Book Title: Tattvazarnu Author(s): Meghdarshanvijay Publisher: Vardhaman Sanskardham Mumbai View full book textPage 5
________________ પ્રકાશકીય અમારા સંઘના ચાતુર્માસ દરમ્યાન અનેકોનું જીવન પરિવર્તન કરવામાં સિંહફાળો આપનારી વહેલી સવારની તત્ત્વજ્ઞાન પ્રવચનમાળાને ‘તત્ત્વઝરણું" પુસ્તક રુપે પ્રકાશિત કરતાં અમારો સંઘ અત્યંત આનંદ અનુભવી રહ્યો છે. અમારો મહાવીરનગર સંઘ એટલો પુણ્યશાળી છે કે દર વર્ષે અમને પૂજ્ય ગુરુભગવંતો તથા સાધ્વીજી મ.સાહેબોનો લાભ મળતો રહે છે. તેઓ અમારા સંઘને ધર્મમય બનાવવા કોશીષ કરતા હોય છે અને અનેકોને આત્મકલ્યાણમાં આગળ વધારે છે. પણ પર્યુષણ પર્વ પૂરા થતાં આરાધનામાં ઓટ આવે છે. પરંતુ આશ્ચર્ય સાથે આનંદની વાત છે કે સં. ૨૦૧૮ના ચાતુર્માસ માટે પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના શિષ્ય પૂ. ગણિવર્ય શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ પધાર્યા તે જ દિવસથી આરાધનાના પૂર ઉમટ્યા. પહેલી જ વાર અમારું ચાતુર્માસ અષાઢ સુદ છઠ થી કા. વદ ત્રીજ સુધી નિરંતર ગાજતું રહ્યું. 3 લાઇ રોજ સવારે ૬.૩૦ થી ૭.૧૫ તત્ત્વજ્ઞાન ઉપર અત્યંત સરળ ભાષામાં પ્રવચન, સવારે ૯ થી ૧૦.૧૫ પ્રાર્થનાસૂત્ર તથા ભવિષ્યદત્તચરિત્ર ઉપર પ્રવચન, દર ગુરુવારે રાત્રે ૮.૩૦ થી ૧૦ યુવાનો માટે વિવિધ વિષયો ઉપર પ્રવચન તથા ડિબેટ, દર શનિવારે બાળકોને સંસ્કારિત કરતી ટીની-મીની શિબીરો અને ટીન એજર્સ શિબીરો, રજાના દિવસોમાં વિવિધ વિષયો ઉપર જાહેર પ્રવચનો વગેરે દ્વારા પાયાની સમજ આપવામાં આવેલ; એટલું જ નહિ પણ ધર્મારાધનામાં રુચી પેદા કરેલ. પ્રવચનોથી સમજણ પામીને ધર્મ-આરાધના કરવાથી લોકોના ઉત્સાહમાં ખૂબ વધારો થયો. 2 ની પર્યુષણ મહાપર્વ પૂર્વની શિબીરોમાં ૨૦૦૦થી વધારે ભાઇ-બહેનો આવતા અને ત્રણ ત્રણ કલાક સુધી પૂજ્યપાદ ગુરુભગવંતના મુખેથી ભગવાનની વાણીનું મંત્રમુગ્ધ બનીને શ્રવણ કરતાં. બાળકોને રોજ સાંજે પ્રતિક્રમણ કરવામાં, દર રવિવારીય અષ્ટપ્રકારી પૂજા દ્વારા પરમાત્મભક્તિમાં અને જાતજાતની પ્રેરણા દ્વારા પૌષધ વગેરે વિવિધ આરાધનાઓમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા. અને ઘણાના જીવન પલટવામાં કામિયાબ બન્યા. શત્રુંજયની ભાવયાત્રા, દુષ્કૃતગહવિધાન, સુકૃત અનુમોદના વિધાન. શંખેશ્વરની ભાવયાત્રા, પ્રતિક્રમણની ભાવયાત્રા, સંચમ-અભિલાષા, નમસ્કાર મહામંત્રની વિશિષ્ટ આરાધના, વગેરે વિવિધ અનુષ્ઠાનોનું આયોજન કરીને આખાય ચાતુર્માસ દરમ્યાન ધર્મમય વાતાવરણનું સર્જન કર્યું. વિપુલ સંખ્યામાં સામુદાયિક વીસ સ્થાનક તપની આરાધના સાથે ૯ માસક્ષમણ સહિત ૨૦૦Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 294