Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 168
________________ એટલું જ; પણ એનું સર્જન ન કરે? આ હિસાબે જે લોકો ધર્મ-ઉદ્યમ કરવામાંથી છટકવા એમ બહાનું કાઢે છે કે “જ્ઞાનીએ અમારામાં ધર્મ-ઉદ્યમ જોયો નહિ, માટે અમારે ધર્મ-ઉદ્યમ નથી થતો, જોયો હોય તો કેમ ન થાય?” આ બહાનું પોકળ છે; કેમકે જ્ઞાનીની દૃષ્ટિ ધર્મ-ઉદ્યમની સર્જક નથી, પણ દર્શક છે; એ ધર્મ-ઉદ્યમ હોય તો દેખાડે એટલું જ બાકી ધર્મ-ઉદ્યમ તો એનાં કારણોથી જન્મે. ધર્મ-ઉદ્યમના કારણોમાં (૧) પહેલું કારણ ધર્મની પ્રશંસા-આકર્ષણ (૨) બીજાં કારણ ધર્મશ્રવણ. (૩) ત્રીજાં કારણ ધર્મની રૂચિ ઇચ્છા-ગરજ. ત્યાં જો ધર્મ પર એવી રૂચિ, અર્થાતુ ખાનપાન-વેપાર-વિષયો-લક્ષ્મી આદિની જેમ આકર્ષણ પ્રેમ ન હોય, ધર્મ કરવાની ઇચ્છા જ ન હોય, ગરજ જ ન હોય તો પછી ધર્મપુરુષાર્થ ક્યાંથી થાય ? ખાનપાન-વેપાર આદિમાં એવાં આકર્ષણ-રૂચિ આદિ હોય છે. તો ઝટ એનો પુરુષાર્થ થાય છે. ત્યાં જ્ઞાનીની દૃષ્ટિ ક્યાં જોવાય છે? માટે જ્ઞાનીની દ્રષ્ટિનું બહાનું પોકળ છે. આ તો થઇ જ્ઞાનીની દૃષ્ટિની વાત. પણ, ભવિતવ્યતા એ જ્ઞાનની દ્રષ્ટિથી જુદી વસ્તુ છે. ભવિતવ્યતા એ ચોક્કસ પ્રકારની ઘટના બનવામાં કારણભૂત છે. દા.ત. પાર્શ્વનાથ ભગવાનના જીવને ભવે ભવે કમઠના જ જીવનો યોગ કેમ થતો ગયો? કારણ એવી ભવિતવ્યતા. આમાં પ્રભુના જીવનાં કર્મ એ કારણભૂત ન કહેવાય. એમના અશુભ કર્મ તો એમને અશાતા આપે એટલી જ ખાસિયતવાળાં હતાં; પણ કર્મમાં એવું લખેલું નથી હોતું કે “અમુક જ માણસના હાથે પીડા મળે.” અશાતાવેદનીય કર્મનો સ્વભાવ તો માત્ર પીડા આપવાનો; પછી એ પીડા ગમે તેના હાથે આવો કે ગમે તે વસ્તુથી આવો. એનું કામ માત્ર પીડા આપવાનું. કમઠથી જ પીડા, એમાં કારણભૂત ભવિતવ્યતા છે. મહાવીર ભગવાને ગોશાળાને તેજોવેશ્યા શીખવાડી. એમાં કોણ કારણ ? અજ્ઞાનદશા નહિ; પ્રભુ તો સદા જાગ્રત જ્ઞાની હતા, એમને એવી અજ્ઞાનદશા હતી એમ કહેવાય ન જ નહિ. ત્યારે ત્યાં શાસ્ત્ર ભવિતવ્યતા ૧પ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192