Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 8
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧ ન્યઃ- વસ્તુનો આખો ભાગ તેસ્કન્ધ -વસ્તુનો સંપૂર્ણ વિભાગ અર્થાત્ સંપૂર્ણ વસ્તુને સ્કન્ધ કહે છે. વેશઃ- સ્કન્ધની અપેક્ષાએ ન્યૂન અવિભાજય ભાગ તે દેશ -વસ્તુનો અવિભાજય ભાગ તે દેશ.અહીં અવિભાજય એટલે જેના અન્ય વિભાગો થઇ શકે તે. પ્રવેશઃ- એક અણુ જેવડો સૂક્ષ્મ અને નિર્વિભાજય ભાગ જો સ્કન્ધ સાથે જોડાયેલો હોય તો તેને પ્રદેશ કહે છે. -પ્રદેશની વ્યાખ્યામાં બે શરતો મુકી છે. (૧)આ એક નિર્વિભાજય ભાગ હોવો જોઇએ. અર્થાત્ કેવળી ભગવંત પણ પછી જે સૂક્ષ્મ અંશના બે વિભાગ કલ્પીન શકે તેવો અતિ જધન્ય એટલે કે નાનામાં નાનો ભાગ કે જે પરમાણું રૂપ હોય (૨)આ ભાગ પણ સ્કન્ધ સાથે જોડાયેલો હોવો જોઇએ તો તેને પ્રદેશ કહેવામાં આવે છે. હો પરમાણુઃ-ઉપર કહ્યા મુજબનો સૂક્ષ્મ નિર્વિભાજય ભાગ જો છૂટો હોય તો તેને પરમાણું કહેવામાં આવે છે. -પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલો નિર્વિભાજય ભાગ * સ્કન્ધ-દેશ-પ્રદેશ-પરમાણુ અંગે કેટલીક સ્પષ્ટતા અહીં સ્કન્ધ-દેશ-પ્રદેશ ત્રણની જે વ્યાખ્યા કહી તે સ્કન્ધ સાથે જ સંબંધિત છે કેમ કેજો દેશ અને પ્રદેશ સ્કન્ધથી છૂટા હોય તો તેને દેશ-પ્રદેશ ન કહી શકાયકેમ કે સ્કંધથી છૂટો પડેલો દેશ પણ એક સંપૂર્ણ વસ્તુ બની જતા તેને સ્કન્ધ જ કહેવાશે. તેની ‘‘દેશ’’ એવી ઓળખ તો સ્કન્ધ ની અપેક્ષાએ છે જો તે સ્કન્ધનો છૂટો પડેલો ભાગ છે તે રીતે ઓળખવામાં આવે તો તેને દેશ કહેવાય અથવા તો સ્કન્ધમાં રહેલો હોય ત્યારે જે તે અવિભાજય ભાગ દેશ તરીકે ઓળખાય છે પણ છૂટા પડેલા દેશને અલગ ઓળખવામાં આવેતો તે પણ સ્કન્ધ જ કહેવાશે. એ જ રીતે છૂટો પડેલો પ્રદેશ પરમાણુ કહેવાય છે. જાકે પુદ્ગલાસ્તિકાય સિવાયના ત્રણેમાં આ રીતે કોઇ વિભાગ છૂટો પડતો જ નથી માટે પરમાણુની વિચારણા પુદ્ગલાસ્તિકાય ના સંદર્ભમાં જ થશે. ધર્મ-અધર્મ આકાશના સંદર્ભમાં થશે નહીં. પ્રવેશ અને પરમાણુ નો તફાવતઃ- કેવળીની દૃષ્ટિ એ પણ જેના બે વિભાગ ન થઇ શકે તે પ્રવેશ પણ કહેવાય અને પરમાણુ પણ કહેવાય તેમાં ફકત ફર્ક એટલો જ કે એ સૂક્ષ્મ અંશ સ્કન્ધ સાથે જોડાયેલો હોય તો પ્રદેશ કહેવાય અને છૂટો પડેલો હોયોતો પરમાણુ કહેવાય. ધર્મ-અધર્મ-આકાશ-જીવ એ ચાર અસ્તિકાયોના માત્ર સ્કન્ધ-દેશ-પ્રદેશ એ ત્રણેજ હોય છે. જયારે પુદ્ગલના આ ત્રણે ઉપરાંત પરમાણુ નામે ચોથો વિભાગ પણ હોય છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-પુદ્દગલાસ્તિકાય ચારેનું સ્વરૂપ શું છે? જો કે ભાષ્યકાર મહર્ષિએ તો કહી દીધું કે તાન્ ક્ષળત: પરસ્તાર્ વસ્યામ: અને સૂત્ર :૧૭ થી તેને સૂત્ર રૂપે જણાવેલ પણ છે છતાં અહીં સામાન્ય પરિચય માટે તેનો ઉલ્લેખ કરેલ મેં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194