Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 179
________________ થવાનો, એટલા પૈસાની મમતા છૂટી રાગ છૂટ્યો. (૨) એ પૈસા જો ત્યાં ન ખચ્ય હોય તો વિષયવિલાસમાં કે સાંસારિક આરંભ-સમારંભમાં ખર્ચાઇ એ વિષયોના રાગ પોષાત અને તે પોષણથી જ નવા વિષયોની લગન પણ લાગત... એ બધા રાગથી બચવાનું મૂર્તિપૂજા દ્વારા થયું. (૩) મૂર્તિપૂજાના સમયમાં બહારનાં આરંભસમારંભો અને વિષયસેવન-વિકથાકુથલી આદિ પ્રમાદોથી ને ફજુલ પ્રવૃત્તિથી બચવું એ એટલું રાગપોષણથી બચવારૂપ છે. (૪) મૂર્તિપૂજાની સમસ્ત પ્રવૃત્તિઓમાં મન વીતરાગ પરમાત્માની પ્રીતિ-ભક્તિ બહુમાનમાં લાગ્યું રહે છે, ત્યાં કાંઇ મનને એમ નથી થતું કે પત્થર કેવો સરસ! આ પત્થરના કેવા સરસ પૂજન કર્યા ! ઠાઠ બનાયા!”ના, આવું નથી થતું, પણ એમ થાય છે કે “પ્રભુ કેવા સરસ દીપે છે! કેવી એમની સૌમ્ય મુદ્રા! કેવી સુંદર શાંતસુધારસભરી એમની “ચક્ષુ!” આમ, લક્ષ્ય પાષાણ પર નહિ કિન્તુ પરમાત્મા પર, અને એમના ગુણો પર જાય છે. તેથી પ્રભુ પ્રત્યે મમત્વ-આકર્ષણ પોષાય છે; ને એ ધીમે ધીમે સાંસારિક જડ-ચેતન પદાર્થનાં રાગ-આકર્ષણ મમત્વ ઓછા કરે છે. એમ પણ રાગથી બચવાનું મળે છે. (૫) મનને મૂર્તિપૂજામાં જોડયું તેથી જે એ મન આમ નવરું પડયું હોય તો કેટલાય રાગદ્વેષાદિભર્યા વિચારોમાં પડત, એને બચાવ્યું, તેમજ કાયા અને ઇન્દ્રિયો પણ બહારમાં તણાતી અટકી, એ પણ એટલા બહારના રાગના પોષણથી બચવાનું મળ્યું. આમ વિચાર કરીએ તો દેખાય કે એક મૂર્તિપૂજા ઊભી થવાથી કેટકેટલા રાગદ્વેષાદિ મલિન ભાવોથી બચવાનું મળે છે. ૧૩૭. ભગવાન પ્રત્યેની એટલી ભક્તિથી સંસ્કારિત નહિ થયેલ માણસને એમ લાગ્યા કરે છે કે વીતરાગ ભગવાનને પૂજામાં એટલા બધાં દ્રવ્યો અર્પવાની શી જરૂર છે? કેમકે એક તો ભગવાન વિતરાગ છે. અને બીજું એ કે ભગવાન સાક્ષાત્ તો હાજર નથી, એમની મૂર્તિમાત્ર છે. વળી મંદિરમાં દૂધ ચંદન-અગરબત્તી વગેરે તૈયાર હોય, એનાથી પૂજા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192