Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 190
________________ (૪) આ જાણવાનું પણ શાના માટે ? તો કે કોઇ વિદ્વત્તા લેવા કે આનંદ માણવા માટે નહિ, કિન્તુ પોતાના આત્મા માટે જાણે છે, અર્થાત્ આત્માને કર્મમુક્ત કરવા, વિભાવમુક્ત કરવા માટે જાણે છે. (૫) ક્યાંથી જાણે છે ? તો કે શાસ્ત્રમાંથી નહિ (શાસ્ત્રના આધારે નહિ) કિન્તુ પોતાના આત્મામાંથી જાણે છે, અંતરાત્માને તપાસતાં એમાંથી સ્વાત્મદર્શન સ્વાત્માનું પરમાત્મ-સ્વરૂપ-દર્શન ઊઠે છે. (૬) પ્રભુ આત્માને જાણવાનું ક્યાં રહીને કરે છે ? તો કે કોઇ ગામ નગર કે જંગલમાં રહીને નહિ, કિન્તુ સ્વાત્મનિષ્ઠ બનીને જાણે છે. અર્થાત્ બાહ્ય સ્થાન કેવું છે ? અનુકૂળ કે પ્રતિકૂળ ? એના તરફ લેશ માત્ર ધ્યાન આપ્યા વિના પોતાનું સત્-ચિત્-આનંદમય શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્મસ્વરૂપ ખ્યાલમાં રાખીને એટલે કે એ આત્મસ્વરૂપમાં રહીને જાણે છે, તત્ત્વ ચિંતન કરે છે. માટે જ બીજા આત્માઓને પણ મૂળ સ્વરૂપમાં એવા સત્-ચિ આનંદમય તરીકે પૂર્ણ જુએ છે. “જ્ઞાનસાર”માં કહ્યું છે, “દિવાનપૂર પૂઈ નવ જગતના જીવોનું પૂર્ણ તરીકેનું દર્શન એ પોતાની આત્મનિષ્ઠતાને લઇને થાય છે. આમ “કારક ષક થયાં તુજ આતમતત્ત્વમાં એવી પ્રભુની સ્તુતિ કરી. આઠમી પરાષ્ટિમાં આવી આત્મ દશા હોય છે. ત્યાં “ધારક ગુણસમુદાય સયલ એકત્વમાં' અર્થાત્ આત્મામાં ક્ષાયિક ક્ષમા આદિ ગુણોનો સમૂહ છે, પરંતુ એ બધા ગુણને એકરૂપે ધારણ કરે છે. જે ક્ષમા એ જ નમ્રતાનિરહંકાર, એ જ નિર્લોભતા. ગુણો આત્માના સ્વભાવમાં એટલા બધા એકરસ થઇ ગયેલા છે. ૧૮૧૦૦૦૦૦૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192