Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 185
________________ પૂજનારા, આપત્તિમાં ગેબી સહાય પામે છે, અચિંત્ય સંપત્તિ મેળવે છે, એ બધું બોગસ? (૭) શું જિનદર્શન ને જિનભક્તિએ ભાવિકોને શુભ અધ્યવસાયો જાગે છે, ત્યાગ, સંયમ, દયા, વગેરેના પરિણામ વધે છે, એ નજરે દેખાય છે, એ બધું ખોટું ? (૮) શું જિનનો નામનિક્ષેપો પૂજ્ય ? અને સ્થાપના-નિક્ષેપો પૂજ્ય નહિ ? શું જિનનું નામ રટાય એ ધર્મ ? ને જિનની મૂર્તિ ભજાય એ ધર્મ નહિ? મૂર્તિ જો જડ પાષાણરૂપ કહો છો, તો નામ એ જડ શબ્દ રૂપ નથી ? (૯) સમવસરણમાં એક જ બાજુ જિનેશ્વર ભગવાન બેસે કે બાકીની ત્રણ દિશામાં દેવતાઓ, જિનેન્દ્ર ભગવાનના આબેહૂબ બિંબ સ્થાપે, ત્રણે; દિશામાંથી આવનાર એ બિંબને હાથે જોડે પ્રાર્થના કરે, શું એ બધા જ મૂખ? ભૂલા પડશો નહિ. જિનમૂર્તિની અવગણના-દ્વેષ-અરૂચિ કરશો નહિ. જિનદર્શન ને જિનભક્તિની કિંમત જરાય ઓછી આંકશો નહિ, ભૂલા પડતા નહિ. કદાચ પૂછો, પ્ર. પણ મૂર્તિ બનાવવામાં અને પાણીથી અભિષેક કરવામાં તેમ જ પુષ્પથી પૂજવામાં હિંસા થાય છે એનું કેમ? એવી હિંસા કરીને કરાય એ ધર્મ કહેવાય ? ઉ. એ હિંસા એ સ્વરૂપ હિંસા છે. સ્વરૂપમાં દેખાવમાં હિંસા ખરી, પણ એટલા પૂજાના સમય પૂરતું એ ઘર-દુકાનના મહાઆરંભ અને વિષય વિલાસોથી બચાવનાર છે, તેમ જ પરિણામે વીતરાગની માયા વધારી મહા અહિંસામાં લઇ જનાર છે આવા મહાન લાભ આગળ એ પૃથ્વી-પાણીવનસ્પતિની હિંસા શી વિસાતમાં ? શું ત્યારે બીજી ધર્મપ્રવૃત્તિમાં હિંસા નથી થતી ? હિંસાવાળી પણ પ્રવૃત્તિ ધર્મરૂપ હોવાના દાખલા અનેક : (૧) એમ તો મુનિને વહોરાવવા તપેલી ખોલે તો એમાંથી નીકળતી બાફથી વાયુકાય જીવોની હિંસા થાય છે, છતાં એ કરીને કરાતાં સુપાત્રદાનને ་་་་་་་ q9༴ ་་་་་་་ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192