________________
ગ્રન્થ-પરિચય - ૩૩૧ નીતિ અને અહિંસાની કૃત્રિમ વાતો થાય છે અને એની પાછળ માનવજીવનનાં વાસ્તવિક સ્વરૂપ ભારેલી આગની જેમ ધખધખી રહ્યાં છે એ જોવાની તેમને દૃષ્ટિ નથી, ને છતાં હિંદ ને હિંદના ધર્મો પર તેઓ ભાષ્ય લખી નાંખે છેઃ
“હિંદુઓ જે કર્મવાદને ભાર આપે છે તે કર્મવાદ ખામીવાળો છે જ. હિંદુઓની મોટી સંખ્યામાં વ્યક્તિત્વવાળા માણસે બહુ થડા હોય છે એ એમને હંમેશને ક્રમ થઈ રહ્યો છે; વધારે પ્રગતિ સાધક ને વ્યક્તિત્વપષક એવા ગુણોની હિંદમાં કદર નથી (૭ર)..એકેશ્વરવાદ જેની ઉપર બેઠો હુમલે કરતા હતા તેનું શ્રીકૃષ્ણ ગીતામાં પુનઃસ્થાપન કર્યું છે (૫)... પછી છઠ્ઠા (ઈ. સ. પૂ.) સિકામાં બે મહાન સુધારકોને જન્મ થવાથી બે પગલાં આગળ વધારે પ્રગતિ થઈ. તે બંને ગૌતમબુદ્ધના અનુયાયી શિષ્ય હતા (૩૮).
પરધર્મોના આવા અલ્પજ્ઞાન સાથે જગતભરનાં દર્શનશાસ્ત્રોનો તુલનાત્મક ગ્રંથ લખે એ યુરોપીય ગુણ-કદર સાથે સંગત હશે; હિંદમાં તે હિંદી દર્શનશાસ્ત્રોનો ગ્રંથ લખવાને માટે પણ તે તે ધર્મની દીક્ષા લઈ વર્ષો સુધી તેના તને અભ્યાસ કરે જોઈએ, અને તે પછી જ એવી તુલના કરવાને અધિકાર મળી શકે.
આમ છતાં કહેવું જોઇએ કે ગ્રંથ તૈયાર કરતાં સારે શ્રમ લેવાય છે અને પિતાના ધર્મમાં શ્રદ્ધા ટકાવી રાખીને જગતના અન્ય પાને પરિચય મેળવવામાં ખ્રિસ્તી પ્રજાને આ ગ્રંથ પૂર ઉપયોગી થઈ પડવા સંભવ છે.
દરેક પ્રકરણના અંતે તે તે સંપ્રદાયોના પ્રમાણભૂત ગ્રન્થમાંથી મૂકાયેલાં અવતરણ જુદા જુદા ધર્મોનાં મૂળભૂત તને સારે ખ્યાલ કરાવે છે.
શ્રી અદસંહિતા [ શ્રી સાયણાચાર્યભાષાનુસાર ] અષ્ટક ૩ઃ વિભાગ પહેલે [શ્રી સયાજી સાહિત્યમાલા પુષ્પ ૨૬૫મું –અનુવાદક : મોતીલાલ રવિશંકર ઘેડા. પ્રકાશકલુહાણું પ્રિ. પ્રેસ, વડોદરા. કિમત ૧-૧૨-૦.
આ ગ્રન્થની શરૂઆતમાં, 'અગ્લેદના અંતર્ગત વિષયને અનુલક્ષીને, વકીલ ગુલાબરાય છાયા, એક લાંબી પ્રસ્તાવના પ્રગટ થઈ છે. પ્રસ્તાવના-લેખકને અને અનુવાદકનો વેદ વિષયક અભ્યાસ સુંદર છે. પણ નિરૂપણશક્તિ અને ભાષાબળમાં કંઇક કચાશના કારણે પ્રસ્તાવના અને વેદસૂક્તોને અનુવાદ–બંને મન હરી લેવામાં અસમર્થ નીવડે છે.
પ્રસ્તાવના મૂળ હિંદીમાં લખાયેલ હેઈ ગુજરાતીમાં જણાતી ક્ષતિઓ માટે મૂળ લેખક કેટલે અંશે જવાબદાર હશે એ કહેવું કઠીન છે. પણ વેદમાં ‘વિધવા' શબ્દના પ્રયોગથી તે સમયમાં પુનર્લગ્ન કે સતીપ્રથા ન હોઈ શકે એવું પ્રસ્તાવના-લેખકનું રહસ્યદર્શન સમજવું મુશ્કેલ થઈ પડે છે. કેમકે યુરોપમાં “widow’ અને હિંદમાં ‘વિપુર' શબ્દની હયાતી છતાં યુરોપની સ્ત્રીઓ અને હિદના પુરુષો પુનર્લગ્ન કરવામાં જગતભરમાં નામાંકિત બનેલાં છે. રજપૂતાણીઓ અને મધ્યયુગની કુલીન સ્ત્રીઓને વિધવા' શબ્દને પરિચય છતાં તેમાંની કોઈએ સતી બનવામાં પાછી પાની કરી નથી.
અનુવાદ મૂળ સૂકોને વફાદાર રહી શકે છે પણ ગુજરાતી ભાષાની ગણતરીએ તે કંઈક આડંબરી, કષ્ટગ્રાહ્ય અને કયાંક કયાંક અશુદ્ધ પણ છે. ‘અનુવાદ ભાવભર્યો અને સુગમ હવે જોઈએ એવા સ્વ. શ્રીમંત સયાજીરાવના મંતવ્યને અમલમાં મૂકવામાં તે મેટે ભાગે નિષ્ફળ નીવડે છે એમ સહેજે કહી શકાય. તેને માટે નીચેનાં બે અવતરણુ-એક પ્રસ્તાવનામાંથી, બીજું સુકાના અનુવાદમાંથી–પૂરતાં થઈ પડશેઃ
“શાસ્ત્રમાં અમુક સ્થલમાં “વેદત્રયી” એમ પણ કહી ગયું છે, પરંતુ અથર્વવેદને જદમાં સમાવેશ કરીને આ વાકય ઉચ્ચારિત કર્યું હોય એય સમઝયું જાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com