Book Title: Suvas 1940 12 Pustak 03 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
Catalog link: https://jainqq.org/explore/034633/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુવાસ કાર્યાલય, રાવપુરા, વડોદરા અગત્યનું સવાસ’ દર અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે નિયમિત પ્રગટ થાય છે. ગમે તે મહિનાથી “સુવાસેના ગ્રાહક બની શકાય છે. "સુવાસ'ને ઉદ્દેશ પ્રજાની સાર્વત્રિક ઉન્નતિમાં દરેક રીતે મદદકર્તા બનવાને છે. તે ઉદ્દેશને અનુકૂળ થઈ પડે એવા વિવિધ પ્રકારના લેખને તેમાં સ્થાન અપાશે. અભ્યાસ પૂર્ણની સાથોસાથ જોડણીશુદ્ધ, સરળ, મૌલિક ને રસિક તેને પ્રથમ પસંદગી મળશે, સુવાસમાં પ્રગટ થતા દરેક લેખના લેખકને, જે પુરસ્કાર સ્વીકારવાની તેમની ઇચ્છા હશે તે, પાના દીઠ આઠ આનાથી એક રૂપિયા સુધી પુરસ્કાર અપાશે. આવો પુરસ્કાર મેળવવા માટે લેખકે “સુવાસ'ના લેખક મંડળ'માં જોડાવું જોઈએ. એ મંડળમાં જોડાવાથી લેખકે ભેટ પુસ્તક-પ્રકાશન, “ સલાહકાર મંડળ'માં પ્રતિનિધિત્વ વગેરે અનેક લાભ મેળવી શકે છે. “મંડળ'માં જોડાવા માટે “સુવાસ’ પર એક સર્વાંગસુંદર લેખ જ મોકલાવવો રહે છે. દરેક લેખકને તેમના પ્રગટ થતા લેખની પાંચ નકલ ને “સુવાસ'ના ચાલુ અંક મોકલાય છે. કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓને “સુવાસ” ખૂબ જ રુચ્યું છે. પણ આર્થિક અગવડતાના કારણે તેઓ ઘણુ જ ઓછા લવાજમે તેની માગણી કરે છે. આ માગણીને પહોંચી વળવું અમારે માટે મુશ્કેલ હોય છે. આ બાબત શ્રીમંત સાહિત્ય—પ્રેમીઓએ વિચારવા જેવી છે. તેવા સજજને એ પ્રકારના જેટલા ગ્રાહકેને માટે ગ્રાહક દીઠ અકેક રૂપિ આપવાને તૈયાર થશે, એટલા ગ્રાહકો પાસેથી અમે પણ લવાજમમાં અકેક રૂપિયો ઓછો લઈશું. પરિણામે એવા સેંકડો ઉત્સુક ગ્રાહકોને સવા રૂપિયામાં ‘સુવાસ’ મળી રહેશે. સુવાસ ”ના પ્રચારમાં મદદ કરી શકે તેવા સાહિત્યપ્રેમી મિત્રોમાંથી જેઓ એક ગ્રાહક મેળવી આપે તેમને સુંદર-સુશોભિત પેકેટ-ડાયરી; બે ગ્રાહક મેળવી આપે તેમને “આંખ અને ચશ્મા” (કાચું પૂરું ) નું પુસ્તક; ત્રણ ગ્રાહક મેળવી આપે તેમને તે જ પુસ્તક (પાકું પૂઠું); ચાર ગ્રાહક મેળવી આપનારને ડાયરી ને પુસ્તક બને; પાંચ ગ્રાહક મેળવી આપનારને વિના લવાજમે “ સુવાસ ” મેકલાય છે, અને તે ઉપરાંત વિશેષ ગ્રાહકે મેળવી લાવનારને ભિન્ન ભિન્ન પ્રકારે પુરસ્કાર અપાય છે. સાહિત્યના પ્રચારને આ પ્રકારના લાભ બીજે પણ કદાચ મળી શકતા હશે, પણ “સુવાસ માં એટલી વિશેષ સગવડતા છે કે તેમાં તેવા મિત્ર-પ્રચારકે પર લવાજમ ઉઘરાવવાની કે બીજા કઈ પ્રકારની જવાબદારી નથી. તેઓ ફક્ત નામ સૂચવે અને અમે પ્રયાસ કરીએ. તે પ્રયાસમાં જેટલી સફળતા મળે તેને યશ અને લાભ નામ સૂચવનારને ફળે નોંધાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ સુવાસ ને નમૂનાને એક પત્ર લખી જણાવનારને વિના મૂલ્ય મેકલવામાં આવે છે. પણ તે પત્ર મળ્યા પછી પ્રગટ થાય તે અંક મોકલાશે. નમૂનાના અંકની તરતમાં જરૂર હેય તેમણે ત્રણ આનાની ટિકિટ બીડવી. જેમાં ઉત્તર જરૂરી હોય એવા દરેક પ્રકારના પત્રવ્યવહારમાં, કે લેખ અસ્વીકાર્ય નીવડે તે પાછી મેળવવાને, જરૂરી ટિક્ટિ બીડવી જોઈએ. અને પિતાના પત્ર પર કે કપિસ્ટ પર, પિસ્ટલ નિયમ પ્રમાણેની પૂરતી ટિકિટ ચડવી જોઈએ. કાર્યાલયને લગતા પત્રવ્યવહારમાં તંત્રી કે સંચાલકનું નામ ન લખવું. કેમકે તેમ થવાથી તેમની ગેરહાજરીમાં તે પત્રની વ્યવસ્થા વિલંબજનક થઈ પડે છે. પ્રાચીન ભારતવર્ષ” કે “Ancient India’ના ગ્રાહકોને પ્રથમ વર્ષે અર્ધા લવાજમ [લવાજમ રૂ. ૧-૮-૦ + ૦-૪-૦ પિસ્ટેજ=૧-૧૨-૦] અને ત્યાર પછી બીજા એક વર્ષને માટે પણ લવાજમે [૨-૮-૦]માં “સુવાસ' મળી શકશે. જેમનાં લવાજમ ડીસેમ્બરના અંત સુધીમાં મળી જશે એવા જૂના-નવા રજીસ્ટર્ડ ગ્રાહકોને, લવાજમ પહેચતી મુદત સુધી, શશિકાન્ત કું. ને ત્યાંથી ખરીદાતાં તેમનાં ચશ્મા પર પાંચ ટકાનું વળતર આપવામાં આવશે. સુવાસને કેટલાક ગ્રાહકોનાં ત્રીજા વર્ષનાં લવાજમ, સાત મહિના વીતવા છતાં, હજી સુધી નથી મળ્યાં. તે ગ્રાહકોને આગ્રહભરી વિનંતિ છે કે આ એક મળતાં તરત જ લવાજમ મોકલી આપે. * હવે પછી ચાલુ ન રહેવું હોય તે હજી પણ રૂા. ૧-૧૫-૦ મોકલાવી આપી ના લખો. સુવાસ નું લવાજમ ભરવા માટે અમદાવાદ-મુંબઈના એજન્ટનાં નામ– શિષ્ટ સાહિત્યભંડાર, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ એન. એમ. ત્રિપાઠી, ' , " " એન. એમ. ઠક્કર, } મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટ, ત્રણ દરવાજા, અમદાવાદ ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધી રોડ, શ્રી નાગરદાસ પ્રાગજીભાઈ, દેશીવાડાની પિળને નાકે , શેઠ મોહનલાલ ડેસાભાઈ બુકસેલ, રાજકેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ છેલ્લાં પચીશ વર્ષથી હિંદી કુટુંબાને સંરક્ષણ આપનારી વેસ્ટન ઈન્ડીયા વીમા કંપનીની “હાઉસીંગ સ્કીમની ચેાજના પેાલીસી હાલ્ડેરાના હિત માટે નવું સાહસ એજન્સી માટે લખા યા મળેા કેલકર એન્ડ કો. વાદરા રાજ્યના ચીફ એજસ ન્યુ કાઠી રાડ, વડાદા. મેસસ એપ્લે ગ્લાસ વર્કસના, એબ્ડર સીલ્વરના, તેમજ પ્રભાકર કાચમાલના અને ઔ'ધ સેાપ વર્કસના સાલ એજન્ટસ. # આ બેકારીના જમાનામાં ઉદ્યોગ એ પારસમણિ છે. એક વખતે પદ્ધતિપૂર્વક શિવણકામ ( ટેલરીંગ )ને કાપકામ ( કટીંગ ) શીખી લે; અને ધેર બેઠાં તમે બી. એ. અને એમ. એ. કરતાં પણ વધુ કમાઈ શકશો. એ શિક્ષણ મેળવવા માટેની એક માદરે સંસ્થા— જ્યાં લંડન ડીપ્લામા કાર્સ પણ શીખ઼ષાય છે. તે પણ જ્યાં તદ્દન માફકસર છે મેાડન ટેલર એન્ડ કટર ઈન્સ્ટીટયુટ ', ' [ પ્રોપ્રાયટર——એ. ડી. સુરતી ડી. એમ. (લંડન)] ઠે. હુમાયુન મેન્શન, કાઠી પાસે, વડાવંશ સાનું-ચાંદી ગમે છે તે દરેકને, પણ હમણાં જરા ભાવ નથી પામત્તે. પરંતુ એક માર્ગ છે— ' ! ગમે તે ધાતુ ઉપર સાનાનું, ચાંદીનું, ત્રાંબાનું કે નીકલનું હાઈકલાસ ગીલેટ કરાવી લેવું. 3.62 ઇલેકટ્રીકસીટીથી એવું સુંદર ગીલેટીંગ કરનાર— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મેાડને ઇલેકટ્રો-પ્લેટીંગ વર્કસ પ્રા. વી. એમ, તલગાવકર દાંડિયા માર, માખાજીપુરા, વડેદરા. www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ - ક આરેગ્ય, વ્યાસ અને સંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને સચિવ માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક - કેમ , * * * છે છે વ્યાયામ * * * * વાર્ષિક લવાજમ – હિંદમાં રૂ. ૨-૮-૦ પરદેશ શિલિંગ-પ. શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિરોગી અને સશક્ત કેવી રીતે બનાવવું અને આરોગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે. આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને બોલાવે; તે આપને યોગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં બીલ માટે ખર્ચાતી મેટી રકમને તે બચાવ કરશે. | ગમે તે માસથી તેના ગ્રાહક થઇ શકાય છે. લખે – વ્યવસ્થાપકઃ વ્યાયામ કાર્યાલય, મુજુમદારને વાડે, રાવપુરા, વડોદરા. *મ હા ગુ જ રા ત” સિંધમાં વસતા ત્રણ લાખ જેટલા ગુજરાતીઓનું સુપ્રસિદ્ધ મુખપત્ર (સામાહિક) છે જેમાં સાહિત્ય, રાજકારણ, અર્થશાસ્ત્ર, શરીર કેળવણી, બાળજગત, સ્ત્રી સંસાર—વિગેરે વનને લગતા દરેક વિષયોની સુંદર છણાવણ થાય છે. • જાણીતા સાહિત્યકાર શ્રી. ડુંગરશી ધરમશી સંપટ દર અઠવાડિયે યુદ્ધ પરિસ્થીતિ આબેહુબ રીતે વર્ણવે છે. • 'જન્મભૂમિ' અને “બહુરૂપી' શબ્દરચના હરિફાઇઓના સચોટ ઉકેલે અને દલીલ એક નિષ્ણાત તરફથી નિયમિત પ્રસિદ્ધ થાય છે. • “મહાગુજરાત' બુદ્ધિવર્ધક ખૂહ હરિફાઈ વગર દાખલ ફીએ સુંદર ઈનામ મેળવી આપે છે. • એના દત્સવી અને બીજા ખાસ અંકેએક ગુજરાતી પત્રકારિત્વને સમૃદ્ધ કર્યું છે. • વડોદરા રાજ્યના તમામ પુસ્તકાલય માટે મંજુર થયેલું છે. વાર્ષિક લવાજમ હિંદમાં રૂા. ૪ – વિદેશ શિ. ૬ • સિંધમાં જાહેર ખબર માટે અજોડ સાધન છે - નમુનાની નકલ તેમજ ભાવતાલ માટે આજેજ લખેઃ એજન્ટો ન હોય તેવા સ્થળોના ન્યુઝપેપર એજન્ટેએ તુરત જ પત્રવ્યવહાર કરવો. કે મનેજરઃ સિંધ ન્યુઝપેપર્સ લીમીટેડ, કેમ્પબેલ સ્ટ્રીટ-કરાંચી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ - - ---- = = = - - --- - syste अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ • ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર પ ક ા પુસ્તક ૩ ]. ડીસેમ્બર : ૧૯૪૦ [ અંક ૭ અહિંસાઃ સંસ્કૃતિમાં તેનું સ્થાન રમણલાલ વસંતલાલ દેસાઈ [ ગતાંક પૃ. ૨૭૫ થી ચાલુ]. વળી જમીન આપે એટલું આપણે લેઈ શકીએ છીએ? ભૂમિના વાત્સલ્યની મર્યાદા શું આપણે જોઈ છે? વિજ્ઞાનવિદે ના પાડે છે. આપણે કલ્પી ન શકીએ એટલે ખેરાક આપવા જમીન તૈયાર છે, માત્ર આપણને તે લેતાં હજી પૂરેપૂરું આવડયું નથી. જાનવરોને ભક્ષ કરવામાં નહીં આવે તે તે વધી જશે એ ડરથી માંસાહાર ચાલુ રાખવાનું જરા પણ કારણ નથી. ખેરાક અર્થે જ કેટલાં પ્રાણુઓ ઉછેરવામાં આવે છે? ખરું જોતાં જાનવરોની સંખ્યા વધી જાય એવી જગતની સ્થિતિ મનુષ્ય રહેવા દીધી નથી, અને મનુષ્યને હરકત ન કરે એટલું પ્રમાણ સાચવી રાખવા જાનવરો ખાસ કાળજી રાખે છે એ નિઃસંશય વાત છે. . કૃષિજીવન એ અહિંસાને ત્રીજો અને પોષણના અંગનો આખરનો વિજયધ્વજ છે. સંસ્કૃતિ જેમજેમ પોતાની ભૂમિકાઓ બદલતી જાય છે, તેમ તેમ તેને હિંસા કરવાનાં કારણે ઓછાં થતાં જાય છે. જંગલી અવસ્થામાં મનુષ્ય ઉપર સ્વજાતીય અહિંસાનો અંકુશ હતા; માણસનો ખેરાક માણસ ન હતો. આથી આગળ વધી ગોપ–ભૂમિકામાં પ્રવેશ કરતાં જાનવરની કેટલીક જાતે ખેરાકના સ્વરૂપમાંથી મુક્ત થઈ, અને છેવટે આ અહિંસાએ ધીમેધીમે મનુષ્યજાતને કૃષિજીવનનાં દ્વાર ખોલી બતાવી આપ્યું, કે ખોરાક માટે કતલખાનાંની હવે બિલકુલ જરૂર રહી નથી. મનુષ્યજાતના પિષણ માટે કૃષિજીવનમાં આટલી બધી શક્યતાઓ હેવા છતાં જગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ હજી માંસાહારી મટયું નથી એ વાત અત્રે ભૂલવી ન જોઈએ. હિંદુસ્તાનના છેડા ભાગ શિવાય આખી દુનિયામાં હજી માંસાહાર પ્રચલિત છે. પરંતુ આપણે એ પરિણામ આગળ આવી ઊભા છીએ કે જ્યારે માંસાહાર એ જગતનો એક જ અને મુખ્ય આહાર મટી ગયો છે. વનસ્પતિઆહારે તેનું મુખ્યસ્થાન નષ્ટ કર્યું છે એટલું જ નહીં, પરંતુ આહાર તરીકે સ્વીકાર પામવા માટે માંસને વનસ્પતિની સંપૂર્ણ સહાય લેવી પડે છે. વનસ્પતિ--આહારના સ્વરૂપમાં સંતાવું પડે છે. વનસ્પતિ અને તેજાનાની મદદ વગર માંસથી કોઈની થાળીમાં આવી શકાતું નથી. આનો અર્થ એ જ કે માંસની મહત્તા ઘટી ગઈ છે. તેની જરૂરિયાત રહી નથી, અને માત્ર ટેવ કે શોખ તરીકે તે અસ્તિત્વ ભોગવે છે. અહિંસાને આ વિજ્ય નાનાસન નથી. વનસ્પતિમાં જીવ અને લાગણી હેવા બદલની જગદીશ બોઝની સંભાવના અહિંસાના સિદ્ધાંતને નિર્બળ કરે છે, એમ માનવાનું કારણ નથી. છતાં પ્રાણીઓનાં જન્મ, ઉછેર અને મરણની ક્રિયા કરતાં વનસ્પતિનાં જન્મ, મરણ અને ઉછેર–ક્રિયા જુદી રીતે થાય છે; છતાં બોઝની સંભાવના સિદ્ધ થઈ વનસ્પતિમાં પણ જીવંત પ્રાણીઓ સરખી લાગણી હેવાની માન્યતા દૃઢ થશે, તે સંસ્કૃતિમાં આગળ વધવા ઈચ્છતા જનસમાજે પિતાના પિોષણ માટે અલબત બીજા અહિંસાના માર્ગ ખોળવા જ પડશે. એમાં અહિંસાએ ગભરાવાની જરૂર નથી. આ માગમાં આ જ પણ પ્રયોગો નહીં થતા હોય એમ માનવાનું કારણ નથી. આ એક એવી મહાદલીલ કરવામાં આવે છે કે માંસાહાર વગર માનવી અશક્ત અને ભીરુ બની જાય એમ છે. અને માંસાહાર અને અહિંસા વચ્ચેને વિરોધ દેખીતે જ છે. પિષણનાં તત્તવો માંસમાં વધારે છે કે વનસ્પતિમાં એ વિષે નિષ્ણાતમાં મતભેદ છે. વનસ્પતિ વગર માંસ એકલું આહાર તરીકે ભાગ્યે જ આવી શકે છે એ જગતભરના પાકશાસ્ત્રનો પુરાવો તે આપણી પાસે છે જ. ઉપરાંત માંસાહાર વગર અશક્તિ અને ભીરુપણું વધી ગયાનો પુરાવો તે મળે એમ છે જ નહીં. હિંદુસ્તાનના ગણ્યાગાંઠયા વર્ગો સિવાય માંસાહાર કેઈ સ્થળે નિષિદ્ધ ગણાય નથી. આપણા રજપૂત માંસાહારી હતા છતાં મુરલીમોથી હારી ગયા, માંસાહારી મુસ્લીમ શહેનશાહતને મરાઠાઓએ હચમચાવી નાખી. બ્રાહ્મણ પેશ્વાઓ તે માંસાહારી નહીં જ હોય છતાં તેમણે હિંદનાં ભારેમાં ભારે યુદ્ધ ખેલાં. મુસ્લીમ અને મરાઠા એ બન્ને માંસાહારી પ્રજા પાસેથી અંગ્રેજોએ હિંદનું રાજ્ય ખૂંચવી લીધું, એટલું જ નહીં, પશ્ચિમની માંસાહારી ડચ, પોર્ટુગીઝ અને ફેન્ય પ્રજાને હરાવી ઇન્વેજોએ હિંદમાં સ્થાન મેળવ્યું. વિમળશાહ, સજજન, વસ્તુપાળ, તેજપાળ, હેમુ, સમરાશાહ, જાવડશા ને ઘેલાશા સમા જૈન મંત્રીઓ કે લીલા અને અમરસિંહ સમા નાગરમંત્રીઓ માંસાહારીન છતાં તેમણે માંસાહારી દુશ્મનો સામે ખેલેલાં વિજયી યુદ્ધોથી ઈતિહાસ સુપરિચિત છે. ઇ. સ. ૧૮૫૭ના બળવા પ્રસંગે ઇગ્રેજોને ભારે થઈ પડેલાં, ન્હાના સાહેબ, તાત્યાટોપે અને લક્ષ્મીબાઈ એ ત્રણે બ્રાહ્મણો હતાં, અને ચુસ્ત બ્રાહ્મણ તરીકે માંસાહાર નહીં જ કરતાં હોય એમ આપણે માની લઈશું. માંસાહારી પ્રજાએાના ઇતિહાસ કાંઈ સતત જવલંત કારકિર્દીના ઘાતક નથી જ. માંસાહારી ચીનાઓને જાપાનીઓ પૂરતી રાઢ પડાવે છે. એજ પ્રમાણે કાન્સ જેવી પ્રજાને જર્મનીએ ઉથલાવી પાડી એમાં વધારે ઓછા માંસાહારનું કારણ કેાઈએ હજી આપ્યું નથી. *જૈનના ઉત્કૃષ્ટ જીવનનિયામાં સજીવ (લીલી) વનસ્પતિના આહાર સામે ઓછામાં ઓછું અહીં હજાર વર્ષથી પ્રતિબંધ મૂકાયેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ અહિંસા - ૨૯૬ માંસાહાર અને વનસ્પતિના આહાર એ બે વચ્ચે એવી કદી શાસ્ત્રીય તુલના કરવામાં આવી નથી કે જેથી એક ઉપર બીજો આહાર સરસાઈ ભોગવવા પાત્ર બની જાય. વ્યક્તિગત કે પ્રજાકીય ઈતિહાસમાં ખોરાકના તત્વ ઉપર ભાર મૂકી કેઈએ એવી શોધ કરી નથી કે મૌસાહારી પ્રજા એ હારને જ કારણે વધારે સૂર કે સાહસિક બની હેય. માંસાહારની પાછળ રહેલી ભાવના માંસાહારીને જોરદાર, મૃત્યુને ન ગણકારે એ અને જ્યરહિત બનાવી દે છે એમ પણ કેટલાકની માન્યતા છે. ખોરાકમાં આવતાં પશુપક્ષીને મારવામાં કશી બહાદુરી વિકાસ પામેતી હોય એમ લાગતું નથી. સરળતાથી પકડાતાં–બંધાતાં ઇંડાં ફેડવામાં, બતક મરથી ચુંથવામાં કે ઘેટાં-બકરાં કે મરેલાં માછલાં ખાવામાં સાહસ કે શૌર્યના પાઠ ખાસ આવડી જતા હોય એમ માનવું એ વધારે પડતું લાગે છે. વળી એ કાર્ય માંસાહારીઓ કરતા નથી; ખાટકીઓ, કસાઇઓ તથા બબરચીઓ ધંધા તરીકે બહાદુરીના તલપૂર પણું ભાન વગર એ કાર્ય કરે છે. અને બહાદુરી હોય તો પણ તે મારનારમાં હોય; માત્ર જમનારમાં તે નજ આવે. મારે કાઈ અને બહાદુરી બીજામાં આવે એમ બન્યું કદી જાણ્યું નથી. માંસાહારમાં જ એવો ગુણ છે કે તેથી માણસ અપોઆપ બહાદુર બની જાય એમ પણ કાઈ કાઈની ભ્રમણું હોય છે. ખોરાકના વિવિધ ગુણ હોય છે એમાં શક નહીં. પરંતુ મૃત્યુપ્રહાર ખમતા પશુના દેહમાં લાગતો ઝટકે તેના આખા દેહમાં ભયનું એક વિષ ફેલાવે છે એમ કહેતા વિરૂદ્ધ પક્ષની વાત પુરવાર ન થઈ હોય તોપણ ઉગ્ર અને તામસ માનસ વિકર્ણાવતે માંસાહાર કયા ગુણથી શૌર્ય વધારે છે એ પણ સમજમાં આવતું નથી. ઉગ્રતા અને તામસ સ્વભાવ એ બહાદુરીના વિરોધી અંશે છે. રોગીષ્ટ દેહ, બળિયેલ સ્વભાવ, અને ઈર્ષાભરી વૃત્તિમાંથી એ ઉગ્રતા અને તામસ મન વિકસી રહે છે. જગતને માનવતા તરફ વળવું હોય તો એવા માનસને ફેરવી વધારે ઉદાર, કુમળું, સંસ્કારભર્યું અને શાંત બનાવવું પડશે. માંસાહાર તામસ વિકસાવતે હેાય તે તેને છોડવો જ જોઈએ. એ આહાત્મા કશી જ બહાદુરી નથી એ તે આપણે સહજ વિચાર કરતાં સમજી શકીએ એમ છે.. બર્નાર્ડ શો જે બહાદુર સાંસ્કૃતિક બળવાખોર બીજો જડવો મુશ્કેલ છે. એ વનસ્પતિ આહારી છે. હીટલર કે મુસલિનીની યુદ્ધશક્તિ વિશે ભાગ્યેજ બે મત હોય. એ માંસાહાર કરતા જ નથી. આખી બ્રિટીશ સલ્તનતની હામે એકલે હાથે ઝૂઝવાની સતત તૈયારી બતાવી રહેલા ગાંધીજીનું શોર્ય કોઈપણુ મહારથીને શરમાવે એવું છે. એ ગાધીજી માંસાહારી નથી એ તે આખું જગત જાણે છે. આમ એટલું તે જોઈ શકાય કે માંસાહાર બહાદુરી માટે આવશ્યક છે એ કથનને ઈતિહાસ, શાસ્ત્ર અને નિત્ય વ્યવહારનો જરાય ટેકે નથી. - આમ રાક માટે હિંસાની જરૂર નથી એ એક વાત, અને હિંસામય ખોરાક વગર શૈર્ય ઘટતું ચાલે એ માન્યતા ભ્રમણું જ માત્ર છે એ બીજી વાત. પોષણની બાબતમાં હિંસા હવે અનાવશ્યક બની ગઈ છે. આપણી જૂની જંગલો અજ્ઞાન અવસ્થાની ટેવને એ માત્ર એક ભણુંકારો છે. પિષણના કામમાં અહિંસાનું કયું સ્થાન છે, તે આપણે જોયું, પ્રગતિને ઈતિહાસ સ્પષ્ટ સૂચવે છે કે જેમાં સંસ્કૃતિમાં આપણે આગળ વધીએ છીએ તેમ હિંસાની જરૂરિયાત ઓછી થતી જાય છે. અત્યારે ખોરાક ઓછા છે, એ બૂમ નથી. પરંતુ બરાક સર્વને મળતું નથી એ બૂમ છે. હિંસાને માર્ગ તે આપણે વટાવી બાજુ ઉપર મૂકી છે. આ વસ્તુઓની કિંમત અન્ય વસ્તુઓથી અંકાતી (Barter system) જ્યારથી બંધ પડી, અને ચલણું નાણું (legal tender) એ જ્યારથી વ્યવહાર અને વેપારના મધ્યબિંદુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૯૨ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ તરીકે મનાયું, ત્યારથી ભંડાળવાદ (capitalism) શરૂ થઈ ચૂકયા. વર્તમાન જગત કૃષિ ભૂમિકામાંથી ઔદ્યોગિક ભૂમિકા ( Industrialism) ઉપર આવતાં આ ભંડાળવાદે ક્રૂર સ્વરૂપ ધારણ કર્યું. ખારાક માટે નહીં પરંતુ ખારાકનાં સાધના મેળવવા માટે આજ આપણે પ્રયત્નશીલ થવું પડે છે. ખારાક પૂરતા છે. કામની વહેંચણીને અંગે તેને ઉત્પન્ન કરનાર ઉત્પન્ન કર્યે જ જાય છે, પરંતુ તે સર્વને મળતા નથી. ગરીબે અંગમહેનતથી ખોરાક ઉત્પન્ન કરે છે, પરતુ તે ખારાક તેમને માટે પણ રહી શકતા નથી. ધનવાન વેપારીઓનું ધન એ ખારાકને લાહચુંબકની માફક આકર્ષી લે છે. ગરીમા ભૂખે મરે છે, અને ધનવાના વગર જરૂરના વ્યય કરે છે. પોષણ માટેના આપણા પ્રયત્નાએ આ સદીમાં જી સ્વરૂપ લીધું છે. ખારાક માટે હવે હિંસાની જરૂર રહી નથી; આપણા ઝધડા હવે ખારાકની વહેંચણી વધારે ન્યાયસર ચાય એ માટે ચાલે છે. આ પ્રશ્ન હિંસાથી નિરાળા છે. પાષણના મહત્ત્કાર્ય માં અહિંસાનું ક્યું આપણે અહિંસાના ક્રમને નિહાળીએ. [ ૨ ] સ્થાન છે તે આપણે જોયું. હવે રક્ષણની દૃષ્ટિથી રક્ષણુમાં પણુ પાષણના સરખા જ ક્રમશઃ હિંસાના ત્યાગ અને અહિંસાની ઉત્તરેત્તર . વધતી જતી સ્થાપના નજરે પડે છે એટલું જ નહિ, વિકાસક્રમની જાણે એક ચેાખ્ખી શત, ચેાખ્ખા ચીલા દેખાઈ આવે છેઃ માનવજાત જેમ આગળ વધે તેમ હિંસાને છેાડે. શાસનતંત્રા અને રાજસત્તાના ઊંડા