________________
૩૨૬ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
ઉદયને તેને એવું સુંદર યુદ્ધ આપેલું કે જ્યારે એ સાયરસ હારીને ઈરાન પાછો ફર્યો ત્યારે, ટ્રેના જણાવવા પ્રમાણે, તેના એ ભવ્ય સૈન્યમાંથી સાત માણસો બાકી રહ્યાં હતાં.
ભગવાન મહાવીરના સમયમાં મગધપતિ શ્રેણિક, અવંતિપતિ મહાસેન, સિંધ–સવીર સમ્રાટ ઉદયન, કેશલપતિ પ્રસેનજીત, વત્સપતિ શતાનિક, વિદેહપતિ ચેટક, ત્રિકલિંગપતિ કાકડુ, દશાર્ણપતિ દશાર્ણભદ્ર, યાદ્ધપતિ પ્રદેશ અને કાશીપતિ જિતશત્રુનાં સૈન્યને સરવાળે દશ કરોડની પણ હદ વટાવી જાય છે. તેમાંના સિધપતિ ઉદયને સાયરસના લાઓના સૈન્યને સાફ કરી નાંખ્યું એટલું જ નહિ પણ વત્સ ને મગધને પણ ડરાવનાર અવંતિપતિ મહાસેનને તેણે સખત હાર આપેલી એ જોતાં વધુમાં વધુ પ્રબળ સૈન્ય તેનું હોવું જોઈએ.
શ્રેણિકની પછી મગધની ગાદીએ આવેલા કેણિક-અજાતશત્રુ અને મહાવીરના મામાવિદેહપતિ ચેટક વચ્ચે ખેલાયેલા ભયંકર યુદ્ધમાં, ભગવાન મહાવીરના જણાવવા પ્રમાણે, કુલ એક કરોડ એંશી લાખ સૈનિકોને સંહાર થયેલું. આ યુદ્ધમાં મહાશિલાકંટક' ને “ર મુશલ' એવા બે વ્યુહ રચવામાં આવેલા. પહેલા બૃહથી ચોરાશી લાખ નાશ થયો, બીજાથી છ– લાખ મૃત્યુ પામ્યા. બીજા ભૃહનું સ્વરૂપ આધુનિક ટેકયુદ્ધને તાદશ મળતું આવે છે.
અજાતશત્રુ અને ચેટક વચ્ચેના એ ભવ્ય સંગ્રામ પછી ભારતીય સૈન્યશકિતને અને યુદ્ધનાં સાધનને મર્યાદિત કરી દેવામાં આવેલાં અને ભયંકર રથયુદ્ધો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો. એવી મર્યાદિત સ્થિતિમાં પણ ઈ. સ. પૂ.ની ચોથી સદીમાં મગધપતિ નંદ પાસે એકલા પાટલીપુત્રમાં જ બે લાખ પાયદળ ને આઠ હજાર ઘોડેસ્વારોનું સૈન્ય હતું.
તે પછી સિકંદર વગેરેનાં આક્રમણ થતાં હિંદની સૈન્યશક્તિમાં સહેજ વધારે થયેલ. મેગેસ્થીનીસ પાટલીપુત્રમાં એલચી તરીકે નીમાયો ત્યારે તેના જણાવવા પ્રમાણે હિંદનાં મુખ્ય રાજ્યો પાસે નીચે પ્રમાણે સૈન્ય હતું પાયદળ
હયદળ
હસ્તિદળ H014 (Prasii)
૩૦૦૦૦
૯૦ ૦ ૦ વલ્લભી (Automela) ૧૫૦૦૦૦
૧૬૦૦ 4134 (Pandae) ૧૫૦૦૦ ૦
૫૦૦ આંધ (Andarae) ૧૦૦ ૦૦૦
२००० કલીંગ (Calingae) ૬૦૦૦૦
પ્રિયદર્શિને કલીંગ પર કરેલા આક્રમણમાં કલીંગના એક લાખ સૈનિકે મરાયેલા ને દેઢ લાખ કેદ થયેલા એ જોતાં મેગેસ્થીનીસના સમય પછી પણ હિંદનું સૈન્યબળ ધીમે ધીમે વધી રહ્યું હતું એમ જણાય છે.
ઇ. સ. પૂર્વે બીજી સદીમાં સેનાપતિ પુષ્યમિત્રે કરોડની સંખ્યાએ પહેચેલી શાંતિવાદી શ્રમણ પ્રજા સામે, મૌર્ય રાજા સામે અને ડેમેટ્રિયસ સરખા પરદેશી આક્રમણકર્તાઓ સામે એક સાથે જે જેહાદ આદરી ને તેના બાલપત્ર વસુમિત્રે ભવ્ય યવનસેનાને જે સંહાર કરી નાખે એ જોતાં ઇંગેની સૈન્યશક્તિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
१ महासिलावटए संगामे चऊरासीहं जण संयसाइस्सीओ बहियाओ । ७-६-१९ ૨ ઉન્નત સથવારૂલ્લીઓ વહિયાનો ગુણ સંજામે –૯-૩૨૧ ३ रथो मुशलेन युक्तः परिघावन् महाजनक्षयं कृतवान् असौ रथमुशलः । ७-८-३२२
ભગવાન મહાવીર, મરાવતી
૧૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com