________________
[ 0 ] કહ્યું છે કે પૂનાલોટિસ તો સ્તોત્રોટિસપ ના
जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः॥ “તો પછી, અમે સીધી લયભક્તિ કે ધ્યાન ભક્તિ જ કરીએ તો પૂજા કરતાં ક્રોડ ક્રોડ ગણું ફળ મળે ને ? પછી પૂજા-સ્તોત્ર જાપ કરવાની શી
જરૂર ?
આ ક્રમ બતાવે છે કે પૂર્વના પૂજા-સ્તોત્ર જાપ ભક્તિના પ્રકારો આદર્યા વિના ધ્યાન-ભક્તિ ન આવી શકે. એનું કારણ એ છે કે જેને સારો ધનવ્યય-સમયવ્યય – નમ્રતા પૂર્વકના પૂજા વિધિ
શ્રમવ્યય કરવા પૂર્વે દ્રવ્ય-પૂજા કરવી નથી, એનામાં બીજા પગથિયે સ્તોત્ર અર્થાત્ અરિહંતના સંગીત ગુણગાન કરવાને યોગ્ય દિલ જ નથી હોતું. તો એવા દિલનાં દિલથી ગુણગાન વિના અહોભાવ એકાગ્રતા-ગદ્ગદ્ દિલનો અરિહંત જાપ નથી બની શકતો.
કેવી મજાની ગોઠવણ ! પ્રભુ ભક્તિ કરવી છે ? તો પહેલાં અનંત કાળની મમતાની વસ્તુ કિંમતી સ્વદ્રવ્ય-સ્વશરીર-સ્વસમય-સ્વસુખશીલતા અને અહત્વનો પ્રભુના ચરણે ભોગ આપી પ્રભુની પૂજા કરો. પછી જ આગળ પ્રભુના સ્તોત્ર-સન્માન-ગુણગાન કરો. કેમ વારૂં ? અરિહંત પ્રભુના ગુણો ત્યાગ-વૈરાગ્ય-સ્તોત્ર-સ્તવન ગાવા છે, તો પહેલા નક્કર આત્મભોગ આપવો જોઇએ. એ ભોગ અપાય તો જ પ્રભુમાં ને પ્રભુના ગુણોમાં મન ઠરે. ભોગ નથી આપવો તો મન એ પોતાની મમતાની વસ્તુઓ કિંમતી સ્વદ્રવ્યોસ્વકાયા-આરામી વગેરેમાં મન ઠરેલું છે, એવું મન પ્રભુમાં શે ઠરે ?
એમ ભોગ આપીને મનને પ્રભુના ગુણોમાં અને પ્રભુમાં ઠરતું કર્યું, પછી જ મન પ્રભુના નામના જાપમાં ઠરે નહિતર મન પ્રભુ અને પ્રભુના નામમાં ઠર્યા વિના આગળ પ્રભુનું ધ્યાન પણ શી રીતે થાય ? ધ્યાન માટે તો મન પ્રભુમાં એકાકાર થવું જોઇએ... પરંતુ એ મનને બિચારાને જો સ્વદ્રવ્યાદિમાં એકાકાર રાખ્યું હોય અને પ્રભુના ગુણોમાં મસ્ત ન બનાવ્યું હોય, તેમજ પ્રભુના નામમાં એકાકાર ન કર્યું હોય, તો અહીં પ્રભુમાં એકાકાર શી રીતે થાય? એ વિના પ્રભુના ધ્યાનમાં મસ્ત શી રીતે બને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org