Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 6
________________ ૨૯૦ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ હજી માંસાહારી મટયું નથી એ વાત અત્રે ભૂલવી ન જોઈએ. હિંદુસ્તાનના છેડા ભાગ શિવાય આખી દુનિયામાં હજી માંસાહાર પ્રચલિત છે. પરંતુ આપણે એ પરિણામ આગળ આવી ઊભા છીએ કે જ્યારે માંસાહાર એ જગતનો એક જ અને મુખ્ય આહાર મટી ગયો છે. વનસ્પતિઆહારે તેનું મુખ્યસ્થાન નષ્ટ કર્યું છે એટલું જ નહીં, પરંતુ આહાર તરીકે સ્વીકાર પામવા માટે માંસને વનસ્પતિની સંપૂર્ણ સહાય લેવી પડે છે. વનસ્પતિ--આહારના સ્વરૂપમાં સંતાવું પડે છે. વનસ્પતિ અને તેજાનાની મદદ વગર માંસથી કોઈની થાળીમાં આવી શકાતું નથી. આનો અર્થ એ જ કે માંસની મહત્તા ઘટી ગઈ છે. તેની જરૂરિયાત રહી નથી, અને માત્ર ટેવ કે શોખ તરીકે તે અસ્તિત્વ ભોગવે છે. અહિંસાને આ વિજ્ય નાનાસન નથી. વનસ્પતિમાં જીવ અને લાગણી હેવા બદલની જગદીશ બોઝની સંભાવના અહિંસાના સિદ્ધાંતને નિર્બળ કરે છે, એમ માનવાનું કારણ નથી. છતાં પ્રાણીઓનાં જન્મ, ઉછેર અને મરણની ક્રિયા કરતાં વનસ્પતિનાં જન્મ, મરણ અને ઉછેર–ક્રિયા જુદી રીતે થાય છે; છતાં બોઝની સંભાવના સિદ્ધ થઈ વનસ્પતિમાં પણ જીવંત પ્રાણીઓ સરખી લાગણી હેવાની માન્યતા દૃઢ થશે, તે સંસ્કૃતિમાં આગળ વધવા ઈચ્છતા જનસમાજે પિતાના પિોષણ માટે અલબત બીજા અહિંસાના માર્ગ ખોળવા જ પડશે. એમાં અહિંસાએ ગભરાવાની જરૂર નથી. આ માગમાં આ જ પણ પ્રયોગો નહીં થતા હોય એમ માનવાનું કારણ નથી. આ એક એવી મહાદલીલ કરવામાં આવે છે કે માંસાહાર વગર માનવી અશક્ત અને ભીરુ બની જાય એમ છે. અને માંસાહાર અને અહિંસા વચ્ચેને વિરોધ દેખીતે જ છે. પિષણનાં તત્તવો માંસમાં વધારે છે કે વનસ્પતિમાં એ વિષે નિષ્ણાતમાં મતભેદ છે. વનસ્પતિ વગર માંસ એકલું આહાર તરીકે ભાગ્યે જ આવી શકે છે એ જગતભરના પાકશાસ્ત્રનો પુરાવો તે આપણી પાસે છે જ. ઉપરાંત માંસાહાર વગર અશક્તિ અને ભીરુપણું વધી ગયાનો પુરાવો તે મળે એમ છે જ નહીં. હિંદુસ્તાનના ગણ્યાગાંઠયા વર્ગો સિવાય માંસાહાર કેઈ સ્થળે નિષિદ્ધ ગણાય નથી. આપણા રજપૂત માંસાહારી હતા છતાં મુરલીમોથી હારી ગયા, માંસાહારી મુસ્લીમ શહેનશાહતને મરાઠાઓએ હચમચાવી નાખી. બ્રાહ્મણ પેશ્વાઓ તે માંસાહારી નહીં જ હોય છતાં તેમણે હિંદનાં ભારેમાં ભારે યુદ્ધ ખેલાં. મુસ્લીમ અને મરાઠા એ બન્ને માંસાહારી પ્રજા પાસેથી અંગ્રેજોએ હિંદનું રાજ્ય ખૂંચવી લીધું, એટલું જ નહીં, પશ્ચિમની માંસાહારી ડચ, પોર્ટુગીઝ અને ફેન્ય પ્રજાને હરાવી ઇન્વેજોએ હિંદમાં સ્થાન મેળવ્યું. વિમળશાહ, સજજન, વસ્તુપાળ, તેજપાળ, હેમુ, સમરાશાહ, જાવડશા ને ઘેલાશા સમા જૈન મંત્રીઓ કે લીલા અને અમરસિંહ સમા નાગરમંત્રીઓ માંસાહારીન છતાં તેમણે માંસાહારી દુશ્મનો સામે ખેલેલાં વિજયી યુદ્ધોથી ઈતિહાસ સુપરિચિત છે. ઇ. સ. ૧૮૫૭ના બળવા પ્રસંગે ઇગ્રેજોને ભારે થઈ પડેલાં, ન્હાના સાહેબ, તાત્યાટોપે અને લક્ષ્મીબાઈ એ ત્રણે બ્રાહ્મણો હતાં, અને ચુસ્ત બ્રાહ્મણ તરીકે માંસાહાર નહીં જ કરતાં હોય એમ આપણે માની લઈશું. માંસાહારી પ્રજાએાના ઇતિહાસ કાંઈ સતત જવલંત કારકિર્દીના ઘાતક નથી જ. માંસાહારી ચીનાઓને જાપાનીઓ પૂરતી રાઢ પડાવે છે. એજ પ્રમાણે કાન્સ જેવી પ્રજાને જર્મનીએ ઉથલાવી પાડી એમાં વધારે ઓછા માંસાહારનું કારણ કેાઈએ હજી આપ્યું નથી. *જૈનના ઉત્કૃષ્ટ જીવનનિયામાં સજીવ (લીલી) વનસ્પતિના આહાર સામે ઓછામાં ઓછું અહીં હજાર વર્ષથી પ્રતિબંધ મૂકાયેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54