Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 181
________________ સામો કેટલા હ૨ખથી વધાવે છે એ નથી જોવાનું. નહિતર તો નોકરને કિંમતી ચીજ આપતાં એ છોકરા કરતાં વધુ ખુશી થાય ને વધુ કામ કરે એમ છે, પરંતુ એ રીતે જોવાનું નથી; પણ પોતાને પ્રેમ ક્યાં અધિક છે, એ આગળ થાય છે, ને એના હિસાબે અર્પણ થાય છે. આ હિસાબ જો લક્ષ્યમાં રહે તો પછી એ ન જોવાય કે આપણા અર્પણથી પરમાત્મા ક્યાં રાજી થવાના છે ? ના, દ્રવ્યનું અર્પણ સામાના રાજીપાના ટકાથી નહિ, પણ આપણા પ્રેમના ટકાથી થાય છે. આ હિસાબ ઉપર જ પત્ની ૫૨ સૌથી વધુ પ્રેમ, એટલે ત્યાં પ્રેમી પતિ હીરા-માણેકના દાગીના ચડાવે છે, ભલે પછી કદાચ એવી પૂર્વભવની સુસંસ્કા૨ી પત્ની ને એનો મોહ ન ય હોય, એનો એવો રાજીપો ન ય હોય. પત્નીને દાગીનાનો બહુ રાજીપો છે ? એ એનામાં આસક્ત પતિ જોવા બેસતો નથી. પોતાને એના પર અથાગ પ્રેમ છે માટે એના પર કિંમતી દ્રવ્યનું અર્પણ કરે છે, કરીને પ્રેમ દ્દઢ કરે છે. બસ, એ રીતે અહીં ભક્તિમાં ય ૫રમાત્મા રીઝે છે કે નહિ, તરફ દ્દષ્ટિ જ ન જાય પણ પોતાને ૫રમાત્મા ઉપર અથાગ પ્રેમ છે માટે સહેજે સારાં કિંમતી દ્રવ્યોનું એમના ચરણે અર્પણ થઇ જ જાય; અને એમ ક૨વાથી પરમાત્મા પરનો પ્રેમ દ્દઢ થાય છે. દર્શનથી દુષિત યાને અંતરાયનો નાશ થવાથી તો વાંછિતે ય મળે, ૧૩૮ અને શ્રી–સંપત્તિ ય મળે, પછી વંદન-પૂજનની શી જરૂ૨ ? જરૂર એટલા માટે કે આપણે એકલા દર્શનથી એવા ભાવોલ્લાસ • જગાવવા સમર્થ નથી, તેથી વંદન-પૂજનની આવશ્યકતા છે. નહિતર તો દર્શનનું ય શું કામ ? એમ ને એમ ભાવોલ્લાસ જગાવીએ તો ન ચાલે ? પરંતુ ના, પ્રભુદર્શનનું જો આલંબન ન હોય તો તો જીવ બાહ્ય જડ પદાર્થોનાં દર્શનાદિમાં રચ્યોપચ્યો રહેવાનો, એથી તો ચિત્તમાં રાગાદિના અશુભ ભાવો જ ચાલે. એમ, પ્રભુનંદન યાને ચૈત્યવંદન, પ્રભુનાં ગુણગાન ન હોય તો પાપકથા જડનાં ગુણગાન અને અભિમાનમાં ડૂબ્યો રહેવાનો. એમ, સ્વદ્રવ્યથી પ્રભુપૂજનની ક્રિયામાં નહિ જોડાય, તો ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192