Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 188
________________ તો પાપકારી પોતાના આત્માને વોસિરાવવો. આ રીતે પ્રતિક્રમણ કરે એ પછીથી સંયોગવશ કર્મવશ પાપ કદાચ કરે તો પણ એમાં પૂર્વના જેટલો જ મલિન ભાવ ન હોય. આ ઓછો ફ૨ક છે ? આમ જ મિલન ભાવ ઘસાતા આવે, એ સરવાળે આત્માને મલિન ભાવ વિનાનો કરી મૂકે. મહાવીર પ્રભુના સ્તવનમાં કવિએ લખ્યું : “કારક ષટ્ક થયાં, તુજ ૧૪૩ આતમતત્ત્વમાં, ધારક ગુણ સમુદાય સયલ એકત્વમાં” તો આત્મત્ત્વમાં છ કારક કેવી રીતે થયા કહેવાય ? વ્યાકરણ-શાસ્ત્રમાં ૭ વિભક્તિઓ આવે છે, કર્તા-કર્મ-ક૨ણ♦ સંપ્રદાન-અપાદાન-સંબંધ અને અધિકરણ. આમાં ૬ઠ્ઠી ‘સંબંધ’વિભક્તિ એ ઉપપદ વિભક્તિ અર્થાત્ પદને લાગુ થનારી વિભક્તિ છે. દા.ત. રામનું રાજ્ય, સીતાનો વિનય. ત્યારે કર્તાથી માંડી અધિકરણ સુધીની બાકીની ૬ વિભક્તિ એ કારક-વિભક્તિ કહેવાય છે, કેમકે કારણ એટલે કારણ, ક્રિયામાં કારણભૂત નિમિત્તભૂત હોય તે કારક-વિભક્તિ. દા.ત. ‘ઓરડામાં બાળક આનંદ માટે ડાબડામાંથી હાથેથી લાડુ લઇ ખાય છે,’ આમાં ક્રિયા ખાવાની છે. એ ખાવાની ક્રિયા કરનાર (કર્તા) બાળક ક્રિયામાં કારણ બન્યું; એ ‘કર્તૃકારક.’ આ ખાવાની ક્રિયા પણ ખાવાની વસ્તુ, દા.ત. લાડુ હોય તો જ થાય છે, માટે લાડુ એ કર્મ તરીકે ક્રિયાનું કારણ ‘કર્મકારણ' બન્યું. ખાવાની ક્રિયા હાથેથી કરે છે, તો ક્રિયાનાં કા૨ણ તરીકે હાથ એ ‘કરણ-કારક’ બન્યો. ક્રિયાનું પ્રયોજન આનંદ જન્મે એ છે તેથી જ લાડુ ખાવાની ક્રિયા કરે છે, માટે આનંદ એ પણ ક્રિયાનું કારણ ‘સંપ્રદાન-કારક’ બન્યું. ખાવા માટે લાડુ ઉઠાવવાની ક્રિયા ડાબડામાંથી ઊઠે છે, માટે ડાબડો પણ ક્રિયાનું કારણ ‘અપાદાન કારક' બન્યું. ખાવાની ક્રિયા ઓ૨ડાભૂત આધા૨અધિકરણ ઉપર થાય છે, તેથી ઓરડો એ પણ ક્રિયાનું કારણ ‘અધિક૨ણકારક’ બન્યું. એમ એક ક્રિયા પ્રત્યે ૬ કા૨ક થયા. પ્રભુને ૬ કા૨ક આત્મતત્ત્વમાં શી રીતે ? : ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192