________________
કશું દુ:ખ નથી લાગતું. એને તો ઊલટું માનસિક ભારે ચિંતાથી અને અઢળક પાપથી રિબાતા મોટા શ્રીમંતોની દયા આવે છે.
લેબોરેટરીમાં રાત ને દિવસ રિસર્ચ (સંશોધન) કરનારો એવાં ખાનપાન-રંગરાગ-મોજ કશું નથી ભોગવતો. ઊલટું રિસર્ચના રંગમાં રિસર્ચટેબલ આગળ ઊભો ઊભો ટાંટિયા દુખાડે છે, ઠંડી-ગરમી ય સહે છે. ભૂખ-તરસ પણ ચલાવી લે છે, સંગીતના સૂરને બદલે કોઇ ઢોરના કર્કશ અવાજ પણ સાંભળી લે છે. છતાં એ બધી અગવડ યાને ઇન્દ્રિય-અશાતામાં એને કશું દુઃખ લાગતું નથી કેમકે મનને રિસર્ચ (સંશોધન) થઇ રહ્યાનો ભારે આનંદ છે. ભારે શાતા છે.
મનની ભારે શાતા આગળ ઇન્દ્રિયોની અશાતા ડુલ છે, કશી વિસાતમાં નહિ, કશા લેખામાં નથી.
માટે જ પહેલા રિસર્ચવાળાની જેમ જ્ઞાનીના વચન પર શ્રદ્ધાવાળો વ્રતનિયમાદિ દ્વારા ત્યાગ કરે, તપસ્યા કરે, ક્ષમા-નમ્રતા રાખે, પરિષહઉપસર્ગ સહે એમાં એના મનને પરમ શાન્તિ છે, પરમ શાતા હોય છે. એમાં એને અંતરની રાગાદિ મલિન વૃત્તિઓનું અને પાપકર્મોનું સંશોધન થઇ રહ્યું દેખાય છે ને એમ થવામાં આ અનંતકાળથી ભવચક્રમાં ભટકતા જીવને મળેલી મહામોંઘેરી તક સફળ થતી દેખાય છે પછી શું કામ મનને અશાતા થાય? ત્યાં પછી ઇન્દ્રિયોની અશાતા નગણ્ય બની જાય એમાં નવાઈ નથી.
પરદેશ સીઝનના બજારમાં ધંધાર્થે જનારો કેટલીય ભૂખ-તરસ, ટાઢતડકા વગેરે કષ્ટ સહન કરી ઇન્દ્રિયોની અશાતા અપનાવી રહ્યો હોય છે. છતાં સારી ધનકમાઇ પર મનની શાતા જોરદાર હોવાથી ઇન્દ્રિયોની અશાતાને નગણ્ય ગણે છે. શરદી-ન્યુમોનિયાનો દર્દી પવન વિનાના ઓરડામાં ઘામ સહે છે. મનગમતાં ભોજન છોડી અણગમતું ખાય છે પરંતુ આરોગ્ય પ્રાપ્ત થયે જવાની મનની શાતા આગળ ઇન્દ્રિયોની અશાતા ચલાવી લે છે. એ બતાવે છે કે માનસિક સુખશાતા એ મોટી ચીજ છે. એ હોય ત્યાં બાહ્ય કષ્ટ છતાં મસ્તી હોય છે, બાદશાહી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org