Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 189
________________ પ્રભુને છએ કારક પોતાના આત્મતત્ત્વમાં થાય છે. દાત. “પ્રભુનો આત્મા, આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં રહીને જાણે છે.” એટલે ? જાણકાર જ્ઞાન કરનાર પ્રભુનો પોતાનો આત્મા છે, એ કર્તા-કારક. જાણવાની વસ્તુ પોતાનો આત્મા, એ કર્મકારક. પ્ર. તો શું પરના આત્માને ન જાણે ? ન જાણે તો અહિંસા શી રીતે પાળે ? ઉ. પર આત્માને પોતાના આત્મા જેવા જ જાણે છે. “આત્મવત્ સર્વભૂતેષ'. માટે તો આચારાંગ શાસ્ત્રમાં કહ્યું, - 'जं हन्तुमिच्छति तं अप्पाणमेव जाणाहि.' અર્થાત્ “જેની હિંસા કરવા હું તૈયાર થયો છે, તેને મારા જ આત્મા તરીકે દેખ.” જો આ દેખે તો હિંસા થાય ? બીજા જીવને પોતાનો જીવ જાણ્યો એટલે પોતાના જીવ જેવી એના પર મમતા થાય, પછી હિંસા શાની થાય ? પોતાની હિંસા કોણ કરે છે? કોઇ નહિ. પોતાની હિંસા ન થાય એ માટે હજી કાંટાથી બચાય છે, “કાંટો ન વાગે એ માટે જોઇ જોઇને ચલાય છે, પણ “કીડી ન મરે' એ માટે જોઇ જોઇને ક્યાં ચલાય છે ? કેમ નહિ ? કીડી એ પોતાનો જીવ છે એમ લાગતું નથી. પ્રભુને એ પરજીવમાત્ર પોતાના જીવ જેવા જ લાગે છે. તેથી પોતાના આત્માને જાણ્યો એટલે પર જીવને જાણી જ લીધા. તો શું જડને જાણે ? જાણે, પણ તે સ્વાત્માના જ “પરપર્યાય' તરીકે જાણે. એટલે એમાં ય જાણ્યો તો પોતાનો આત્મા જ. પ્રભુનો આત્મા પોતાનું સ્વરૂપથી અનંતજ્ઞાન દર્શન સુખમય જાણે આત્મા આત્માને જાણે છે આ કર્તકારક-કર્મકારક. (૩) આત્માને આત્મા વડે જાણે છે, શાસ્ત્ર વડે નહિ. પ્રભુ તત્ત્વચિંતન કરે એમાં શાસ્ત્ર આમ કહે છે એમ એમને ન વિચારવું પડે. એ તો સ્વયં ફુરણાથી તત્ત્વ ચિંતન કરે છે. અલબત્ત તે ચિંતન શાસ્ત્રાનુસારી જ હોય છે, શાસ્ત્રબાહ્ય સ્વતંત્ર કલ્પના રૂપ નહિ. ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192