ઇતિહાસમાં ન ઊતરતાં આપણે એટલું જ સ્વીકારીને ચાલીશું કે વ્યક્તિ અને સમાજની રક્ષણભાવનામાંથી વિવિધ શાસનતંત્રો ઉદ્ભવે છે. માનવીએ સામાજિક જીવન ગાળવું હાય તે। નિયમબદ્ધતા સ્વીકારવી જ પડે. નિયમ ઘડવા, નિયમના અમલ કરવા અને નિયમના ભંગ કરનારને નિયમમાં લાવવા આ ત્રણ તત્ત્વા ઉપર સમાજ અને રાજક્ષાસનની રચના થાય છે—પછી એ રાજશાસનનું સ્વરૂપ ગમે તે પ્રકારનું હાય. માનવીનું રક્ષણુ આ શાસનદ્વારા થાય છે એવી ભાવના શાસનને ખાંધે છે અને જીવંત રાખે છે. જે શાસનમાં રક્ષણ પ્રત્યે શ્રદ્ઘા ધટે તે શાસનને ખલ્યે જ છૂટકા. શાસનક્રમના વિકાસને આપણે ઉપરછલી દૃષ્ટિથી નિહાળીશું તેા તત્કાળ આપણુને દેખાશે કે એ વિકાસ હિંસાના ક્રમશઃ વર્જન ઉપર જ આધાર રાખી રહ્યો છે. વિકાસક્રમની એક એવી કલ્પના છે કે મનુષ્ય પ્રથમ એકલે ભટકતા. એકલા ભટકતા પુરુષ અને એકલી ભટકતી સ્ત્રી-બંનેને કુદરતે ભેગા કયા ને કૌટુમ્બિક જીવનની શરૂઆત થઈ. એકાકી જીવનમાંથી કૌટુંબિક જીવનમાં પ્રવેશ પામતા ખરેાબર માનવીએ પેાતાની હિંસક વૃત્તિ મર્યાદિત કરી, કુટુંબ પૂરતા નિયમે તેણે સ્વીકાર્યો અને તે પ્રમાણમાં માનવી સંસ્કાર પામ્યા. પોતાના રક્ષણ માટે, પેાતાના લાભ માટે અને પેાતાના સ્વાર્થ માટે હિંસા કરવી જ પડે એ ખ્યાલ તેણે કુટુંબના સ્વીકાર સાથે જ દૂર કર્યાં, પેાતાની સ્ત્રી માટે, પેાતાનાં બાલક માટે તેણે બહુ ઝીણી અને કુમળી લાગણીઓ અનુભવવા માંડી, અને એ લાગણીઓને પ્રભાવે સ્વરક્ષણ સિવાય ખીજું કાંઇ ન સમજતા માનવી પત્નીના રક્ષણુની, બાલકના રક્ષણની, કુટુંબના રક્ષણની જવાબદારી સ્વખુશીથી ઉઠાવતા થયેા. તેનું સ્વત્વ વિસ્તાર પામ્યું અને પોતાના અંગથી–પોતાની જાતથી આગળ વધી આખા કુટુંબ ઉપર છવાયું. હિંસાને કુટુંબમાંથી દેશવટા મળ્યા. રસવૃત્તિ, પ્રેમશૈાર્ય અને વાત્સલ્યની અમૂલ્ય લાગણી આપણને આ કુટુંબ ભૂમિકામાંથી પ્રાપ્ત થઈ. હિંસાને માનવીએ પ્રાથમિક જીવનમાં મર્યાદિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ રૂપની આંધી - ૨૯૩ કરી એટલે એને કુટુંબ મળ્યું. કુટુંબે વિકસાવેલી લાગણીઓ માનવસંસ્કૃતિનું મહેટામાં મહે હું ધન છે. આજ કુટુંબને ન ઈચછતી-કુટુંબમાં ફેરફાર સૂચવતી વૃત્તિઓ પણ એ ધનને ખેવા માટે જરાય તૈયાર નથી. રસવૃત્તિ, પ્રેમશૌર્ય (Chivalry) અને વાત્સલ્ય તો જીવંત રહેવાં જ જોઈએ, અને એ જીવંત રહેતાં નથી એવી દલીલ સૂચવાતા ફેરફારો પાછળ રહેલી હોય છે એ બતાવી આપે છે કે એકલ જીવનમાં સ્વીકારાતી હિંસામાંથી કૌટુંબિક જીવનની મર્યાદામાં જતાં હિંસાની પણ ઘણું મહેદી રૂકાવટ થઈ ચૂકી છે. એ હિંસા ચાલુ રહી હોત, પુરુષ અને સ્ત્રી એકબીજાને દુશ્મન લેખતાં હેતપરસ્પર હિંસાને પાત્ર ગણ્યાં હતા અને બાલકને ભાવિ શત્રુ માન્યાં હત–બાલકને સંભવ આવી દુશ્મન ભાવનામાં પણ સ્વીકારીએતો આજ જનસમાજનું અસ્તિત્વ જ હેત કે કેમ એ શકાને વિષય છે. આ ચીલે આગળ વધતું જાય છે એટલું જ નહીં, એ વધારે સ્પષ્ટ અને વધારે વિસ્તૃત બનતું જાય છે. કુટુંબને સ્વીકારમાં જ આખા ગાત્રને સ્વીકાર બીજરૂપે રહેલે છે જ. ટુંબમાંથી ગોત્રની ભાવના વિકાસ પામી સ્પષ્ટ બને એ અરસામાં હિંસાનું બીજું વર્જન માનવજાતે સાધવું પડે છે. રૂપની આંધી (પૃથ્વી-સેનેટ) હિમદૂત' સદા ક્ષિતિજપે ઝીણી દગ હું ફેંકી વિચારતે, ન નન નિહાળીને ય રવિ-પત્નીનું રાચતે. ઉષા મલકતી સદા પ્રીતમ–વાટ જોતી રહી, તમિસ્ત્ર અવમાનતી વિજય-દષ્ટિ. ફેકી રહી. તદ કવિજને તણી હૃદય-ઊમિ નાચન્ત, ને વિશાળ જગ જાગતું, પીતું નવીન સૌન્દર્યને; છતાં નવ હસું હું કાં? નયન અપૂઈ રહે! મને જગત માનીને અબુધ, આખું ત્યારે હશે! અરે! નવ નિહાળતે મનુજ ભાન ભૂલ્યા કરે ત્યહાં પૃથિવી–કાંઠડે રુદન રાત્રિનું ગાજતું! પરાજિત નિશા રડે પણ ન ચર્મચક્ષુ જુએ! શું મુગ્ધ થઈ પખવું રૂપ ગમે અતિ ક્રૂર આ! હશે રૂપની આંધી શું પ્રબળ આટલી ઓ પ્રત્યે? થતાં વિલીન જે મહીં દુઃખભર્યા મહા કદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ હટલર અને નારી ચીમનલાલ સંઘવી સંતાન, પાકગૃહ, ધર્મ, કલા સ્વીકારી, પામીશ તુ પુરુષદેવ–સુભાગ્ય નારી; ધંધો, બહિબ્રમણ, નોકરી છોડ, તારું કર્તવ્યધામ ગૃહમંદિર બહેન ! ચારૂ. હીટલર “જગત પ્રગતિ સાધી રહ્યું છે, અને તેમાં સ્ત્રી પુરુષ સમોવડી બની રહી છે!'– એવા વાણીવિહાર હિંદમાં આજે સહજ થઈ પડયા છે. તે પ્રસંગે વિજયની પરંપરાઓથી આધુનિક જગતને ચમકાવી મૂકનાર એક રાષ્ટ્ર ને તેના સ્વામીએ નારીવર્ગને ક્યા માર્ગ દેરીને એ સિદ્ધિ મેળવી છે તે જાણવું એગ્ય થઈ પડશે. પ્રકૃતિથી હીટલર શરમાળ છે. તેનામાં પુરુષતત્વનાં મુખ્ય લક્ષણો-કઠેરતા કે સ્ત્રીઆકર્ષણ નથી; સ્ત્રીતત્વની સુકુમારતા નથી. અનેક પ્રસંગે તેને દાનવ બનવું પડયું છે પણ કહેવાય છે કે તેવા સમયે તેની આંખોમાંથી પુરુષને અણછાજતાં આંસુ જx વહ્યાં છે; નાનપણથી માંડી તેના સરનશીનપદ સુધીમાં અનેક સ્ત્રીઓએ તેને મેહમાં આંજી નાંખવા પ્રયાસ કર્યો છે, છતાં તે તેમનાથી દૂર જ ભાગ્ય છે; માંસ, મદિરા, મત્સ્ય ને મૈથુન એ ચાર મકારે તેના જીવનને સ્પર્શ પણ નથી કર્યો. પરિણામે જર્મનીમાં તેને સ્ત્રી-પુરુષ બંને તવેથી પર અને અર્ધદેવ તરીકે ગણવામાં આવે છે. એટલે સ્ત્રીઓ સંબંધમાં તે જે કંઇ કહે છે તેને પુરૂના વચન તરીકે નહિ પણ, હિંદમાં અગાઉ ત્રષિવરોનાં વચન સ્વીકારી લેવાતાં તેમ, ઈશ્વરી આદેશ તરીકે સ્વીકારી લેવાય છે. આધુનિક સંસ્કૃતિની જાળમાં ફસાયેલી સ્ત્રીને તે તેના પવિત્ર માર્ગ ઝડપથી પાછા વળવાને આદેશ આપી શકે છે, અને વધુમાં વધુ શિક્ષિત એવી વીસમી સદીની જર્મન વનિતાઓ તેના એ આદેશને પ્રેમપૂર્વક સ્વીકારી લે છે તે તેના એ કહેવાતા દૈવતને આભારી છે. ન્યુરેમ્બર્ગમાં હીટલરને સંદેશે સાંભળવાને સમસ્ત જર્મનીમાંથી સ્ત્રી–પ્રતિનિધિઓ તરીકે આવેલી લાખે વિદુષી સન્નારીઓ સમક્ષ બેલતાં તેણે કહેલું કે, “ હું તમને વિદ્યાપીઠમાં * હીટલરે નારીની ફરજો અને તેનાં કર્તવ્ય ક્ષેત્ર તરીકે, આધુનિક જર્મનીના ત્રણ કકાર [ Kinder-Kirche-Kuche; સંતાન, મંદિર, ચૂલે ] ને અનુસરી, ચૂલે, વાસી દં, મંદિર, મે બાલઉછેર જણાવેલ છે. તેને અંગ્રેજી અનુવાદ નીચે પ્રમાણે થયે છે * Take hold of kettle, broom and pan Than you'll surely get a man !' and 'Shop and office leave alone, Your true life-work lies at home.' * We can always get Adolf to weep. Goering Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ હીટાર અને નારી સશ કે વ્યાસપીઠ પર જોવા નથી ઇચ્છતો. મારે તમને નિપુણ સૅય, કાળજીભરી માતાએ તે પતિને સંતોષતી સુંદરીઓ બનાવવી છે.” - સ્ત્રીઓ જર્મનીની ઉન્નતિમાં શો ભેગ આપી શકે એવા પ્રશ્નના ઉત્તરમાં તેણે કહેલું, સ્ત્રી સંતાનને જન્મ આપતી વખતે માતૃભૂમિ માટે એ ભોગ આપે છે, જેવો પુરુષ સમરક્ષેત્ર પર માથાં મૂકતાં આપે છે.” એક પ્રગતિશીલ સ્ત્રીએ તેને પૂછયું, “જર્મન સ્ત્રીઓને માટે તમે શું કર્યું છે કે તે શાંતિથી બોલ્યો, “મારા નવા સૈન્યમાંથી તમને એવા લાખ નરવીરો મળશે, જે તમારાં ભાવિ સંતાનનું. જગતભરમાં અપ્રતિમ એવું પિતૃપદ સંભાળશે.” સ્ત્રીઓને રાજકારણમાંથી દૂર કરવાને માટે સ્ત્રી-સ્વાતિવાદી દેશમાં તેના પર ટીકાઓ થતાં તેણે કહેલું, “રાજકારણ અને જાહેરજીવન!–એ ખરું છે કે એમાંથી સ્ત્રીઓને મેં દર રાખી છે. પણ કઠોર પુરુષને માટે પણ એ બંને આકરી કસોટીનાં સ્થળ છે. ત્યાં સુકુમાર સ્ત્રીઓને પ્રવેશવાની શી જરૂર છે?' સ્ત્રી-સ્વભાવને તે અચ્છે પરીક્ષક મનાય છે. તે કહે છે કે, “બળની અપેક્ષા રાખતી ભીવનાવશ સ્ત્રી નબળા પુરુષ ઉપર સરજોરી કરવા કરતાં બળવાન પુરુષને તાબે રહેવું વધારે પસંદ કરે છે.”—ઈતિહાસ આ માન્યતાને ટેકો આપી શકે એમ છે એટલું જ નહિ, પણ તાજેતરમાં હોલીવુડની નટીઓના. તેમને કેવો પતિ પસંદ છે તે સંબંધમાં મત લેવામાં આવતાં, મોટાભાગના મત ‘વીર પુરુષને જ ફાળે ગયેલા. સ્ત્રી અને પુરુષને તે, મોતી અને દરાની જેમ, હાથ અને ફળાની જેમ, તેલ અને દિવેટની જેમ પરસ્પરનાં પૂરક માને છે. સ્ત્રીના પુરુષ સમાન બનવાના પ્રયાસને તે કામના કાંટે બનવાના પ્રયાસ સમાન લેખે છે. અને તેમાં તે સ્ત્રીત્વનું, પુરુષત્વનું ને કુદરતનું અપમાન ગણે છે. તે માને છે કે પુરુષને પોતાની ફરજેથી યુત બનતા અટકાવવામાં અસમર્થ નીવડેલી સત્તાઓ જ સ્ત્રીને પુરુષના ભયાનક માર્ગે જવા દઈ શકે. જર્મનીમાં એમ ન બને તે માટે તેણે કેટલાક સ્ત્રી-સંરક્ષક ધારાઓ ઘડયો છે ને એ ધારાઓના ત્વરિત અમલ માટે તેને તેણે ‘કુટુંબસંરક્ષણના ફોજદારી કાયદાનું સ્વરૂપ આપ્યું છે. એ કાયદાની રૂએ-લગ્નવિચ્છેદ પર નૈતિક પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે ને તે કાર્યને અયોગ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. પુરુષને પિતાની મિલ્કત પિતાનાં સ્ત્રી-સંતાન સિવાય બીજાને આપવાનો અધિકાર નથી. ગણુિ સ્ત્રીઓ પાસે કામ કરાવે એવાં કારખાનાંઓના માલિકને સખત સજા કરવામાં આવે છેલગ્નપ્રસંગે કે સંતાનસંખ્યા કુટુંબને ભારરૂપ ન થઇ પડે તે માટે રાજ્ય તરફથી આર્થિક રાહત આપવામાં આવે છે. ગર્ભિણ સ્ત્રી કે સ્ત્રીના માતૃપદ સંબંધમાં શબ્દયી કે સંકેતથી પણ મશ્કરી કે અપમાન કરનારને સજા કરવામાં આવે છે. સંતતિનિયમનની વાત ઉચ્ચારનાર પણ સખત સજાને પાત્ર થાય છે. પ્રજાનાં આરોગ્યને માટે તે સ્ત્રીની પવિત્રતા પર ખૂબ જ ભાર મૂકે છે. સ્ત્રી–સંસ્થાએ કે સ્ત્રીઓનું શ્રમજીવન-બનેને તેણે એકદમ કમી કરી નાંખ્યાં છે. છતાં, અનિવાર્ય કારણે એમાંથી જે કંઈ બાકી રહ્યું હોય અને ક્રમે ક્રમે અદશ્ય બનતું હોય ત્યાં પણ સ્ત્રીઓની દેખરેખ સ્ત્રીઓને હસ્તક રાખવાને તેણે આદેશ કરે છે. ખેતરોમાં કામ કરતી સ્ત્રીઓ ખુલ્લી બરાકમાં નહિ પણ ખેડૂતના કુટુંબમાં ગોઠવાઈ તેમની ગૃહિણીઓની સાથે રહે એ માટે તેણે પ્રબંધ કરેલ છે. ને તેવી સ્ત્રીઓને શાંતિ મળે છે તેમનામાં સ્વાથ્ય, કલા અને કૈવત વિકસે તે માટે પણ તેણે સુંદર યોજનાઓ અને કાર્યક્રમ અમલમાં મુકેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સુવાસ ડીસેમ્બર ૧૯૪૦ જાહેરજીવન, રાજકારણને કચેરીઓમાં અટવાઈ ગયેલી સ્ત્રીઓને તેણે પાછી ગૃહમંદિરમાં મોકલાવી દીધી છે. જર્મનીના સરકારી દફતરે આજે એક જ કાર્યકર્દીનું નામ નજરે ચડે છે અને તે સ્ત્રી તે અગાઉની ફિલ્મસ્ટાર લેની રીફેન્ટાલ. જર્મન ફીલ્મ-ઉદ્યોગમાં નીતિના આદર્શ જળવાઈ રહે તે જોવાને તેને એક અપવાદ તરીકે ગૃહિણીપદેથી મુક્તિ આપવામાં આવી છે. અને બીજી મુક્તિ તેવી યુવતીઓને આપવામાં આવે છે કે જેમની સેવાઓ જાસૂસી ખાતાને જરૂરી હોય. નારી સંબંધમાં પોતાનું આ આર્ષદર્શન હીટલરે સરમુખત્યાર બનીને નથી કેળવ્યું. બાલવયથી જ તે નારીને એ દૃષ્ટિએ જોતો આવ્યો છે. કુમારવયે તેનાં પ્રવચનમાં તે વારંવાર કહેતો કે, “સ્ત્રીઓને સન્માન આપવું, પણ તેમના પાસેથી પવિત્રતા, સંસ્કાર અને સેવાપરાયણતાની પૂરેપૂરી આશા રાખવી.” તેના સદ્દભાગ્યે નારી સંબંધમાં તેના આ દષ્ટિબિન્દુને ઝીલી લેનાર જ નહિ, પણ પોતે પણ એવાં જ દૃષ્ટિબિન્દુઓ ધરાવનાર તેજસ્વી સાથીઓ પણ તેને મળી ગયા છે. રોઝેનબર્ગ નારી સંબંધમાં, મનુની જેમ, “સંરક્ષણ, પવિત્રતા ને પૂજનને આદર્શ ધરાવે છે. આરોગ્ય ખાતાના પ્રધાન ડો. ક્રીક સ્ત્રીની પવિત્રતાને રાષ્ટ્રને પ્રથમ ધર્મ લેખે છે. ને ડેપ્યુટી ચાન્સેલર હર હસના શબ્દોમાં ઘરરખુ, પ્રેમાળ ને સંતાનની માતા’ એ જર્મન સ્ત્રીને આદર્શ છે. આરોગ્ય ગણતરીએ સ્ત્રીની પવિત્રતા જેટલી જરૂરી છે એટલી જ હદે પ્રજાવૃદ્ધિ, કુટુંબોની સુખાકારી ને ભાવિ પ્રજાના વિકાસની ગણતરીએ સ્ત્રીઓ, કુટિલતાથી ભરેલાં રાજકારણ, નેકરી કે જાહેર જીવનમાંથી શાંતિ મેળવી, ગૃહિણધર્મ સાચવે, સુન્દરતાને ખીલવે અને સંસ્કાર વિકસાવે એ પણ જરૂરી છે. ને પરિણામે પિતાની પ્રજાને એક સૈકામાં સાત કરોડમાંથી પચીશ કરોડની સંખ્યાએ પહોંચાડવા ઝંખતે ને ભાવિ પ્રજાને સંસ્કારી, શિસ્તબદ્ધ, સશકત ને પ્રેમાળ બનાવવાની ભાવના સેવ હીટલર જર્મન નારીને આજે પવિત્ર, પ્રેમાળ, ધરખુ, સંતાનશીલ ને સુન્દર બનવાને આદેશ આપી રહ્યો છે. ત્રી-સ્વાતંત્ર્યના મધુર શબ્દ નીચે નારીને પોતાની જાળમાં ફસાવવા માગતા પુરુષે ઘણી વખતે સ્ત્રી સંબંધમાં ઉપરોક્ત આદર્શો સેવનારને સ્વાર્થી પુરુષો કે સ્ત્રી-સુખના વિરોધીઓ તરીકે ઓળખાવી મનુના “ચત્ર નાર્યરતુ સૂવચત્તે રમત્તે તત્ર દેવતા” વાકયને આગળ ધરે છે. પણ તેઓ ભૂલી જાય છે કે પૂજનનો અર્થ નારીને પુરુષના જેવી બનાવી તેને જગતની ઠોકરે ચડાવવાના નથી. મંદિરમાં મૂર્તિનાં આપણે પૂજન કરીએ છીએ, પણ તે મૂર્તિ સુવર્ણની હેઈ તેના ચેરાઈ જવાની બીકે તેને આપણે જેમ જાહેર માર્ગ પર નથી મૂકી શકતા તેમ કુદરતના એક પવિત્ર સર્વ તરીકે આપણે નારીપૂજન કરી શકીએ પણ તેને સૌન્દર્યને, તેની સુકુમારતાને ને તેની પવિત્રતાને જગતની લૂટના વિષય બનાવવાનો આપણને કેઈ અધિકાર નથી. પ્રજાનાં આરોગ્ય, શક્તિ, સુંદરતા, ને સંસ્કાર સ્ત્રીની પવિત્રતા અને સંતાન-ઉછેરની ફરજ પ્રત્યેની તેની એકતાનતાને આભારી છે. તેની આડે આવનાર કે સંતાનો પાસેથી તેમની માતાના સતત સહવાસનું સુખ ઝૂંટવી લેનાર પુરુષ પ્રભુના ને પ્રજાના દ્રોહી છે. સ્ત્રી પ્રત્યેની પિતાની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલા પુરુષ જ સ્ત્રીને પુરુષના કઠોર માર્ગે વાળી શકે. એવા પુરુષ સ્ત્રીની એક પણ કુદરતી ફરજ પિતાને માથે ઓઢયા સિવાય પિતાની ફરજો સ્ત્રીને માથે લાદી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ મુકિત પંકજ પ્રહરી' “કેટલા વાગ્યા છે?' ત્રીસ ઘટિકા થઈ છે!” “શું સૂર્યાસ્ત થઈ ગયો?” “હા.” હાય ભગવન, કેવા ભયંકર અંધકારમાં હું પડ છું. દિવસનાં દર્શને નથી થતાં અને પ્રાતકાળની સૂચના પણ નથી મળતી. પ્રહરી, શું આને અંત નથી ?' એક કશ હાસ્ય કરીને પ્રહરી બોલ્યા, “અંત! કેમ નહીં ! મૃત્યુ એને અંત અવમ આણશે !” પ્રહરીએ પુનઃ કર્કશ હાસ્ય કીધું. બંદીએ ધૃણાથી મુખ ફેરવી લીધું. કાળકેટડીના, ગહન અંધકારમાં એક સુદ દીપક એક ખૂણામાં અંધકારની સાથે બાથ ભીડતો નજરે પડે હતે. એક તરફ એક કામળ અને પાણીનું એક એવું હતું. કાંસાની એક થાળી પ્રહરીના ભેજન માટે પડેલી દષ્ટિગત થતી હતી. ઓરડીને એકજ દ્વાર હતું અને તે લેખંડનાં મજબૂત બારણુઓ વડે બંધ હતું. તે બારણામાં એક છિદ્ર હતું જેમાંથી બંદી પ્રહરી સાથે વાત કરતે હતે. બંદી પિતાની કામળ પર પડશે અને નિદ્રાવશ થશે. શકોનાં ટોળાંએ ભારત પર આક્રમણ કર્યું હતું અને લાટમાં આવેલા તામ્રગિરિ અને મયુરગિરિના દૂર્ગો પર કબજો મેળવી લીધું હતું. પ્રતિષ્ઠાનના સાતવાહન વંશની સાથે હવે તેમની લડાઈ ચાલતી હતી. મયૂરગિરિના શાસક રૂદ્રદત્ત આભીરને શકેએ કાળ-. કેટરીમાં પૂર્યો હતે. રૂદ્રદત્ત પ્રખર વીર અને સાતવાહને જમણે હાથ ગણાતો હતો. તેના કારાવાસથી પ્રતિષ્ઠાનની રાજમાતા ગૌતમી પણ દુઃખી હતી પરંતુ ઉપાય હતે. નહીં. શોને એક સરદાર તે જ પ્રમાણે સાતવાહનના હાથમાં કેદ હતા. પરંતુ શકે રૂદત્તને છોડવાની કઈ પણ ભોગે ના પાડતા હતા. પિતાના સરદારને મૃત્યુદંડ મળશે તે રૂદ્રદત્ત પણ મૃત્યુ પામશે એમ ધમકીઓ પણ અપાઈ હતી. પ્રતિષ્ઠાનના મંત્રી મિત્રગુપ્ત બેલ્યા, “ઇસેન, એક ગુપ્તચર તરીકેની તારી બધી કીર્તિ આ કાર્યને સાધનમાં વિક્ષેપ પડવાથી ધોવાઈ જશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ “ દેવ, પણ એના ઉપાય અસંભવિત દેખાય છે. ' " ‘અસંભવત શબ્દનું ઉચ્ચારણ ઇંદ્રસેનના મુખમાંથી આજે પ્રથમવાર સાભળું છું.' ‘ દેવ, હું લાચાર છું. રૂદ્રદત્ત તે મારા સ્વજનેામાંના મુખ્ય છે. શું હું તેમની મુક્તિની ચેષ્ટામાં કંઇ પણ ખાકી રાખું!’ " કરી મિત્રગુપ્ત ઘેાડી વાર ચૂપ રહી ખેલ્યા, · જો ઇંદ્રસેન, આપણે રૂદ્રદત્ત વગર કંઈ પણ શકીએ તેમ નથી, માટે એની મુક્તિની ચેષ્ટા તે કરવી જ પડશે.' ઇંદ્રસેન ખેલ્યા, ‘હવે તે તમે ઉપાય બતાવા તે કંઈ થાય !' * વાર્ ! ઇંદ્રસેન, કાલે તારે મયૂરગરની તળેટીમાં એક આશ્રમ માંડીને એક ઋષિના રૂપમાં રહેવાનું છે. ' ‘એ માન્ય છે. દેવ, ’ ‘તારે એક પ્રખર કર્મકાંડી તરીકે જાહેર થવાની ધીમી ચેષ્ટા કરવાની છે. બાકીના આદેશા તને એક ગેાવાળની મારતે મળ્યા કરશે. ’ ‘ જેવી આજ્ઞા. ’ ૪ પ્રતિષ્ઠાનની શેરીશેરીએ રાજમંત્રીના પદત્યાગની વાત વીજળીવેગે પ્રસરી ગઈ. જનતામાં શુક્રુપ વાત થવા લાગી. * ભાઇ, શું રાજમાતા ગૌતમી પણ કંઈ ન ખેલ્યાં ?' • અરે મને તે લાગે છે કે શાનાં ટાળાં પ્રતિષ્ઠાન પર ચડી આવશે. શિવ, મિત્ર, એમની કઠારતાના અનુભવ હું સૌરાષ્ટ્રમાં કરી ચૂકયા છું. ’ • મિત્રગુપ્ત આચાર્યને તા પ્રતિષ્ઠાન ધણું પ્રિય હતું, એને મૂકીને ક્રમ ચાલ્યા ગયા " મને કંઈ સમજણ પડતી નથી. આવા સારા મંત્રી હવે શકાને ત્યાં જરૂર જશે. न जाने कि भविष्यति । ' પ્રતિષ્ઠાનમાં નાગરિાની મૂંઝવણુના અંત દેખાતે ન હતા. મ ‘પહેરી!’ ‘શું છે? .. ચ્છા અવાજ શાના થાય છે?' * એ તા બંદીગૃહની દીવાલ એક માજી પડી ગઈ છે અને તેમાં થઈને બહાર પડતા વરસાદના અવાજ આવે છે.’ શું વર્ષાઋતુ શરૂ થઇ ગઈ * હા, પશુ તેથી શું? ’ શું ! કંઈ નહીં! ફક્ત વિધાતાની વિચિત્રતાની કલ્પના કરતા હતા.' ‘શું વિચિત્રતા હમણાં દેખાઈ ?' ‘એજ કે એક વખત હું મયુરિગિરના શાસક હતા અને આજે બંદી છું.' પ્રહરી ચૂપ રહ્યો. તેની આંખેા સામે ઉત્થાન અને પતનના ઈતિહાસ તરી આવ્યે, ઘેાડી વારે પ્રહરી ખેલ્યા, 'જુએ ભાઈ હું તમને એક ખાનગી સમાચાર કહું છું, ’ * 'શું?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ “ રહે પ્રતિષ્ઠાનના રાજમંત્રી મિત્રગુદેવ પ્રત્તિષ્ઠાન છેાડી શાની તરફ ચાલી આવ્યા છે!' 'શું કહે છે?’ હા ખરી વાત છે. 3. • અસંભવિત છે એ વાત. એની કલ્પના પણ હું કરી શકું તેમ નથી.' ‘પ્રત્યક્ષ થશે એ કલ્પના! પણ યાદ રાખો કે પ્રતિષ્ઠાન-નરેશનું બળ હવે ઘટી ગયું છે. અનેં પેાતાના વિજયના ઉપલક્ષ્યમાં અમે સર્વત્ર દેવાલય અને અતિથિશાળાઓ બંધાવીએ છીએ.' હું ! આ શું સાંભળું છું ! લાટ ! મારૂં પ્યારૂં લાટ ! આજે તારી સ્વતંત્રતા ચિરકાળને માટે નષ્ટ થતી લાગે છે.' છંદી એક નિસાસા નાંખી કામળ પર પડયા. મહારાજ શકાધિપ નહપાણુ! હું ધણેા પ્રસન્ન છું, કે તમે મારી કુટિરને પાવન કીધી છે.' ઋષિ ખેાયા. * ભગવાન, આ મિત્રગુપ્ત આચાર્યને લીધે મને આપના અહીં હાવાની ખબર પડી. દર્શનથી અત્યંત આનંદ થયો. " ‘એ આપના અનુગ્રહ છે, તમારા જેવા રાજવીઓનું રાજ્ય ચિરકાળ હાવું ઘટે છે. ' ‘ભગવાન, મેં સાંભળ્યું છે કે આપે પ્રતિષ્ઠાન-નરેશને એક યજ્ઞ કરવા કહ્યું હતું જેથી તેમનું રાજ્ય ચિરકાળ સુધી રહે ! ' ‘મૂર્ખ છે એ ગૌતમીપુત્ર! મહારાજ, યજ્ઞ કરવાની શક્તિ હેવી જોઈએ તથા એને માટે ત્યાગની પણ ભાવના જોઇએ. એ વાત સત્ય છે ! ' . ای ‘મહારાજ, એક વિણકની માફક હિસાબ રાખવાથી યજ્ઞ થતા નથી. એને માટે તે રાજભંડાર ખુલ્લા હૈાવા જોઇએ તથા પેાતાનું રક્ત રૅડનાર બાહેાશ વીરે। હાવા જોઈ એ. " ' ‘દૈવ, પ્રભુકૃપાથી બધું છે. આપ કૃપા કરી મારે માટે એ યજ્ઞ કરવાની શીઘ્રતા કરો. મહારાજ, એ યજ્ઞમાં મુખ્ય વસ્તુ એક ખત્રીસ-લક્ષણા નરના ખલિનું છે! ‘તે ક્રમ થશે !’ 