________________
૩૩૨ - સુવાસ ધસેમ્બર ૧૯૪૦
“અતિશય મેધાવી અંગિરાઓ સાથ સખિત્વને ઈછનાર ઇન્દ્રદેવ, પર્વત પ્રતિ અવશ્ય પ્રાપ્ત થયો. તે પર્વતે, સખિત્વની ઈચ્છા કરતાં સુષ્ણુપ્રકારે યુદ્ધ કરનાર ઈન્દ્રાર્થ ગવાત્મક મર્મને નિમિત કર્યો. નિત્યતરૂણ મરૂદેવ સહ અંગિરાઓના ગોધનને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતા અસુરોના મારયિતા ઇન્ડે ગાયને પ્રાપ્ત કરી. અનાર, અંગિરા મધે વરિષ્ઠ અંગિરા ઋષિએ, ઈન્દ્ર પાસેથી તે ગાયને પ્રાપ્ત કરી ત્યારથી જ તે ઇન્દ્રદેવને પૂજનારે થયો.”
ઘંટાકર્ણ એ જૈન દેવ જણાતા નથી–લેખક: પંડિત લાલચન્દ્ર ભગવાન ગાંધી. છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સમાજમાં ઘંટાકર્ણ' નામે એક દેવની પૂજા–પ્રભાવના દિનપ્રતિદિન પ્રગતિ સાધી રહી છે. તે સામે ચેતવણી તરીકે પ્રગટ કરવામાં આવેલી આ પત્રિકા, એ દેવ જૈન ન લેવા સંબંધી, સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રમાણે રજૂ કરે છે.
ખાસ અંકે શારદા-ઓક્ટઃ દીપોત્સવી અંક નવેઃ પ્રવાસ અંકી–'દીપોત્સવી અંક જીવનનાં વિધવિધ અંગોને સ્પર્શતા અભ્યાસપૂર્ણ લેખ ને સુંદર નવલિકાઓથી, આકર્ષક બન્યું છે. “પ્રવાસ અંક માંના ઘણાખરા લેખો મને રંજક ને માહિતીપૂર્ણ છે. એકંદરે સામગ્રી સંતેષપ્રદ છે.
ગુણસુંદરી-ઓકટઃ નવરાત્રઅંક. ન દીપોત્સવી અંક]–-નવરાત્ર અંકમાં સંખ્યાબંધ રાસ પ્રગટ થયા છે ને તેમાંના કેટલાક ખરેખર આવકાર પાત્ર છે. દીપોત્સવી અંક'માં વાર્તાઓ અને નારીવિષયક અન્ય લેખો સારી સંખ્યામાં ને સુશોભિત સ્વરૂપમાં પ્રગટ થયેલ છે.
વ્યાયામ-રીય મહોત્સવ અંક]–ગુજરાતને પચીસ વર્ષથી વ્યાયામ, આરોગ્ય અને શક્તિને આદર્શ સમજાવી રહેલા માસિકના આ વિશેષાંકમાં તે જ વિષયને વિવિધ દષ્ટિએ સ્પર્શતા સંખ્યાબંધ પ્રેરક લેખ પ્રગટ થયા છે. તેમાં જનરલ નાનાસાહેબ શિંદેને વ્યાયામ અને લશ્કરી શિક્ષણએ લેખ ખાસ ધ્યાનપાત્ર છે. પૂઠા પરનું સુઘટિત ચિત્ર અને અંદરનાં સુશોભને અંકને ઉઠાવદાર બનાવે છે.
બાલજીવન-દીપોત્સવી અંક]–મનોરંજક વાર્તાઓ, કેટલાંક સારાં કાવ્યો, માહિતી પૂર્ણ લેખો, સુંદર ચિત્રો ને યોગ્ય સુશોભનથી આ અંક બાળકોનાં મન આકર્ષી લે એમ છે.
બાલમિત્ર-[દીપોત્સવી અંક]–સેમાલાલ શાહનું લાડકવાયો’ ચિત્ર નયનહર ને ભાવભર્યું છે. પૂઠા પરનું ચિત્ર દીપત્સવ માટે સુઘટિત ને ભક્તિ પ્રેરક છે. વાર્તાઓમાં ખાસ નવીનતા નથી, પણ સંપાદન એકંદરે સારું છે. તાજમહાલ” લેખ બાળકોને સારી માહિતી પૂરી પાડે છે. બાલજગત–[
દીત્સવી અંક–સુશોભન કે ચિત્રો વિશેષ પ્રમાણમાં નથી, પણ સુઘડતાની છાપ સારી પડે છે. વાર્તાઓ એકંદરે રસભરી છે ને વાર્તા દ્વારા માહિતી આપવાને પ્રયાગ આવકારપાત્ર છે.
બાલક-[દીપોત્સવી અંક–પૂઠા પરનું ચિત્ર નવલ વર્ષના મંગલપ્રભાતને અનુરૂપ છે. સજાવટ અને ચિત્રો પણ સારા પ્રમાણમાં છે. રસ અને માહિતીની ગણતરીએ અંક એકંદરે આકર્ષક બન્યા છે.
સ્કાઉટ વીર-દીપત્સવી અંક–વિવિધ વિષયને સ્પર્શતા માહિતીપૂર્ણ લેખેથી ખાવકારપાત્ર નીવડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com