Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 4
________________ દુઃખા અભાવથી કે અજ્ઞાનથી ? દ્વેષનું સ્થાન પ્રેમને આપી દેવું છે ? ઇષ્ટનો વિયોગ અને ઇષ્ટનો અભાવ એ સંસારી માણસ માટે દુ:ખનું કારણ બનતો હોય તો એમાં આશ્ચર્ય નથી લાગતું કારણ કે સંસારી માણસે આ વ્યાપ્તિ જ બનાવી દીધી હોય છે કે ‘ઇષ્ટનો સંયોગ એ જ સુખ, ઇષ્ટનો વિયોગ એ જ દુઃખ.' ‘ઇષ્ટનો અભાવ એ જ સુખ, ઇષ્ટનો અભાવ એ જ દુ:ખ.' પણ આપણે તો સ્પષ્ટ સમજી રાખવાની જરૂર છે કે ‘ઇટનો વિયોગ કે અભાવ એ દુઃખનું કારણ નથી પરંતુ આપણું પોતાનું એ અંગેનું અજ્ઞાન એ જ દુ:ખનું કારણ છે” ટૂંકમાં, દુઃખની વ્યાપ્તિ અભાવ સાથે બનાવે એ સંસારી આત્મા અને અજ્ઞાન સાથે બનાવે એ સંયમી આત્મા. વસ્ત્રથી તો આપણે સંયમી છીએ જ, નિર્મળ બોધથી આપણે સંયમી ખરા? $ ઉકરડાની દુર્ગધને નગર સુધી પ્રસરતી અટકાવવી છે? એને પવનનો સહારો ન આપો. રસ્તાના કોક ખૂણે કોઈ પણ કારણસર પ્રગટી ગયેલ છે ચિનગારીને આગમાં રૂપાંતરિત થતી અટકાવવી છે ? એને તે ઘાસતેલ, પેટ્રોલ, રૂ કે લાકડાનો ખોરાક ન જ આપો. કોઈ પણ નિમિત્તે સહવર્તી પ્રત્યે હૈયામાં પ્રગટી ગયેલ દ્વેષને જ ખતમ કરી નાખીને એ દ્વેષને જો આપણે પ્રેમમાં રૂપાંતરિત કરી દેવા || માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે. એ શ્રેષને વચનનું છે બળ ન જ આપો. વૈષને ભૂલેચૂકે જો આપણે વચનનું બળ આપી બેઠા તો પછી જ યનું સ્થાન પ્રેમને આપવામાં તો આપણે સફળ નહીં જ બનીએ છે પરંતુ ભલું હશે તો સામી વ્યક્તિ પોતાના હૈયામાં આપણા પ્રત્યેના || છે દ્વેષભાવને વૈરમાં રૂપાંતરિત કરી બેસશે. સાવધાન !

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50