6 મારી જાણમાં તે ખત્રીસ-લક્ષણા એજ છેઃ પ્રતિષ્ઠાનના ગૌતમીપુત્ર અને મયુગિરિના દત્ત. પરંતુ ગાતમીપુત્રને જેવી લક્ષ્મી વ્હાલી છે તેવાજ પ્રાણ પણ વ્હાલા છે. હ્રદત્તે પોતાના પ્રાણ સાતવાહન માટે પાથરવાની સ્પષ્ટ ના પાડી છે.' વાર દેવ, દત્તતે નહપાણને માટે પ્રાણ પરાણે પાથરવા પડશે. ' ‘ અસ્તુ! મૂર્ખ સાતવાહન હવે તું જોઈ લેજે!' ૭ ' આજે મેં એક ભયંકર સ્વપ્ન જોયું છે! ‘જોયું હશે, હવે તમારું લોહી જ્યારે યજ્ઞમાં રેડાશે ત્યારે એ સ્વપ્નું ભૂલાઈ જશે, શું ! મારૂં લેાહી યજ્ઞમાં રેડાશે !' એક વ્યંગ કરી પ્રહરી લ્યેા, ‘સાતવાહનના યજ્ઞમાં લેહી તમારાથી ન રેડાયું પણ નહુપાહુના યજ્ઞમાં ત પરાણે રેડવું પડરો. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ - “પ્રહરી, મને કાંઈ સમજણ પડતી નથી.' “સમજણ ક્યાંથી પડે! એ તમારા મિત્રગુપ્તદેવનાં કારસ્થાન છે. નરમેધ–ય શકેની ચિરસ્થાયી કીર્તિને માટે કરવામાં આવશે અને તેમાં રક્ત રેડાશેબત્રીશ-લક્ષણ રૂદ્રદત્ત આભીરનું!” . . . • શું શકની કીર્તિ મારા રા રેડાવાથી અક્ષણ રહેશે?” '‘હ. અને હવે તે એક પખવાડિયા સુધી તમારો સાર આદરસત્કાર પણ થશે. જુઓ પિલા મુખ્ય રક્ષક આવ્યા!' - મુખ્ય રક્ષકે આવીને દ્વાર ખેલ્યું અને બોલ્યો, “રૂદ્રદત્તદેવ, આપ મારી સાથે ચાલે.” શકાધીશ નહપાણ ઘણું જ ઉત્તેજિત હતા. તેઓ એક દૂતની સાથે વાત કરતા હતા. મહારાજ, યજ્ઞમાંથી સર્વેની દષ્ટિ સમક્ષ રૂદ્રદત્ત પલાયન કરી ગયો. અમે તેની પૂંઠ પકડવા જઈએ તે પહેલાં દર્શક રૂપે આવેલા આભીરોએ ખૂબ ધાંધલ કરી મૂકી અને સૈનિકે જેમ ભીડને વિખેરવા ઈચ્છતા તેમ તેમ તે વધતી જતી હતી.” ખરેખર એ ઘણું જ ચાલાક છે અને મિત્રગુપ્તની ખામી પ્રતિષ્ઠાનમાં એ પૂરી પાડશે.' એકાએક એક ગુપ્તચર આવીને બેલ્યો, “મહારાજ, અમાત્ય મિત્રગુપ્તદેવને પત્તો નથી અને યજ્ઞના આચાર્ય પણ ભીડમાં અદશ્ય થઈ ગયા.'.. બીજા ગુપ્તચરે આવી કહ્યું, “મહારાજ, પ્રતિષ્ઠાનની સેના પંચવટીની પાસે આવી પહોંચી છે.” નહપાણ એક ક્ષણ ચૂપ બેઠે. એકાએક તે બેલી ઊડ્યો, “બસ, હવે યુદ્ધ વગર બીજે ઈલાજ નથી, સેનાપતિને બોલાવે.” સેનાપતિ આવીને મહારાજને નમ્યો અને બોલ્યો, “દેવ, તમારા કષાધ્યક્ષ કહે છે કે રાજભંડારની લક્ષ્મી દેવાલય બંધાવવામાં વપરાઈ ગઈ છે અને હવે સેનાને આપવાને યોગ્ય ધન નથી.' ( પિતાની કીર્તિની અક્ષુણતાને માટે રૂદ્રદત્તનું રક્ત રેડવાની આશા સેવનાર કાધિપને પિતાનું રત રેડવાથી પણ શકોની શ્રીની રક્ષા થતી લાગી નહીં. “ઇંદ્રસેન, તે ખરેખર સાતવાહનની કીર્તિ અક્ષણણ રાખી છે. મિત્રગુપ્તદેવ, આજે સમસ્ત આર્યાવર્ત ઉત્સવમમ છે અને શકના પરાજયના ઉપલક્ષ્યમાં જે ન સંવત ચાલુ થાય છે તેમાં તમારું કાર્ય ઉત્તમ ગણાશે.' સમ્રાટ શકારિ વિક્રમાદિત્ય ગૌતમીપુત્ર સાતકરણ બેલા. રૂદ્રદત્ત બોલ્યો, “સમ્રાટ, આજે મારા તામ્રગિરિ અને મયૂરગિરિની પુનઃ સ્વતંત્રતા જોવાનું ભાગ્ય જે મને મળ્યું હોય તે તેને માટે હું ઈદ્રસેન અને આચાર્ય મિત્રગુપ્તદેવને આભારી છું.’ સમ્રાટ વિક્રમાદિત્યની જય'ના જયઘોષે ચાલુ હતા અને ભરૂકચ્છના કાટના પરકેટ પર અસંખ્ય દીપમાલિકાઓ એ વિજયની સૂચના સર્વને આપતી હતી. | નર્મદાનાં નીર પણ સ્વતંત્ર ભારતના ઉલ્લાસમાં ભાગ પડાવવાની ચેષ્ટા કરતાં ભરૂકરછના દૂર્ગ નીચે કલેલ કરતાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રેમાનંદફત મામેરું? અને વિષ્ણુદાસકૃત “મોસાળું” (એક તુલના ) ભેગીલાલ જ. સાંડેસરા આપણા સાહિત્યમાં જેમ શામળના તેમ પ્રેમાનંદના અનેક પુરોગામીઓ થઈ ગયા છે અને એ બંને કવિઓ પૂર્વકાલના વાર્તાકાર તેમજ આખ્યાનકારોના અનેક રીતે ત્રણી છે, એ તે હવે પુરવાર થઈ ગયેલી હકીકત છે. શામળ કે પ્રેમાનંદની મર્યાદાઓ કે વિશેષતાઓ સમજવા માટે તેમની પોતાની કૃતિઓના અભ્યાસની જેટલી અગત્ય છે તેટલી જ અગત્યે તેમના પુરોગામીઓના અભ્યાસની પણ છે. આ દૃષ્ટિએ પ્રેમાનંદના “મામેરા’ સાથે તેના એક પુરોગામી વિષ્ણુદાસના એ જ વિષય પરના કાવ્યની સંક્ષેપમાં તુલના કરવી ધારી છે. વિષણુદાસ ઉપરાંત બીજાઓએ પણ આ જ વિષય પર આખ્યાને લખ્યાં છે. “મામેરાના કથાનાયક નરસિંહ મહેતાએ પોતે જ લખેલું “કુંવરબાઈનું મામેરું,” ભકત કવયિત્રી મીરાંબાઈનું “નરસિંહજી કા માયરા” તથા પાટણનિવાસી કવિ વિશ્વનાથ જાનીનું મોસાળા ચરિત્ર” એ ત્રણેની ચોક્કસ અસરો પ્રેમાનંદ ઉપર પડેલી છે. આ ઉપરાંત કૃષ્ણદાસ, ગેવિંદ અને તુલસીદાસ એ પિતાના પુરોગામીઓનાં મામેરા પરનાં કાવ્યો પ્રેમાનંદે જોયાં હશે. પ્રેમાનંદના સમકાલીન હરિદાસે પણ મામેરું લખ્યું છે. આ ઉપરાંત મતીરામ, વિષ્ણુ (નાગર વિબગુરુ દાસથી ભિન્ન) તથા છેક છેલ્લે કવિ દયારામે પણ આ જ વિષય ઉપર કલમ ચલાવી છે; પરંતુ એ બધી કૃતિઓનું સમગ્ર અવલોકન ભવિષ્યની કોઈ અનુકૂળતા ઉપર મુલતવી રાખી અત્યારે તે વિષ્ણુદાસકૃત “મેડસાળું અને પ્રેમાનંદકૃત મામેરું' એ બે કાવ્યો પૂરત જ પ્રસ્તુત વિષયને મર્યાદિત કર્યો છે. વિષ્ણદાસ ખંભાતને નાગર હતો. તેનું મોસાળું” કયારે રચાયું એની સાલ મળતી નથી, પણ એનાં બીજાં કાવ્યોનો રસાલ સં. ૧૯૨૪થી માંડી ૧૬૮૧ સુધીની મળે છે, એ જોતાં મોસાળું” પણ એ વર્ષો દરમ્યાન રચાયું હશે. આમ વિષ્ણુદાસની આ કૃતિ પ્રેમાનંદના મામેરાથી સહેજે અર્ધા–પણી સદી પૂર્વે લખાઈ હશે. પ્રેમાનંદ અને વિષ્ણુદાસની કૃતિઓના સ્વરૂપમાં એક મૂળભૂત તફાવત છે. પ્રેમાનંદનું કાવ્ય પ્રમાણમાં વિસ્તૃત કહી શકાય તેવું–લગભગ ૬૫૦ પંકિતઓનું છે, જયારે વિષ્ણુદાસની કૃતિમાં પૂરી દેઢસો ૫કિતઓ પણ નથી. આ એક કારણ તે ખરું જ, પણ તે સિવાય, પ્રેમાનંદની રસદષ્ટિ કે કવિત્વની વાત જવા દઈએ તે પણ સામાન્ય કવનશક્તિનેયે વિષ્ણુદાસમાં અભાવ દેખાય છે, એટલે કથારસ તેમજ કાવ્યતત્ત્વ એ બેમાંથી એકે રીતે આ કૃતિઓની તુલના કરવી એ રાજા સાથે ભિખારીની તુલના કરવા બરાબર છે. દેઢ પંકિતની નાનકડી કૃતિમાં વિષ્ણુદાસને માત્ર કથાનક જ કહી દેવાની ઉતાવળ હેય એવું લાગે છે. જુદા જુદા પ્રસંગે કે વર્ણને ખિલવવાની અથવા પાત્રોના વ્યકિતત્વનું નિરૂપણ કરવાની તેને ફરસદ નથી–કહે કે શકિત પણ નથી. આમ છતાં વિષ્ણુદાસમાં વિચારે, પ્રસંગો અને વૈર્ણનેનાં એવાં કેટલાંક રસબીજ છે, જેને પ્રેમાનંદે ખિલવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ ઉભય કૃતિઓમાં લગભગ સમાન રૂપે જ દેખાતા આવા ફકરાઓનું અવલોકન જરૂરી છે. મામેરાની કતરી લઈ કુંવરબાઇને પિયર જતા ખોખલા પંડયા સાથે કુંવરબાઈ સંદેશ કહેવરાવે છે, તે વિષ્ણુદાસે નીચે મુજબ બે પંકિતઓમાં મૂકો છે જે કહું તે પંડયા કહેજો સાચ, જઈ કહેજે મારા તાતને વાત; જે તમારે હોયે સાળાની પેર, તે તમે આવજે મારે ઘેર. સરખાવે આ સાથે પ્રેમાનંદની પંકિતઓ-– ત્યાં બે દહાડા પણ રહેજે, મહેતાને સમજાવી કહે; કાંઈ મસાલું સારું લાવજે, સંપત હોય તે ત્યાં આવજે. ત્યાર પછી, મેનેજીએ કરી મોસાળાની ચાલ, કેડે બાંધી સવાશેરની તાલ; પીઆરા બળદ પીઆરી તરી, માગી લાગી મહેતે વેહેલ તરી. એમાં નરસિંહનો સુપ્રસિદ્ધ ખડખડપાંચમ વહેલના વર્ણનનું રસબીજ દેખાય છે ખરું, પણ વિષ્ણુદાસને એમાં રહેલી શક્યતાઓને ખ્યાલ નથી. એની કઈક ખિલવણ વિશ્વનાથ જાનીએ કરી છે, પણ એક અત્યુત્તમ સ્વભાવોક્ત વર્ણનના રૂપમાં તે તે પ્રેમાનંદમાં જ જોવા મળે છે. ઝાઝા માકણ, ઝાઝા જુઆ, ત્યાંહાં મેતાના ઉતારા હુઆ. એ સુપ્રસિદ્ધ પંકિત તે પ્રેમાનંદે લગભગ એમને એમ વિષષ્ણુદાસમાંથી જ ઉપાડી લીધી છે. સાસરિયાંનાં મહેણાંથી પીડાતી કુંવરબાઈ સાર્થ કરવા આવેલા પિતાના અવ્યવહારૂ હરિભક્ત પિતાના વર્તનથી ખેદ પામી પોતાની માતાને સંભારે છે, એ પ્રસંગમાં પણ વિષ્ણુદાસની કૃતિની પ્રેમાનંદ ઉપર સારી અસર થયેલી છે માં વિના આણું પીણું કોણ કરે, મા પહેલુ છારૂં શે ન મરે. જલ વછોઈ જેમ માછલી, મા વિના કુંવરબાઈ તેમ એકલી. ઘડે ભાગે જેમ ઠીકરી, મા પેલી મરજે દીકરી.. દીપક તેલ વિના ઝાંખાં તેજ, માત વિના તેમ બાપનાં હે જ; ઘત વિના જેમ લુખાં અન્ન, માત વિના તેમ બાપના મંન. મા મેઈ તારે બાપ એરીએ ગ, મા વિના સંસાર સને થયે. આમ કહી કુંવરબાઈ પાછી વળે છે ત્યાં– એવું કહી કુંવરબાઈ પાછી વળી, વાટે નણદલી સામી મળી; ભાભી તમારા બાપ ભલે આવીઆ, અમને મોસાળું શું લાવીએ. હાથમાં તાલ ને ગાતો ફરે, તે મોસાળું અમને શું કરે? કારે નણદલી એવાં મેણુ દે, જેવો તે મારે બાપ જીવતો રહો. એ અવતરણમાંના કેટલાક વાકયખંડે પણ પ્રેમાનંદમાં જેમના તેમ મળે છે. પછી કુંવરબાઈ મહેતાજીના કહેવાથી ઘરડાં સાસુ પાસે જોઈતી વસ્તુઓની ટીપ કરાવે છે ત્યારે– આગળ પાછળનાં ઘરડાં બે, કાગળમાં લખા તેહ; લાવનારા હતા તે ઠાલા શુ આવીયા દાદાજી લખેરે માંહે બે પાણીઆ. એમ સેનાના બે પત્થરવાળા પ્રસંગનું મૂળ પણ વિષ્ણુદાસમાં મળે છે. ઉના પાણીના સમવણનો તથા મહેતાજીએ કરેલી પ્રાર્થનાનો પ્રસંગ વિષ્ણુદાસમાં છે, વિશ્વનાથમાં પણું છે. પ્રેમાનંદમાં પણ નરસિંહ મહેતાની એ પ્રસંગની તેમજ મામેરા વખતની પ્રાર્થના ઘણું મળતી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રેમાનંદકૃત “મામેરૂ અને વિષ્ણુદાસકૃત ‘મિસાઈ” ૩૦૩ શ્રીકૃષ્ણ દામોદર દશીના વેષે આવી મામેરું કરે છે, કોઈએ સ્વપ્ન પણ નહીં ક૯પી હેય એટલી સમૃદ્ધિ નાગરની નાતમાં વહેંચાય છે. નાગર સ્ત્રીઓને સ્ત્રની ભેટ અપાય છે, તે પ્રસંગનું વિષ્ણુદાસે જે વર્ણન કર્યું છે, તેની ગાઢ છાયા પ્રેમાનંદ ઉપર પડી હોય એમ જણાય છે કાળું કરમાદેને આપીઉં ધોળું ધનાદેને આપીઉં નીલું નીલાને આપીઉં પીળું પ્રેમલદેને આપીઉં, કામ કરનારી દાસીઓને પણ તેજુડીને સેંથે સેનાની સેર, મચકા કરતી આવે ઘેર; ગોમતીને ગોફણે દુધરી, જોવા મળી છે સર્વ સુન્દરી. પછી કુંવરબાઈને કલઘેરનું ઘાટ, અપાર ચુંદડી રંગ અપાર. છેવટે, પિતાની બાળકપુત્રી નાનબાઈને કાપડું ન મળ્યું તે માટે કુંવરબાઈની નણંદ રિસાય છે, તથા શ્રીકૃષ્ણ કાપડું આપે છે, એ પ્રસંગ પણ વિષ્ણુદાસમાં નીચે પ્રમાણે મળે છે નણંદની નાનકડી નાનબાઈ નામ, તેને કાપડું આલવાને ઠામ; પૂ—ારે તે પૂરી ગયે, નરસહી મેતે બેસીયે. * શ્રીહરિનું મંદિર ઉધાડીઉં, ભાણીનું કાપડું ઉપરથી પડ્યું; લઈ નાનબાઈ આગળ ધર્યું. “મારા વિષેની આ ચર્ચા તે માત્ર નમૂનારૂપ છે. પ્રેમાનંદનાં બીજાં લગભગ બધાં આખ્યાનકાવ્યો બાબતમાં પણ આ જ સ્થિતિ છે. પરંતુ એથી કંઈ પ્રેમાનંદ ઉપર સાહિત્યચોરી-તફડંચીને આરોપ ન મૂકાય. એમ તે શેકસપિયર, કાલિદાસ અને ભવભૂતિ જેવાને પણ સાહિત્યરની પંકિતમાં મૂકવા પડે. “દર્શનિકા” ની પ્રસ્તાવનામાં કવિશ્રી ખબરદારે કહ્યું છે તેમ, “સર્જક તે સદા લૂંટતો જ આવે છે. પરંતુ એ લુંટેલીઆગન્તુક અને વિપ્રકીર્ણ સામગ્રીને તે આત્મસાત કરે છે, અને પિતાની પ્રતિભાના રસાયનથી રસી તેનું નવનિર્માણ કરે છે, એજ એના સર્જનની વિશિષ્ટતા. અહીં પણ પ્રેમાનંદે તેના પુરાગામીઓમાંથી ઘણું લીધું છે, પરંતુ તેમ છતાં, કૃષ્ણભકિતમાં વિવશ ભકતરાજ નરસિહ, અઢારમી સદીના ધનાઢય ગુજરાતી વાણિયાનું પ્રતીક દામોદર દેશી, ઘીમાં સાસરિયાંનાં મેણુથી ટુંપાતી ને બળતી તેમ ઘડીમાં પિતાની ભક્તિમાં શ્રદ્ધા રાખતી દીન કુંવરબાઈ, વઢકણું નણંદ કે ભારેખમ સાસુ એમાંનું કઈ પણ પાત્ર પૂર્વકાળની કોઈ રચનામાં નથી. એ જ પ્રમાણે નાગરોની મશ્કરીની કલા કે ભકિતની સિદ્ધિનું આવું ઉષ્માભર્યું વર્ણન કરવાનું બીજા કોઈને સૂઝયું નથી. આખાયે કાવ્યમાં સળંગ સૂત્રની માફક પરિવાતે ભાવના અને વ્યવહારના વિસંવાદનો દરે, અને લાક્ષણિક ગુજરાતી વાતાવરણ એ પણ અન્ય કેઈમાં નથી. પ્રેમાનંદની રસિક કાનુરંજક શૈલી, રસસિદ્ધિ તથા પ્રમાણુવિક એ તે આપણું આખ્યાનકારામાં અદ્વિતીય છે. આમ હોવાને લીધે જ પ્રેમાનંદ સતત બે સૈકાઓ સુધી લેકહદયને અધિષ્ઠાતા રહ્યા, અને હજીયે ગુજરાતી સાહિત્યમાં તેનું સ્થાન ચિરંજીવ છે જ, જ્યારે વિષ્ણુદાસ જેવા તેના કુડીબંધ પુરોગામીઓ હવે તે માત્ર પૈડાક ધૂળયાઓના જ અભ્યાસને વિષય બની ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ સાચા કે ખાટા—પણ સેવેલા આદર્શો પાછળ ફકીરી અપનાવનાર્ તે પરંતુ તે પાતાનુ લેાહી રેલાવનાર વીર્— ટ્રાટકી ચીમનલાલ [ ગતાંક પૃ. ૨૫૫ થી ચાલુ ] ૧૯૦૭માં ટ્રાટસ્કી લંડનમાં મળેલી ક્રાન્તિકારીએની પરિષદમાં ભાગ લેવાને ગયે. ત્યાં તેને જગવિખ્યાત વાર્તાકાર ગાર્કા' તે તેની સહચારિણી વિદુષી નટી સાથે મૈત્રી બંધાણી, એ પ્રસંગે, રાજસત્તા કબજે કરવાનાં સ્વમાં સેવતા આ ક્રાંતિકારીઓની આર્થિક સ્થિતિ એટલી કંગાળ હતી કે તેમાંના કાઈની પાસે પોતપેાતાને દેશ પાછા કરવા પૂરતા પૈસા પણ નહાતા. આ પ્રસંગે એક અંગ્રેજ ક્રાંતિપ્રેમીએ તેમને ત્રણ હજાર પાઉન્ડ ધીર્યાં અને બધા ક્રાન્તિકારીઓની સહી સાથે પહેાંચ લખાવી લીધી. જ્યારે ક્રાન્તિ સફળ નીવડી ને રશિયામાં ખાલ્શેવિક શાસન સ્થપાયું ત્યારે પૂરતાં નાણાં આપીને આ પહાંચ પાછી મેળવી લેવામાં આવેલી. લંડન છેડયા પછી ટ્રોટસ્કી જર્મની, સ્વીઝર્લૅન્ડ, ડેન્માર્ક વગેરે સ્થળે કર્યાં. ડેન્માર્કમાં તેને લેનીનને ભેટા થઇ ગયા તે તે પ્રસંગે બંને વચ્ચેના વિખવાદ વધારે ઉગ્ર બન્યા. આ પછી ટ્રાટસ્કીએ આવા વિખવાદોથી દૂર રહેવાને સ્થાયી જીવન સ્વીકાર્યું ને. પોતાની પત્ની સાથે તેણે વિયેનામાં થાણું નાંખ્યું. ત્યાં વસ્યા પછી તરત જ તેણે જો નામે શ્રીમંતની મદદથી પ્રવદા* (સત્ય) નામે એક પાક્ષિક-પત્ર શરૂ ક્યું. તેમાં તેણે દર્શાવેલી સ્વતંત્ર વિચારશ્રેણીને પ્રેા. મીલ્યુકાફે ‘ટ્રાટસ્કીઝમ' નામથી નવાજી. ૧૯૧૪ માં મહાયુદ્ધનાં મંગલાચરણ થતાં તે કુટુંબ સાથે વિયેનાથી ભાગીને સ્વીઝર્લૅન્ડ પહેાંચ્યા. ત્યાંથી તેણે મહાયુદ્ધ સંબંધમાં એક પુસ્તિકા બહાર પાડી. અમેરિકામાં આ પુસ્તિકાએ એટલું આકર્ષણ જમાવેલું કે પ્રેસીડેન્ટ વીલ્સને તેને ત્વરિત અભ્યાસ કરવાને પ્રકાશક પાસેથી એનાં પ્રુફ મગાવેલાં, પણ પાછળથી એ પુસ્તિકા પર જગતભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યું. એ સંબંધમાં ટ્રાટસ્કીએ કહેલું કે, ‘ પુસ્તકાને પણ પાતપાતાનાં સ્વતંત્ર ભાગ્ય હાય છે. ' : ૧૯૧૫માં તે એક પત્રના પ્રતિનિધિ તરીકે ક્રાંસ પહોંચ્યા. પણ ફ્રાંસ આ યુદ્ધમાં ઝાર સાથે મૈત્રી ધરાવતું હતું અને ટ્રાટસ્કી ઝારિવરધી લેખ લખતાં જરીકે આંચકા ન ખાતા. પરિણામે ફ્રાંસે તેને દેશપાર કર્યાં. ઇંગ્લાંડ, ઇટલી ને સ્વીઝલેન્ડે પણ તેના સામે પ્રતિબંધ મૂકયેા. છેવટે તે સ્પેન પહેાંચ્યા, પશુ ત્યાં પણ તેને કેદ કરવામાં આવ્યા તે તરતજ તેને, કુટુંબ સાથે, ન્યુયાર્ક-અમેરિકા જતી સ્ટીમરમાં ચડાવી દેવામાં આવ્યે. પાછળથી તે પત્ર દૈનિક બન્યુ; ને વર્તમાન જગત તેને રશિયન સરકારના સત્તાવાર વાજિંત્ર તરીકે પિછાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ટ્રોટસ્ટી - ૩૦૫ ન્યૂયોર્કમાં તેણે માસિક પચાસ રૂપિયાના ભાડે એક ઘર રાખ્યું. ઘરમાલિકના નેકરને તેણે પિતાને કેટલો સામાન લેંગો ને ત્રણ મહિનાનું ભાડું અગાઉથી ચૂકવી આપ્યું. એજ રાત્રે તે નકર ઘરભાડાની રકમ ને હાથ લાગેલ બીજી માલમતા લઈ નાસી ગયો. પણ આ ઉઠાઉગીરીમાં તે એવી મિલ્કત લઈ ગયો-જે ઘરમાલિકની હતીને એવાં ભાડાં લઈ ગયે-જેની પહોંચ ઘરમાલિકની વતી આપી દેવાણી હતી. ટ્રટસ્કીને પહોંચ ન આપેલ હોઈ તેનો સામાન ને ભાડું તે એક પેટીમાં મૂકતે ગયેલ. આ પ્રસંગે ટક્કીને અમેરિકન કાવત્રાંબાજોના હૃદયનો ખ્યાલ કરાવ્યો. ન્યુયોર્કમાં ટ્રટસ્કીએ અલ્પ સમયમાં જ તેજસ્વી લે ને પ્રેરક ભાષણોથી નામના મેળવી. ને “નોની મીર” નામે એક સમાજવાદી પત્રના તંત્રીમંડળમાં તેને સ્થાન મળ્યું. આ અરસામાં રશિયામાં ભયંકર બળો ફાટી નીકળ્યો ને ઝારનું ખૂન કરીને સમાજવાદીઓએ રાજતંત્ર કબજે કર્યું. ટસ્કીએ તરતજ રશિયા પહોંચવાને નિર્ણય કર્યો, ને મહાયુદ્ધ ચાલુ છતાં કુટુંબ સાથે તે યુરેપ જતી સ્ટીમર પર ચડા. રસ્તે હેલીફેકસ બંદરે બ્રિટનના દરિયાઈ સત્તાધીશોએ સ્ટીમર પરના ઉતારૂઓની કડક તપાસ આદરી. આ વખતે બીજા ઉતારૂઓએ ઈંગ્લાંડના મંત્રીઓ પર વિરાધના તાર મોકલાવ્યા. પણ ટસ્કીએ કહ્યું. “ચૂડેલ પાસે ડાકણની ફરિયાદ કરવાનો કંઈ અર્થ નથી.” બંદરના ખલાસીઓએ તેને ચેરની જેમ બળજબરીથી પકડી રાખ્યો. ને તેના કુટુંબને ત્યાં જ રાખી, તેને એહસ્ટમાંના જર્મન કદીઓના કેમ્પમાં લઈ જવામાં આવ્યું. ત્યાં તેની ભયંકર તપાસ ચલાવીને તેને કેદીઓના કેમ્પમાં પૂરી દેવામાં આવ્યો. તેનાં સ્ત્રી-સંતાન પણ કેદમાં ધકેલાયાં. આ પ્રસંગે ન છૂટકે તેણે બ્રિટનના મહામંત્રીને ને રશિયન સત્તાધીશોને તાર કર્યા પણ એક તાર પહોંચાડવામાં ન આવ્યો. અંતે થોડાક દિવસ પછી તેને કુટુંબ સાથે અચાનક છેડી મૂકવામાં આવ્યું. પણ ઉપરોક્ત વર્તને તેના બ્રિટન પ્રત્યેના રેષમાં ઉમેરે તે કર્યો જ. આ પ્રકારની રોમાંચક મુસાફરીને અંતે તે પેડ આવી પહોંચ્યા. ત્યાં પ્રજાએ તેને હર્ષથી વધાવી લીધો. પણ રશિયા આ વખતે બે શેવિક, મેગ્નેવિક, શેશ્યાલિસ્ટ, ડેમોક્રેટીક વગેરે અનેક પક્ષમાં વહેંચાઈ ગયું હતું. એક પક્ષે તેને પેટ્રોલ–સોવિયેટના પ્રમુખ ની તે બીજા પક્ષે તેને કેદમાં ધકેલી દીધો. એ સમયે સમાજવાદી તંત્રના અગ્રણી માકને તેની મદદે આવી તેને છોડાવ્યો ને તેને રશિયાના પરદેશમંત્રીનું પદ સેપ્યું. પણ મંત્રીપદની ચાવીઓ તેને ન સંપાણી. આ સંગેમાં ટ્રોસ્કીએ વિવિધ પક્ષોમાં ફેલાયેલી અંધાધૂંધી જેઈ પ્રજાપ્રિય લેનીનના બોલશેવિક પક્ષમાં મૂકાવ્યું. આ અરસામાં દરેક પક્ષ એકબીજાને તેડવા મથત હતે. સત્તાધીશ પશે બેશેવિક અગ્રણીઓને “જર્મન-જાસૂસો ” નો ઈલ્કાબ આપ્યો. આ સાંભળી પ્રજાના કેટલાક વર્ગો ઉશ્કેરાઈ ગયા ને તેમાં માટીનું ખૂન થયું. ખેતીવાડી ખાતાને પ્રધાન ચૌંવ પણ ટ્રોટસ્કીના વચ્ચે પડવાથી પ્રજાના લેહી-ભૂખ્યા પંજામાંથી મુશ્કેલીએ બો. ટ્રોટસ્કીના ઘરમાં આવેલા એક અમલદારે ઉપરોક્ત ઈલ્કાબનું ઉચ્ચારણ કરતાં જ ટ્રોટસ્કીનાં છોકરાંઓએ તેને