Book Title: Tu Taro Taranhar
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 4
________________ ૧. નાની બારીનું અજવાળું આપણે નામ ઘણાં જાણીએ છીએ. એ નામ જે લોકોનાં છે તે બધાં આપણા સારા માટે કશુંક કરે છે કે નહીં તે આપણે વિચારતા નથી. આપણને પરિવારનાં દૂરદૂરનાં સગાંઓનાં નામ યાદ છે. કામકાજના સાથીદારો અને ભાગીદારોનાં નામો થોકબંધ મોઢે છે. પરંતુ આપણાં જીવનમાં પ્રસન્નતા જીવંત રાખનારા ધર્મને ખોળે સમર્પિત થઈ ગયેલા મહાપુરુષોનાં નામ કેટલાં યાદ છે તે સવાલ પૂછવા જેવો નથી. આ મુદ્દે આપણે દેવાળાનો હિસાબ રાખ્યો છે. નીતિવાક્યામૃત નામનો ગ્રંથ છે તેવી આપણને ખબર નથી. શ્રી સોમદેવસૂરિજી મહારાજાએ તેની રચના કરી છે. આપણને તેમનું નામેય ખબર નથી. આપણે તો પ્રસિદ્ધિના માણસ. આખું ગામ જેનું નામ લે તેનું નામ આવડે. આપણો પોતાનો રસ ધર્મમાં કેળવતા હોત તો ઘણાં પુસ્તકો વાંચતા હોત આપણે. પુસ્તકોથી વિશેષ ગ્રંથોનું વાંચન થતું હોત. એ ગ્રંથના સર્જનહાર સાથે સંબંધ બંધાઈ જતો હોત. આપણને કેટલા ગ્રંથોનાં નામ આવડે ? કેટલા ગ્રંથકારોનાં નામ મોઢે છે? જવાબ પાંખો, ઢીલો રહેવાનો છે. ખેર. આ આચાર્ય ભગવંતે ચાણક્યના નીતિ-સૂત્રોને, પોતાની ભાષા અને વિચારણા દ્વારા ટક્કર મારી છે તેમ સંશોધકો કહે છે. ચાણક્યને મંત્રીશ્વર હોવાનો લાભ મળ્યો તેથી તે વિશ્વપ્રસિદ્ધ છે તો નીતિવાકચામૃતની નોંધ અમેરિકા, જાપાનના અર્થશાસ્ત્રીઓએ લીધી છે. ~૨~

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52