Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 159
________________ (૨) દીક્ષા લીધા પછી ગોચરી રોજને રોજ ન મળવા માંડી તો પ્રભુને અફસોસી ય કેમ ન થઇ કે “અરેરે “દિક્ષા લેતા પહેલા લોકોને આ બતાવવાનું રહી ગયું કે જાઓ હું સાધુ થઇશ, સાધુને આ આ ખપે ? આ શિખવાડવાનું રહી ગયું તે ભૂલ થઇ ગઇ?આવો અફસોસ કેમ ન થયો? જો કહીએ કે પ્રભુને કર્મો ખપાવવા હતા એટલે લોકોને આ શિખવાડયું નહિ, તો તો પ્રશ્ન એ થાય કે તો પછી પ્રભુએ લાંબો તપ જ કરી લેવો હતો, એ ન કરતાં રોજને રોજ ગોચરી શું કામ ગયા? (૩) શરીર ટકાવવા આહારની અપેક્ષા હતી એટલે રોજ ગોચરી જતા હતા. હવે જો લોકોને આહાર પાણી દેવાની સમજ નથી; તો પ્રભુએ એ દેવાનું ઇશારાથી પણ કેમ ન સમજાવ્યું? આનું સમાધાન એ છે કે સાધુ એટલે શું? સુપાત્રદાન એટલે શું? એ બધી ધર્મની વસ્તુ છે. ને પ્રભુને કેવળજ્ઞાન થવા પૂર્વે ધર્મનો ' ઉપદેશ દેવો નહોતો તેથી સમજાવ્યું નહિ. પ્ર. ભલે ધર્મ તરીકે એનો ઉપદેશ ન દીધો પરંતુ પોતે સાધુ થઇને લોકોના ઘરે જ ગોચરી જવાના છે, તો એક સારા વ્યવહાર તરીકે ય આહારપાણી દેવાનું કેમ ન સમજાવ્યું? એ સમજાવ્યા વિના જ કેમ દીક્ષા લઇ દીધી ? એમાં આરંભ-સમારંભની વાતે ય ન્હોતી. ઉ. અલબત્ત દીક્ષાનું પચ્ચખાણ કરતા પહેલા પ્રભુ ગૃહસ્થ-ઘરબારી હતા તેથી બીજા વ્યવહારની જેમ હવે ભિક્ષાનો પ્રસંગ આવવાનો છે. તેથી સાધુને આહારપાણીના દાનનો વ્યવહાર શિખવાડી શકતા હતા. પરંતુ દીક્ષા લેવામાં પ્રભુને સાધનાની દષ્ટિ હતી, સગવડની દ્રષ્ટિ નહિ'. દીક્ષા લઇને મારે શું શું સાધવાનું એ તરફ પ્રભુનો ખ્યાલ હતો, પરંતુ દીક્ષા પછી મને સગવડ કેવી રીતે મળશે એ તરફ પ્રભુની દષ્ટિ હોતી. ગોચરી જઇએ અને ભિક્ષા કેમ મળી જાય, ભિક્ષાની કેમ સગવડ થઇ જાય એ જોવું એ સગવડની દ્રષ્ટિ કહેવાય. પ્રભુને સાધનાનું લક્ષ્ય હતું તેથી શું શું સાધી લઉં એજ જોયું હતું, પણ શી શી સગવડ મળશે એ તરફ દૃષ્ટિ જ નહિ, સગવડની દ્રષ્ટિ જ નહિ, લક્ષ્ય જ ૧પ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192