Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 49
________________ છૂટાં ફૂલ મુંબઈમાં ઉજવાયલી, કવિકુલગુરુ કાલિદાસની ૧૯૯૭મી જયંતીના પ્રમુખપદેથી, ભાવ અને ભક્તિથી ભરેલું રસઝરતું વ્યાખ્યાન આપતાં ગૂર્જર કવિવર હાનાલાલ કહે છે: શકુન્તલા એટલે જગતનાટકની મહારાણી...મેઘદૂત એટલે જગતસાહિત્યનું મયૂરાસન. અધમ શિપીને હાથે કેકનું નાક કપાય ને કેકની આંખમાં કલાં પડે, એમ અધમ કલાકારને હાથે સચરિતશાળી મીનલદેવી વ્યભિચારિણી ચીતરાય, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મને વિકારી આલેખાય મુંજ જેવો જગતનટ પૃથ્વીવલ્લભ પિકારાય. કલાકલામાં ફેર છે. અધમ કલા અધમતામાં રમે છે, ઉત્તમ કલા ઉત્તમતામાં આનંદે છે. કાલિદાસ ઉત્તમ કલાસ્વામી છે. મહાકવિઓની કલા ઉર્ધ્વગામિનીજ હેય.'... માઘની ઉપમાઓ ગગનવિહારિણી છે; બાણની ઉપમાઓ ગડગડતાગાજત્તા મેધાઉબરમાં ઝબકતી વીજળીઓ જેવી છે, ભવભૂતિની ઉપમાઓ ફૂલની ફોરમ જેવી છે; કાલિદાસની ઉપમાઓ પૂર્ણિમાની ચંદનીના જેવી છે. કાલિદાસ એટલે લાલિત્યનો સ્વામી, કાલિદાસ એટલે કાન્ત કમનીયતા; કાલિદાસ એટલે પૃથ્વી ઉપરથી ગગનમંડળમાં ઊડતે ઇન્દ્રધનુષ્યને પેલે ફૂવારો રત્નચ્છાયા ગૂંથી શું ગગને ? સન્મુખે રમ્ય એ આ વર્ભીકના તટથી પ્રકટે ઇન્દ્રને ચાપખંડ. “ હિંદુ ધર્મ નાશ પામો', કહેનારા ને, ધર્મશાસ્ત્રો બાળી નાખો' બોલનારા કંઈ કંઈની બળીને રાખો કે ઊડી ગઈ, હૈયે હિંદુ ધર્મ ને ધર્મશાસ્ત્રો મહારાં અખાતાં છે ને અખાતાં રહેશે. ધર્મ, સાહિત્ય, ધર્મશાસ્ત્રો, પ, સંસ્કાર અને સંસ્કૃતિના અવિચળ કાળતુચ્છકારતા પાયાઓ ઉપર ભારતીય એકતા ઊભેલી છે, હજારો વર્ષોથી જયધ્વજ ફરકાવતી ઊભેલી છે... ભારતીય એકતાના કાલિદાસ એક મહાતંભ છે.” ને કાલિદાસને પૂજનઅંજલિ અર્પતાં તેઓ કુસુમ સમા શબ્દોની માળ ગૂથે છે છે મધ્યદેશે વર દેવતાત્મા એ કાલિદાસાત્મ રાધિનાથ; પ્રાચીપ્રતિચી રસસ્વામીઓમાં જાણે ઊભો પૃથ્વિને માનદંડ.” ને છેલ્લે પ્રણામાંજલિઃ સૌન્દર્યને સોહવતા સુહાગી ! લાલિત્યની વીજળીઓ વહતા, આ પૃથ્વિના મુખ કાવ્યદેશે, કવીન્દ્ર! છો સાત્વિક કાવ્યદંડ.” X તાજેતરમાં લુઈ બ્રોપ્પીડ નામે ચલચિત્ર-કથાલેખકની Night in Bombay નામની નવલકથા પ્રગટ થઈ છે. આ નવલકથામાં કાલ્પનિક પાના આશ્રયે હિંદની અને રંગીન પ્રજાઓની બદનામી કરવામાં લેખકે હદ નથી રાખી. નજરે દેખે એમાંથી એકે કન્યાને ન છોડતો હિંદી મહારાજ, એ જ એને ભાઈને એ બંનેને ટપી જાય એવો એક પારસી શ્રીમન્ત-જેવા વ્યભિચારી પુરુષમાં તે હિંદનું પાત્રદર્શન કરાવે છે. ને જે કઈ ગોરો કાળાની સાથે રેસના મેદાન સુધી જવાની મહેરબાની બતાવે તે ગોરાના પગમાં અખરોટ જેવાં રત્નો ધરાતાં હેવાને તે અનુભવ ચીતરે છે. એક વિવેચકે મી. બ્રાફી કરાવેલા મુંબઈના દર્શન પરથી એ સાર તારવ્યો છે કે‘વિના શ્રમે રૂપનાંજ મૂલ્ય વાંછતી કોઈ પણ દેખાવડી છોકરીને માટે મુંબઈએ સ્વર્ગ છે,' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54