________________
૩૦૬ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
બનવા લાગ્યા. લેનીન અને ટોટક્કીને જીવ બચાવવાને સંતાઈ જવું પડયું. સત્તાધીશોએ જાહેર રીતે બોલ્સેવિકેને જર્મન–જાસૂસ તરીકે ઓળખાવી હજારોની ધરપકડ કરી, ને તેમને લેખડી કેદમાં ધકેલી મૂકી તેમની કતલ કરવાને લશ્કરી ટુકડીઓ બેલાવી. પણ કેદખાનાના પહેરગીર જ બે શેવિક નીકળ્યા. ને સરકારને ગભરાઈને કેદીઓને છોડી દેવા પડયા.
આ પછી દરેક પક્ષની સંયુકત સરકાર રચવાનો પ્રબંધ કરવામાં આવ્યો. તે અંગે બશેવિકેને કેટલીક છૂટછાટ મળી. ને તરત જ તે પક્ષે પ્રેસ પરનો પ્રતિબંધ દૂર કરી પાટનગરને પિતાના પ્રચારથી ગજવી મૂક્યું. તેમણે કેટલીક લશ્કરી ટુકડીઓ પર કાબૂ મેળવી રાતેરાત રાજકચેરી પર પહેરે ગોઠવી દીધે. વિરૂદ્ધ પક્ષના કેટલાક મંત્રીઓ પકડાણ, કેટલાક નાસી છૂટયા. ને બીજીજ સવારે પેટ્રોગ્રેડમાં બોલ્સેવિક શાસનની સ્થાપના કરવામાં આવી. દ્રોટસ્કીએ પિતાને માટેની પ્રમુખપદની દરખાસ્તને અસ્વીકાર કરવાથી લેનીન તે પક્ષને ને રશિયાના પ્રમુખ બન્ય. ટ્રોટસ્કીએ તે મંત્રીમંડળમાં પણ રહેવાની ના ભણી પણ પરાણે તેને પરદેશમંત્રીને હે સોંપવામાં આવ્યો. તેની સુચના પ્રમાણે બેલ્સેવિકપક્ષે રાજબંધારણમાંનાં જૂનાં નામોને રદ કરી હવે મંત્રીને માટે “પીપસ કેમીસરી” ને મંત્રીમંડળને માટે “સેવિયેટ ઑફ પીપલ્સ કેમીસરીઝ' નામ પસંદ કર્યો.
આ રીતે બશેવિપક્ષને પિતાના પાટનગરમાં તે સફળતા મળી, પણ રશિયાના બીજા પ્રાંતે હજી બાકી હતા. ફેન્ચ સરકાર ને જગતની બીજી સત્તાઓ પણ લેનીનને રીંછ ને રાક્ષસ તરીકે ઓળખાવી શેવિક તત્રની વિરૂદ્ધમાં પ્રચાર કરી રહી હતી. રશિયા પર આંતરવિગ્રહ ને પરદેશી હુમલાને સતત ભય ઝઝૂમતે હતું. આ સંયોગો ધ્યાનમાં લઈ પાટનગરને, અગાઉની જેમ, રશિયાની મધ્યમાં–મોમાં ફેરવવામાં આવ્યું, ત્યાંનું અભેદ્ય સ્થળ કેમલીન રાજકચેરી બન્યું ને યુદ્ધમંત્રી તરીકે ટ્રોટસ્કીની નિમણૂક કરવામાં આવી.
ટ્રટસ્કીની પત્ની સેડવાને “સંગ્રહસ્થાન ને અવશેષ-સંરક્ષણ વિભાગની અધિષ્ઠાત્રી તરીકે નીમવામાં આવેલી. કેટલીક વખતે એ ખાતાની ગણતરીએ અગત્યનાં કેટલાંય સ્થાને લશ્કરી ટુકડીઓ બેહાલ કરી મૂકતી. આ સબંધમાં અધિષ્ઠાત્રી તરફથી યુદ્ધમત્રી ટ્રીટસ્કી સમક્ષ કડક ફરિયાદ નોંધાવવામાં આવતી. ને ટસ્કી પત્નીને લખી મોકલાવતઃ “ભૂતકાળ કરતાં વર્તમાનની–મરેલાઓ કરતાં જીવતાઓની કિંમત વિશેષ છે.”
યુરોપનું મહાયુદ્ધ આ સમયે તેના મધ્યાહ્નમાં પ્રવેશી ચૂકયું હતું. ઝારે મિત્રરાને મદદ કરેલી પણ રાજ્યક્રાન્તિ પછી રશિયા પિતાને જ પ્રશ્નોમાં ગૂંચવાઈ ગયું હતું. હવે ત્યાં શેવિપક્ષને સ્થિર બનેલ જોઈ એક બાજુએ ઇંગ્લાંડ ને ફાંસે ને બીજી બાજુએ જર્મનીએ એની સાથે સલાહની પેરવી કરવા માંડી. પ્રજા અને લશ્કર બંને શાંતિ ઈચ્છતાં હતાં. ને મિત્રરાને તે જર્મની સામે રશિયાની મદદ જોઈતી હતી. પરિણામે જર્મની સાથે સમાધાનની વિચારણું ચલાવવાને ટ્રોટસ્કીના પ્રમુખપદે એક પ્રતિનિધિમંડળની નિમણૂક કરવામાં આવી. જર્મની તરફથી હેફમેનના પ્રમુખપદે એવું જ પ્રતિનિધિમંડળ નિમાયું ને બંને મંડળો જર્મન-રશિયન સરહદ પરના બ્રેસ્ટ લીસ્કમાં એકત્ર થયાં.
આ સમયે રશિયાના સંયોગે જતાં હફમેને રજૂ કરેલી શરતે વ્યાજબી હતી. લેનીનને અને રશિયાના મંત્રીમંડળને પણ તે શરતો સ્વીકારી લેવા યોગ્ય લાગી. પણ ટ્રેટસ્કીએ એવો આગ્રહ કર્યો કે બેવિપક્ષ પર જર્મનીને જાસૂસ હેવાને આરેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com