________________
‘ક્યાં શૂળીએ ચડવા ગઇ’તી ? ‘તારા કાંડા કપાઇ ગયા'તા ?” આવી નિષ્ઠુર ભાષા બોલવાથી કુમારને શૂળીએ ચડવું પડયું ને કન્યાના કાંડા કપાઇ ગયા. અહીં બોલવાનું પાપ તો મામુલી જેવું છે, તો એનાથી સજા આટલી બધી ભયંકર કેમ ? શું કર્મસત્તાને ત્યાં અન્યાય
છે?
૧૦૭
ના. અન્યાય નથી, પરંતુ આવડી મોટી સજાની પાછળ કારણ જાણો કે પાપ નાનું છતાં કર્મસજા મોટી કેમ ?
નાના દેખાતા ગુન્હા પર થતી ભયંકર કર્મસજાની પાછળના
કારણો :
(૧) બુદ્ધિશક્તિવાળો મનુષ્યભવ એ જીવનો ઊંચો હોદ્દો છે. ઊંચા હોદ્દાવાળાનો ગુન્હો પણ આ દુનિયાની સ૨કા૨માં ય મોટો ગુન્હો ગણાય છે. ન્યાયાધીશો થોડી પણ લાંચ ખાધી સાબિત થાય તો એ હોદ્દા ઉ૫૨થી ડુલ અંને ભારે સજા પામે છે. એમ ઊંચા હોદ્દાવાળો માનવભવ. એમાં નાનો પણ ગુન્હો મોટા જેવો છે.
આ એક કારણ. બીજાં કા૨ણ આ
-
(૨) બોલવાનું કે ક૨વાનું પાપ ભલે બાહ્ય દેખાવમાં નાનું દેખાય, પરંતુ એની પાછળ ધમધમી રહેલો ગુસ્સો યા બીજી વિષય કે કષાયની લાગણી એને મોટો ગુન્હો બનાવી દે છે.
દા.ત. જુઓ અંધારામાં સાપ સમજી દોરડા પર લાકડાનો ઘા કર્યો. ત્યાં દેખીતો જીવનાશ થયો નથી છતાં અંતરની સાપ મારવાની લેશ્યાના આધારે દોરડા પરનો ઘા એ મોટો ગુન્હો બને છે ને ત્યાં સાપ માર્યાનું પાપ લાગે છે. એટલે આંતરિક મલિન પરિણામની ઉગ્રતા બાહ્ય નજીવા પણ પાપાચરણને મોટો દોષ બનાવી દે છે.
એથી ઉલ્ટુ અંતરમાં એવા ઉગ્ર મલિન પરિણામ ન હોય અને બાહ્ય કાર્ય ભયંકર બન્યું હોય તો ગુન્હો એવો નહીં ગણાય.
દા.ત. મજુર ભંગાર, ઘરના રોડા બહાર ફેંકતો હોય એમાં નીચે કોઇ
Jain Education International
૧૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org