Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 177
________________ પ્ર. પણ આમાં તો શુભ ભાવ અને શુદ્ધ અધ્યવસાયનું જ મહત્વ આવ્યું ને? આમાં દર્શનનું મહત્ત્વ ક્યાં આવ્યું? ઉ. ભૂલ થાય છે. દર્શનનું મહત્ત્વ એ રીતે છે કે અહીં દર્શન કોનાં કરાય છે ? વીતરાગનાં. ત્યારે જો રાગીનાં દર્શને રાગ અને રાગને લગતા અશુભ-અસતું ભાવો જાગે છે ને વધે છે, તો વીતરાગનાં દર્શને વૈરાગ્ય અને એને લગતા શુભ ભાવો જાગે અને વધે એમાં નવાઈ શી? અનુભવાય છે કે (૧) કામી માણસ રૂપાળી યુવાન સ્ત્રી યા એનું ચિત્ર ફોટો જોતાં રાગના ઉન્માદમાં ચડે છે. (૨) કોઈના પર વૈર-અંટસવાળો માણસ એને કે એના ફોટાને જોઇ ષના ભાવમાં ચડે છે. (૩) લડવૈયો પૂર્વના કોઇ પરાક્રમી નરવીરનાં બાવલાને કે ફોટાને જોઇ શૂરતાના ભાવમાં ચડે છે. તો પછી વિતરાગ ભગવાન કે એમના ચિત્ર યા મૂર્તિનાં મુખને જોઇને વૈરાગ્યભાવ ઉપશમભાવમાં ચડે એ સહજ છે. આ વસ્તુ મૂર્તિનું મહત્ત્વ સૂચવે છે, એનો અપલાપ કરવો એ મહા અજ્ઞાનદશા અને ઘોર પાપ છે. હવે સવાલ એટલો રહ્યો કે ઠીક છે, વીતરાગની મુદ્રાનાં દર્શને વૈરાગ્ય-ઉપશમભાવ આવે, પણ એ એટલા બધા ઊંચા અને પરાકાષ્ઠાના આવે, એ શી રીતે બને ? ઉત્તર આ છે કે વીતરાગનાં દર્શને શ્રદ્ધા અને ભક્તિ વધારતાં શુભ અને શુદ્ધ ભાવ વૃદ્ધિગત થાય છે. એ હકીકત મનમાં બરાબર ઠસે તો વીતરાગ પરમાત્મા ઉપર શ્રદ્ધા વધારતાં જવાય કે “પ્રભુ “ તું જ તારણહાર છે. વિના ઉદ્ધાર નથી અને તારાથી અમારો ઉદ્ધાર અવશ્ય છે.” આ શ્રદ્ધા વધારતાં મન જગત ઉપરથી વધુ ને વધુ ઊભગતું-ઊઠતું જાય છે. તેમ વીતરાગ ઉપર ભક્તિ વધારતાં મન વીતરાગની નિકટ અને નિકટ થતું જાય છે. પ્રભુની સાથે સાથે વધુ ને વધુ એકાકાર થતું જાય છે. “ભક્તિ' એટલે ભજવું, આશ્રય લેવો, એકમેક થતા જવું. એ થતું જાય એમ તે તે જગતના વિષયો પરની આસક્તિ ઘટતી આવે, હિંસાદિ પાપોને કષાયોને વોસિરાવતા અવાય. ત્યાં જો પરાકાષ્ઠાની ભક્તિ ઊલસે તો વીતરાગમાં પોતાના આત્માની તન્મયતા ઉત્કૃષ્ટ બનવાથી જાણે પોતાનો આત્મા વીતરાગ બન્યો, એવો અભેદભાવ ૨૦૦૦૦ ૧૬૮૦૦૦૦૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192