________________
કર્મના ઔદયિક પરિણામ સ્વરૂપ છે.
0 | શું એક અરિહંતને નમસ્કાર કરાય એ મોક્ષ આપવા સમર્થ નથી તે T૧૦૧ી બહુ અરિહંતને નમસ્કાર કરવો? જો એકને નમસ્કારમાં સામર્થ્ય
નહિ હોય તો અનેકને નમસ્કારમાં પણ સામર્થ્ય ક્યાંથી આવશે? જો એક રેતીના કણમાં તેલ ન હોય તો તેવા હજાર કણોને પીલવાથી ય તેલ ક્યાંથી મળે?
એક અરિહંતને નમસ્કાર પણ મોક્ષ આપવા સમર્થ છે જ; I'm પરંતુ જેવી રીતે એક જ તલ પીલી તેલ કાઢવું મુશ્કેલ પડે છે છતાં
હજાર તલ એક સાથે પીલી સરળતાથી તે કાઢી શકાય છે, એમાં તલની ખામી નથી, કિંતુ તેલ કાઢનારની તેવી શક્તિ નથી, એવી રીતે નમસ્કાર કરનાર ભવ્યાત્મા એક જ અરિહંતને નમીને મોક્ષ પામવા માટે જરૂરી શુભાશયનો વિસ્તાર પામવા જેટલો શક્તિમાન ન હોય ને બહુ અરિહંતને નમસ્કાર કરવામાં પામી શકે.
પ્રશ્ન: પહેલઠેલી વાર પરમાત્માની ભેટ થવા ઉપર તો આવું થાય, પરન્તુ રોજને રોજ પ્રભુને મળવામાં આ બધું શી રીતે થાય?
ઉત્તર : મોટા ટી.બી., કેન્સર જેવા દર્દોવાળો માણસ રોજને રોજ ડોક્ટરને ભેટતાં ગળગળો થઇ જાય છે.મોટા દેવામાં ફસાયેલો માણસ રોજને રોજ કોઇની પાસેથી ભારે સહાય મળતી હોય તો ત્યાં સહાયકના રોજના દર્શને ગળગળો થાય છે ! એમ અહીં પણ જ્યાં સુધી ઘોર સંસાર - દુઃખ મટે નહિ ત્યાં સુધી મહાસહાય કરનારા પ્રભુના રોજ-રોજ દર્શન મળે ગળગળા જરૂર થવાય. અરે! સહાય તો પછી, તે વિના પણ દુનિયામાં જાઓ, કે ગરીબ માણસ કોઇ મહાશ્રીમંતને અપ્સરા જેવી સ્ત્રીઓ સાથે મોટર-વિમાનમાં મહાલતો, રોજનો હજારો કમાતો... વૈભવ, વિલાસની સ્થિતિમાં રમતો જ્યારે જ્યારે જુએ છે, ત્યારે ત્યારે ગદ્ગદ થઇ જાય છે! તો પછી પ્રભુને રોજ રોજ જોતાં કેમ ગદ્દગદ ન થવાય ? એ પણ અનંતા અવ્યાબાધ સુખમાં મહાલે છે, અનંતજ્ઞાનાદિ ગુણોથી સમૃદ્ધ છે ! તો પોતે તેવો ન થાય ત્યાં સુધી આકર્ષણ
૧૦, ૧૨૨ ૦૦૦૦૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org