________________
જુઓ, તીર્થકરના જીવ સંસાર કેવો સહેલાઇથી છોડી જાય છે !
(૬૭) જડ પાષાણની મૂર્તિ પૂજ્ય કેમ? (૧) પાણીને ઝેરની ભાવના આપતાં ઝેરનું કામ કરે. અમૃતની ભાવના આપતાં અમૃત થાય. તો મૂર્તિને પરમાત્માની ભાવના દેતાં પરમાત્માનું કામ કેમ ન કરે ! આજે દેખાય છે કે શંખેશ્વર
ભગવાનની મૂર્તિ, અલૌકિક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ વગેરે ચમત્કારિક કામ કરે છે ! માત્ર પૂજ્યભાવે એને આવકારવી જોઇએ.
(૨) જગતની દરેક વસ્તુ ચાર વિભાગે હોય : (૧) વસ્તુનું નામ, (૨) વસ્તુની આકૃતિ, (૩) વસ્તુની પૂર્વોત્તર અવસ્થા, (૪) વસ્તુનું સ્વરૂપ. આ ચારેયમાં એ વસ્તુ તરીકેનો વ્યવહાર થાય છે. દા.ત. દેવ-દાનવ-માનવ-ઇન્દ્ર વગેરે અનેક નામોમાંથી “ઇન્દ્ર” નામને લઇ પૂછાય કે “આ કોણ” તો બોલાય ઇન્દ્ર'. ઇન્દ્રનું નામ પણ ઇન્દ્ર કહેવાય છે. એ નામ-ઇન્દ્ર. એમ બ્રહ્મા-શિવઇન્દ્ર વગેરેની મૂર્તિ માટે પૂછાય કે “આ કોણ?” તો કહેવાય “ઇન્દ્રી. ઇન્દ્રની મૂર્તિ પણ ઇન્દ્ર એ સ્થાપના ઇન્દ્ર. ઇન્દ્રનું સ્વરૂપ દેવસભામાં મુખ્ય સિંહાસને છત્ર, ચામર વગેરે શોભાવાપણું. કિન્તુ સિહાસને ન બેઠા હોય ત્યારે પણ ઇન્દ્ર કહેવાય છે. એ દ્રવ્ય ઇન્દ્ર છે. ને એ સ્વરૂપમાં હોય ત્યારે તો ઇન્દ્ર છે જ, એ ભાવ ઇન્દ્ર. આમ ચાર વિભાગને ચાર નિક્ષેપા કહેવાય, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ, ભાવ નિક્ષેપ. પૂજ્યના ચારે નિક્ષેપા પૂજ્ય છે. ભગવાનનું જો નામ પણ આદરણીય છે, તો ભગવાનની મૂર્તિ કેમ આદરણીય નહિ? - (૩) કરન્સીનોટ કાગળિયું છે. છતાં આ “સો રૂપિયા” “પાંચસો રૂા.” એમ વ્યવહાર થાય છે અને એના પર એવું માન થાય છે.
(૪) સમવસરણ પર પૂર્વ દિશામાં સાક્ષાત્ જીવંત તીર્થંકર ભગવાન બેસે છે. બાકી ૩ દિશામાં દેવો દ્વારા એમના બિંબ જ સ્થાપેલા વંદાય છે, પૂજાય છે. શું એ વાંદનારા ગાંડા ?
(૫) હજારો લાખો વરસની મૂર્તિઓ મળે છે ને એ પૂજાતી આવી છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org