________________
મંત્રનો ૧ ક્રોડ જાપ, તે પણ મોકે મોકે એક દિવસમાં ઓછામાં ઓછા ૫૦૦ માળા જેટલો જાપ કરીને, જેથી મન પર “અરિહંત' યા “નમો અરિહંતાણં ના અજપા જાપની ધૂન લાગી જાય.
એમ, અરિહંતની આરાધનામાં ૨૪ તીર્થંકર ભગવાનના ચરિત્ર વારંવાર વંચાય. ઉપરાંત જનતા પણ સાંભળે એ માટે ગુરૂ પાસે એ વંચાવાય. જનસમાજમાં અરિહંતની ભક્તિ આવે, માયા લાગે એવા પ્રલોભક આયોજનો કરાય, પોતાને પણ અરિહંત પ્રભુના ગુણોથી ભાવિત કરતા રહેવાય.
અરિહંતની આરાધનામાં અરિહંતના ગુણોના અનુભવજ્ઞાન કરતાં રહેવાય. અર્થાત્ દા.ત. અરિહંત પ્રભુએ સાધના કાલમાં ભયંકર ઉપસર્ગમાં પણ ઉચ્ચ કોટિની ક્ષમા-કરૂણા રાખી તો પોતે કલ્પનાથી પોતાના પર એવા ઉપદ્રવ આવેલા સમજી પોતે ક્ષમાનું આંતર સંવેદન કરતા રહેવાય. એમ ઉપશમ, ઉદારતા, ગંભીરતા, તપનાં કષ્ટની સહનવૃત્તિ વગેરે વગેરે ગુણોની કલ્પનાથી આંતર સંવેદન કરતા રહેવાય.
તાત્પર્ય આ છે કે અરિહંતની જીવનભર એવી વિવિધ આરાધનાઓ સતત કરતા રહેવાય કે પોતાને લાગે કે જાણે પોતાનો આત્મા અરિહંતમય થઇ ગયો છે. જીવનમાં બીજી પ્રવૃત્તિઓ ય કરવાની રહે છે. પરંતુ એમાં ય એક યા બીજી રીતે અરિહંતની ધુમધામ ચાલ્યા કરે.
વિશસ્થાનકમાં બીજા પણ પદોનો તપ એટલે તે તે પદની તપસ્યા ઉપરાંત આવી આરાધના કરતા રહેવાનું.
| 0 | ચંડકોશિયાના જીવ સાધુએ ભૂલ કરી હતી તો નાના સાધુ પર ગુસ્સો [૧ી કરવાની, પણ પછી તાપસના ભાવમાં વાડી પર મોહ કરવાનું પાપ
ક્યાંથી ઊભું થઇ ગયું? પાર્શ્વનાથ ભગવાનના પહેલા જ ભવમાં મરૂભૂતિએ ભાઇ કમઠના હાથે શિલાનો પ્રહાર ખાતાં મરણાન્ત કષ્ટમાં ભૂલ કરી હતી તો હાયવોય-આર્તધ્યાનની, પણ પછી હાથીના ભવમાં તોફાન મચાવવાનું પાપ ક્યાંથી જામી પડ્યું? અહીં ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org