Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 186
________________ ધર્મ કહીએ છીએ-પાપ નહિ. (૨) વરસાદમાં ઘરેથી મુનિ પાસે વંદન કરવા-જિનવાણી સાંભળવા જતાં પાણીની હિંસા થાય છે. છતાં એવી હિંસા કરીને પણ કરાતું મુનિવંદનજિનવાણી શ્રવણ એ ધર્મ કર્યો કહેવાય છે. પાપ કર્યું નથી કહેવાતું. (૩) ભૂખે મરવા પડેલી ગાયને લીલું ઘાસ ખાવા આપો કે તરસે મરતા જીવને પાણી પાઓ એમાં વનસ્પતિની અને અપ્લાય જીવની હિંસા થાય છે, છતાં હિંસા કરીને કરાતી અનુકંપા એ ધર્મ કહેવાય છે, પાપ નહિ. (૪) લોકોને ધર્મ કરવા ધર્મસ્થાન બનાવાય એમાં પકાય જીવોની હિંસા થાય છે, તો એવી હિંસા કરીને ધર્મસ્થાન બનાવો તે ધર્મ કર્યો કહેવાય છે, પાપ કર્યું નથી કહેવાતું. (૫) લાંબા ઉપવાસ કરાય એમાં શરીરની અંદરના કૃમિ ખોરાક વિના મરી જાય છે, છતાં એવી હિંસાવાળા ઉપવાસને ધર્મ જ કહેવાય છે. પાપ નહિ. () સાધુ વિહારમાં નદી-નાળું લંઘે એમાં પાણીની હિંસા થાય છે, તો એવી હિંસા કરીને નદી ઊતરે છતાં એ સાધુએ ધર્મ કર્યો કહેવાય છે, પાપ નહિ. મુનિનો એ વિહાર પાપક્રિયા નથી ગણાતી. (૭) સાધુ કદાચ કોઇક પાણીમાં પડી ગયા, કિનારે રહેલો શ્રાવક જો એમને પાણીમાંથી ઊંચકી લેવા જાય તો પાણીના અસંખ્ય જીવ મરે છે, છતાં એવી હિંસા કરીને પણ સાધને બચાવવા એ ધર્મ ગણાય છે, પાપ નહિ. જો આ બધે હિંસા થવા છતાં એ (૧) સુપાત્રદાન, (૨) જિનવાણી શ્રવણ (૩) સાધુવંદનાર્થે ગમન (૪) ધર્મસ્થાનનિર્માણ (૫) તપસ્યા (૬) સાધ્વાચાર પાલન અને (૭) સાધુ રક્ષા એ ધર્મ છે, તો પછી જિન મૂર્તિપૂજન એ ધર્મ કેમ નહિ ? એમાં પાપ કઇ જીભે બોલાય? જિનમૂર્તિ એ સ્થાપનાથી જિન જ છે. માટે એનાં દર્શન એ જિનદર્શન છે. જિનદર્શન એ મહા મંગળ છે, એનો પ્રભાવ અલોકિક છે. એની આગળ દુન્યવી મહાસંપત્તિ અને ચિંતામણી-રત્ન પણ વિસાતમાં નથી. ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192