Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 171
________________ રૂપિયા, શરીર, વિષયોપભોગ વગેરે જતા કરવાની તૈયારી હોય, જતા કરાય, તો જ હૈયે ઉદ્ધારક તત્ત્વો ખરેખર વસી જાય. બાકી રૂપિયા શરીર વગેરે બહુ વ્હાલા કરવાથી એ વસવાના ફાંફા. દા.ત. મહાન પર્વ ચૌદશે પણ હૈયે ઘીદૂધ-મીઠાઇ વ્હાલા રાખી એના ત્યાગ નથી કરવા, તો એ હૈયે ચૌદશ શી રીતે ? મમતાથી વસી જાય ? એવું બીજે. માટે સારી વસ્તુ હૈયે વસાવવા તન-ધનઅમનચમનના ભોગ આપવા પડે. ' III [ 0 ] પાસે પૈસા છતે દાન પુણ્ય કરી શકતા હતા. પૈસા ગયે એ કરવાનું | [૧૩] બંધ પડ્યું ત્યાં દાનમાં આત્માનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું? કર્મની જ ' આધીનતા રહી ને ?એમ, શરીર સારું છે તે તપ કરી શકતા હતા, શરીર પડયે તપ નથી થઇ શકતો; એમાં ય કર્મની જ આધીનતા રહી ને? ધર્મ કરવામાં આત્માનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું? અહીં જ ભૂલા પડાય છે. ધર્મ એટલે માત્ર બાહ્ય દાન કે બાહ્ય તપ જ સમજી રાખ્યો તેથી ભૂલા પડ્યા. ધર્મ અનેક પ્રકારે છે. એમાં દા.ત. જેમ બાહ્ય દાન કરવું એ ધર્મ છે, પણ પૈસા ખોવાયે અંતરમાં પૈસાને ચંચળ-તુચ્છ માનવાનું કરવું એ ય ધર્મ છે. “પૈસા પાપ કરાવનારા, પૈસા ચંચળ, આત્માના સમભાવ આગળ પૈસા તુચ્છ, એમ માની પૈસા ગયાનો કશો શોક ન કરાય, ચિત્તમાં સમતા-સમાધિ રખાય, એ મોટો ધર્મ છે. દાન ધર્મ નાનો, પણ પૈસાની મૂર્છાનો ત્યાગ, પૈસાના મહત્ત્વનો ત્યાગ અને સમતાભાવ મોટો. આ ત્યાગમાં આત્માનું સ્વાતંત્ર્ય છે. પૈસાના અભાવમાં શોક નહિ, મૂચ્છ-તૃષ્ણા નહિ, એ પૈસાથી થતાં દાન કરતાં મોટો ધર્મ છે. વળી પૈસા ગયા તો બાહ્ય દાનનો ધર્મ અટક્યો, પણ જિનભક્તિસામાયિક-શાસ્ત્રસ્વાધ્યાય વગેરે ધર્મ હાથમાં છે. એમાં આપણું સ્વાતંત્ર્ય છે. ધારીએ તે પ્રમાણે કરી શકાય. હૈયે મૈત્રીભાવ, કરૂણાભાવ, ગુણાનુરાગ, દેવગુરૂ-ધર્મપ્રીતિરૂપ સંવેગ, વિષયવૈરાગ્ય, સંઘ-વાત્સલ્ય. ઉપબૃહણા વગેરે ધર્મ વધારવામાં આત્માનું સ્વાતંત્ર્ય છે. ત્યાં કર્મની ગુલામી નથી પણ ધાર્યા ૧૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192