Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 182
________________ ધનમૂર્ચ્છ અને દુન્યવી પાપક્રિયાઓ અને વિષયવિલાસોમાં લાગ્યો રહેવાનો. એ બધી ખરાબીઓ ટાળવા માટે અને દર્શનથી થતા શુભ ભાવોલ્લાસ ઉપરાંતના શુભ ભાવો જગાવવા માટે વંદન-પૂજન અત્યન્ત જરૂરી છે. અશુભ ભાવોથી પાપના થોકની જેમ શુભ ભાવોથી પુણ્યના થોક જન્મે એ સહેજ છે. માટે જિનેશ્વર ભગવાનનાં દર્શન-વંદન-પૂજનનાં ફળ બતાવ્યાં એમાં અતિશયોક્તિ નથી. ૧૩૯ પ્રતિજ્ઞા લઇને ભાંગીએ એના કરતાં, વિના પ્રતિજ્ઞાએ પાપ ન આચરીએ એ સારૂં ને? પાપ ન આચરો એ સારૂં ખરૂં, પણ ‘પ્રતિજ્ઞા કદાચ ભંગાઇ જાય’ Om એવો ડર કેમ લાગે છે ? કહો, એવા કોક અવસરે પાપ સેવવું પડે એવો દિલમાં ભાવ બેઠો છે. એ ભાવ રાખ્યો એટલે પાપની અપેક્ષા રાખી, છૂટ રાખી. બસ, એટલી પાપ અપેક્ષા એ પણ પાપ જ ગણાય. કોઇકને પૈસા ધીરતાં કેમ લખાવી લો છો ? સમજો છો કે કદાચ સામાના દિલમાં અત્યારે તો એમ હોય કે લીધેલા પૈસા પાછા આપી દઇશું,’ પણ લખાણનું બંધન ન હોય તો કાલે ઊઠીને એને એમ થાય કે ‘ન અપાય તો સામો શું કરવાનો છે ?’ લખાણ હોય તો એના મન પર ભાર રહે કે એ લોકને લખાણ દેખાડી લેણું શાહજોગ મનાવશે, યા કોર્ટે જશે. માટે પૈસા દઇ જ દેવા જોઇએ.’ આમ મન પર ભાર રહી પૈસા પાછા દેવાનો નિર્ધાર કોણ કરાવે છે ? લખાણ. એમ પાપ નહિ જ સેવવાનો નિર્ધાર કોણ કરાવે છે ? પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા હોય, વ્રત-વિરતિ હોય, તો મન પર હંમેશા ભાર રહે કે ‘મારાથી પાપ આચરાય જ નહિ.' ૧૪૦ ॥ ॥ દોષ તો માત્ર અઢાર દૂર થાય છે, તો ગુણ અઢાર જ કેમ નહિ ? હિંસા જવાથી અહિંસા ગુણ. રાગ જવાથી વીતરાગતા ગુણ. એમ અઢાર જ થાય ને ? અનંતા કેવી રીતે ? ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192