છરી-ટેબલથી ફૂટી માર્યો. બીજે સ્થળે પણ એવા અમલદારોને માર ખાવો પડયો. બશેવિકપણે આ રીતે પ્રજાબળની વિશેષતા જણતાં બીજા પક્ષો ઉગ્ર ને એકત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ બનવા લાગ્યા. લેનીન અને ટોટક્કીને જીવ બચાવવાને સંતાઈ જવું પડયું. સત્તાધીશોએ જાહેર રીતે બોલ્સેવિકેને જર્મન–જાસૂસ તરીકે ઓળખાવી હજારોની ધરપકડ કરી, ને તેમને લેખડી કેદમાં ધકેલી મૂકી તેમની કતલ કરવાને લશ્કરી ટુકડીઓ બેલાવી. પણ કેદખાનાના પહેરગીર જ બે શેવિક નીકળ્યા. ને સરકારને ગભરાઈને કેદીઓને છોડી દેવા પડયા. આ પછી દરેક પક્ષની સંયુકત સરકાર રચવાનો પ્રબંધ કરવામાં આવ્યો. તે અંગે બશેવિકેને કેટલીક છૂટછાટ મળી. ને તરત જ તે પક્ષે પ્રેસ પરનો પ્રતિબંધ દૂર કરી પાટનગરને પિતાના પ્રચારથી ગજવી મૂક્યું. તેમણે કેટલીક લશ્કરી ટુકડીઓ પર કાબૂ મેળવી રાતેરાત રાજકચેરી પર પહેરે ગોઠવી દીધે. વિરૂદ્ધ પક્ષના કેટલાક મંત્રીઓ પકડાણ, કેટલાક નાસી છૂટયા. ને બીજીજ સવારે પેટ્રોગ્રેડમાં બોલ્સેવિક શાસનની સ્થાપના કરવામાં આવી. દ્રોટસ્કીએ પિતાને માટેની પ્રમુખપદની દરખાસ્તને અસ્વીકાર કરવાથી લેનીન તે પક્ષને ને રશિયાના પ્રમુખ બન્ય. ટ્રોટસ્કીએ તે મંત્રીમંડળમાં પણ રહેવાની ના ભણી પણ પરાણે તેને પરદેશમંત્રીને હે સોંપવામાં આવ્યો. તેની સુચના પ્રમાણે બેલ્સેવિકપક્ષે રાજબંધારણમાંનાં જૂનાં નામોને રદ કરી હવે મંત્રીને માટે “પીપસ કેમીસરી” ને મંત્રીમંડળને માટે “સેવિયેટ ઑફ પીપલ્સ કેમીસરીઝ' નામ પસંદ કર્યો. આ રીતે બશેવિપક્ષને પિતાના પાટનગરમાં તે સફળતા મળી, પણ રશિયાના બીજા પ્રાંતે હજી બાકી હતા. ફેન્ચ સરકાર ને જગતની બીજી સત્તાઓ પણ લેનીનને રીંછ ને રાક્ષસ તરીકે ઓળખાવી શેવિક તત્રની વિરૂદ્ધમાં પ્રચાર કરી રહી હતી. રશિયા પર આંતરવિગ્રહ ને પરદેશી હુમલાને સતત ભય ઝઝૂમતે હતું. આ સંયોગો ધ્યાનમાં લઈ પાટનગરને, અગાઉની જેમ, રશિયાની મધ્યમાં–મોમાં ફેરવવામાં આવ્યું, ત્યાંનું અભેદ્ય સ્થળ કેમલીન રાજકચેરી બન્યું ને યુદ્ધમંત્રી તરીકે ટ્રોટસ્કીની નિમણૂક કરવામાં આવી. ટ્રટસ્કીની પત્ની સેડવાને “સંગ્રહસ્થાન ને અવશેષ-સંરક્ષણ વિભાગની અધિષ્ઠાત્રી તરીકે નીમવામાં આવેલી. કેટલીક વખતે એ ખાતાની ગણતરીએ અગત્યનાં કેટલાંય સ્થાને લશ્કરી ટુકડીઓ બેહાલ કરી મૂકતી. આ સબંધમાં અધિષ્ઠાત્રી તરફથી યુદ્ધમત્રી ટ્રીટસ્કી સમક્ષ કડક ફરિયાદ નોંધાવવામાં આવતી. ને ટસ્કી પત્નીને લખી મોકલાવતઃ “ભૂતકાળ કરતાં વર્તમાનની–મરેલાઓ કરતાં જીવતાઓની કિંમત વિશેષ છે.” યુરોપનું મહાયુદ્ધ આ સમયે તેના મધ્યાહ્નમાં પ્રવેશી ચૂકયું હતું. ઝારે મિત્રરાને મદદ કરેલી પણ રાજ્યક્રાન્તિ પછી રશિયા પિતાને જ પ્રશ્નોમાં ગૂંચવાઈ ગયું હતું. હવે ત્યાં શેવિપક્ષને સ્થિર બનેલ જોઈ એક બાજુએ ઇંગ્લાંડ ને ફાંસે ને બીજી બાજુએ જર્મનીએ એની સાથે સલાહની પેરવી કરવા માંડી. પ્રજા અને લશ્કર બંને શાંતિ ઈચ્છતાં હતાં. ને મિત્રરાને તે જર્મની સામે રશિયાની મદદ જોઈતી હતી. પરિણામે જર્મની સાથે સમાધાનની વિચારણું ચલાવવાને ટ્રોટસ્કીના પ્રમુખપદે એક પ્રતિનિધિમંડળની નિમણૂક કરવામાં આવી. જર્મની તરફથી હેફમેનના પ્રમુખપદે એવું જ પ્રતિનિધિમંડળ નિમાયું ને બંને મંડળો જર્મન-રશિયન સરહદ પરના બ્રેસ્ટ લીસ્કમાં એકત્ર થયાં. આ સમયે રશિયાના સંયોગે જતાં હફમેને રજૂ કરેલી શરતે વ્યાજબી હતી. લેનીનને અને રશિયાના મંત્રીમંડળને પણ તે શરતો સ્વીકારી લેવા યોગ્ય લાગી. પણ ટ્રેટસ્કીએ એવો આગ્રહ કર્યો કે બેવિપક્ષ પર જર્મનીને જાસૂસ હેવાને આરેપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ pોટ -૩૦૭ છે એટલે જર્મનીને સહેજ પણ છૂટછાટ આપતું સમાધાન શાંતિપૂર્વક ન કરી લેવું પણ જર્મનીએ રશિયા પર આક્રમણ કર્યા પછી જ કરવું. લેનીન ને બશેવિકપક્ષને ટ્રોટરકીના એ આગ્રહને તાબે થવું પડયું. દ્રોટસ્કી જર્મન શરતેને અવીકાર કરી પાટનગર પાછો ફર્યો. ને એથે જ દિવસે રશિયન સરકારને જર્મનીએ રશિયા સામે યુદ્ધ જાહેર કર્યાને તાર મળ્યો. યુદ્ધ માટે રશિયાની જરાય તૈયારી નહોતી. પરિણામે તેણે મૂળ શરતે સમાધાનની માગણી કરી. પણ હવે જર્મનીએ વધુ કડક શરતે રજૂ કરી. ને ટ્રોટસ્કીની એકજ ભૂલના કારણે રશિયાને ફીલેન્ડ, પિલેન્ડ, લિથુઆનિયા, લેટવિયા, યુકેન વગેરે વિસ્તારો ગુમાવવા પડ્યા. ટ્રોસ્કીએ યુદ્ધમંત્રીપદેથી રાજીનામું આપ્યું. મિત્રરાજ્યો બેલ્સેવિકાની જર્મની સાથે લડવાની અનિચ્છાને પારખી ગયાં હતાં. એટલે તેમણે પોતાને મદદ કરે એવા પક્ષને આગળ લાવવાને રશિયામાં નવા આંતરવિગ્રહનાં મૂળ પાથરવા માંડયાં. ને તેમને સફેદ રશિયાને, સેવીનેંવની સરદારી નીચે, બેશેવિક રશિયા સામે ઉશ્કેરવામાં સફળતા પણ મળી. જર્મનીને આ રમત ભારે થઈ પડી. તેણે બે શેવિક સરકારને કહાવ્યું કે, “મિત્રરાના મદદગારને દૂર રાખો. નહિતર અમે મેઢે સુધી ધસી આવીશું.” આ સમયે બે વિકે ભયંકર સ્થિતિમાં મૂકાઈ ગયા. પણ લેનીનને એ પ્રસંગે ટસ્કીની અપૂર્વ લશ્કરી પ્રતિભા સાંભરી આવી. તેણે તરત જ તેને સરસેનાપતિ બનાવી કઝાનને કબજે લઈ બેઠેલા સફેદ રશિયાની સામે મેકો. ટ્રટસ્કી નેપલિયનની જેમ દુશ્મનના બળની પરવા વગર સીધે જ તેમના પર ધસી ગયો. ને તેણે કઝાનને સફેદ દુશ્મનના પંજામાંથી પાછું ઝૂંટવી લીધું. આ સમયના બેલ્લેવિક સૈન્યમાં શિસ્ત તદન કાચી પડી ગઈ હતી. ટરકીના કેટલાક અમલદારોજ તેના ખૂનને માટે તલપી રહ્યા હતા. આ પ્રસંગે ટ્રીટીએ પિતાના અદ્દભૂત વ્યક્તિત્વને પરિચય કરાવ્યો. તેણે લેખડી હાથે કામ લઇ સૈન્યમાં શિસ્ત ને શાંતિ જાળવી રાખ્યાં. ને દુશ્મન પરનું આક્રમણ ચાલુ જ રાખ્યું. મેથી નીકળતી વખતે તે જે ટ્રેઈનમાં બેઠો હતો તે જ ટ્રેઈનને તેણે અઢી વર્ષ સુધી પિતાનું ઘર બનાવી દીધું. તે ફીલૅન્ડ ને ઈસ્ટોનિયાની મદદ સાથે પેટ્રગેડની ની ધસી આવેલા સફેદ સેનાધૃતિ યુડેનીચને તેણે ભયંકર સંગમાં પણ પાછો હઠાવ્યા. લીન આ સમયે ધીમે ધીમે આગળ આવી રહ્યો હતો, ને બે શેવિકપક્ષમાં ટ્રટસ્કીના વિરોધીઓના અગ્રણી તરીકે સ્થપાઈ ચૂક હતા. પ્રવદા' પત્રનું તંત્ર તેના ને કેમેનેવના હાથમાં આવી ચુક્યું હતું ને શાંત કાર્યકર્તા તરીકે કેટલાક તેનું મહત્વ પણ આંકતા. લેનીનને તેના પર ખાસ વિશ્વાસ નહોતે. પણ પક્ષમાં ફાટફૂટ પડતી અટકાવવા તે તેનું માન જાળવતે. પેટ્રોગ્રેડના અપૂર્વ બચાવ માટે ટ્રોટસ્કીને જ્યારે “રેડ ફલેગનું માન અપાયું ત્યારે ટેલીનને પણ એવું જ માન આપવામાં આવ્યું. કેટલાકે આ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેનીને કહ્યું, “ભાઈ, જે બીજા પાસે હોય તે પિતાની પાસે ન હોય તે ટેલીનX સહી શકોજ નથી.' ૪ આ એક વાક્યમાં જ, જગતમાં કોયડારૂપ થઈ પડેલા વર્તમાન રશિયન સરમુખત્યારને ટૂંક પરિચય કરાવી શકાય તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ પક્ષમાં ફાટફૂટ પડતી અટકાવવા લેનીને એલીનને ને તેના મુખ્ય સાથીદાર શિવને સારીસીન વિભાગની લશ્કરી ટુકડીઓના સેનાપતિ તરીકે મેકલાવી દીધી. એલીને ત્યાં પિતાના પક્ષને મજબૂત બનાવ્યું કે કેટલીક વખતે તે સરસેનાપતિ દ્રોટસ્કીની આજ્ઞાઓ વણ ઉથાપવા લાગ્યો. ટ્રોટસ્કી તેને સખ્ત સજા કરવાને સારીસીન જવાને તૈયાર થયે પણ લેનીને એલીનને સમજાવીને પાછો પાટનગર બેલાવી લીધો. સારીસીનને ટેલીને પોતાનું એવું મજબૂત થાણું બનાવેલું કે લેનીન માંદો પડતાં જ તેણે તે નગરને ટેલીનગ્રેડ નામ આપી દીધેલું. સારીસન છોડ્યા પછી અલીન-શિવ-કેમેવ ત્રિપુટીએ યુક્રેનને પિતાનું થાણું બનાવ્યું ને પેટોગ્રેડ-સેવિયેટને પ્રમુખ ઝીને વેવ પણ એ મંડળમાં ભળ્યો. તે પછી પક્ષના એક મુખ્ય કાર્યક્ત મેલેટવે પણ એલીન-દળમાં મૂકાવ્યું ને એ રીતે એલીન પ્રબળ બનવા લાગ્યા. આ અરસામાં પોલાંડ અને રશિયા વચ્ચે યુદ્ધ સળગ્યું. એ યુદ્ધમાં ટસ્કી ફરી ઝળકી નીકળે ને તેણે પિલીસ–સૈન્યને અપૂર્વ બહાદુરીપૂર્વક મારી હઠાવ્યું. લેનીને તેને એ વિજયી તકનો લાભ લઈ પદ્માંડના પાટનગર સુધી ધસી જવાની આજ્ઞા મોકલાવી પણ ટ્રાટસ્કીએ તેની અવગણના કરી પોલાંડ સાથે સંબંધ કરવાનો આગ્રહ કર્યો. પિલાંડના લોખંડી સરમુખત્યારે માર્શલ પીલ્સડસ્ટ્રીએ ટ્રોટસ્કીની આ આદર્શવાદી ભ્રમણને તરત જ લાભ ઉઠાવ્યો. તેણે નવેસરથી યુદ્ધ સળગાવ્યું અને તેમાં રશિયાને હાર ખાઇને કેટલાક વિસ્તાર પિલાંડને સોંપી દેવા પડ્યા. આ જ રીતે ટ્રટસ્કીના વિચિત્ર આદર્શવાદથી રશિયાને પૂર્વમાં પણ માર ખાવું પડે. ટાટરી અને એલીન વચ્ચેના વિરોધનાં કેટલાંક મૂળ અહીં જ છૂપાયાં છે. ટ્રોટસ્કી આદર્શવાદી હતા, એલીન સમયવર્તી અને વ્યવહારૂ હતા, અને છે. ટસ્કી આખા જગતમાં બોલશેવિક ક્રાતિ ફેલાવવા માગતા હતા, એલીન તેને રશિયામાં જ મર્યાદિત રાખી રશિયાની આર્થિક સ્થિતિને સુધારવાના મતને હતિ. લેનીનને પ્રતિભાશીલ વ્યક્તિ તરીકે ટ્રોસ્કી પ્રત્યે માન હતું પણ વિચારોમાં તે સ્ટેલીનને વધુ મળતો થતો. પરિણામે એલીન ધીમે ધીમે આગળ વધતાં શેવિપક્ષને મહામંત્રી બન્યું. આ અરસામાં સમાજવાદીઓએ લેનીન અને બીજા કેટલાક શેવિક અગ્રણીઓ પર ખૂની હુમલા કર્યા. તેમાં લેનીન ઘવાયો ને મરણપથારીએ પડયો. એ સમયે બોલશેવિક પક્ષની બારમી વાર્ષિક પરિષદને પ્રસંગ આવ્યા. તેમાં એલીને ટસ્કીને પ્રમુખપદ સ્વીકારવા કૃત્રિમ વિનંતિ કરી ને ટ્રોટસ્કીએ લેનીનની માંદગીમાં પ્રમુખ વિના જ ચલાવી લેવાનું સૂચવતાં ટેલીને પિતાના પક્ષકાર ઝીનોવેવને કામચલાઉ પ્રમુખ બનાવી દીધો. આ રીતે એલીન ટ્રોટીનું મહત્ત્વ ઘટાડવાની દરેક તકને લાભ ઉઠાવવા લાગે. ધીમેધીમે લેનીનનું દર્દ વધતું ચાલ્યું. ભાગ્યmગે ટ્રાટસ્કી પણ એ જ અરસામાં માંદા પડે ને હવાફેર માટે તેને બહાર જવું પડયું. તે તકને લાભ લઈ એલીને પિતાનાં ચક્ર દશે દિશાએ ગોઠવી દીધાં. દાક્તરોએ જ્યારે લેનીનના જીવનની આશા છોડી દીધી ત્યારે એલીને તે સમાચાર ગોપવી રાખ્યા. ટસ્કીની તરફેણમાં લેનીને કરેલા વીલને પણ તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ટ્રોટસ્કી ૩૯ દબાવી દીધું. લેનીનના મૃત્યુના સમાચાર ટસ્કીને મેડા મળે તે માટે પણ તે પિતાથી બનતું બધું કરી ચૂકે. લેનીનની સ્મશાનયાત્રાના પ્રસંગે ટ્રોટસ્કી આવી પહોંચી શકે એવા સંભવ છતાં ટસ્કીને બેટે સમય આપી તેણે તેને પાટનગરથી દૂર જ રાખ્યો. રશિયામાં ટ્રાટસ્કીની પ્રાપ્રિયતા એટલી હતી કે એલીન તેને પિતાના પક્ષની મદદથી દબાવી શકે તે સંભવિત જ નહોતું. એટલે હવે તેણે ઉપરોક્ત પ્રસંગમાં મસાલો મેળવી ટસ્કીને લેનીનના વિરોધી અને દુશ્મન તરીકે પ્રજા સમક્ષ રજૂ કર્યો. તેનાં પક્ષકાર ને લાંચ આપીને ફેડેલાં બીજું પણ સંખ્યાબંધ વર્તમાનપત્રોએ તેમાં તેને સાદ પુરાવ્યા. પરિણામે તેનો પક્ષ વધતે ચાલ્યો. તે તક જોઈ તેણે તરત જ પિતાને લેનીનના વારસ તરીકે જાહેર કર્યો. તેની આ સ્વાથ વલણથી કંટાળીને તેના મુખ્ય સાથીઓ છીનવ–કેમેવ વગેરે ટસ્કીના પક્ષમાં આવ્યા; પણ હવે તે માટે ઘણું મોડું થઈ ગયું હતું. આ અરસામાં ટ્રાટકીના અનુયાયીઓએ ઈંગ્લાંડ, જર્મની ને પલાંડમાં હડતાળ પડાવી કાન્તિ જગવવા માટે પ્રયાસ કર્યા પણ દરેક સ્થળે તેઓ નિષ્ફળ નીવડયા. ચીનમાં એ પ્રયાસ થતાં માર્શલ ચાંગ કાઇ શકે હજારે મજૂરો ને કાતિવાદીઓની કતલ કરી તેમનાં મડદા નદીમાં ફેંકાવી દીધાં. ટસ્કી જર્મનીમાં ગુપ્ત નામે રહેવા છતાં તેના ખૂનના પ્રયાસ થયા. રશિયા સામે જગતની રાજસત્તાઓને રોષ વધતો ચાલ્યો. ટેલીને આ બધા પ્રસંગે રજૂ કરી ટ્રેટિસ્કીની જગતક્રાન્તિની ભાવના કેટલી અવાસ્તવિક છે તે રશિયન પ્રજાના મનમાં ઠસાવવા માંડયું. પરિણામે રશિયન પ્રજાપ્રતિનિધિ સભામાં પણ ટકીને પક્ષ ધીમે ધીમે ઘટતે ચાલ્ય. જમતીથી આવ્યા પછી ટરકીએ જોયું કે એલીન સર્વોપરી થઈ બેઠે છે. ને તેણે પ્રતિનિધિસભામાં ચાલુ સરકારના વિરોધી પક્ષમાં નામ નંધાવ્યું. એલીને તરત જ તેને મંત્રીમંડળ ને સોવિયેટ કાઉન્સીલમાંથી બરતરફ કર્યો. તે દરમી બે શેવિક પરિષદે વિરોધ પક્ષના દરેક સભ્યને દેશપાર કરવાનો નિર્ણય કરતાં ટસ્કીને પણ તેમાં સમાવેશ થયો. એ સમાચાર મળતાં જ ટસ્કીના સાથી અને શિષ્ય જોશીએ આપઘાત કર્યો. એના એક બીજા સાથી બુટલે એની સામેના આરેપિમાં સાક્ષી બનવા કરતાં ઉપવાસ કરીને મરી જવું પસંદ કર્યું. ટરકોએ હવે શાંતિથી રશિયા તજી જવાની તૈયારી કરવા માંડી. પણ એલીને તેને કેદ કરીને આમા–અટા મોકલાવી દીધો. તેની ઈચ્છી જર્મનીમાં રહેવાની છતાં જર્મની તેને રાખવાની ના પાડે છે કહી એલીને તેને તુર્કસ્તાનના ગરમ વિભાગમાં ધકેલ્યો. ત્યાંથી નીકળીને તેણે નેર્વેમાં વસવાની ઈચ્છા દર્શાવી પણ નર્વેની સરકારે તેનું રક્ષણ કરવાની પિતાની અશકિત જણાવી તેને ના કહી. તે પછી તેણે કાંસ-ઈગ્લાંડને અરજી કરી પણ તે બંનેએ પણ તેને એક યા બીજા બહાને ના જ સંભળાવી. ટ્રટસ્કીએ ઈંગ્લાંડ-ફ્રાંસના જે રાજનીતિ ને નામાંકિત પુરુષો રશિયામાં તેની બાદશાહી મહેમાનગત માણું ગયા હતા તેવા લેન્સબરી, ઔડન, બદ્રાંડ રસેલ, સીડની વેબ વગેરેને તાર કર્યા પણ કોઈએ તેને આવકાર ન આપે. ટ્રટસ્કીને માનવજીવનની આ દશા પ્રત્યે કંપારી વછૂટી. યુરોપ-એશિયાને સાંકળતા એક વિરાટ દેશને એક સમયને તાજહીન પતિ-આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ તેને ઊભવાને યુરોપભૂરમાં ક્યાંય સ્થાન ન મળ્યું. છેવટે દૂર રહેલા મેસીએ તેની વિનંતી સ્વીકારી, તેને વસવાને સ્થાન આપ્યું, પણ અતિથિનું સંરક્ષણ તે તેનાથી પણ ન જ થઈ શકર્યું, ને ગયા ગઢમાં ખૂની હુમલાને ભોગ બનીને એ અતિચિ એ જ ભૂમિ પર સૂતો. તેના પ્રત્યે મૂડીવાદી ને શાહીવાદી સંસ્થાઓને ને વ્યક્તિઓને કેટલું ઝેર હતું તેને ખ્યાલ, જે બ્રિટીશ મંત્રી એસ્ટીન ચેમ્બરલેનના નામ પર નોંધાયેલા શબ્દો સાચા હોય ત, એક વાક્યમાંથી જ મળી રહે છે. તેમણે જીનીવામાં રશિયાને તુચ્છકાર કરતાં એમ કહેલું કહેવાય છે કે, “જે રશિયાએ ટસ્કીને હજી મારી નથી નાંખ્યો તેની સાથે હું વાત પણ કરવા નથી માગતો.” ': હિંદી પ્રજોમાં એને ખૂબ જ રસ હતો. રશિયાથી દેશનિકાલ થતી વખતે અભ્યાસ ને વાંચન માટે તે હિંદને લગતાં સંખ્યાબંધ પુસ્તકે સાથે લઈ ગયેલો, પણ અધવચથી જ તે ચેરાઈ ગયાં. હિંદુ પ્રજાને તે જગતની સર્વોત્તમ પ્રજા તરીકે સન્માનતે. તેની આત્મકથા અને મૃત્યુના છેડા જ મહિના અગાઉ તેણે નામાંકિત હિંદી પત્રકાર ચમનલાલને આપેલી મુલાકાતના અહેવાલથી જણાય છે કે તેને હિંદી રાજાઓ, મહાત્માજી તથા હિંદની સવિનય ચળવળ પ્રત્યે એગ્ય આદર નહે. પરાજિત દેવજી રા. મેઢા દીવ થયો, ત તણી સરાગ લીલા મંહી નિશ્ચય મેં નિહાળે અંધાર ફેડી વિજયી બનીને પ્રકાશનું શાસન સ્થાપવાને. ઝે અકેલે નિજ તૈક હાથે અંધારના સૈન્ય સહે, તથાપિ છતી ગયે દીપક જુદ્ધ માંહે અંધારને સજજડ થાપ આપી. એ હારને ઘા નીવડયો અસહ્ય, અંધાર ખૂણે જઈને છૂપાયે; ધૂળે મળ્યા જોઈ બધા ઉપા શાચી રહ્યો અંતરમાં અતિશય ! એને હવે દીપક ઠારી નાંખતી જેવી રહી રાહ સમીર-મૂંકની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ હાસ્ય બિન્દુ એરિયા જોશી મુંબઈના એક આલિશાન મકાનના પાંચમા માળે એક ક્ષેત્રે ફેટોગ્રાફી-ટુડિયોના દ્વાર પર ઘંટડી વાગી. ટુડિયોના માલિક અરે! યુસુફ, જરા જુઓ તે બહાર કોણ છે? યુસુફે બહાર જોયું પણ કોઈ નજરે ન પડયું, જેથી ઠેઠ હેઠલે માળે ગયો. ત્યાં પણ કોઈ ન દેખાયું. તેથી સરિયામ રસ્તા પર ગયો. ત્યાં એક ગૃહસ્થ યુસુફ પ્રતિ તાકી ઉભા હતા. તેને મળી યુસુફ પાછો ઉપર આવ્યો અને માલિકને કહ્યું: “સાહેબ ! ગઈ કાલે અહીંથી જે ગૃહસ્થ ફેટા પડાવી લઈ ગયો છે, તે ગૃહસ્થ પાછો આવ્યો છે, અને કહે છે કે મારે શેઠનું જલ્દી કામ છે માટે શેઠને નીચે બેલાવ.' માલિક-શું તે તેને ઉપર આવવા ન કહ્યું? યુસુફ–મેં તેને અહીં આવવા ઘણું જ સમજાવ્યા હતા, પણ તે તમને જરૂરી કામ હાઈ જવાની હઠ પકડી નીચે બેઠા છે. માલિક પાંચમા માળેથી ઠેઠ નીચે જ્યાં પેલા ગૃહસ્થ ઊભા હતા ત્યાં રસ્તા પર ગયાં, અને હાથમાં હાથ મીલાવી બોલ્યા-કેમ શું કામ છે? ઉપર પધારેને.” ગૃહસ્થ–નહિ. તમે પાડેલા ફટાઓ ઘણું જ ખરાબ છે, જેથી આપને પાછા આપવા, અને તેના પૈસા પાછા લેવા આવ્યો છું. માલિક–ઘણું જ સરસ! મને લાગે છે કે મારા કાઈ બેવકૂફ માણસે ભૂલથી તમને ખરાબે પ્રીન્ટસ આપી દીધા છે, માટે તમે મહેરબાની કરી ઉપર આવે અને તમારા સારા, સ્વચ્છ અને સાફ ફોટાઓ લઈ જાઓ. લીફટ હોવા છતાંયે માલિક “જેવા સાથે તેવા થઈ પેલા ગૃહસ્થને પગથિયાં દ્વારા ઠેઠ પાંચમે માળે લઈ ગયા પછી બેલા-“માફ કરજે! હું તમને ભૂલથી ઉપર લાવ્યો છું. તપાસ કરતાં તમારા સારા ફટાઓ કઈ બેવકૂફે ખરાબ કરી નાખ્યા છે, જેથી જે ફોટાઓ તમને આપ્યા છે તે બરાબર છે માટે મૂંગા હેઠા ઊતરી જાઓ.’ [ પેલા ગૃહસ્થ વીલે મેઢે પાંચમે માળેથી હેઠળ ઊતરી રસ્તે પડી ગયા.] ગામડિયો–[ પાડેલી છબી જોયા પછી] છબી તે ઠીક પાડી છે, પણ મેં જે લુગડાં પર અત્તરની આખી બાટલી ચોપડી હતી તેની ગંધ આ ફેટામાં કાં ન આવે? ફોટોગ્રાફર—[વિચાર કર્યા પછી] સારું, એ સુંગધી ફેટ જોઈ હશે તે બે રૂપિયા વધુ પડશે. ગામડિ–શું તમે ધૂતવાની દુકાન માંડી છે? બાટલીની કિંમત દેઢ રૂપિયે છે ને તમે છબીના બે રૂપિયા માગે છે? શરમાતા નથી? ફોટોગ્રાફર–હશે! ભાઈ સાબ ! ત્યારે દેહ રૂપિયાની અત્તરની બાટલી બજારમાંથી લઈ આવે. હું તમને દોઢ રૂપિયામાં સુગંધી ફટાઓ આપીશ. [ ગામડિયે બજારમાં અત્તરની બાટલી ખરીદવા ગયે. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ ગામડિયઆ બાટલીનું શું લેવું છે? દુકાનદાર–એ બાટલીના તમને ચાર રૂપિયા પડશે. ગામડિયો–પેલ છબી તે દેઢ રૂપિયામાં પાડી આપે છે કે તારે આ બાટલીના ચાર રૂપિયા લેવા છે? તું તે બહુ મેં ભાઈ! દુકાનદાર–સ્મિત-હાસ્ય કર્યા પછી] ઠીક, લો ભાઈ દેઢ રૂપિયે. [ સુગંધીવાળી અત્તરની બાટલી ખરીદી ગામડિયો છબી પાડનારને ત્યાં ગયો. ] ગામડિ–ો આ બાટલી! ને લાવે સુગંધીવાળા ફટા! ફોટોગ્રાફર–[ફેટેઝ ઉપર તેલ રેડ્યા પછી] , આ સુગંધીવાળા ફેટા ને લાવો પટેલ દઢ રૂપિયે વધુ! ગામડિયો–અરે ! પણ! આ છબી તે બગડી ગઈ ! મારે ચેર પણ કળા નથી! ફેટોગ્રાફર–તમારે તો સુગંધીવાળા ફોટાઓ જોઈએ છીએ કે મેહક ચહેરે! [ ખરાબ ફટાઓ લઈ ગામડિયે રસ્તે પડ્યો.] શોકલડી* જગજીવનદાસ દયાળજી મેદી [ શ્યામ રંગ સમીપે ન જાવુંએ રાગ] શક્ય તણું સુખ હશે સારૂં, મેં તે જાણ્યું સખી, શેકય તણું એક શકય તણું સાલ એમ, પહેલાં કહેવાતું હશે; પણ આજ તે છે એ જ અતિ પ્યારું– ' મેં તો જાણું૦ ૧ ખેટું કહેતી હેઉ તે તું પૂછી જે ભણેલીઓને; કેઈ નહિ કહે છે નઠારૂં– મેં તો જાણ્યું. ૨ પૂછી જે વિનંદિનીને ને, પૂછી જે તું બકાને; બીજીઓએ એજ હશે ધાર્યું – મેં તે જાણું૦ ૩ રોજ રજ શેક્ય શેધી, વરવા ન જાય નાઠી; લાગતું જે હોય એ અકારૂં– મેં તે જાણ્યું કે શક્ય તણું સાહ્યબાને, ટવીને લે એ તે બહાદુરીનું કામ છે કઈ ન્યારૂ– મેં તે જાણ્યું છે મેટીબેન કહેતાં કેવું, મોઢું મલકાઈ જાય; મધ જેવું એ ગળ્યું લાગનારું મેં તે જાણું૦ ૬ સિદ્ધિ–બુદ્ધિની પેઠે, બે બાજુ બેસવાનું; ગણપતિના જેવું શોભનારૂં- " : મેં તે જાણું૦ ૭ • આ કાવ્યને, ભણેલા કે અભણનારી માત્ર પ્રત્યેના સંપૂર્ણ સન્માન સાથે, એક કટાક્ષ કાવ્ય” તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. તંત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન-સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં સંસ્મરણે [લે. ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા ] સાહિત્ય-પ્રેમી વિધા-વ્યાસંગી સાદગુણાનુરાગી અનેક જૈન વિદ્વાનોએ સાહિત્યપરિશીલન કરતાં સરસ્વતીના કૃપાપાત્ર સમર્થ મહાકવિ કાલિદાસની ઉચ્ચ કવિત્વભરી સં. પ્રા. ગદ્ય-પદ્યમય મનહર સરસ કૃતિનું ઊડું અવગાહન કર્યું જણાય છે. હજાર વર્ષ કરતાં વધારે સમયથી કીર્તિશાલી એ મહાકવિનાં સુપ્રસિદ્ધ પ્રૌઢ કાવ્યો અને નાટકેએ વિદ્યા-વિલાસી વિઠનનું આકર્ષણ કર્યું છે. સેંકડે વિદ્વાનોએ પ્રશંસા-પુષ્પ વેરતાં એનાં પઠન-પાઠનો કરી-કરાવી વિનેદ સાથે વિવિધ જ્ઞાન મેળવ્યું છે. ભારતવર્ષના અને પરદેશના કેટલાય મર્મજ્ઞા વિદ્વાનેએ એના પર ટીકા-ટિપનીઓ કરીને તુલનાત્મક દૃષ્ટિએ તથા બીજી રીતે તેના ગુણદોષ પર વિચાર કર્યો છે. કેટલાય અભ્યાસીઓએ પિતાની કવિત્વશક્તિ ખીલવવા એમાંથી પ્રેરણા મેળવી હશે. મહાકવિ, કવિ-રાજ, કવિકુલકિરીટ જેવાં મહત્ત્વ પદો જ્યાં ત્યાં જેને તેને માટે વાપરનારાઓને કવિકુલગુરુ મહાકવિ કેવા હેય? –એને ખ્યાલ કરાવ્યો હશે; કેટલાય કવિઓએ એ મહાકવિની ચાતુરી મેળવવા ઊંડાં ચિંતન અને વિશિષ્ટ પ્રયત્ન કર્યા હશે. કેટલાય કવિઓએ એની સ્પર્ધા કરી કવિ-કીર્તિ પ્રાપ્ત કરવા પ્રયાસો સેવ્યા હશે. કેટલાય નાટયકારોએ નાટકની વિશિષ્ટ શૈલી શીખવા એ નાટકકારનાં નાટકે પર ગંભીર લક્ષ્ય આપ્યું હશે. શૃંગાર આદિ રસોના પ્રયોગો કેવા હોઈ શકે ?વ્યુત્પત્તિ, પ્રતિભા, પદ–લાલિત્ય, અર્થ-ગૌરવ કેવો હોય ? ઉપમાદિ અલંકારો કેવી રીતે વપરાય? મહાકવિ છટાથી માધુર્યથી વિવિધ વિષયોનું વિશાલ સરસ જ્ઞાન કેવી રીતે આપી શકે? એ બધું શીખવા-સમજવા માટે પ્રસ્તુત મહાકવિની કૃતિ કેટલાય અભ્યાસી વિદ્વાનેને ઘણી ઉપયોગી થઈ પડી હશે. તેમના રસમય મેઘદૂતે તે વિવિધ સ્વરૂપમાં ૩૦-૪૦ જેટલા અભિનવ દૂતે રચાવવા પ્રેરણા આપી જણાય છે, જેમાં જૈન કવિઓને પણ બહેનો ફાળો છે. જૈન સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં વિવિધ સંસ્મરણો હજાર-બારસો વર્ષો જેટલાં જૂનાં છે. સમય, સ્થળ અને સાધનાની અનુકૂળતા પ્રમાણે તેમાંનાં થોડાં-ઘણુ ક્રમશ: સૂચવવા અહિં પ્રયત્ન કરવામાં આવે છે. વિકમની ૭ મી સદીમાં કવિ રવિકીર્તિ સત્યાશ્રય (પુલકેશી ચાલુક્ય મહારાજા)ને પરમ પ્રસાદને પ્રાપ્ત કરનાર શકાબ્દ ૫૫૬= વિ. સં. ૬૯૧ માં મનહર જિનેન્દ્રભવન રચાવનાર વિદ્વાન રવિકીર્તિએ કવિતાદ્વારા કાલિદાસ અને ભાવિ જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી.–એ ઉલ્લેખ દક્ષિણ વીજાપુર જિલાના આયહેલી ગામના મેગૂતી નામના જિનમંદિરના શિલાલેખમાં જણાય છે– “यस्याम्बुधित्रयनिवारितशासनस्य सत्याश्रयस्य परमाप्तवता प्रसादम् । शैलं जिनेन्द्रभवनं भवनं महिम्नां निर्मापितं मतिमता रविकीर्तिनेदम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ .. येनायोजि न वेश्म स्थिरमर्थविधौ विवेकिना जिनवेश्म । स विजयतां रविकीर्तिः कविताऽऽश्रितकालिदास - भारविकीर्तिः ॥ पञ्चाशत्सु कलौ काले षट्सु पञ्चशतेषु च । समासु समतीतासु शकानामपि भूभुजाम् ॥" ( એ. ઇં. ૬ ) વિક્રમની ૯ મી સદીમાં કવિ જિનસેન, પાાભ્યુદય મહારાજા અમાધવર્ષ( શક સંવત્ ૭૩૬ થી ૭૫૦ = વિ. સં. ૮૭૧ થી ૮૮૫ )થી સન્માનિત થયેલા, આદિપુરાણ વગેરે રચનાર દિગંબર જૈન કવિ જિનસેને કવિ કાલિદાસના મેધદૂત કાવ્યનાં પદ્મોનાં સવ' ચરણાને સમસ્યારૂપે લઇ, પાર્શ્વનાથ-ચરિત્રરૂપ અભીષ્ટ વિષયમાં પાદ–પૂર્તિ કરી ૩૬૪ મંદાક્રાન્તા પદ્યોથી પાર્શ્વભ્યુદય નામનું સરસ કાવ્ય રચ્યું હતું, જે પ્રસિદ્ધ થઈ ગયું છે. તેના અંતમાં જણાવ્યું છે કે " इति विरचितमेतत् काव्यमावेक्ष्य मेघं बहुगुणमपदोषं कालिदासस्य काव्यम् । मलिनितपरकाव्यं तिष्ठतादाशशाङ्क भुवनमवतु देवः सर्वदाऽमोघवर्षः ॥” વિક્રમની ૧૧ મી સદીમાં સામદેવસર નીતિવાક્યમૃત જેવા રાજનીતિના ઐાદ્ધ ગ્રંથ રચનાર દિ. જૈન વિદ્વાન સામદેવસૂરિના વંશસ્વી યશસ્તિલક ચંપૂ (શક સં. ૮૮૧ = વિ. સં. ૧૦૧૬ )માં કવિ કાલિદાસનું નામ અને તેની કૃતિમાંના ‘પ્રતિજ્ઞાતિ ત્તિ શ્રેય: પૂછ્યપૂજ્ઞાતિમ: । ' જેવા અંશ ઉષ્કૃત કરેલ જણાય છે ( આ. ૪, ૫; નિ. સા. પૃ. ૧૧૩, ૨૬૧) . મહાકવિ ધનપાલ જેમના રાજ્યમાં વિ. સં. ૧૦૫૫માં દિ. કવિ અમિતગતિએ ‘સુભાષિતરત્નસંદેહ ’ વગેરે રચના કરી, તે પ્રખ્યાત વિદ્યાપ્રેમી માળવાના પરમાર મહારાજા મુંજ અપરનામ યાતિરાજે રાજસભામાં ‘સરસ્વતી' બિરૂદ આપી જેનેા સત્કાર કર્યો હતા અને એ જ મહારાજા ારા રાજ્ય પર અભિષિક્ત થયેલા વાઙમય-વિશારદ સુપ્રસિદ્ધ વિદ્રવ્સલ મહારાજા ભાજે જિનાગમામાં કહેલી કથાએ સાંભળવા ઇચ્છા દર્શાવતાં તેમના વિનેાદ માટે જેણે અદ્ભુત રસવાળો તિલકમંજરી નામની ગદ્ય કથા રચી હતી, તે છે. જૈન મહાકિવ ધનપાલે (મધ્યદેશના દેવર્ષિ દ્વિજના ાત્રે અને શાસ્ત્રજ્ઞ સ`દેવના પુત્ર) કવિ બાણભટ્ટની કાબરી કથા સાથે સ્પર્ધા કરતી ઉપર્યુક્ત કથાના પ્રારંભ (શ્લા. ૨૫)માં પૂર્વે થઇ ગયેલા કવિઓનાં કવિત્વની પ્રશંસા કરતાં મહાકવિ કાલિદાસનું પણ સ્મરણ કર્યું છે— “હાયન્તિ સજા: જ્ઞાજિયાયેનાક્ષત્રવત્તિના નિ: વીનાં ટીપેન માછતી જિન્હા ય ॥” ભાવા:-દીવા પાસે રહેતાં જેમ કળાવાળી-ખીલેલી પણ માલતી(પુષ્પ)ની કળીએ ગ્લાન થઇ જાય છે—કરમાઈ ાચ છે; તેમ [કવિ] કાલિદાસ સમીપ રહેતાં [બીજા] કવિએની કલાયુક્ત વાણી પણ ઝાંખી પડી જાય છે. વિક્રમની ૧૨ મી સદીમાં કવિ જિનવલ્લભસૂરિ જેમણે વિ. સં. ૧૧૨૫ માં શેાધેલાં અને ૧૧૪૮ માં લખાવેલાં પુસ્તક ( તાડપત્ર) ઉપલબ્ધ થાય છે, અને જેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૬૭ માં થયા હતા, તે વિધિ-પથ-પ્રવર્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ જેન-સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં સંસ્મરણે ૩૧પ પ્રખ્યાત જિનવલ્લભસૂરિએ વિવિધ કાવ્યો, નાટકે અને અલંકાર ગ્રંથને અભ્યાસ કર્યો હતો, તેમાં મેઘદૂતનો નામ-નિર્દેશ મળે છે. સુમતિગણિએ વિ. સં. ૧૨૯૫ માં ગણધરસાર્ધશતક-બૃહદ્રવૃત્તિમાં એનો ઉલ્લેખ કર્યો છે [ વિશેષ માટે જૂઓ ગા. ઓ. સિ.અપભ્રંશકાવ્યત્રયીની અસ્કારી ભૂમિકા પૃ. ૨૦] વિ. સં. ૧૧૩૨ થી ૧૨૧૧ સુધી વિદ્યમાન–વિ. સં. ૧૧૬૯ માં પટ્ટધર થયેલા જિનદત્તસૂરિએ ઉપર્યુક્ત જિનવલ્લભ કવિની પ્રશંસા કરતાં અપભ્રંશ પદ્યમાં લક-વણિત કવિ કાલિદાસનું સ્મરણ કર્યું છે – "कालियासु कइ आसि जु लोइहिं वनिया ताव जाव जिणवल्लहु कई नाअग्नियइ ॥" [ ચચરી ગા. ૫ અપભ્રંશકાવ્યત્રયી પૃ. ૪] ભાવાર્થ –ભૂતકાળમાં થઈ ગયેલા કવિ કાલિદાસ, જેને લેકે વડે વર્ણવવામાં આવે છે તે ત્યાં સુધી કે જ્યાં સુધી જિનવલ્લભ કવિ (વિદ્યમાન) સાંભળવામાં આવ્યા નથી. આચાર્ય હેમચંદ્ર; કાવ્યાનુશાસનમાંસુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્ર સ્વપજ્ઞ કાવ્યાનુશાસનને અલંકાર ચૂડામણિવ્યાખ્યામાં કાવ્યનાં અનેક પ્રયજનો-ફલેમાં યશરૂપ ફલ સૂચવતાં ઉલ્લેખ કર્યો છે કે– .. "यशस्तु(स्सु) कवेरेव यत इयति संसारे चिरावीता अप्यद्य यावत् कालिदासादयः सहृदयः स्तूयन्तेः कवयः ।" ભાવાથ:- ચશ સકવિને જ થાય છે; કેમકે આટલા મોટા સંસારમાં લાંબા વખત પૂવે થઈ ગયેલા હોવા છતાં પણ હજુ સુધી કાલિદાસ વગેરે કવિઓ સહદયો(વિદ્વાન) દ્વારા સ્તવાય છે. ઉપર્યુક્ત અલંકારચૂડામણિમાં કવિ કાલિદાસની કૃતિ(રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત; અભિજ્ઞાનશાકુન્તલ, વિક્રમોર્વશીય)માંથી ઉદાહરણો આપવામાં આવ્યાં છે. જેમ કવિ કાલિદાસે મહાકાવ્યથી રઘુવંશને, તેમ આચાર્ય શ્રી હેમચંદ્ર એ. પ્રા. દયાશ્રય મહાકાવ્યથી વિશિષ્ટ સ્વરૂપમાં ગુજરાતના રાજવંશ ચૌલુક્ય-વંશને કાર્તિથી અમર કર્યો છે. વિક્રમની ૧૩મી સદીમાં મહાકવિ રામચંદ્ર, નાટયદણ-વિવરણમાં– જેમણે બાર રૂપકે (નાટક, પ્રકરણ, પ્રહસન વગેરે)નું સ્વરૂપ જણાવનાર નાટયદર્પણ જેવા ગ્રંથની રચના કરી એ વિષયની ન્યૂનતા જ દૂર કરી નથી; માળવાના મહારાજા મુંજની વિદ્વત-પરિષદૂના વિદ્વાન ધનિક ધનંજ્યની કૃતિ દશરૂપક સાથે તેને સ્પર્ધામાં મૂકી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, તે સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્રના પટ્ટધર રામચંદ્રસૂરિએ અને ગુણચંદ્ર નાટય-દર્પણના વિવરણમાં પ્રસિદ્ધ અપ્રસિદ્ધ અપાયેલ ૬૪ જેટલા નાટકદિ પ્રથાનાં ઉદાહરણેમાં કવિ કાલિદાસનાં અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર વિાવશી નાટકોમાંથી અને રઘુવંશ, કુમારસંભવ મહાકાવ્યોમાંથી પણ અનેક ઉદાહરણો આપેલાં છે, તેના ગુણ-દેણ પર વિચાર કર્યો છે. (વિશેષ માટે જૂઓ ગાં. એ. સિ.) કવિ આસડ, મેઘદૂત-ટીકા ભિલમાલ(શ્રીમાલ) વણિકૂવંશના કટુકરાજના પુત્ર શ્રેષ્ઠ કવિ થઈ ગયા, જેનાં સુભાષિતથી પ્રસન્ન થઈ રાજ-સભ્યોએ જેને “કવિ-સભા-શંગાર' બિરૂદ આપ્યું હતું; તથા વિ. સં. ૧૨૪૮ માં જેણે રચેલા ઉપદેશકંદલી, વિકમંજરી જેવા પ્ર પર સિહસારસ્વત આચાર્ય બાલચંદ્ર વિસ્તારથી વ્યાખ્યાઓ રચી હતી તે વિ. “આસો મેઘદૂત મહાકાવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ પર ટીકારૂપી સ્નેહના સિંચનથી કવિ કાલિદાસના ચશરૂપી દીપને દીપાવ્યો હતો પરંતુ દુર્ભાગ્યે હજી તે ટીકાનાં દર્શન થયાં નથી. શિવનિધાનગણિના શિષ્ય મહિમસિંહગણિએ પોતાના શિષ્ય હર્ષવિજય માટે વિ. સં. ૧૬૯૩ માં રચેલી બીજી ટીકા હ. લિ. જણાય છે. - નરેન્દ્રપ્રભસૂરિ, અલંકાર-મહોદધિમાં ગૂર્જરેશ્વરના મહામાત્ય સુપ્રસિદ્ધ મંત્રીશ્વર વસ્તુપાલની અભ્યર્થનાથી નરચંદ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ વિ. સં. ૧૨૮૨ માં રચેલા સાડાચારહજાર લેકપ્રમાણુવાળા અલંકાર-મહેદધિ (ગા. ઓ. સિ.) ગ્રંથની વૃત્તિમાં કવિ કાલિદાસની કૃતિયોમાંથી રઘુવંશ, કુમારસંભવ કાવ્યો અને અભિજ્ઞાનશાકુન્તલ, વિક્રમેાર્વશીય નાટકમાંથી ઉદાહરણો આપેલાં છે. રવિપ્રભગણીશ્વરના શિષ્ય કવિ વિનયચંદ્ર રચેલી કાવ્યશિક્ષામાં, સગ્રંથ-નિર્માણ કરનાર કવિઓના નામોમાં કાલિદાસ તથા પ્રતિમાત્રથી નિષ્પન્ન ઉપમાવાળામાં “દીપિકા” કાલિદાસ એ નિર્દેશ છે (જુઓ પત્તનસ્થ જૈન ભાં. ગ્રંથ સૂચી ૧, ૪૯) કવિ અમરચંદ્ર| વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં અને ચૌદમી સદીના પ્રારંભમાં રાજ-માન્ય કવિ અરિસિંહે રચેલા મંત્રીશ્વર વસ્તુપાલના સુતસંકીર્તન કાવ્યના અંતમાં . કવિ અમરચંદ્ર (કાવ્યકલ્પલતા, બાલભારત, પદ્માનંદ મહાકાવ્યાદિ રચનાર, વેણીકૃપાળું બિરૂદ મેળવનાર, વીસલદેવની રાજસભામાં સમસ્યા-પૂર્તિથી સન્માન મેળવનાર અમરે) સ્મરણ કર્યું છે કે"तात ! ख्यातगिरः सुता मम हता ही ! कालिदासादयो नन्वेकस्तु चिरायुरस्तु जगति श्रीवस्तुपालोऽधुना । मार्कण्डः स्फुटमाशिषा शमवतामल्पायुरप्येष यत् __कल्पायुर्जयतीति वाग्-निगदने घाताऽस्तु जातादरः ॥" ભાવા –સરસ્વતી (બ્રહ્માણ-બ્રહ્મપુત્રી) બ્રહ્માને પ્રાર્થના કરતાં કહે છે કે-“હે પિતાજી! ઘણા ખેદની વાત છે-કે પ્રખ્યાત વાણીવાળા, કાલિદાસ વગેરે હારો પુત્ર હણાયાં મૃત્યુ પામ્યા; હાલમાં એક જ વસ્તુપાલ પુત્ર છે, તે તે જગતમાં ચિર આયુષ્યવાળો થાઓ; જેમ આ સૂર્ય, અલ્પ આયુષ્યવાળો હોવા છતાં પણ ઋષિઓની આશિષ વડે ક૯૫-૫ર્યા આયુષ્યવાળો જયવંત વતે છે.” એવી રીતે વાગ (સરસ્વતી દેવીના કથન પર વિધાતા આદરવાળા થાઓ. વિ. સં. ૧૨૯૫ માં ચર્ચરી(અપભ્રંશ કાવ્ય)ની વ્યાખ્યામાં ઉપાધ્યાય જિનપાલે પ્રાચીન પદ્યને ઉદ્દત કર્યું છે કે"कवयः कालिदासाद्याः कवयो वयमप्यमी । पर्वते परमाणौ च वस्तुस्वमुभयोरपि ॥" કવિ આશાવર વ્યાઘેરવાલ(વઘેરવાલ) વંશમાં થઈ ગયેલા સલક્ષણના પુત્ર (દિ) કવિ આશાધર, જેમણે સાગાર, અનગાર ધર્મામૃત જેવા અનેક ગ્રંથો, ધારા, નલકચ્છ (નાલછા) પુર વગેરેમાં વાસ કરીને માલવાના અનેક મહારાજાઓના રાજ્ય–સમયમાં રચ્યા હતા; તેને કવિમિત્ર ઉદયસેન મુનિએ કલિકાલિદાસ' તરીકે ઓળખાવેલ છે– "व्याघेरवालवरवंशसरोजहंसः काव्यामृतौधररसपानसुतृप्तगात्रः । सलक्षणस्य तनयो नयविश्वचक्षुर् ‘आशाधरो विजयतां कलिकालिदासः ॥' १ "आसडः कालिदासस्य यशोदीपमदीपयत् । मेघदूतमहाकाव्ये टीकास्नेहनिषेचनात् ॥" -વિકમ જરી-વૃત્તિ-અશક્તિ - ૨. આ વિના વિશેષ પરિચય માટે સાદિસખ-સમૃથરની લેખકની પ્રસ્તાવના જેવી. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ જન–સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં સંરમાણે ૩૧૭ વિક્રમની ૧૪ મી સદીમાં વિ. સં. ૧૩૬૧ માં મેલ્ડંગસૂરિએ રચેલા પ્રબંધચિંતામણિના પ્રારંભમાં વિક્રમાદિત્યના પ્રબંધ સાથે મહાકવિ કાલિદાસની ઉત્પત્તિ સંબંધમાં કિંવદન્તીરૂપ જાણેલ આશ્ચર્યકારી પ્રબંધ દર્શાવ્યો છે. વિક્રમની ૧૫ મી સદીમાં મુનિભદ્રસૂરિ, શાંતિનાથ-ચરિત મહાકાવ્યમાં– પેરોજ પાતશાહ(ફીરજ તુગલક)ની રાજસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર, વિ. સં. ૧૪૧૦ માં શાંતિનાથચરિત મહાકાવ્ય રચનાર, બહારછના મુનિભદ્રસૂરિએ તેના અંતમાં સૂચન કર્યું છે કે જે સુબુદ્ધિમાન વિદ્વાને કાલિદાસની ઉક્તિ (રઘુવંશ, કુમારસંભવ વગેરે)માં, તથા ભારવિ અને માઘપંડિતનાં બંને કાવ્ય (કિરતાર્નનીય અને શિશુપાલવધ) માં અને શ્રીહર્ષની અમૃતમય શક્તિરૂપ નૈષધ મહાકાવ્યમાં પણ નિરતર નું પ્રતિપાદન કરે છે તે જ વિદ્વાને ભગવાન શાંતિના ચરિત્રમાં રચાયેલાં વૃત્તોનું વિવર્ણન કરીને માત્ર ગુણનું પ્રતિપાદન કરે છે.” સૂરિઓ જેવી રીતે પ્રાથમકલ્પિક (નવા શીખનાર) અભ્યાસીને નિરંતર વ્યુત્પત્તિની પ્રાપ્તિ થવા માટે ઉપર્યુક્ત મિથ્યાત્વયુક્ત ૫ કાવ્યોનાં વ્યાખ્યાન કરે છે, તેવી રીતે સમ્યકૃત્વ વાસિત વાસનાવાળા તેઓ આ શાંતિનાથ-જિન ચરિતને સમજાવે, તે શું વાંછિત ન થાય?” નેમિ-ચરિત કાવ્ય સાંગણના પુત્ર વિક્રમ નામના એક જૈન કવિ વિક્રમની ૧૫ મી સદીમાં અથવા તે પૂર્વે થયા જણાય છે. જેણે વિજજનોના મનની પ્રીતિ માટે કવિ કાલિદાસના મેઘદૂત કાવ્યમાંથી અંતિમ પાદે લઈ રામતીના દુઃખથી આદ્ર (કરુણરસમય)નેમિજિનના ચરિતથી પવિત્ર ૧૨૬ પોવાળું કાવ્ય રચ્યું હતું, જે પ્રકાશિત થઈ ગયું છે. ૧૭મી સદીના ગુજરાતી કવિ નષભદાસના પિતાનું નામ પણ સાંગણ હોવાથી કેટલાક સાક્ષરો આ કવિને તેમના ભાઈ સમજતા હતા, પરંતુ પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરામાં રહેલી વિ. સં. ૧૪૫૦ માં લખાયેલી આ કાવ્યની હ. લિ. પ્રતિ જોતાં આ બ્રાન્તિ દૂર થઈ છે. જૈનમેઘદૂત વિ. સં. ૧૪૪૬ માં અચલગચ્છના ગચ્છનાયકપદને પ્રાપ્ત કરનાર અને વિ. સં. ૧૪૭૧માં સ્વર્ગવાસી થયેલા, અનેક કાવ્યો રચનાર અને અનેક પ્રતિમા--પ્રતિષ્ઠા-પ્રભાવના કરનાર મેરૂતુંગરિએ નેમિજિન ચરિતરૂ૫ નવીન જૈન મેઘદૂતની રચના કરી તેને કવિ કાલિદાસના મેઘદૂત સાથે સ્પર્ધામાં મૂકો છે, જેના પર તેમના શિષ્ય આચાર્ય શીલરને વિ. સં. ૧૪૯૧ માં અણહિલ્લપાટક પાટણમાં વૃત્તિ રચી હતી; જે વૃત્તિનું સંશોધન પૃથ્વીચંદ્રચરિત્ર (વાવિલાસ) ના કર્તા માણિક્યસુંદરસૂરિએ કર્યું હતું, તે ભાવનગરની જૈન આ. સભાદ્વારા પ્રકાશમાં આવેલ છે. १ "ये दोषान् प्रतिपादयन्ति सुधियः श्रीकालिदासोतिषु श्रीमदभारवि-माघपण्डितमहाकाव्यद्वयेऽप्यन्वहम् । श्रीहर्षामृतसूक्तिनैषधमहाकाव्येऽपि ते केवलं याववृत्तविवर्णनेन भगवच्छान्तेश्चरित्रे गुणान् ॥" (વ. વિ. ચં.) २ “तवदुःखानै प्रवरकवितुः कालिदासस्य काव्यादन्त्यं पाद सुपदरचितान्मेघदूताद गृहीत्वा । श्रीमन्नमेश्चरितविशदं साङ्गणस्याङ्गजन्मा चक्रे काव्यं बुधजनमनःप्रीतये विक्रमाख्यः ॥" | (નિ. સા. કાવ્યમાલા ગુ. ૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ • સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ વિક્રમની ૧૫ મી સદીમાં થયેલા જણાતા ગ્રંથકાર ક્ષેમંકરે મહારાષ્ટ્રભાષામય ચરિત્રના આધારે રચેલ સિંહાસનન્દ્વાત્રિંશિકા (બત્રીશ પૂતળીની વાર્તા) નામની સં. ગદ્ય-પદ્યમય કથામાં જણાવ્યું છે કે—‘ વિક્રમાદિત્યની રાજસભામાં સાહિત્યશાસ્ત્રના પારંગત કાલિદાસ વગેરે અનેક સુકવિએ પેાતાનાં ચમત્કારવાળાં નવાં નવાં કાવ્યેાવડે રાજાની સ્તુતિ કરતા વિતેાદ કરતા હતા. ’ કવિ યરોખર, જૈન કુમારસંભવ જૈન શ્વે. અચલગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના ૩ મુખ્ય શિામાં જયશેખરસૂરિ એક સમર્થ કવિ થઈ ગયા; જેમણે પ્રોધ ચિંતામણિ, ઉપદેશ-ચિંતામણિ (વિ. સં. ૧૪૩૬), મ્મિલ–ચરિત્ર (વિ. સ, ૧૪૬૨) વગેરે અનેક છટાદાર કાવ્યા રચ્યાં છે. સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથૈ સિવાય ત્રિભુવનદીપક૧ પ્રબંધ જેવી અનેક ભાષાકૃતિયે। પણ રચી છે; તેમણે યુગાદિ દેવના પુત્ર ભરત(કુમાર) ચક્રવર્તીના સંભવરૂપ જૈનર કુમારસંભવ કાવ્ય રચી કવિ કાલિદાસના કુમારસંભવ કાવ્ય સાથે સ્પર્ધા કરી છે. તે કાવ્ય પર વિ. સં. ૧૪૮૨ માં તેમના શિષ્ય ધર્મશેખરે ટીકા રચી છે, તેમાં તેણે ગુરુની ઉપર્યુક્ત ૪ મુખ્ય કૃતિયાનું સૂચન કર્યું છે. શીલ-દૂત બૃહત્તપાગચ્છના નાયક ભટ્ટારક રત્નસિંહરિના શિષ્ય ઉપાધ્યાય ચારિત્રસુંદર ગણ, કવિ થઇ ગયા કે જેમણે આચારે પદેશ, મહીપાલ–ચરિત, કુમારપાલ-રિત કાવ્ય વગેરે અનેક રચના કરી છે, તેમણે વિ. સં. ૧૪૮૭ (૪) માં સ્તંભતીર્થ (ખંભાત)માં મેધદૂત કાવ્યનાં પ્રત્યેક પદ્મોનાં અંતિમ ચરણાને સમસ્યારૂપ લઈ સ્થૂલભદ્રના શીલ-પ્રસંગરૂપ અભીષ્ટ વિષયમાં પાદ-પૂર્તિ કરી ૧૩૧ પદ્યોમાં શીલદૂત નામનું સમસ્યામય લલિત કાવ્ય રચ્યું હતું,૪ જેમાં પ્રાર્થના કરતી પ્રિયતમા કાશાને પ્રતિક્ષેધ આપતાં શૃંગારને વૈરાગ્ય-શાંતરસમાં અપૂર્વ છટાથી વાળ્યેા છે. જે ય. વિ. ગ્રંથમાળાદ્રારા સુપ્રસિદ્ધ થઈ ગયેલ છે. ૧ ત્રિ. દી. પ્રબંધની પ્રસ્તાવનામાં અમ્હે કવિને વિશેષ પરિચય કરાવ્યેા છે. २ "कविचक्रधरः श्रीमान् सूरिः श्रीजयशेखरः । नापि वेधा विधातुं यस्क विश्वगणनां विभुः ॥ प्रबोधचिन्तामणिरद्भुतस्तथोपदेशचिन्तामणिरर्थपेशल: । व्यधायि यैर्जेनकुमारसम्भवाभिधानतः सूक्ति सुधासरोवरम् ॥" G; ૮ ] [બુમ્મિલ ચરિતની પ્રાંત પ્રશસ્તિમાં લૈ. 3 " श्रीमदञ्च गच्छे श्रीजयशेखरसूरयः । चस्वारस्तैर्महाप्रन्थाः कविशकैर्विनिर्मिताः ॥ प्रबन्धश्चोपदेशश्च चिन्तामणिकृतोत्तरौ । कुमारसम्भवं काव्यं चरित्रं धम्मिलस्य च ॥ " ४ " शिष्योऽमुष्याखिलबुधमुदे दक्षमुख्यस्य सूरेः चारित्रादिर्धरणिवलये सुन्दराख्याप्रसिद्धः । चक्रे काव्यं सुललितमहो ! शीलदूताभिधानं नन्द्यात् सार्धं जगति तदिदं स्थूलभद्रस्य की ॥ द्रङ्गे रङ्गैरतिकलतरे स्तम्भतीर्थाभिधाने वर्षे हर्षाजलधि-भुजगाम्भोधि - चन्द्रे प्रमाणे । चक्रे काव्यं वरमिह मया स्तम्भनेशप्रसादात् सभिः शोध्यं परहितपरैरस्त दोषैरसादात् ॥१३१॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ - * * * * જૈન-સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં સંસ્મરણ ૧૦ વિક્રમની ૧૬મી સદીમાં રધુવંશ-ટીકાઓ જિનપ્રભસૂરિની પરંપરામાં થયેલા જે વાચનાચાર્ય ચારિત્રવને ર્વિસ ૫૫ માં શિન્દરમકર કાવ્ય પર, વિ. સં. ૧૫૧૧ માં નૈષધકાવ્ય પરે અને શિશુપાલવધ કાવ્ય પર વિસ્તૃત ટીકાઓ રચી હતી, તેમણે શ્રીમાલવંશી શાહ સાલિગના પુત્ર અરડકર્મલ્લની અભ્યર્થનાથી કવિ કાલિદાસના રઘુવંશ કાવ્ય પર શિશુહિૌષિણી નામની ૮૦૦૦ કલેક પ્રમાણ ટીક રચી હતી, જેની હ. લિ. પ્રતિ વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં અને અન્યત્ર પણ વિદ્યમાન છે. વિક્રમની ૧૭મી સદીમાં વિદ્યમાન સુપ્રસિદ્ધ ગ્રંથકાર ધરાનાનો તેણૌદ્ય' પદના ૮ લાખ અર્થો કરનાર કવિ સમયસુંદરે અર્થલાપનિકા નામની વૃત્તિ તથા ગુણવિનયે (વિ. સં. ૧૬૪૬ માં) ઉ. કવિ શાંતિચંદ્ર-શિષ્ય, ઉ, રત્નચંદ્ર, ક્ષેમહેસે. ધર્મમેરુ-મહીમે એ, શ્રીવિજયગણિએ અને સુમતિવિજયે પણ રઘુવંશ પર વૃત્તિયો, અવચૂરિ, બાલાવબોધ વગેરે રચેલાં છે, જે હ. લિ. પ્રતિયોમાં મળી આવે છે. શ્રી વિજયગણિએ કુમારસંભવ પર પણ વૃત્તિ રચી જણાય છે. વિક્રમની ૧૭ મી સદીમાં હીરવિજયસૂરિના અભ્યાસમાં | વિક્રમની ૧૭મી સદીના પૂર્વાર્ધમાં સાર્વભૌમ મેગલ શહેનશાહ અકબરને પ્રતિબંધ આપી તેના વિશાલ સામ્રાજ્યમાં–સર્વ દેશમાં પ્રત્યેક વર્ષમાં ૬ મહિનાથી વધારે વખત અમારિ ફરમાન દ્વારા જીવ-દયા પળાવનાર, “જગદગુરુ” બિરૂદ મેળવનાર સુપ્રસિદ્ધ હીરવિજય સરિએ (પૂર્વનામ હીરહર્ષગણિએ) નિજામશાહના દેવગિરિ (દોલતાબાદ)માં વિદ્યાભ્યાસ કરતાં રધુવંશ, કુમારસંભવ, મેઘદૂત વગેરે કાવ્યોમાં પણ વિશેષવિતા-રહસ્યજ્ઞતા પ્રાપ્ત કરી હતીએમ કવિ દેવવિમલે પણ હીસૌભાગ્ય નામના મહાકાવ્ય (સર્ગ ૬, લે. ૬૨) ની વ્યાખ્યામાં સુચિત કર્યું છે. કવિ હેમવિજય વિજય-વંશ (પ્રશરિત) | વિક્રમની ૧૭મી સદીમાં પાશ્વનાથ-ચરિત (વિ. સં. ૧૬૩૨), કયારત્નાકર (વિ. સં. ૧૬૫૭) વગેરે કાવ્યો રચનાર તપાગચ્છના કવિ હેમવિજયગણિએ કવિ કાલિદાસના રઘુવંશ કાવ્ય સાથે સ્પર્ધા કરતું. હીરવિજય, વિજયસેન વગેરે રિના વશને વર્ણવતું વિજયવંશ અપરનામવાળું વિજય પ્રશસ્તિ મહાકાવ્ય ૧૬ સર્ગ સુધી રચ્યું હતું. તેમના સ્વર્ગવાસથી અપૂર્ણ રહેલા એ કાવ્યને તેના વ્યાખ્યાકાર (વિ. સં. ૧૬૮૮) ગુણવિજયગણિએ બાકીના પાંચ સર્ગો પરથી પોતાના કાવ્ય-વિદ્યાગુરુના અણુરૂપે એ કાવ્યને પૂર્ણ કર્યું હતું. તેની વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યો છે કે – "-कालिदासादिकविकीर्तिलुष्टाककाव्यकलाकलापकेसरिकिशोरकक्रीडनकन्दरः पण्डित श्रीहेमविजयगणिसंज्ञकः कविपुरन्दरः श्रीगुरुगुरुतरमक्ति व्यक्तिप्ररूपकं श्रीहीरविजयप्रमृतिभट्टारकत्रिकावदातकदम्बकनिरूपकं श्रीरघुवंशदेशीयतया विजयवंशापरपर्यायधारकं विश्वविश्वावलयवर्तिचतुरचेतस्क्मत्कारकारकं विजयप्रशस्तिनामकं काव्यं कर्तुमुपचकमे ॥" ૧. આ વિદ્વાનના વિશેષ પરિચય માટે આ લેખકને ગ્રંથ "જિનપ્રભસૂરિ અને સુલતાન મહમદ જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ વિકમની ૧૮મી સદીમાં - વિક્રમની ૧૭મી સદીના છેલ્લા ચરણમાં અને ૧૮ મી સદીના પૂર્વાર્ધમાં વિવિધ વિષયોમાં, વિવિધ ભાષામાં બે લાખ શ્લેકપ્રમાણુ વિશિષ્ટ રચના કરનાર બહુશ્રુત મહેપાધ્યાય વિનયવિજયે તપા-ગણપતિ (ગચ્છનાયક વિજયદેવસૂરિ? વિ. સં. ૧૭૦૧ (ઈમાં) તરફ જોધપુર(મારવાડ)થી સૂરત ઇંદુને દૂત તરીકે મોકલ્યો હતો. કવિ કાલિદાસનાં મેઘદૂતની પદ્ધતિએ રચેલા ૧૩૧ પોવાળા એ ઈંદુદૂત કાવ્યમાં જોધપુર, સુવર્ણગિરિ (સેનગિર), જાલેર, શિરોહી, આબૂ, અચલગઢ, સિદ્ધપુર, સાભ્રમતી, રાજવંગ (અહમ્મુદાવાદ), વટપદ્ર (વડોદરા), ભૃગુપુર (ભરૂચ) અને સૂરત વગેરે સ્થળોનું પ્રાસંગિક સુંદર વર્ણન કર્યું છે. નિ. સા. કાવ્યમાલા ગુ. ૧૪માં એ કાવ્ય પ્રકાશિત થઈ ગયું છે. ચેત - પિતાનું નામ સ્પષ્ટ જણાવ્યું ન હોવા છતાં “પરમાનન્દ' નામવાળા જણાતા એક જૈન કવિએ મેઘદૂતનાં અંતિમ પાદદ્વારા ચિત્તને દૂત બનાવી પિતાના પૂજ્ય ગુરુ તરફ મોકલવાના સંદેશરૂપ અભીષ્ટ વિષયમાં પાદ-પૂર્તિ કરી ગુના ગુણોને પરિચય કરાવતું ચેતદૂત' નામનું નવું કાવ્ય રચ્યું છે, જે ભાવનગરની જૈન આત્માનંદ સભાદ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે. "सन्ति श्रीमत्परमगुरवः सर्वदाऽपि प्रसन्त्रास्तेषां शिष्यः पुनरनुपमात्यन्तभक्तिप्रणुनः । तन्माहारम्यादपि जडमतिर्मेघदूतान्त्यपादश्वेतोदूताभिधमभिनवं काव्यमेतद् म्यधत्त ॥" મેઘદૂત-સમસ્યાલેખ તપાગચ્છમાં સમર્થ વિદ્વાન ઉપાધ્યાય મેઘવિજય થઈ ગયા, જેમણે માઘકાવ્ય, અને નૈષધકાવ્યની પાદપૂર્તિરૂપ તથા સતસંધાન જેવાં કાવ્યો રચ્યાં છે; અને મેઘમહોદય (વર્ષપ્રબંધ), હસ્તસંજીવન જેવાં જ્યોતિષ, સામુદ્રિક જેવા વિષયો પર વિદ્વત્તાભરી પ્રૌઢ રચના કરી છે; તેમણે કવિ કાલિદાસના મેઘદૂત કાવ્યનાં સર્વ (૧૩૧) પદ્યોનાં અંતિમ ચરણને સમસ્યારૂપ સ્વીકારી પિતાના અભીષ્ટ વિષયમાં પાદપૂર્તિ કરી છે. આરંગાબાદ(દક્ષિણ)માં પિતાની ચાતુર્માસ-સ્થિરતા થતાં ત્યાંથી દેવપત્તન(પ્રભાસ પાટણ, કાઠિયાવાડ)માં રહેલા પિતાના ગચ્છનાયક વિજયપ્રભસૂરિ (ગચ્છનાયકપદ વિ. સં. ૧૭૧૦માં વૈ. શુ. ૧૦)ને ઉદ્દેશી કાવ્યરૂપે રચેલ વિજ્ઞપ્તિ સંદેશ–લેખને મેઘવિજયે મેઘ-દૂત દ્વારા પાઠવ્યા છે, તેમાં ગુરુના પરિચય સાથે તે તે સ્થળાનો પણ પરિચય કરાવ્યો છે. એ “મેઘદૂત-સમસ્યલેખ” ભાવનગરની જૈન આત્માનંદ સભાદ્વારા પ્રસિદ્ધ થઈ ગયેલ છે. તેના અંતમાં સંક્ષેપમાં સૂચન છે કે“HTદાએ દેવપુરોક્ત ઇમામો: સમસ્યા માથે નિમણે મેઘપતિઃ ” એવી રીતે દિગબર કવિ વાદિચંદ્ર રચેલ વાયુ (પવન)દૂત (નિ. સા. કાવ્યમાલા ગુચ્છક ૧૩, લે. ૧૦૧) જેવાં બીજાં અનેક કાવ્યો રચાયેલાં મળી આવે છે. મહાકવિ કાલિદાસનાં મેઘદૂત વગેરે કાવ્યોનું અને નાટકાદિ સાહિત્યનું એ રીતે મહત્વ, વિશિષ્ટ દર્શાવતા જે જે વિદ્વાન કવિઓએ એ મહાકવિ પ્રત્યે ઉચ્ચ આદર દર્શાવ્યો છે; મહાકવિના માર્ગને અનુસરનારા તે તે કવિઓનાં સુસંસ્કારી પ્રતિભાભ ભિન્ન ભિન્ન સતભાવભર્યા અભિનવ કાવ્યો તરફ પણ સાક્ષરો સમુચિત આદર દર્શાવે, તેમની કવિત્વશક્તિને અને તેમના નિર્દોષ પવિત્ર ભાવને સમજવા ઔદાર્યભર્યું સૈજન્ય દર્શાવે-એમ ઈચ્છીશું. ૧. આ કવિના વિશેષ પરિચય માટે “સુવાસ’માંની અહારી લેખમાળા વટપદ્ર (વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ તિબેટની ચમત્કારિક સંસ્કૃતિના અવશેષ - પૉત્ય-એ શબ્દના સ્મરણ સાથે જ મારાં અંગેઅંગમાં એક મધુર ઝણઝણાટી પ્રસરી જાય છે. મને થાય છે કે હું એ ભૂમિમાં જન્મ્યો હેત તે કેવું સારું. સાત સાત હજાર વર્ષ પૂર્વે પણ જે સ્વર્ગની સ્પર્ધા કરતી, જેને આંગણે સંસ્કારની નિર્મળ સરિતાઓ વહતી, જેની ગેદ જગતના એકે એક ધર્મપ્રવર્તકને મીઠી લાગી છે; વિજ્ઞાન તેના વિશુદ્ધ રૂપમાં જ્યાં આજ કરતાં પણ અધિક્ટર ખીલ્યું હતું–તે ભૂમિ ને તે યુગને હું વારસ હેત તે મારું હદય પ્રતિદિન પુલક્તિ રહેત. હું એક યુરોપવાસી છું. અમારાં વૈજ્ઞાનિક યંત્રોએ મારાં નેત્રની રોશની વર્ષો થયાં હરી લીધી છે. આ ભૂમિના ધમંડથી મારું હૈયું ઊકળી રહ્યું છે. પર્વાત્ય ભૂમિની કઈક દિલહર શાંત ગિરિમાળામાં પૂર્વના ઋષિવરાની જેમ જીવનના બાકી દિવસો વિતાવવાનાં હું સ્વપ્ન સેવું છું. - ને એક સવારે અને સમાચાર મળે છે કે તિબેટની ગિરિકંજોમાં હજી એવા ઋષિવરે વસે છે કે જેમની પાસે એમની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો જળવાઈ રહ્યા છે, જેમનું વૈદકીય જ્ઞાન અદભુત છે. નેત્રની એલવાયેલ રોશનીને ચેતાવવાનું તો શું પણ કોઢ, કંઠરોગ કે ક્ષય જેવાં જીવલેણ દર્દીને મીટાવવાનું પણ એમને માટે સહેજ છે. મારું મન રોમાંચ અનુભવે છે. તિબેટઃ આધુનિક સંસ્કૃતિની ઈજાળથી અળગો રહેલો જગતભરને એક માત્ર દેશ-જ્યાં તાર નથી, ટેલીફોન નથી, આગગાડી નથી, છાપાંઓ નથી, કન્યાશાળાઓ નથી–તેનાં દર્શન માટે હું ઉત્સુક બનું છું. પર્વાત્ય પ્રેમના કારણે મને એ ભૂમિને કેટલેક પરિચય તે છે. તે પરિચયને ઉપયોગ કરી મારી આંખનું નૂર પાછું મેળવવાની અને પવિત્ય સંસ્કૃતિના અવશેષોને નજરે નિહાળવાની મારામાં તાલાવેલી જન્મી છે. મિત્રોની મદદથી હું તિબેટની સરહદ–સેમુ ખીણ પર પહેચું છું. તિબેટની પ્રજા જાસૂસોને કે કુટિલ સ્વાર્થીઓને તરત ઓળખી જાય છે ને તેવા પુરુષો એ ભૂમિમાંથી પાછા પણ નથી કરતા. પણ જેમનામાં જિજ્ઞાસા, શાંતિ ને સદભાવ હોય છે તેમને તેઓ સત્કારે છે. તેવાઓને ત્યાં મિત્ર પણ મળી રહે છે. મને પણ એવા બે તિબેટિયન મિત્ર મળી ગયા. તેમણે મને આંખોની રોશની ફરી બક્ષી શકનાર સંન્યાસી ઝર્મોનું નામ ને તેના નિવાસસ્થળનો પત્તો આપો એટલું જ નહિ, પણ તેઓ મારા સાથી બન્યા. - અનેક મુશ્કેલીઓ વેઠીને અમે પર્વતમાળાઓથી વીંટળાયેલ ગાર્થના મઠમાં પહોંચ્યા. ત્યાંના મઠાધિપ ચંદુએ અમને દૂર રહેલા સંન્યાસીના નિવાસસ્થળને વિગતવાર પરિચય આપતાં કહ્યું, “બે મહિના સુધી તેમને તેમની મુલાકાત મળવાને સંભવ નથી.”, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ મેં એક દર્દભરી આહુ નાંખી. તે તે આહના ઉત્તરમાં હાય તેમ ચંદુના એક યુવાન શિષ્યે પોતાનાં મુખ–મસ્તક વાદળી રંગના એક રેશમી રૂમાલથી ઢાંકી દીધાં; ચંદુએ અમને મૂક શાન્તિ રાખવા કહ્યું; યુવાન સાધુએ મસ્તક ધૂણાવ્યું તે થેડી પળ પછી સંન્યાસી ઝમીં પોતે જ ખેલતા હોય તેમ તેણે ચંદુને કંઈક કહ્યું. ચંદુએ અમને કહ્યું કે ઝએ મને તરતમાં મુલાકાત આપવાનું કબૂલ્યુ છે. આંખામાં નૂર ન હાવાથી આ બધી ક્રિયાની કેટલીક વિગત તા પાછળથી મેં મિત્રો પાસેથીજ જાણેલી. ઝમેતિ મળવાને અમે ગાર્ચથી આગળ વધ્યા, ત્યારે અમને સહીસલામત પહેાંચાડવાને ચંદુ અને યુવાન સાધુ પણ અમારી સાથે જોડાયા. ચારેક કલાકની પાર્વતીય મુસાફ્રી પછી અમે સંધ્યાએ રાંડુ લાધા નામે સ્થળે આવી પહોંચ્યા. ત્યાંના મઠમાં અમને ખારાક-પાણી અપાયાં અને મંદિરમાં બુદ્ધની ભવ્ય મૂર્તિની સમીપમાં જ અમારે માટે સૂવાની વ્યવસ્થા થઈ. આ સ્થળે પણ યુવાન સાધુએ પ્રથમની જેમ ઝર્માની સાથે દૂરથી વાતચીત કરી ને ઝોએ અમને મધ્યરાત્રે પેાતાનો ગુફામાં આવવાનું આમંત્રણ આપતાં અમે તે સમયે ત્યાં પહોંચ્યા. ઝર્માએ અમારી સાથે મીઠાશથી વાતચીત કરી. તે વાતચીત પરથી મને અમજ લાગ્યું કે આ ઋષિ અહીં ખેડાં .બેઠાં આખા જગતને ને તેમાં ચાલતી ક્રિયાઓને જોઈ શકે છે; દૂર દૂર રહેલા તેના શિષ્યાની સાથે વાતચીત કરી શકે છે. તેણે મારી આંખા પર, પવિત્ર અક્ષરાથી તે કઈ અગમ્ય તેજક્રિયાથી મંત્રેલું પાણી છાંટયું. તે એ રીતે ત્રણ દિવસ પાણી છંટાતાં મારી આંખેાની રાશની પુનઃ ઝગમગી ઊઠી; હું અંધ મટીને દેખતા બન્યા. ઝર્માના સહવાસ મતે ખૂબ પ્રિય થઇ પડયા. તેણે મને પ્રાચીન તિબેટ અને હિંદની વિજ્ઞાનસિદ્ધિની અદ્દભુત વાતા સંભળાવી. તેને લગતા કેટલાક અતિ પ્રાચીન ગ્રન્થા હજી પણ તિબેટના યુદ્ધમંદિરામાં જળવાઈ રહેલા છે. રેશમ જેવાં ધેરાં-પીળાં પાનાં પર સાનેરી અક્ષરે લખેલા એ ગ્રન્થા ભૂતકાલીન તિબેટની મનહર ક્લાનું દર્શન કરાવે છે. તે ગ્રન્થાના ઉકેલની ભાષા અધિકારી લામાને જ શીખવવામાં આવે છે. ઝર્મા પાસે પણ એવી ત્રણેક પ્રતા હતી. મારામાં તેને તે અંગે પવિત્ર જિજ્ઞાસા જણાતાં તેણે ત્રને તે પ્રતામાંથી, અતિ ગુપ્ત નહિ એવા, કેટલાક વિભાગે। વંચાવવા માંડયા. તે વાંચનમાં એક સ્થળે વજનને ઓછું કે વધતું કરવાના પ્રયાગ આવ્યેા. મને એના પર પૂરતી શ્રદ્ધા ન ખેડી. ઝર્માએ એ પ્રયાગ મને નજરે બતાવવાનું વચન આપ્યું. ખીજે દિવસે પ્રભાતમાં ઝર્યાં મને સમીપમાં જ પડેલા એક વજનદાર પત્થર નજીક લઈ ગયા. તેણે મને તે પત્થર ઊંચકી આશરે તેનું વજન જણાવવાનું કહ્યું. મેં જોરપૂર્વક એ પત્થરને અદ્ધર કરી તેનું વજન સવાએક મળુ જેટલું હાવાનું જણાવ્યું. તેણે તરતજ પેાતાના ઝબ્બામાંથી ધાતુની એક નાની શીશી કાઢી. ને તે શીશોમાંના તેલ જેવા પ્રવાહીમાં ત્રાંબાના તાર ખેાળી તેને પત્થર પર ફેરવ્યેા. થાડીક પળ જવા દઇ તેણે મને તે પત્થર કી ઊંચકવા કહ્યું. મેં તે પત્થરને રમકડાની જેમ ઊંચકી લીધા ને તેનું વજન મને બશેર કરતાં પશુ કંઇક એઠું લાગ્યું. હું આ કરામતથી આશ્ચર્ય પામ્યા. પણ ઝમેર્માએ કહ્યુંઃ “એમાં આશ્ચર્ય જેવું કંઈ નથી. જે આકષણશક્તિ પદાર્થાત વજનીલ બનાવે છે તે આ ક્રિયાથી થાડાક સમયને માટે સુષુપ્ત અની જાય છે. ”—તે થોડાક સમય જવા દઈ હું એ પત્થરને કરી ઊંચકવા ગયા તે તે મને અગાઉની જેમ સવા મધુ જેટલે જ જડ્ડાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ અવશેષ-૩ર૩ કેટલાક મહિના કર્મોની સાથે ગાળી હું મેરૂમો લાવા પહોંચ્યો. ત્યાંના મઠાધીશ પેઝ લામા સાથે પણ મારે મીષ્ટ સંબંધ બંધાયો. એક સમયે તે મને એક અદભુત ગ્રન્થ બતાવતો હતા. તે વખતે અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ તેણે પોતાના ઝબ્બામાંથી બે ઇંચના વ્યાસની ને આઠેક ઈચની લંબાઈની એક ભૂંગળી કાઢી. તેની એક બાજુના ઢાંકણાને ખોલી નાંખી તેણે તે ભૂંગળીને પોતાના કાન પર ધરી. તે પછી બીજું ઢાંકણું ખેલી તે તે ભૂગળીમાં કંઈક બોલ્યો. પછીથી તેણે શું કર્યું તે સંબંધી મેં ખુલાસે પૂછતાં તે બોલ્યો કે ૨૦૦ માઈલ દૂર રહેલા ઝગન એરા પર્વત પરના મઠાધિપતિ એવા પિતાના નાના ભાઈએ તેને અધ્યાત્મ–વિષય પર કંઈક પ્રશ્ન પૂછેલે ને તેણે તેને ઉત્તર આપો. પાછળથી મેં કર્મોને જ્યારે આની કરામત પૂછી ત્યારે તે બોલ્યાઃ “એ તે એક સામાન્ય યાંત્રિક પ્રક્રિયા છે. તેને અમે “સંદેશવાહક યંત્ર' ના નામે ઓળખીએ છીએ. એવાં યુગલ-યંત્રો સહેજે તૈયાર થઈ શકે કે જેમાં એકમાંથી નીકળેલો ધીમે પણ અવાજ જગતના કોઈ પણ ભાગમાં રહેલા તેના બીજા જોડીદાર દ્વારા સાંભળી શકાય.” તિબેટના જુદા જુદા ભાગો જોઈ લેવાની ઇચ્છાથી હું એક પ્રસંગે ગોથે લાવામાં જઈ પહોંચ્યો. ત્યાંના મઠાધિકારી લામા સાથે પત્ય વિજ્ઞાનશક્તિની વાત નીકળતાં તેણે કહ્યું કે, “દુશ્મનોના સામના વચ્ચે પણ અમારા પૂર્વજો થોડા જ દિવસોમાં સાગર પર સેતુ બાંધી શકતા.” આ વાત પર શ્રદ્ધા ન બેસતાં તેણે મને વેલનું એક નાનું મૂળ બતાવી તેને રાસાયણિક દ્રવ્યોથી ભરેલા માટીના એક કુંડમાં મૂકી દીધું. બીજે દિવસે એ મૂળ લઈ તેણે તે બે ખકાની વચ્ચે આવેલ ત્રીસ ફૂટ પહોળા એક ઝરણને કાંઠે ઊંડું રોપ્યું. બીજ વાવ્યાને અડધે કલાક માંડ થયો હશે એટલામાં તે તે જ્યાં વાવેલું ત્યાંથી ઝડપથી ઊગી નીકળતી વલે આસપાસ પથરાઈને નવાં મૂળ નાંખવા લાગી. લામાએ મને તે વેલને એકબીછમાં પરોવવાની સૂચના કરી. તે પ્રમાણે કરીને અમે પાછા ફર્યા. તે પછી પાંચેક દિવસ સુધી હું તે વેલેને બેહદ સંખ્યામાં આસપાસ પથરાઈને સામા ખડક સામે ધસતી જોઈ રહ્યો. ને એક અઠવાડિયામાં તો એક સુંદર પૂલ થઈ ગયો. એ પૂલ પર લામાએ પાસેના ગામડાનાં સાતઆઠ માણસેને નાચકૂદ કરવાનું સૂચવી મને તેની અભેદ્યતા બતાવી. આ સમયે રામાયણમાં સેતુબંધનો પ્રસંગ મારા મનમાં તરી આવ્યું. હું આ પૂલ સામે આશ્ચર્યમુગ્ધ નયને જોઈ જ રહ્યો. એમાં અપૂર્વ કંઈજ નથી” લામાએ મારી સામે જોઈ હસીને કહ્યું, “અમારા પાસે એવી તે અગણિત વિદ્યા છે. પણ અમે સ્વાર્થમાં એનો ઉપયોગ નથી કરતા, કપાત્રનો એને સ્પર્શ નથી થવા દેતા. તમારી મર્યાદાહીન વિજ્ઞાનશક્તિ તમારા પર સંહારતી આગ વર્ષાવશે, અમારે મન અમારી આ શક્તિ માતા છે. અમે ધારીએ તો આ કરતાં પણ વધારે અભેદ્ય ને ભવ્ય સેતુ બાંધી શકીએ તેમ છીએ. પણ તમારી જેમ અમે કુદરતને કૃત્રિમતાથી લાદી દેવા નથી માગતા. જરૂરી સંયોગોમાં અમે આ સેતુ બનાવીએ છીએ. પણ પછી બીજા રસાયણમાં બળેલું એક તીર સેતુમાંની મૂળ વેલમાં બેસતાં જ બધી વેલ ખવાવા માંડે છે ને એક-બે દિવસમાં તે પૂલનાં પાદડાં હવામાં ઊડી જાય છે.” તે લામાએ એ જ દિવસે મને આ પૂલની પણ એજ દશા બતાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સુવાસ ડીસેમ્બર ૧૯૪૦ * ૧૮૦૦૦ ફીટ ઊંચી ખુન પર્વતમાળામાં ટોચુગ નામે એક મઠ આવેલ છે. તે મને ખર્ચ અંગે તે પર્વતમાળામાં આવેલી ગંધકની ખાણો ભેટ ધરવામાં આવેલી છે. તે મઠમાં પહોંચતાં મેં મઠાધિપ લામા ચેશેને એ ગંધકની ખાણો મને જેવા દેવાની વિનંતિ કરી. લામાએ મારી વિનંતિને સ્વીકાર કર્યો એટલું જ નહિ, ખાણે બતાવવાને તે પોતે પણ મારી સાથે આવ્યા. રસ્તે અમારે અંધકારથી ઊભરાતી લાંબી લાંબી સંખ્યાબંધ ગુફાઓમાંથી પસાર થવાનું હતું. હું તે પહેલી ગુફામાં પ્રવેશતાં જ ગભરાઈ ઊઠય. પણ લામાએ કહ્યું, “ ડરો નહિ, પ્રકાશ થશે.” ને લામાએ જમીન પરથી કંઈક ઊંચકી અવાજ કર્યો ને આખી ગુફા તેજથી ઝળહળી ઊઠી. તેના પ્રકાશમાં મેં જોયું તે જણાયું કે લામાના હાથમાં એક લાકડાની મોગરી હતી અને તે વતી તેણે ચાંદીના તારથી ગૂંથેલા ને પાસે લટકતા પિત્તળના એક ચકચકતા વંટ પર પ્રહાર કર્યો હતો; પ્રહાર થતાં જ તે ગુફામાં વીશ વીશ ફૂટના અંતરે છ સાત દીપ પ્રગટી નીકળ્યા ને થોડીક પળોમાં જ દરેક દીપકમાંથી ૫૦૦ કેન્ડલ પાવર જેટલું તેજ છૂટવા લાગ્યું. દી૫કની સમક્ષ જઈ મેં તપાસ કરવા માંડી તે જણાયું કે લાકડાની પાંચ ફૂટ ઊંચી થાંભલીને કાટખૂણે પિત્તળની તાર જોડે હતો. તે તારને એક ફૂટ વ્યાસની ને અડધા ઈંચની જાડાઈની લીલી ધાતુની એક થાળી વળગેલી હતી. તે થાળી પર ચાર ઈચ વ્યાસનો. એક બિલેરી પત્થર ઝગમગતે હતો. આસપાસ સેનાના તાર ગૂંથેલા હતા. આ સંબંધી લામાને પૂછતાં એટલું જ જાણવા મળ્યું કે આ ગોઠવણ સૈકાઓ પૂર્વે