Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 173
________________ ઉ. આ જ વાંધો છે કે મૂળભૂત રાગાદિ ભાવો દુષ્કૃતરૂપ લાગતા નથી. હજી આ હિંસાદિ દુષ્કૃત ખટકે છે, કેમકે હિંસા, જૂઠ, મોટો પરિગ્રહ, વિષયસેવન વગેરે દુષ્કૃત છે એવું સમજાય છે, તેથી એની ગર્હ થાય છે, પરંતુ એના મૂળમાં રહેલા લોભ-અહંત્વ-રાગ-દ્વેષ-ઇર્ષ્યા-અસૂયા વગેરે ભાવો એવા દુષ્કૃતરૂપ લાગતા નથી, તેથી એનો તિરસ્કાર એવો જાગતો નથી. હિંસા આરંભ-સમારંભ વગે૨ે ખોટા માનવા છે, પણ એને આચરાવનારા લોભઅહંત્વ વગેરેની તરફ લાલ આંખ કરવી નથી. પછી ઊંચા શી રીતે અવાય ? નિરભિમાન, નિર્લોભતા, પ્રમોદ ભાવના, વૈરાગ્ય વગેરે વિકસતા ક્યાંથી ચાલે ? મૂળભૂત તામસભાવો જેવા કે ઇન્દ્રિયગુલામી, દેહાધ્યાસ, દેહમમત્વ, દેહમાં આત્મબુદ્ધિ, જડનાં મૂલ્યાંકન વગેરે પર તિરસ્કાર ન છુટે, પછી ઇન્દ્રિયગણની બેપરવાઇ, દેહની નિરપેક્ષતા, અને જડની તુચ્છતાના સાત્ત્વિક ભાવ શો જાગે ? વિનાવિરતિએ સાધુજીવન હોય ? ભરતચક્રી વગેરે ઘ૨માં | ૧૩૩ કેવળજ્ઞાની બન્યા પછી સાધુ તરીકે બહાર નીકળ્યા, ત્યાં હિંસાદિ પાપોના ત્યાગની પ્રતિજ્ઞા તો કરી નહિ, વિરતિ લીધી નહિ, તો શું પ્રતિજ્ઞા, વિરતિ વિના સાધુપણું હોય ? હોય પણ ખરૂં અને ન પણ હોય. એ માટે વિરતિનું રહસ્ય સમજવું • જોઇશે. સામાન્ય રીતે આપણે વિરતિને પાપત્યાગની પ્રતિજ્ઞા કે પ્રતિજ્ઞાપૂર્વક પાપત્યાગ સમજીએ છીએ. હવે એટલું વિચારો કે કરવાની વસ્તુ તો પાપત્યાગ છે, એની પ્રતિજ્ઞાની શી જરૂ૨ છે ? જરૂ૨ આ છે કે મન ચોર છે, આપણને ક્યારે ઠગી જાય એનો પત્તો નહિ ! એટલે પાપત્યાગમાંથી મન પાપસેવનમાં ક્યારેક ચાલ્યું ગયું પછી કાયા પણ એમાં પડવા તૈયાર થઇ તો એને રોકનાર કોણ ? કેમકે પ્રતિજ્ઞા તો છે નહિ, અને કષાયો કરાવનાર કષાયમોહનીય કર્મના ક્યારેક કો'ક ઉદય થઇ જતાં કષાયો જાગવા સંભવિત છે. એ જાગ્યા એટલે મનને પાપમાં લઇ જાય, મનમાં પાપ Jain Education International ૧૬૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192