________________
*
=
3
છે.
કલા-સાહિત્ય-વિજ્ઞાન
પેરીસ અને કીડનની વિદ્યાપીઠે બંધ કરવામાં આવી છે: [ એ વિદ્યાપીઠેએ વિકસાવેલ વિજ્ઞાનમાંથી જન્મેલી અભિનવ સંહારક સંસ્કૃતિનાં એ પૂજન-પુષ્પ છે.] દિલ્હી વિદ્યાપીઠના વાઇસ ચેસેલર સર મેરીસ વાયરે રાજકીય ચળવળમાં ભાગ લેનાર બે વિદ્યાર્થીઓની બી. એ. અને એમ. એ. ની ડીગ્રીઓ પાછી ખેંચી લીધી છે. [ડીગ્રીઓ જ્ઞાનને નહિ પણ મંતવ્યોને આધીન છે એવી શોધને અમલમાં મૂકવાનું માન લેવાની હિંમત તો હીટલરથી પણ ન થઈ શકે એવી છે.] કહાપુરની રાજારામ કોલેજના પ્રી. ડો. બાલકૃષ્ણનું અવસાન થતાં તે પદે ગુજરાતી વિદ્વાન ડૉ. સુખલાલ છ. શાહની નિમણૂક થઈ છે [ અભિનંદન.] જાપાને પોતાના કેળવણી–ખર્ચમાં ત્રણગણો વધારો કર્યો છેઃ [ યુદ્ધની આફતના સોનેરી બહાનાનો અનાદર કરનાર જાપાનીઝ રાજનીતિને હિંદી રાજનીતિજ્ઞએ શિખામણ આપવી ઘટે છે.] “સત્યાગ્રહ અને અસગ” પુસ્તક જપ્ત કરાયું છેઃ [ સહયોગ ને નિયોગનાં પુસ્તકની ખપત હિંદમાં એટલા વિપુલ પ્રમાણમાં પ્રગતિ સાધી રહી છે કે અસહયોગને ક્યાંય પસંદગી મળવાનો સંભવ જ નથી-એટલે જપ્તી તદ્દન વ્યાજબી ગણાવી જોઈએ.] કવિ કાલિદાસ, સ્વામી દયાનંદ સરસ્વતી, ગુરુ નાનક ને સર ફીરોજશાહ મહેતાની ઊજવાયેલો જયંતીએ. લાહોરમાં જેશીઓની અને દિલ્હીમાં પત્રકારોની પરિષદ ઊજવાણી. વર્તમાનપત્રોના મુદ્રણ-સ્વાતંત્ર્ય સામેને અભિનવ પ્રતિબંધ છે. સરકારે પાછો ખેંચી લીધો છે. નૃત્યકલાવિશારદ શ્રીમતી રૂકિમણીદેવી અમદાવાદમાં કહે છે કે, “જે ભારત પિતાના આત્માને ઓળખે. પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરવું માંડી વાળે તે એનું ભાવિ ઊજળું છે [જગતની આદિમાં શબ્દ હતો, અને એનો અસ્ત પણ તે શબ્દથી જ આવવાને છે.] સાંસ્કૃતિક સંરક્ષણ માટે કવિવર ટાગોર, સેનાપતિ ચાંગ કાઈ શેક ને મહાત્મા ગાંધી વચ્ચે સંદેશાઓની આપ-લે. ડીસેમ્બર મહિનામાં મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદ-સંમેલન, વડોદરામાં એતિહાસિક પ્રદર્શન, સુરતમાં પ્રાન્તિક રાષ્ટ્રભાષા સંમેલન, અમદાવાદમાં ભાડુઆત પરિષદ ને પત્રકાર-સંમેલન, વોટેરમાં હિંદી વિજ્ઞાન પરિષદ ને નીંગાળામાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન ઊજવાશેઃ [ ઈશુએ એ મહિનાને ભાગ્યશાળી બનાવ્યો છે. ] અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલે નવા ગાંધી પૂલની અને કૃષ્ણનગરમાં ડે. મેં એ સ્વામી વિવેકાનંદના બાવલાની કરેલી ઉદ્દઘાટનક્રિયા. આનાતાલ ફ્રાન્સની થેઈ પરથી હિંદમાં એકી સાથે “નર્તકી'
રાજનર્તકી'ને ‘ચિત્રલેખા' ત્રણ ચલચિત્રો ઊતરી રહ્યાં છે. [કોણ કહેશે કે હિંદ ગરીબ છે!] “તુકારામ” ની ભૂમિકામાં સફળ નીવડેલા ને એ કીર્તિથી “તુલસીદાસ” ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com