________________
વિનયકર્મ છે, તેનાથી તેવા દુષ્ટ કર્મોનું નિયમન, અપનયન, દૂરીકરણ થાય છે. તે થઇ જવાને લીધે સમાધિ સુલભ બને છે.
(૫) નમસ્કારમાં અરિહંતાદિ પંચ પરમેષ્ઠી ભગવંતોનું પ્રણિધાન થાય છે. એક અરિહંતમાત્રમાં ક્ષણવાર પણ લાગેલું ચિત્ત પ્રબળ કર્મક્ષય કરી ભવ્ય સ્કૂર્તિ આપે છે તો પછી પાંચે ય પરમેષ્ઠીમાં પરોવાયેલા ચિત્તના ફળનું પૂછવું જ શું? એનાથી સુંદર સમાધિ મળે જ.
(૬) નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠીના ગુણો યાદ કરતાં એ ગુણોની મમતા જાગે છે ને એ ગુણોમાં ક્ષમા, સમતા, મહાવિરાગ, આત્મરમણતા વગેરે છે, એટલે એની યાદ આપણને સમાધિનું પ્રોત્સાહન આપે એ સ્વાભાવિક છે,
(૭) પરમેષ્ઠીને નમસ્કાર એ પરમેષ્ઠીના ગુણોની અનુમોદના, એની અભિલાષા અને પ્રાર્થનાની મહાનું સાધના આપે છે, એ પણ સમાધિને પ્રેરનાર બને છે. ઇત્યાદિ.
આ બધું સૂચવે છે કે નવકારમાં સમાધિ ભરી પડી છે. માત્ર એને પ્રાપ્ત કરતાં આવડવું જોઇએ, પામવાની ગરજ જોઇએ અને પ્રબળ પુરૂષાર્થ જોઇએ.
કર્મના ઉદય આપણા કાબૂમાં નથી પણ સમાધિ આપણા હાથમાં છે.
કર્મ ઉદયમાં આવ્યું ત્યાં રસ તો એની સાથે જકડાયેલો જ પડ્યો છે. તેનો અનુભવ થયા વિના કર્મ ભોગવાઇને ક્ષય પામી જવાનું કેમ
બને? અર્થાત્ કર્મ ઉદયમાં છે ત્યાં એનો વિપાકોદય યાને રસાનુભવ નહિ અને માત્ર પ્રદેશ-ઉદય છે એવો ભોગવટો કેમ બની શકે? કર્મ ઉદયમાં આવ્યું એટલે એની સાથે જકડાયેલ રસ પણ અનુભવમાં આવે જ ને?
ના, એવો નિયમ નથી, કેમકે જો એ વખતે કોઇ બીજા બળવાન કર્મના રસનો અનુભવ ચાલુ થયો હોય તો એમાં પેલા ઉદય પ્રાપ્ત
કર્મનો રસ ઢંકાઇ જવાથી સ્વતંત્ર અનુભવમાં ન આવે એમ બને. આ સમજવા માટે વ્યવહારૂ દાખલો લો, દા.ત. મીઠા દરાખ જેવા સરબતનો ગ્લાસ પીવા આપ્યો પરંતુ એમાં કડવા કરિયાતાના પાણીની એક નાની ચમચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org