Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 183
________________ એ વાત સાચી છે કે અઢાર દોષનો નાશથી એના પ્રતિપક્ષી અઢાર ગુણો જન્મે. પરંતુ દોષ અઢાર એ સ્થૂલ ગણત્રી છે, દરેક દોષના અવાન્તર ભેદ એટલા બધા છે કે કુલ દોષો અનંતા થાય. પ્ર. અનંત દોષોની સમજ કેમ કરવી? ઉ. આ કઠિન છે; પણ સમજો કે. દા.ત. અજ્ઞાન નામનો દોષ છે, તે અજ્ઞાન દોષમાં ત્રણેય કાળના તે તે પદાર્થનું અને એના તે તે પર્યાયોનું અજ્ઞાન જુદું જુદું ગણતાં, અનંત જાતના અજ્ઞાન દોષ થાય કે નહિ ? એવી રીતે કામચેષ્ટાની કેટલીય જાતો છે ! એ દરેક જાતની પાછી અવાન્તર જાતો છે! એમાંય કામ સંબંધી કેટકેટલી જાતના વચનો, કેવી કેવી વિચારણાઓ, અને કેટલીય જાતના આંખના કટાક્ષોથી માંડીને જાદા જાદા અંગની જાદી જુદી ચેષ્ટાઓ, આ બધું તો પાછું એક સ્ત્રીના એમ ભવના અવતાર સંબંધી, પણ જગતભરની સ્ત્રીઓના જુદા જુદા ભાવ સંબંધી એ દોષો ગણવા જતાં કેટલા દોષો થાય ? એવું રાગ દોષના પણ અનંત ભેદ પડે. દા.ત. એક વસ્ત્ર પર રાગ છે. તે ય એના સુતર કે રેશમના પુમે પુમે જુદો જુદો રાગ છે. કેમકે, ધારો કે એના પર કોઇની કલમની ટાંકની સહેજ અણી જો લાગી ગઇ, તો માત્ર એક ઝીણી પુમ પર ડાઘ લાગ્યો પણ તે ય મનને ખૂંચે છે. જો કે બાકીની હજારો પુમ હજી તો નિષ્કલંક ઉજ્જવળ છે, છતાં આ એક પુમ પરના જાદા રાગના લીદે અતિ ઝીણો ડાઘ પણ ખમાતો નથી. એમ એક જ ઘરમાંની અનેકાનેક ઘર-વખરીની અને એજ રીતે જગતભરની વસ્તુઓના રાગેરાગના થોક છે ! તેંમ દરેક વસ્તુના ખૂણે ખૂણાના રાગ, રૂપના રાગ, રસના રાગ, ગંધના રાગ, સ્પર્શના, આકૃતિના...ઇત્યાદિ અનંત અંશના રાગ જુદા જુદા છે. માટે જ એક કેરીમાં ય, રંગ, સ્વાદ વગેરેના રાગ અલગ અલગ હોવાથી તેથી રંગે લાલ-પીળી જ ગમે છે, સ્વાદે મીઠી જ ગમે છે, ગંધે સુગંધિત જ ગમે છે, પાછી સ્પર્શે તે સુંવાળી જ વધુ ગમે છે. એમાં ય આકૃતિએ ગોળમટોળ જ સારી ગમે છે. આ બધામાં ય પાછું જુદી જુદી જાતની લાલાશે રાગ જુદો જુદો ! જુદી જુદી મીઠાશે રાગ જુદો જુદો ! આમાં રાગના ય હિસાબ નથી. એટલે જ બીજાં બધું બરાબર છતાં એકાદ રંગ કે રસ બરાબર ન હોય તો ખેંચે છે. રાગ-દ્વેષ અજ્ઞાનાદિના દોષો ૧૭૪ ૨ ૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192