________________
પરંતુ સર્વજ્ઞ ભગવાને જે વિશાળ વિશ્વ બતાવ્યું એમાં જીવોમાં પરમાધામી સુધીના કેટલાય જીવો અસંખ્ય ખરાબ છે એમના પર હું ક્યાં દ્વેષ કરવા જાઉં છું ? અને નથી કરતો તો ય જીવને તો ચાલે જ છે પછી અહીં મળેલા અણગમતા તો કોઇ આવા પરમાધામી જેવા દુષ્ટ નથી તેમ એવી કોઇ મોટી સંખ્યામાં નથી. પછી એના પર દ્વેષ ન કરું તો એમાં મારું શું બગડે ? કોઇ જ નહીં. માટે તો એ સંપર્કમાં આવ્યા તો માત્ર જોવાના, દ્વેષથી ઉકળવાનું નહીં.
આમ અહીં મનગમતા કે અણગમતા અલ્પસંખ્યક જીવો તો ભગવાને બતાવેલ રૂડા-રૂડા જીવોની સંખ્યા અને રૂડી-રૂડી ખાસિયત આગળ વિસાતમાં નથી તો જેમ એ જોય એટલે કે માત્ર જાણવા યોગ્ય, એમ આ પણ શેય એટલે કે માત્ર જાણવા યોગ્ય કિન્તુ રાગ-દ્વેષ કરવા યોગ્ય નહીં.
શંકા શેય તત્ત્વ તરીકે અજીવ પર રાગદ્વેષ કેમ અટકે ?
સમાધાન : એવું આપણા સંપર્કમાં આવતી ગમતી-અણગમતી અજીવ વસ્તુ માટે ય આમ વિચારવાનું કે
મને પ્રાપ્ત જડ ચીજો પણ ભગવાને બતાવેલ વિશ્વની સારી-નરસી અજીવ વસ્તુ આગળ વિસાતમાં નથી. સંખ્યામાં ય નહીં અને ગુણવત્તામાં ય વિસાતમાં નહીં.
દા. ત. દેવતાઇ વિમાન-વેશ-અલંકાર ક્યાં ? અને અહીં મળેલું ક્યાં ? પેલાની સુંદરતા કેવી ? એની સંખ્યા કેટલી બધી ? ત્યારે નરકના સ્થાન, નરકની ધરતી, ઠંડી-ગરમી વગેરેની આગળ અહીંનું શું વિસાતમાં ? તો જેમ હું ત્યાં રાગ દ્વેષ કરવા જતો નથી પણ એ વિષયો માત્ર શેય રહે છે, એમ અહીં મળેલા પદાર્થો પણ માત્ર શેય તરીકે જ સમજવાના પણ રાગ કે દ્વેષ કરવા લાયક નહીં.
શેયતત્ત્વ તરીકેની શ્રદ્ધાથી આર્તધ્યાન અટકે :
બસ, સર્વજ્ઞ ભગવાને બતાવેલ વિશ્વના સમસ્ત જીવ અને અજીવ તત્ત્વની ‘ય’ તરીકે શ્રદ્ધા-ચિંતવનાં કરાય એટલે આપણને મળેલા જીવઅજીવ પદાર્થ પણ એવા એટલે કે માત્ર જોય લાગે, રાગ-દ્વેષ કરવા યોગ્ય નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org