થયેલી છે. ધંટ પર પ્રહાર થતાં વનિનાં મજા લીલી થાળીને સ્પર્શ કરી તેને ગતિ આપે છે ને પરિણામે પત્થર ઝગમગી ઊઠે છે. જે ઘંટ પર લાકડાને બદલે ધાતુની મગરીથી પ્રહાર કરવામાં આવે તે પ્રકાશ એટલે તીવ્ર બને કે માનવ–આંખો તે સહી પણ ન શકે. પ્રકાશની ગમે તેટલી વિપુલતા છતાં ઉષ્ણતાનું નામ પણ નહિ. આ રીતે જુદી જુદી ગુફાઓમાં દીવા પ્રકટાવતા અને છેવટે ગંધકના તળાવની નજીક જઈ પહોંચ્યા. તેને ઘેરા લગભગ ૧૦૦x૬૦ ફૂટને હતો. તેની વ્યવસ્થા પણ અદ્દભુત રીતે જળવાતી હતી. તિબેટની અલૌકિક ભૂમિમાં આવા આવા તે મને અગણિત પ્રસંગે સાંપડ્યા છે. પ્રાણીઓ રૂપે ફેરવાઈ જવાની માનવશક્તિ, પ્રેતાત્માઓને ઉપયોગ, ઉડ્ડયન શક્તિ, યોગિક ચમત્કારે, અદ્દભુત બળ ધરાવતાં હમમાન, જંગલેમાં યમદૂતના અનુભ-પણ એ બધું વર્ણવવાની મારી હિંમત નથી ચાલતી. છતાં તિબેટના દીર્ધાયુષ ને આરોગ્ય સંબંધમાં તે માટે કંઈક કહેવું જ જોઈએ. - કર્મોની ઉંમર ૨૦૦ વર્ષની ગણાય છે. તે ઉપરાંત હું જે જે લામાઓને મળ્યો છું તેમાંથી એકની ઉંમર ૧૬૦ ની તે બીજાની ૧૪૭–એ આંકડા મારી સ્મૃતિમાં જડાઈ ગયા છે. મને મળેલ લામાઓમાં સૌથી નાનામાં નાનાની ઉંમર ૧૨૦ ની હતી. - પ્રજાનું આરોગ્ય પણ એવું જ છે. ત્યાં નથી દાક્તરે, નથી દવાખાનાં, છતાં કે પણ સ્થળે રોગથી પીડાતાં માને નથી જણાતાં. કવચિત કયાંક રોગ દેખા દે છે તે લામાઓ પિતાની અદભુત ને પ્રેમભરી સારવારથી તેને તરત જ દૂર કરી દે છે.? - આ રીતે એ ચમત્કારભૂમિનાં દર્શન કરી હું નવસંસ્કૃતિનાં બણગાં ફૂંકતી યુરોપીય ભૂમિ પર પાછો ફર્યો. મેં મારા અનુભવે જગતને જણાવવા કમર કસી પણ ઘણાએ મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સૈન્યા અને યુદ્ધ નરસિંહ આધુનિક યુદ્ધમાં યુરોપના એકેક દેશ લાખ્ખા સૈનિકાને યુદ્ધમાં ઉતારી શકે છે એ જોઈ ભારતીય પ્રજા આશ્ચર્ય અનુભવે છે; રશિયાની એક કરોડ દશલાખની કે જર્મનીની સિત્તેર લાખની સૈનિક-સંખ્યા સાંભળી તે અવાચક બની જાય છે. યુવિાધીએ એ સ્થિતિથી સંહારના ભયે દુઃખ અનુભવે છે, યુદ્ઘપ્રેમીએ વર્તમાન ભારતની કંગાલ સૈન્યશક્તિ માટે આંસુ સારે છે; કેટલાક ભારતની આવી અરક્ષિત સ્થિતિ માટે પૂર્વજો પર જવાબદારી ઢાળે છે. પણ ભારતની સૈન્યશક્તિમાં આવેલા એટ એ છેલ્લાં ૮૫ વર્ષની જ વાત છે. તે પહેલાં ભારતમાં જે અણિત સૈન્યા હતાં તે ભારતીય પ્રજાએ જે ભવ્ય યુદ્ધો ખેલ્યાં છે તેને ઇતિહાસ આધુનિક યુરેાપની સૈન્યશક્તિને પણ ઝાંખી પાડે એવે છે. ઇતિહાસકાળની પણ પૂર્વેનાં યુદ્ધો કે જેમાં ચક્રવર્તી ભરત, સગર્ કે સુભ્રમ જેવાએ આખા જગતને એક-ચક્ર તળે આણુવાને કરાડા સૈનિકના બળ સાથે સેંકડા યુદ્ધો ખેલ્યાં; સમ અને રાવણુ, પરશુરામ તે ક્ષત્રિયા, સુદાસ અને દશજાતિઓ, કૃષ્ણ અને જરાસંધ તે પાંડવા તે કૈરવા વચ્ચે, અધર્મને ઉખેડવાને કે સામ્રજ્યા સ્થાપવાને, ખેલાયલાં મહાયુદ્ધોમાં જે અણિત સેનાએ હેમાઇ ગઇ તે સર્વને બાજુએ રાખીને ભારતીય ઇતિહાસકાળ-બુદ્ધ મહાવીરના સમયથી ઓગણીસમી સદીના મધ્યભાગ સુધીની ભારતીય શક્તિ પર ઊડતી નજર નાંખીએ તે। તે પણ આર્ય પ્રજાજન માટે ગર્વના વિષય બની શકે તેમ છે. પ્રાચીન શક સંવતની સ્થાપના કરનાર ને એખીલાનની ભવ્ય શહેનશાહતને ઉખેડી નાખનાર જગતવિજેતા ઇરાનપતિ મહાન સાયરસે ઈ. સ. પૂ. ૫૪૦ લગભગમાં હિંદ પર જ્યારે લાખ્ખા સૈનિકાના ખળ સાથે આક્રમણુ કર્યું ત્યારે મહાવીરના રાજ-શિષ્ય સિંધપતિ ગાંડા ગણી કાઢયા. હું અંધ દેખતા બન્યા હતા, તે સિવાયની વાતા માનવાને કાષ્ઠ તૈયાર નહાતું. આ સ્થિતિમાં ચારેક વર્ષ વીતાવી આખરે હું સર્માનાં તે એ શાંત ભૂમિનાં દર્શન કરવાને ક્રરી તિબેટ પહેાંચ્યા. પણ ગાર્થના મઢમાં પહાંચતાં જ ચંદુ લામાએ મને સમાચાર આપ્યા કે મારા ગયા પછી ઝમાં તરતમાં જ મૃત્યુ પામ્યા હતા. મેં તેનાં અવશેષનાં દર્શન કરવાની તત્પરતા બતાવી. પણ ચંદુએ કહ્યું કે એમને દેહ એમની ગુફામાં જ પડેલે હશે તે કાઇ પણુ તિબેટવાસી તે પવિત્ર ભૂમિમાં જવાની ધૃષ્ટતા કે હિંમત કરી શકે તેમ નથી. તે હું એકલા ઝર્મીના દેહનાં દર્શને ચાલ્યેા. રાંડુ લાધામાં રાત રાકાષ્ઠ બીજા દિવસે બપોરે હું ચુક્ા સમીપ ષહેાંચ્યા. પણ ગુફાના પ્રવેશદ્વારપર પાંચથી છ હજાર મણુ વજનની વિરાટ શિલા પડી હતી. મારે માટે સદેહે ત્યાં પેસવાનું કાઈ પણ રીતે શકય નહતું. ને તે શિલાને નમન કરી હું તરત પાછા ફરી ગયા. * * કેપ્ટન ઓવને, ડા. કેનન અને ખીજા કેટલાક તિબેટ-પ્રવાસીઓની નેાંધના આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ ઉદયને તેને એવું સુંદર યુદ્ધ આપેલું કે જ્યારે એ સાયરસ હારીને ઈરાન પાછો ફર્યો ત્યારે, ટ્રેના જણાવવા પ્રમાણે, તેના એ ભવ્ય સૈન્યમાંથી સાત માણસો બાકી રહ્યાં હતાં. ભગવાન મહાવીરના સમયમાં મગધપતિ શ્રેણિક, અવંતિપતિ મહાસેન, સિંધ–સવીર સમ્રાટ ઉદયન, કેશલપતિ પ્રસેનજીત, વત્સપતિ શતાનિક, વિદેહપતિ ચેટક, ત્રિકલિંગપતિ કાકડુ, દશાર્ણપતિ દશાર્ણભદ્ર, યાદ્ધપતિ પ્રદેશ અને કાશીપતિ જિતશત્રુનાં સૈન્યને સરવાળે દશ કરોડની પણ હદ વટાવી જાય છે. તેમાંના સિધપતિ ઉદયને સાયરસના લાઓના સૈન્યને સાફ કરી નાંખ્યું એટલું જ નહિ પણ વત્સ ને મગધને પણ ડરાવનાર અવંતિપતિ મહાસેનને તેણે સખત હાર આપેલી એ જોતાં વધુમાં વધુ પ્રબળ સૈન્ય તેનું હોવું જોઈએ. શ્રેણિકની પછી મગધની ગાદીએ આવેલા કેણિક-અજાતશત્રુ અને મહાવીરના મામાવિદેહપતિ ચેટક વચ્ચે ખેલાયેલા ભયંકર યુદ્ધમાં, ભગવાન મહાવીરના જણાવવા પ્રમાણે, કુલ એક કરોડ એંશી લાખ સૈનિકોને સંહાર થયેલું. આ યુદ્ધમાં મહાશિલાકંટક' ને “ર મુશલ' એવા બે વ્યુહ રચવામાં આવેલા. પહેલા બૃહથી ચોરાશી લાખ નાશ થયો, બીજાથી છ– લાખ મૃત્યુ પામ્યા. બીજા ભૃહનું સ્વરૂપ આધુનિક ટેકયુદ્ધને તાદશ મળતું આવે છે. અજાતશત્રુ અને ચેટક વચ્ચેના એ ભવ્ય સંગ્રામ પછી ભારતીય સૈન્યશકિતને અને યુદ્ધનાં સાધનને મર્યાદિત કરી દેવામાં આવેલાં અને ભયંકર રથયુદ્ધો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો. એવી મર્યાદિત સ્થિતિમાં પણ ઈ. સ. પૂ.ની ચોથી સદીમાં મગધપતિ નંદ પાસે એકલા પાટલીપુત્રમાં જ બે લાખ પાયદળ ને આઠ હજાર ઘોડેસ્વારોનું સૈન્ય હતું. તે પછી સિકંદર વગેરેનાં આક્રમણ થતાં હિંદની સૈન્યશક્તિમાં સહેજ વધારે થયેલ. મેગેસ્થીનીસ પાટલીપુત્રમાં એલચી તરીકે નીમાયો ત્યારે તેના જણાવવા પ્રમાણે હિંદનાં મુખ્ય રાજ્યો પાસે નીચે પ્રમાણે સૈન્ય હતું પાયદળ હયદળ હસ્તિદળ H014 (Prasii) ૩૦૦૦૦ ૯૦ ૦ ૦ વલ્લભી (Automela) ૧૫૦૦૦૦ ૧૬૦૦ 4134 (Pandae) ૧૫૦૦૦ ૦ ૫૦૦ આંધ (Andarae) ૧૦૦ ૦૦૦ २००० કલીંગ (Calingae) ૬૦૦૦૦ પ્રિયદર્શિને કલીંગ પર કરેલા આક્રમણમાં કલીંગના એક લાખ સૈનિકે મરાયેલા ને દેઢ લાખ કેદ થયેલા એ જોતાં મેગેસ્થીનીસના સમય પછી પણ હિંદનું સૈન્યબળ ધીમે ધીમે વધી રહ્યું હતું એમ જણાય છે. ઇ. સ. પૂર્વે બીજી સદીમાં સેનાપતિ પુષ્યમિત્રે કરોડની સંખ્યાએ પહેચેલી શાંતિવાદી શ્રમણ પ્રજા સામે, મૌર્ય રાજા સામે અને ડેમેટ્રિયસ સરખા પરદેશી આક્રમણકર્તાઓ સામે એક સાથે જે જેહાદ આદરી ને તેના બાલપત્ર વસુમિત્રે ભવ્ય યવનસેનાને જે સંહાર કરી નાખે એ જોતાં ઇંગેની સૈન્યશક્તિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. १ महासिलावटए संगामे चऊरासीहं जण संयसाइस्सीओ बहियाओ । ७-६-१९ ૨ ઉન્નત સથવારૂલ્લીઓ વહિયાનો ગુણ સંજામે –૯-૩૨૧ ३ रथो मुशलेन युक्तः परिघावन् महाजनक्षयं कृतवान् असौ रथमुशलः । ७-८-३२२ ભગવાન મહાવીર, મરાવતી ૧૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સન્યો અને યુદ્ધ૩૨૭ ઈ. સ. પૂ. પહેલી સદીમાં વિક્રમાદિત્યે પશ્ચિમ હિદમાં થાણાં જમાવી પડેલા શકેને જડમૂળથી ઉખેડી નાંખ્યા, ને અભિનવ ભારતીય સંવત્સરની સ્થાપના કરી તેણે માર્યોની કીર્તિને પણ ઝાંખી કરી. તે પછી ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ' તરીકે નામાંકિત બનેલા યુગને સર્જનાર ગુણવશી મહારથીઓઃ સમુદ્રગુપ્તની વિજયી સેનાઓએ ભારતવર્ષને એકચક્રી રાજ્ય બક્યું ને એજ સેનાના બળે તે પોતાના પિતાને તેનું ઝૂટવાઈ ગએલું સિંહાસન પાછું અપાવી શક્યા, એ યુગમાં હિંદનું સન્યબળ આખા જગતમાં અજોડ હતું. કાજપતિ હર્ષ પાસે કેવળ હાથીઓનું જ સર્ચ ૬૦૦૦ લગભગનું હતું. અગ્યારમી સદીના પૂર્વાદ્ધમાં ગુજરાત ને સારાષ્ટ્ર, માળવા ને તૈલંગણુ સપાદલક્ષ ને કાશી, કને જ ને કાશિમર, બંગ ને સંગાથ-હિંદના એ એકેક પ્રાંત પાસે એવાં સૈન્ય, એવી સમૃદ્ધિને એટલાં વિપુલ સાધનો હતાં કે જેની આગળ મહારાજ્યો પણ ઝાંખાં પડી જાય. એજ સદીના ઉત્તરાર્ધમાં યવનો સામે ઉત્તર–ભારતના બચાવ માટે હિંદુઓએ ખેલેલા યુદ્ધમાં ૩૦૦૦૦૦ ઘોડેસ્વાર ને ૩૦૦૦ હાથીઓ હતા. સ્વયસૈનિકેની બેહદ ભરતીથી પાયદળ તે તે સમયે અગણિત બની ગયું હતું. સુલતાન મહમદ તઘલકનું કેવળ હયદળ જ ૯૦૦૦૦૦ની હદે પહોંચતું હતું. બાલાઘાટ પરના આક્રમણ વખતે તે પિતાની સાથે ૮૦૦૦૦૦ ઘોડેસ્વાર લઈ ગયે. પંદરમી સદીમાં વિજયનગર રાજ્ય પાસે ૧૧૦૦૦૦૦ પાયદળ, ૧૯૦૦૦૦ ઘોડેસ્વાર ને ૧૦૦૦ હાથીનું સૈન્ય હતું. ૧૫૧૯માં કૃષ્ણદેવે જ્યારે રાયચુર પર આક્રમણ કર્યું ત્યારે તે પિતાની સાથે ૭૦૩૦૦૦ ખડા સૈનિકે, ૩૨૬૧૦ ઘોડેસ્વાર, પપ૧ હાથી ને અગણિત સ્વયંસેવકે ને નોકર-ચાકર લઈ ગયેલું. પરદેશી પ્રવાસીઓની સેંધપોથીઓ પણ એ આંકડાઓની સચ્ચાઈની સાક્ષી પૂરે છે. સઝાના જણાવવા પ્રમાણે ૧૫૩૪ માં એક ખંભાતના રાજા પાસે જ ૪૧૫૦૦૦ નું પાયદળ, ૧૦૦૦૦૦ ઘડેસ્વાર ને ૬૦૦ હાથી હતા. તે પછી તે મેગલે અને રજપૂત, મેગલ અને મરાઠાઓ અને છેવટે હિંદીઓ અને પરદેશીઓ વચ્ચેના યુદ્ધોમાં લાખોનાં સૈન્ય સતત લડતાં જ રહ્યાં છે. તેમાં થયેલા સંહારને હદજ નહતી. પાણીપતના ત્રીજા યુદ્ધમાં એક જ દિવસમાં ૨૦૦૦૦૦ મરાઠાઓનો નાશ થઈ ગયેલું...ને એ રીતે ધીમે ધીમે હિંદનું સૈન્યબળ નષ્ટ કરાયું. હિંદુ વચન એ એક પણ પ્રસંગ નથી મળતો કે જ્યારે હિંદુ રાજાઓએ વહેતર્યા મહેમાને સરખા ચુંગી સાથેના સંબંધમાં વચનભંગ કર્યો હોય. પણ એથી ઊલટું, કહેતાં શરમ આવે છે છતાં ન્યાયને ખાતર કહેવું જોઈએ કે પર્યુગીઝે તેવી મહત્તા દાખવવામાં નિષ્ફળ નીવડયા છે. યુરોપિયને હંમેશાં એમજ માનતા આવ્યા છે કે તેમને ચોરી, લૂટફાટ ને હિંદી પ્રવાજોની કસ્તુ માટે દૈવી-હક મળેલ છે. પ ગવને સખ જગવિખ્યાત ઈતિહાભાર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણ મા વત્સદેશમાં, અવંતીપતિની દુહિતા વાસવદત્તાનું હરણ કરી જનાર વીર ઉદયનનું શાસન ચાલતું હતું. એક સમયે કમભાગ્યના પંજામાં સપડાયેલી અંગની રાજકુમારી પ્રિયદર્શિકા ગુણવેશે એ ઉદયનની મહારાણી વાસવદત્તાને શરણે આવી. ત્યાં કોઈક પ્રસંગે ઉદયનની નજર પ્રિયદર્શિકાની મનોહર દેહલતા પર પડતાં તે પ્રેમવિળ બન્યો. પણ વાસવદત્તાને ટું લાગશે માની તેણે મન પર કાબૂ જમાવ્યો. * એક સમયે વાસવદત્તાએ તેની એક વિદુષી સખીએ લખેલા “વાસવદત્તા હરણ' નાટકને, કુલીન સન્નારીઓને માટે, રાજમહેલની રંગભૂમિ પર ભજવવાને પ્રબંધ કર્યો. તેમાં વાસવદત્તાને પાઠ પ્રિયદર્શિકા ભજવવાની હતી, ઉદયનને પાઠ તેની સખી મનેરમા લેવાની હતી. પણ ઉદયન ને પ્રિયદર્શિકાના પરસ્પર પ્રેમને પારખી ગયેલી મનોરમાએ ઉદયનને આ તક જતી ન કરવા લલચા. મને રમાને બદલે ઉદયન પિતેજ રંગભૂમિ પર આવે તે તેની નેહભૂખ સંતોષાય, વાસવદત્તાનો પણ લાગણીઓ ને દૂભાય. ઉદયનને એ સલાહ સુચી ગઈ ને તેણે પ્રિયદર્શિકાની સાથે અદ્દભુત કામ કરી બતાવ્યું. પણ અંતમાં એક મૂર્ખની ગફલતથી વાસવદત્તા વસ્તુસ્થિતિ પારખી ગઈ. ને ન્યાયમંદિરમાં ફરિયાદે જવાને બદલે તે રંગભૂમિ પર ચડીને ઉદયનના પગ પર માથું મૂકતાં બેલી. ' “દેવ, મને રમા ધારીને અત્યારસુધી તમારા ચરણ પર માથું ન મૂકી શકી, તે માટે પશ્ચાત્તાપ થાય છે. ક્ષમા બક્ષી શકે તે જ મને શાંતિ વળશે.” ' ઉદયન લજજાથી લેવાઈ ગયે. પણ ઉદયન-પ્રિયદર્શિકાના નેહને ઓળખી ગએલી વાસવદત્તાએ અંતમાં જાતે જ પ્રિયદશિકાને હાથ ઉદયનના હાથમાં મૂક્યો. " અકબરે એક સમયે મહાકવિ પૃથ્વીરાજને કહ્યું, “કવિ, તમે હિંદુઓ જ્ઞાનની વાતો તે ખૂબ મોટી મેટી કરે છે. કહે જોઈએ તમારો સ્વર્ગવાસ ક્યારે અને ક્યાં થશે ?” કવિ આ પ્રનથી ચમક્યા. પણ બીજી જ પળે હિંદુ વીર પ્રતાપને બચાવી લેનાર એ કવિની દૃષ્ટિમાં તેજ ઊભરાયું, ને તે શાંતિથી બોલ્યા, “રાજન આજથી છ મહિના વીતતાં હું મથુરાના વિશ્રામ-ઘાટ પર પ્રાણ છોડીશ.” અકબરનું હૈયું હર્ષથી ઊભરાવા લાગ્યું. હિંદુ કવિની વાણીને બેટી પાડવાને તેને આ સુંદર મેકે મળી ગયો હતો. તેણે બીજે જ દિવસે કવિને રાજકીય કામના બહાને અટકની પાર મોકલાવી દીધા ને કવિ જ ખાસ બાદશાહી ફરમાન સિવાય સરહદ ઓળંગવા જાય તે તેમને કેદ કરવાની તેણે અમલદારોને સૂચના મેકલાવી. I કંઇક સમય વીતતાં એક વાઘરી ચક્રવાકનું એક યુગલ પકડી લાવ્યા. એ યુગલ મનુષ્યવાચા બેલતું હોઈ અકબરે તેને જાતે જોવાની ઈચ્છા દર્શાવી. ને જયારે એ યુગલે મનુષ્યવાચામાં અકબરની પ્રશંસા કરી ત્યારે કવિ ખાનખાનાનને આનંદની ઊર્મિ ઊછળી આવતાં તેણે એ યુગલનું સન્માન કરતાં કહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ _x જીવન ઝરણ- ૩૨૯ સજજન વારું કેટિધા છે દુજનની ભેટ અકબરને આ પંક્તિ ખૂબ જ ગમી ગઈ. પણ તેને ઉત્તરાર્ધ ખાનખાનાન કે બીજે કેઇજ કવિ બનાવી ન શકે. અકબરને પૃથ્વીરાજની ખોટ સાલી. ને તેણે, અગાઉ પ્રસંગ વીસરી જઈ. પૃથ્વીરાજને તે જ્યાં હોય ત્યાંથી તરત જ આગ્રા આવી પહોંચવાનું આમત્રણ મેલાવ્યું. બાદશાહી ફરમાન જઈ અમલદારેએ પૃથ્વીરાજને આગ્રા બાજુની મુસાફરી માટે સગવડતા કરી આપી. ને પિતે ભાવિ ભાખ્યાને બરાબર છ મહિના વીતતાં જ કવિ મથુરા આવી પહોંચ્યા. મથુરાના વિશ્રામઘાટ પર તેમણે ઉપરોક્ત પંક્તિને ઉત્તરભાગ લખે રજનીનાં મિલન કર્યા વિધિના અક્ષર મેટ. ને બીજી જ પળે તેમણે પ્રાણ છોડી દીધા. ખલીફા ઓમર સમક્ષ એક શ્રીમંતે કેટલાંક સફરજન ભેટ ધર્યાં. ખલીફાએ એવી ભેટ લેવાની ના પાડતાં મંત્રીઓ અને શ્રીમંતે કહ્યું, “નામદાર, સફરજનની ભેટ તે પેગંબર સાહેબ પણ સ્વીકારતા હતા.” હું એ જાણું છું.” ખલીફાએ શાંતિથી કહ્યું, “પણ સાથે એ પણ જાણું કે પેગંબર સાહેબના વિષયમાં એ ભેટ હતાં. મારા વિષયમાં એ લાંચ છે.” X મહારાણા સરૂપસિંહે એક રબારીની હોશિયારી જોઈ તેને જમાદારની પદવી આપી. સમય જતાં એક હેલીએ આવી ફરિયાદ કરી કે તે રબારીની સ્ત્રી પોતાની પરણેતર છે. બે રબારી તેને ભગાડી ગયો છે. , મહારાણાએ તરતજ રબારીને તેની સ્ત્રીને અંતઃપુરમાં દાસી તરીકે મોકલવાની સૂચના આપી. રબારીએ હર્ષથી ઊભરાઈ જઈ પત્નીને સારી રીતે શણગારી અંતઃપુરમાં મોકલાવી. સાંજરે મહારાજાએ એક ભવ્ય જલસે ગોઠવ્યા. તેમાં બધી જ દાસીઓને ઢોલ વગાડવાની તેમણે સૂચના કરી ને જે દાસી સારામાં સારું ઢોલ વગાડે તેને સુંદર ઈનામ આપવાની ઈચ્છા દર્શાવી. રબારીની પત્ની ઢેલ વગાડવામાં બધી જ દાસીઓને ટપી ગઈ. મહારાણાએ તરતજ ફરિયાદી ઢાલીને આગળ ધરતાં કહ્યું, “આ ભેટ તારે માટે વધારે યોગ્ય થઈ પડશે.” ઢેલણે પિતાની ભૂલ કબૂલી બધે દેષ રબારી પર ઢળ્યો. ને રબારી, મહારાણાએ તેની પત્નીને આપેલી ભેટને નકારી ન શકો. પિતાના ઘરમાં ભરાયેલા એક ચોરને એક ધર્મગુરુએ કહ્યું: “ઓ માનવી, તું જાણે છે કે તું ચોરી કરીને જે ચીજ ઉપાડી જઇશ તે જ ચીજ કયામતને દિવસે ખુદા તારા ગળામાં લટકાવશે.” “ઘણી જ સુંદર વાત,” ચોરે ખીસામાં ભરેલી કસ્તુરી બતાવતાં હસીને કહ્યું, “આ ચીજ વજનમાં ઘણી હલકી છે એટલે ગળામાં મને ભાર જણાશે નહિ. ને વધારામાં તે મને તે સુવાસ આપશે જ પણ સાથે જ ખુદાના દરબારને પણ તે સુવાસિત કરી મૂકશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ર સભ્યપરિચય મીની ! * પૂર્વ અને પશ્ચિમનાં નૈતિક – [ શ્રી. સયાજી સાહિત્યમાળા-પુષ્પ ર૬મું] અનુવાદક : શ્રી. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, પ્રકાશક–આર્ય સુધારક પ્રેસ, વડોદરા. કિંમત ૨-૩-૦. પ્રો. કેનેથ સેન્ડર્સના “Ideals of the East and West'નામે તુલનાત્મક (?ખ્રિસ્તી દષ્ટિએ) નીતિદર્શનના ગ્રન્થ પરથી તૈયાર થયેલે આ અનુવાદકેવળ અનુવાદ–દષ્ટિએ તે આવકારપાત્ર છે. ધર્મ અને નીતિશાસ્ત્રને ગ્રન્થ છતાં, ભાષા એટલી સરળ અને અખલિત રહી છે કે, સામાન્ય વાચકનું મન પણ તે અંત સુધી પરોવી રાખી શકે તેમ છે. મૂળ લેખકે સ્વ. શ્રીમન્ત સયાજીરાવની પ્રેરણાથી આ ગ્રંથ તૈયાર કરેલ હોઈ તેને અનુવાદ “સયાજી સાહિત્યમાળામાં પ્રગટ થાય છે તે સાહિત્યમાળાને માટે તે સન્માનને જ વિષય લેખાય. પણ આખા ગ્રંથમાં સુત્રરૂપે વણાઈ જતી વિચારધારા હિદને કે હિંદુઓને લાભકર્તા હેવાને સંભવ ઘણો ઓછો છે. મૂળ લેખક ખ્રિસ્તી છે એટલે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે તેમને અનુરાગ હેય એ સ્વાભાવિક છે. અને ખ્રિસ્તી ધર્મ અને ઈસ પ્રત્યે ભક્તિભાવથી ઊભરાઈ જતાં ૧૧-૧૨ પ્રકરણ એનું પ્રમાણ છે. તેમાં જણાવાયું છે કે “ઈસુ ખ્રિસ્તે કહેલા નીતિસિદ્ધાંતે સર્વને ગ્રાહ્ય થાય તેવા છે. તેથી તેની સર્વદેશીયતા સિદ્ધ થાય છે. બધા ખ્રિસ્તીઓ તેને આદર્શ તરીકે સ્વીકારે છે એટલું જ નહિ પણ, માનવજાત જ્યાં વસવાટ કરતી હશે ત્યાં ઈસુ આદર્શ તરીકે ગણાશે.” આ ઉપરાંત તેઓ હિંદ, ચીન અને જાપાનની સંસ્કૃતિમાં ખ્રિસ્તી ધર્મના પ્રભાવે જ સુંદર પરિવર્તન આણેલ હોવાનું જણાવે છે. મહાત્મા દેવ શ્રી કૃષ્ણ નથી, પણ ઈસુ ખ્રિસ્તને વધારે મળતા આવે તેવો કઈ છે (૭૧)..... જ્યારે ખ્રિસ્તી આદર્શથી ચીનની જાગૃતિ થઈ અને ઈશ્વર તથા માનવપ્રેમ જમ્યાં (૧૧૨)..જાપાનની મુખ્ય સામાજિક માન્યતા. ખ્રિસ્તીઓની અસરથી વધારે ઊંચી અને ઉદાર બની છે (૧૯૩)” અને જાપાની ખ્રિસ્તી પ્રચારક ડો. કાગ્યાની મહત્તા અને તેમના અભિપ્રાયો વર્ણવતાં જણાવે છેઃ “કોસ વિજય પામે છે અને પામશેજ. ચીનમાં અને જાપાનમાં ખ્રિસ્તી ધર્મ વિજય પામ્યો છે (૧૯૯).’ ખ્રિસ્તી ધર્મની આવી મહત્તા વર્ણવીને જ લેખક નથી અટક્યા. હદના ધર્મોને તેમને અભ્યાસ દર્શનશાસ્ત્રના સામાન્ય વિદ્યાર્થી જેટલું પણ નથી; શ્રીકૃષ્ણના યુગની પણ તેમને ખબર નથી જણાતી; ગૌતમબુદ્ધ ને મહાવીરના સંબંધો ને ભગવાન મહાવીરના વ્યક્તિગત જીવનનો પણ તેમને ખ્યાલ નથી; હિંદુ ધર્મની વિશાળતાને તેઓ સમજી શક્યા નથી; ખ્રિસ્તી ધર્મપ્રધાન આધુનિક જગતમાં વધુમાં વધુ અનીતિ અને હિંસા છતાં વધારેમાં વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ-પરિચય - ૩૩૧ નીતિ અને અહિંસાની કૃત્રિમ વાતો થાય છે અને એની પાછળ માનવજીવનનાં વાસ્તવિક સ્વરૂપ ભારેલી આગની જેમ ધખધખી રહ્યાં છે એ જોવાની તેમને દૃષ્ટિ નથી, ને છતાં હિંદ ને હિંદના ધર્મો પર તેઓ ભાષ્ય લખી નાંખે છેઃ “હિંદુઓ જે કર્મવાદને ભાર આપે છે તે કર્મવાદ ખામીવાળો છે જ. હિંદુઓની મોટી સંખ્યામાં વ્યક્તિત્વવાળા માણસે બહુ થડા હોય છે એ એમને હંમેશને ક્રમ થઈ રહ્યો છે; વધારે પ્રગતિ સાધક ને વ્યક્તિત્વપષક એવા ગુણોની હિંદમાં કદર નથી (૭ર)..