Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 187
________________ જે મહાલાભ ચિંતામણિ અને સંપત્તિઓ ન આપી શકે, એ જિનદર્શનાદિ આપે છે. પ્રતિક્રમણ કરવા છતાં ઘરવાસના એનાં એ પાપ તો થયા જ કરે છે, I૧૪૨) તો એમાં ક્યાં ફરક પડ્યો? ફરક એ પડે છે કે જો ખરેખર પાપના પશ્ચાત્તાપપૂર્વક પ્રતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ પહેલાં પાપ જે દુષ્ટ ભાવે કરેલાં તેવા દુષ્ટ ભાવથી પાપ ફરીથી નહિ થાય. આમ પ્રતિક્રમણથી હવે પછીથી પાપાચરણના ભાવમાં ફરક પડે એ મહત્ત્વનો ફરક છે. કેમકે એમ જ ભાવમાં ફરક પડતો જવાથી પાપાચરણમાં દુષ્ટ ભાવ મંદ પડતા આવે. ત્યારે એક દિવસ એવો આવીને ઊભો રહે છે કે જ્યારે દુષ્ટભાવ નામશેષ થઇ જાય છે. તેથી પાપાચરણ જ બંધ પડી જાય છે, ને દુષ્ટભાવ નામશેષ થઇ જાય છે, ને દુષ્ટભાવના સ્થાને નિર્મળ ભાવ આવવાથી પાપાચરણને બદલે કેવલ સુકૃતાચરણ જ ઊભાં થાય છે. શાસ્ત્ર આ જ કહે છે કે ઉત્સર્ગ માર્ગ આ; કે પાપ કરીએ નહિ, એ જ પ્રતિક્રમણ માટે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું : પ્રથમ પદે પડિક્કમણું ભાડું, પાપતણું અણ કરવું.” પ્રથમ પદ એટલે ઉત્સર્ગ માર્ગ, દ્વિતીય એટલે અપવાદ માર્ગ. ઉત્સર્ગ માર્ગે પ્રતિક્રમણ શું? આજ કે પાપનું આજરણ જ નહિ. ત્યારે – અપવાદ માર્ગે પ્રતિક્રમણ આ, કે (૧) થઇ ગયેલા પાપાચરણોનો હૃદયથી સંતાપ અને (૨) પાપમાં અત્યન્ત અકર્તવ્ય બુદ્ધિ, સાથે (૩) પાપકારી પોતાના આત્માની પાકી ધૃણા. બીજા શબ્દમાં કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192