________________
એવું દિલ વીતરાગ તરફ ઝુકે શાનું? ત્યારે. વિતરાગ તરફ દિલ ઝૂક્યા વિના દ્રવ્ય પૂજા-ભાવપૂજામાં ભલીવાર શો?
રાજા શ્રેણિકના જીવનમાં વ્રત-નિયમ વિરતિ ન્હોતી. છતાં એમને એ અવિરતિનો ભારે અફસોસ હતો, તેથી એમની દ્રવ્યપૂજા ભાવપૂજા માલવાળી હતી એ દ્રવ્યપૂજા કરવામાં એમણે રીતસરનો ખર્ચ રાખેલો. આવી દ્રવ્યપૂજા અને બીજા એવા તન-મન-ધનના ઉલ્લાસ પૂર્વકના ખર્ચથી કરેલા અરિહંતના માન-સન્માનનો એ પ્રભાવ હતો કે એમણે સમ્યદર્શન ક્ષાયિક, અર્થાત્ ઉત્કૃષ્ટ નિર્મળ કર્યું અને ઉપરાંત અરિહંતપણાનું પુણ્ય ઉપાધર્યું.
I૧૨૪
અરિહંત ચેઇયાણંના કાઉસ્સગમાં બોધિલાભ અને મોક્ષનો ઉદ્દેશ રખાય છે પણ બોધિલાભ અને મોક્ષ તો પુરુષાર્થથી સાધ્ય છે, એમાં
આ કાયોત્સર્ગ શું કરે ? અને જો કાયોત્સર્ગથી એ મળતા હોય તો પછી બીજા પુરુષાર્થની શી જરૂર રહે?
બોધિલાભ અને મોક્ષ માટે પુરુષાર્થની જરૂર તો છે જ, પરંતુ આ કાયોત્સર્ગ એ પુરુષાર્થને શીધ્ર પ્રેરે છે અને એને પ્રબળ બનાવે છે. એનું કારણ એ છે કે બોધિલાભ અને મોક્ષ નિમિત્ત પર ખાસ ધ્યાન
દઇને એ નિમિત્તે કાયોત્સર્ગ કરવા જતાં એ બોધિલાભ અને મોક્ષની ઉત્કટ આશંસા-અભિલાષા ઊભી થાય છે. “આ મારે જોઇએ છે માટે આના લાભાર્થે કાયોત્સર્ગ કરૂ છું - આવો ભાવ પેદા થાય છે એટલે આની ઉત્કટ આશંસા સહેજે એના પુરુષાર્થને પ્રેરે અને પુરુષાર્થમાં બળ અર્પે એમાં નવાઇ નથી.
વળી આના નિમિત્તે કાયોત્સર્ગ કરવાથી એક એવું શુભ ઊભું થાય છે જેના ઉદયે આના પુરુષાર્થને વેગ મળે છે. અલબત્ત, આની શ્રદ્ધા જોઇએ કે આ કાયોત્સર્ગ કરવાનું વિધાન જ્ઞાની જ્ઞાનીઓએ કરેલું છે, માટે એ બીજા મંત્રાદિનાં વિધાનોની જેમ અવશ્ય સફળ છે, અને ફળમાં કોઇ નિર્જરા,
૧૫રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org