાબતમાં દરેક માણસ વળતી લડત આપતો રહે છે. સામા માણસને બતાવી દેવાની વૃત્તિ સતત ભડક્યા કરે છે. જે થઈ રહ્યું છે તેમાંથી બહાર નીકળવાનું યાદ જ રહેતું નથી.
પામર ઝઘડાઓ માટે જિંદગી નથી. જીવવાનો રસ કરમાય તેવા પરાક્રમો કરવામાં કશી મોટાઈ નથી. દરેક સંઘર્ષ આપણી શાંતિની કરુણાંતિકા લાવે છે. સંઘર્ષમાં જીત અને હાર એક એક પક્ષને મળતા હશે
अप्रियकर्तुः न प्रियकरणाद् अन्यद् मारणमस्ति । (८)
હેરાન કરનારને પ્રિયવચનથી હરાવજો.
તમારો કોઈ સાથે ઝઘડો થઈ જાય છે. તમે હેરાન થાઓ તેવા કારનામાં સામો પક્ષ કરે છે. તમને ન ગમે તેવી અડચણો ઊભી કરવામાં આવે છે. તમે શું કરો ? વેર લેવાનું નક્કી કરીને વળતી લડત આપો.
- ૨૧ -