એકેશ્વરવાદ જેની ઉપર બેઠો હુમલે કરતા હતા તેનું શ્રીકૃષ્ણ ગીતામાં પુનઃસ્થાપન કર્યું છે (૫)... પછી છઠ્ઠા (ઈ. સ. પૂ.) સિકામાં બે મહાન સુધારકોને જન્મ થવાથી બે પગલાં આગળ વધારે પ્રગતિ થઈ. તે બંને ગૌતમબુદ્ધના અનુયાયી શિષ્ય હતા (૩૮). પરધર્મોના આવા અલ્પજ્ઞાન સાથે જગતભરનાં દર્શનશાસ્ત્રોનો તુલનાત્મક ગ્રંથ લખે એ યુરોપીય ગુણ-કદર સાથે સંગત હશે; હિંદમાં તે હિંદી દર્શનશાસ્ત્રોનો ગ્રંથ લખવાને માટે પણ તે તે ધર્મની દીક્ષા લઈ વર્ષો સુધી તેના તને અભ્યાસ કરે જોઈએ, અને તે પછી જ એવી તુલના કરવાને અધિકાર મળી શકે. આમ છતાં કહેવું જોઇએ કે ગ્રંથ તૈયાર કરતાં સારે શ્રમ લેવાય છે અને પિતાના ધર્મમાં શ્રદ્ધા ટકાવી રાખીને જગતના અન્ય પાને પરિચય મેળવવામાં ખ્રિસ્તી પ્રજાને આ ગ્રંથ પૂર ઉપયોગી થઈ પડવા સંભવ છે. દરેક પ્રકરણના અંતે તે તે સંપ્રદાયોના પ્રમાણભૂત ગ્રન્થમાંથી મૂકાયેલાં અવતરણ જુદા જુદા ધર્મોનાં મૂળભૂત તને સારે ખ્યાલ કરાવે છે. શ્રી અદસંહિતા [ શ્રી સાયણાચાર્યભાષાનુસાર ] અષ્ટક ૩ઃ વિભાગ પહેલે [શ્રી સયાજી સાહિત્યમાલા પુષ્પ ૨૬૫મું –અનુવાદક : મોતીલાલ રવિશંકર ઘેડા. પ્રકાશકલુહાણું પ્રિ. પ્રેસ, વડોદરા. કિમત ૧-૧૨-૦. આ ગ્રન્થની શરૂઆતમાં, 'અગ્લેદના અંતર્ગત વિષયને અનુલક્ષીને, વકીલ ગુલાબરાય છાયા, એક લાંબી પ્રસ્તાવના પ્રગટ થઈ છે. પ્રસ્તાવના-લેખકને અને અનુવાદકનો વેદ વિષયક અભ્યાસ સુંદર છે. પણ નિરૂપણશક્તિ અને ભાષાબળમાં કંઇક કચાશના કારણે પ્રસ્તાવના અને વેદસૂક્તોને અનુવાદ–બંને મન હરી લેવામાં અસમર્થ નીવડે છે. પ્રસ્તાવના મૂળ હિંદીમાં લખાયેલ હેઈ ગુજરાતીમાં જણાતી ક્ષતિઓ માટે મૂળ લેખક કેટલે અંશે જવાબદાર હશે એ કહેવું કઠીન છે. પણ વેદમાં ‘વિધવા' શબ્દના પ્રયોગથી તે સમયમાં પુનર્લગ્ન કે સતીપ્રથા ન હોઈ શકે એવું પ્રસ્તાવના-લેખકનું રહસ્યદર્શન સમજવું મુશ્કેલ થઈ પડે છે. કેમકે યુરોપમાં “widow’ અને હિંદમાં ‘વિપુર' શબ્દની હયાતી છતાં યુરોપની સ્ત્રીઓ અને હિદના પુરુષો પુનર્લગ્ન કરવામાં જગતભરમાં નામાંકિત બનેલાં છે. રજપૂતાણીઓ અને મધ્યયુગની કુલીન સ્ત્રીઓને વિધવા' શબ્દને પરિચય છતાં તેમાંની કોઈએ સતી બનવામાં પાછી પાની કરી નથી. અનુવાદ મૂળ સૂકોને વફાદાર રહી શકે છે પણ ગુજરાતી ભાષાની ગણતરીએ તે કંઈક આડંબરી, કષ્ટગ્રાહ્ય અને કયાંક કયાંક અશુદ્ધ પણ છે. ‘અનુવાદ ભાવભર્યો અને સુગમ હવે જોઈએ એવા સ્વ. શ્રીમંત સયાજીરાવના મંતવ્યને અમલમાં મૂકવામાં તે મેટે ભાગે નિષ્ફળ નીવડે છે એમ સહેજે કહી શકાય. તેને માટે નીચેનાં બે અવતરણુ-એક પ્રસ્તાવનામાંથી, બીજું સુકાના અનુવાદમાંથી–પૂરતાં થઈ પડશેઃ “શાસ્ત્રમાં અમુક સ્થલમાં “વેદત્રયી” એમ પણ કહી ગયું છે, પરંતુ અથર્વવેદને જદમાં સમાવેશ કરીને આ વાકય ઉચ્ચારિત કર્યું હોય એય સમઝયું જાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ - સુવાસ ધસેમ્બર ૧૯૪૦ “અતિશય મેધાવી અંગિરાઓ સાથ સખિત્વને ઈછનાર ઇન્દ્રદેવ, પર્વત પ્રતિ અવશ્ય પ્રાપ્ત થયો. તે પર્વતે, સખિત્વની ઈચ્છા કરતાં સુષ્ણુપ્રકારે યુદ્ધ કરનાર ઈન્દ્રાર્થ ગવાત્મક મર્મને નિમિત કર્યો. નિત્યતરૂણ મરૂદેવ સહ અંગિરાઓના ગોધનને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતા અસુરોના મારયિતા ઇન્ડે ગાયને પ્રાપ્ત કરી. અનાર, અંગિરા મધે વરિષ્ઠ અંગિરા ઋષિએ, ઈન્દ્ર પાસેથી તે ગાયને પ્રાપ્ત કરી ત્યારથી જ તે ઇન્દ્રદેવને પૂજનારે થયો.” ઘંટાકર્ણ એ જૈન દેવ જણાતા નથી–લેખક: પંડિત લાલચન્દ્ર ભગવાન ગાંધી. છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સમાજમાં ઘંટાકર્ણ' નામે એક દેવની પૂજા–પ્રભાવના દિનપ્રતિદિન પ્રગતિ સાધી રહી છે. તે સામે ચેતવણી તરીકે પ્રગટ કરવામાં આવેલી આ પત્રિકા, એ દેવ જૈન ન લેવા સંબંધી, સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રમાણે રજૂ કરે છે. ખાસ અંકે શારદા-ઓક્ટઃ દીપોત્સવી અંક નવેઃ પ્રવાસ અંકી–'દીપોત્સવી અંક જીવનનાં વિધવિધ અંગોને સ્પર્શતા અભ્યાસપૂર્ણ લેખ ને સુંદર નવલિકાઓથી, આકર્ષક બન્યું છે. “પ્રવાસ અંક માંના ઘણાખરા લેખો મને રંજક ને માહિતીપૂર્ણ છે. એકંદરે સામગ્રી સંતેષપ્રદ છે. ગુણસુંદરી-ઓકટઃ નવરાત્રઅંક. ન દીપોત્સવી અંક]–-નવરાત્ર અંકમાં સંખ્યાબંધ રાસ પ્રગટ થયા છે ને તેમાંના કેટલાક ખરેખર આવકાર પાત્ર છે. દીપોત્સવી અંક'માં વાર્તાઓ અને નારીવિષયક અન્ય લેખો સારી સંખ્યામાં ને સુશોભિત સ્વરૂપમાં પ્રગટ થયેલ છે. વ્યાયામ-રીય મહોત્સવ અંક]–ગુજરાતને પચીસ વર્ષથી વ્યાયામ, આરોગ્ય અને શક્તિને આદર્શ સમજાવી રહેલા માસિકના આ વિશેષાંકમાં તે જ વિષયને વિવિધ દષ્ટિએ સ્પર્શતા સંખ્યાબંધ પ્રેરક લેખ પ્રગટ થયા છે. તેમાં જનરલ નાનાસાહેબ શિંદેને વ્યાયામ અને લશ્કરી શિક્ષણએ લેખ ખાસ ધ્યાનપાત્ર છે. પૂઠા પરનું સુઘટિત ચિત્ર અને અંદરનાં સુશોભને અંકને ઉઠાવદાર બનાવે છે. બાલજીવન-દીપોત્સવી અંક]–મનોરંજક વાર્તાઓ, કેટલાંક સારાં કાવ્યો, માહિતી પૂર્ણ લેખો, સુંદર ચિત્રો ને યોગ્ય સુશોભનથી આ અંક બાળકોનાં મન આકર્ષી લે એમ છે. બાલમિત્ર-[દીપોત્સવી અંક]–સેમાલાલ શાહનું લાડકવાયો’ ચિત્ર નયનહર ને ભાવભર્યું છે. પૂઠા પરનું ચિત્ર દીપત્સવ માટે સુઘટિત ને ભક્તિ પ્રેરક છે. વાર્તાઓમાં ખાસ નવીનતા નથી, પણ સંપાદન એકંદરે સારું છે. તાજમહાલ” લેખ બાળકોને સારી માહિતી પૂરી પાડે છે. બાલજગત–[ દીત્સવી અંક–સુશોભન કે ચિત્રો વિશેષ પ્રમાણમાં નથી, પણ સુઘડતાની છાપ સારી પડે છે. વાર્તાઓ એકંદરે રસભરી છે ને વાર્તા દ્વારા માહિતી આપવાને પ્રયાગ આવકારપાત્ર છે. બાલક-[દીપોત્સવી અંક–પૂઠા પરનું ચિત્ર નવલ વર્ષના મંગલપ્રભાતને અનુરૂપ છે. સજાવટ અને ચિત્રો પણ સારા પ્રમાણમાં છે. રસ અને માહિતીની ગણતરીએ અંક એકંદરે આકર્ષક બન્યા છે. સ્કાઉટ વીર-દીપત્સવી અંક–વિવિધ વિષયને સ્પર્શતા માહિતીપૂર્ણ લેખેથી ખાવકારપાત્ર નીવડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ છૂટાં ફૂલ મુંબઈમાં ઉજવાયલી, કવિકુલગુરુ કાલિદાસની ૧૯૯૭મી જયંતીના પ્રમુખપદેથી, ભાવ અને ભક્તિથી ભરેલું રસઝરતું વ્યાખ્યાન આપતાં ગૂર્જર કવિવર હાનાલાલ કહે છે: શકુન્તલા એટલે જગતનાટકની મહારાણી...મેઘદૂત એટલે જગતસાહિત્યનું મયૂરાસન. અધમ શિપીને હાથે કેકનું નાક કપાય ને કેકની આંખમાં કલાં પડે, એમ અધમ કલાકારને હાથે સચરિતશાળી મીનલદેવી વ્યભિચારિણી ચીતરાય, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મને વિકારી આલેખાય મુંજ જેવો જગતનટ પૃથ્વીવલ્લભ પિકારાય. કલાકલામાં ફેર છે. અધમ કલા અધમતામાં રમે છે, ઉત્તમ કલા ઉત્તમતામાં આનંદે છે. કાલિદાસ ઉત્તમ કલાસ્વામી છે. મહાકવિઓની કલા ઉર્ધ્વગામિનીજ હેય.'... માઘની ઉપમાઓ ગગનવિહારિણી છે; બાણની ઉપમાઓ ગડગડતાગાજત્તા મેધાઉબરમાં ઝબકતી વીજળીઓ જેવી છે, ભવભૂતિની ઉપમાઓ ફૂલની ફોરમ જેવી છે; કાલિદાસની ઉપમાઓ પૂર્ણિમાની ચંદનીના જેવી છે. કાલિદાસ એટલે લાલિત્યનો સ્વામી, કાલિદાસ એટલે કાન્ત કમનીયતા; કાલિદાસ એટલે પૃથ્વી ઉપરથી ગગનમંડળમાં ઊડતે ઇન્દ્રધનુષ્યને પેલે ફૂવારો રત્નચ્છાયા ગૂંથી શું ગગને ? સન્મુખે રમ્ય એ આ વર્ભીકના તટથી પ્રકટે ઇન્દ્રને ચાપખંડ. “ હિંદુ ધર્મ નાશ પામો', કહેનારા ને, ધર્મશાસ્ત્રો બાળી નાખો' બોલનારા કંઈ કંઈની બળીને રાખો કે ઊડી ગઈ, હૈયે હિંદુ ધર્મ ને ધર્મશાસ્ત્રો મહારાં અખાતાં છે ને અખાતાં રહેશે. ધર્મ, સાહિત્ય, ધર્મશાસ્ત્રો, પ, સંસ્કાર અને સંસ્કૃતિના અવિચળ કાળતુચ્છકારતા પાયાઓ ઉપર ભારતીય એકતા ઊભેલી છે, હજારો વર્ષોથી જયધ્વજ ફરકાવતી ઊભેલી છે... ભારતીય એકતાના કાલિદાસ એક મહાતંભ છે.” ને કાલિદાસને પૂજનઅંજલિ અર્પતાં તેઓ કુસુમ સમા શબ્દોની માળ ગૂથે છે છે મધ્યદેશે વર દેવતાત્મા એ કાલિદાસાત્મ રાધિનાથ; પ્રાચીપ્રતિચી રસસ્વામીઓમાં જાણે ઊભો પૃથ્વિને માનદંડ.” ને છેલ્લે પ્રણામાંજલિઃ સૌન્દર્યને સોહવતા સુહાગી ! લાલિત્યની વીજળીઓ વહતા, આ પૃથ્વિના મુખ કાવ્યદેશે, કવીન્દ્ર! છો સાત્વિક કાવ્યદંડ.” X તાજેતરમાં લુઈ બ્રોપ્પીડ નામે ચલચિત્ર-કથાલેખકની Night in Bombay નામની નવલકથા પ્રગટ થઈ છે. આ નવલકથામાં કાલ્પનિક પાના આશ્રયે હિંદની અને રંગીન પ્રજાઓની બદનામી કરવામાં લેખકે હદ નથી રાખી. નજરે દેખે એમાંથી એકે કન્યાને ન છોડતો હિંદી મહારાજ, એ જ એને ભાઈને એ બંનેને ટપી જાય એવો એક પારસી શ્રીમન્ત-જેવા વ્યભિચારી પુરુષમાં તે હિંદનું પાત્રદર્શન કરાવે છે. ને જે કઈ ગોરો કાળાની સાથે રેસના મેદાન સુધી જવાની મહેરબાની બતાવે તે ગોરાના પગમાં અખરોટ જેવાં રત્નો ધરાતાં હેવાને તે અનુભવ ચીતરે છે. એક વિવેચકે મી. બ્રાફી કરાવેલા મુંબઈના દર્શન પરથી એ સાર તારવ્યો છે કે‘વિના શ્રમે રૂપનાંજ મૂલ્ય વાંછતી કોઈ પણ દેખાવડી છોકરીને માટે મુંબઈએ સ્વર્ગ છે,' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ * = 3 છે. કલા-સાહિત્ય-વિજ્ઞાન પેરીસ અને કીડનની વિદ્યાપીઠે બંધ કરવામાં આવી છે: [ એ વિદ્યાપીઠેએ વિકસાવેલ વિજ્ઞાનમાંથી જન્મેલી અભિનવ સંહારક સંસ્કૃતિનાં એ પૂજન-પુષ્પ છે.] દિલ્હી વિદ્યાપીઠના વાઇસ ચેસેલર સર મેરીસ વાયરે રાજકીય ચળવળમાં ભાગ લેનાર બે વિદ્યાર્થીઓની બી. એ. અને એમ. એ. ની ડીગ્રીઓ પાછી ખેંચી લીધી છે. [ડીગ્રીઓ જ્ઞાનને નહિ પણ મંતવ્યોને આધીન છે એવી શોધને અમલમાં મૂકવાનું માન લેવાની હિંમત તો હીટલરથી પણ ન થઈ શકે એવી છે.] કહાપુરની રાજારામ કોલેજના પ્રી. ડો. બાલકૃષ્ણનું અવસાન થતાં તે પદે ગુજરાતી વિદ્વાન ડૉ. સુખલાલ છ. શાહની નિમણૂક થઈ છે [ અભિનંદન.] જાપાને પોતાના કેળવણી–ખર્ચમાં ત્રણગણો વધારો કર્યો છેઃ [ યુદ્ધની આફતના સોનેરી બહાનાનો અનાદર કરનાર જાપાનીઝ રાજનીતિને હિંદી રાજનીતિજ્ઞએ શિખામણ આપવી ઘટે છે.] “સત્યાગ્રહ અને અસગ” પુસ્તક જપ્ત કરાયું છેઃ [ સહયોગ ને નિયોગનાં પુસ્તકની ખપત હિંદમાં એટલા વિપુલ પ્રમાણમાં પ્રગતિ સાધી રહી છે કે અસહયોગને ક્યાંય પસંદગી મળવાનો સંભવ જ નથી-એટલે જપ્તી તદ્દન વ્યાજબી ગણાવી જોઈએ.] કવિ કાલિદાસ, સ્વામી દયાનંદ સરસ્વતી, ગુરુ નાનક ને સર ફીરોજશાહ મહેતાની ઊજવાયેલો જયંતીએ. લાહોરમાં જેશીઓની અને દિલ્હીમાં પત્રકારોની પરિષદ ઊજવાણી. વર્તમાનપત્રોના મુદ્રણ-સ્વાતંત્ર્ય સામેને અભિનવ પ્રતિબંધ છે. સરકારે પાછો ખેંચી લીધો છે. નૃત્યકલાવિશારદ શ્રીમતી રૂકિમણીદેવી અમદાવાદમાં કહે છે કે, “જે ભારત પિતાના આત્માને ઓળખે. પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરવું માંડી વાળે તે એનું ભાવિ ઊજળું છે [જગતની આદિમાં શબ્દ હતો, અને એનો અસ્ત પણ તે શબ્દથી જ આવવાને છે.] સાંસ્કૃતિક સંરક્ષણ માટે કવિવર ટાગોર, સેનાપતિ ચાંગ કાઈ શેક ને મહાત્મા ગાંધી વચ્ચે સંદેશાઓની આપ-લે. ડીસેમ્બર મહિનામાં મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદ-સંમેલન, વડોદરામાં એતિહાસિક પ્રદર્શન, સુરતમાં પ્રાન્તિક રાષ્ટ્રભાષા સંમેલન, અમદાવાદમાં ભાડુઆત પરિષદ ને પત્રકાર-સંમેલન, વોટેરમાં હિંદી વિજ્ઞાન પરિષદ ને નીંગાળામાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન ઊજવાશેઃ [ ઈશુએ એ મહિનાને ભાગ્યશાળી બનાવ્યો છે. ] અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલે નવા ગાંધી પૂલની અને કૃષ્ણનગરમાં ડે. મેં એ સ્વામી વિવેકાનંદના બાવલાની કરેલી ઉદ્દઘાટનક્રિયા. આનાતાલ ફ્રાન્સની થેઈ પરથી હિંદમાં એકી સાથે “નર્તકી' રાજનર્તકી'ને ‘ચિત્રલેખા' ત્રણ ચલચિત્રો ઊતરી રહ્યાં છે. [કોણ કહેશે કે હિંદ ગરીબ છે!] “તુકારામ” ની ભૂમિકામાં સફળ નીવડેલા ને એ કીર્તિથી “તુલસીદાસ” ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ તાશ-તણખા •• ૩૩૫ ‘નરસિંહ ’ના પાઠ ભજવી ગયેલા શ્રી વિષ્ણુરંત પાગનીસ હવે ‘ વિદુર ' તે ઉપરાંતમાં કદાચ ‘ શંકરાચાર્ય ’નેા પણ વેશ ભજવશેઃ [હિંદમાં સન્ત એકજ જણાય છે. ] મુંબઇના રેડિયા— સ્ટેશને અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારા સામેનાં સાહિત્યિક તહેામતનામાંના કાર્યક્રમ ગાઠવ્યેા છે. હજરતઅલીની કબર માટે ઈરાક મેાકલવાને દાઉદી વહેારા કામે દશ લાખના ખર્ચે ૨૮૧ મણુ ચાંદી ને સવા ત્રણ મણુ સેાનાનું ‘ ઝરી ' અનાવરાવ્યું છેઃ [ હિંદમાં સાનું-ચાંદી નથી રહ્યાં એમ કહેતાં હવેથી વિચાર કરવા જોખુંએ.] માટુંગામાં હિંદુ દીનદયા સંધના મકાન અંગે ૫૦૦૦૦ નો તે સીરજ હેાસ્પીટલને એકસ રે માટે ૨૫૦૦૦ ની ભેટ મળી છે. અણુપરમાણુઓને ફેરવીને ધાતુમાં રૂપાંતર કરી નાંખે એવા સવા લાખની કિંમતના સાઈકલાટ્રાન મશીનને તૈયાર કરવાને તાતા ચેરીટીઝ 'ડે બંગાળ વિદ્યાપીઠને અડધી રકમની– ૬૦૦૦૦ ની ભેટ આપી છે. તાતાની પેઢી હિંદમાં હવેથી નવા પ્રકારનું જ પોલાદ તૈયાર કરનાર છે. બ્રાઝીલમાંની સૈાથી ઊંડી સેાનાની ખાણામાંથી સેાનું કાઢવાનેા પ્રબંધ થયા છે. લેહાન્તપુરમાં, મા કાલીન સ્થાપત્યના ખાદકામમાં પ્રાચીન જૈન મૂર્તિ મળી આવી છે. જામનગરમાં ૨૦૦ ગ્રાઉન્ડઇજનેરાને તૈયાર કરવાની યેાજના સાથેની વિમાની શાળાની શરૂઆત થઈ છે. હિંદના ખૂણેખૂણામાં ક્રીકેટના પવન ફૂંકાઈ રહ્યા છે. કેન્સર શગના નિષ્ણાત ડૉ વીલિયમ મેન્સેક્ષ મેાલીનનું અવસાન થયું છે. દેશ ના. વાઈસરાયની મુદ્દતમાં થયેલા એક વર્ષને વધારે હિંદના નવા સેનાધિપતિ તરીકે લેફ. જન. સી. જે. ઈ. એચીનલેકની નિમણૂક યુદ્ધ અંગેના વધારાના નાણા ખીલમાં ઈન્કમટેક્ષ ને પોષ્ટના દામાં વધારા સૂચવાય છે. વર્ષામાં મહાસભાની કારાબારીની બેઠક, ને મહાસભાવાદી સભ્યાએ ધારાસભામાં હાજરી આપી નાણાંબીલના વિરોધ કરવાની થયેલી ગેાઠવણુ. એ વિરોધથી ધારાસભામાં ઊડી ગયેલું ખીલ, પણ ના. વાઈસરાયની ખાસ સત્તાથી તે પાસ થાય છે. યુરેપમાં ખેલાતા યુદ્ધને માટે હિંદુ પ્રતિદિન રૂા. વીસ લાખના ખર્ચ ભાગવે છે. હિંદમાં પાંચ લાખ માણસાને યુદ્ધની તાલીમ અપાઈ રહી છે. મુંબઇની જેમ બિહારનો હાઈકા પણ દારૂબંધીને ગેરકાયદેસર ઠેરવે છેઃ [ દેશી દારૂના ઉદ્યોગના અંત આણવા પૂરતી જ દારૂબંધી કાયદેસર હતી. ] અમદાવાદની વીસ વર્ષની એક કાલેજકન્યાએ પચાસ વર્ષના એક સગૃહસ્થ પર વારી જઈ તેની સાથે, તે ગૃહસ્થની પત્નીની ગેરહાજરીમાં જ, નવાં લગ્ન ઊજવી નાંખ્યાં છે: [ અદ્દભુત-રામાંચક ! ] પંદરમી નવેમ્બરથી અમદાવાદ-મુંબઇમાં શરૂ થયેલા ગુમાસ્તાધારાનો અમલ. મધ્યસ્થ ધારાસભાની ખાલી પડેલી જગ્યાએ જેલનિવાસી શ્રી. સુભાષબેઝની બિનહરીફ ચૂંટણી : [ અભિનંદન! ] સુભાષખેાઝ સમેત બંગાળના કેદીઓએ ઉપવાસ આદર્યા છે. હિંદના રેલવાઇ પાટાની પરદેશી માંગને, પાટાએ ઉખેડવા છતાં, પૂરતા પ્રમાણમાં પહેાંચી શકાતું નથી. વડે।દરામાં નવા બંધારણ પ્રમાણેની ધારાસભાની ઉદ્ઘાટન ક્રિયા તે શ્રી. મે।તીલાલ દેસાઈની પ્રજાકીય પ્રધાન તરીકે થયેલી નિમણૂક. વડાદરાના સંન્યાસ-દીક્ષા પ્રતિબંધ સામે ઊજવાયલ વિરાધ-દિન. સિંધ-સક્કરમાં હિંદુઓ પર ચાલુ ખૂની હુમલા. એ પ્રદેશના જળતા પ્રશ્નના નિરાકરણ માટે રાષ્ટ્રપતિ મૈલાના આઝાદ સિંધની મુલાકાતે, તે દરેક પક્ષનું સંયુક્ત પ્રધાનમંડળ સ્થાપવામાં તેમને મળેલી સફળતા. વ્યક્તિગત સત્યાગ્રહે લીધેલું વિરાટ સ્વરૂપ તે પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ બાલાસાહેબ ખેર, ગેવિંદ વલ્લભ પંત, મોરારજી દેસાઈ, ડો. રાજન, પંડિત રવિશંકર શુકલ, પાટીલ, દરબાર ગોપાળદાસ, ભકિતબા, મણિબહેન, વિજયારી કાનુગા, પ્રમીલાબાઈ એક, પ્રેમ કંટક, વામન મુકાદમ, ચંદુલાલ દેસાઈ, કનૈયાલાલ દેસાઈ માવલંકર, બિયાણી, શ્રી કૃષ્ણ સિંહા, ડો. કૈલાસનાથ, છોટાલાલ પુરાણી, જી. એસ. ગુપ્તા, દ્વારકાપ્રસાદ મિશ્ર, ગોપીચંદ ભાર્ગવ, બેરીસ્ટર અસફઅલી વગેરેની ધરપકડ, શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પણ કેદને પન્થ. જગન્નાથપુરીના મંદિરમાં ચોરી. સુરતના મુસ્લીમ લત્તામાં આગ. ગુજરાતમાં અકાળવૃષ્ટિએ કરેલું ભયંકર નુકશાન. થરપારકરમાં ધરતીકંપ. કામવનવાળા ગોસ્વામી વલ્લભાચાર્યજી મહારાજ, કેલહાપુરનરેશ છત્રપતિ રાજારામ, ખંભાતના શ્રેષ્ઠી કસ્તુરચંદ અમરચંદ ને મુંબઈના જાણીતા વ્યાપારી ચંદુલાલ નાણાવટીનાં શોકજનક અવસાન. - પરદેશ–યુદ્ધમાં હિંદ કરેલી મદદ માટે ના. હિંદી વજીર આભાર માને છે. જગતશાંતિ માટે ના. પોપ એક અઠવાડિયાના ઉપવાસ કરે છે. અમેરિકામાંથી બાર હજાર નવાં વિમાન ખરીદવાની બ્રિટને કરેલી જોગવાઈ [ધન્યવાદ.] ઈંગ્લાંડના ખેડૂતોએ કરેલાં ઇશુખ્રિસ્તનાં દર્શન [ભાગ્યશાળી.] ડી. વેલેરા પોતાનાં બંદરે બ્રિટનને સોંપવાની ના ભણે છે. સિયામ અને ફ્રેન્ચ હિંદી ચીન વચ્ચે અથડામણ. જાપાનના આડતિયાઓથી ભરેલી ટ્રેઈનને ચીનાઓ ઉડાવી દે છે એનું નામ પણ યુદ્ધ !] ડચ ઈસ્ટ ઇન્ડીઝ જાપાનને તેલ પૂરું પાડશેઃ [ઊગતાને હૈ નમે.) અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં રૂઝવે. ત્રીજીવાર મેળવેલે વિજયઃ [ધન્ય લેકશાસનવાદને. અમેરિકા વિમાને માટે પચાશ કરડ પાઉંડ ને નવાં નૈકામથકે પાછળ એક કરોડ પાઉંડ ખર્ચાશે: અભિનવ સંસ્કૃતિનાં આશિષ-કુસુમો ] અમેરિકામાં, છ મહિના પૂર્વે જ, ૬૦ લાખ ડોલરના ખર્ચે બંધાયેલ, જગતને ત્રીજા નંબરને ટકમાં પૂલ વાવાઝોડાથી તૂટી પડ્યા છે. સંખ્યાબંધ લશ્કરી કારખાનાઓમાં અચાનક ધડાકા થયા છે; ને યુદ્ધ ખાતાની ઈમારતને પણ આગ લાગી છે. ઉત્તર આયલેંડના મહામંત્રી નેમિસરના મહામંત્રી ને સંરક્ષકમંત્રીનાં અકસ્માત અવસાન. બ્રિટનના માજી મહામંત્રી ચેમ્બરલેઈનનું અવસાન. રૂમાનિયા ને બુલેમાં ધરતીકંપ. રૂમાનિયામાં પથરાયેલી ભયંકર અંધાધૂંધી: માજી મંત્રીઓ ને સેંકડો રાકેદીઓ ગોળીથી ઠાર થાય છે; બ્રિટીશરે પર જુલ્મ ગુજરે છે; તખ્તહીન રાજા પણ ભાગી જનાર છે. અમેરિકા બ્રિટનને સંખ્યાબંધ ડીસ્ટ્રોયરો આપીને મદદ કરે છે. ૨૭ કરોડ પાઉંડને નવા વર્ષના બજેટમાંથી ૧૮૬૦ લાખ પાઉંડ યુદ્ધ પાછળ ખર્ચવાની ઍરટ્રેલિયાની તૈયારીઃ [એનું નામ રાજભક્તિ.] આરટ્રલિયન જળવિસ્તારમાં જર્મનીએ પાથરેલી સુરંગે . મેકસીકેમાં બળવો જગવવાની ને અમેરિકામાં આર્થિક જાળ પાથરવાની જર્મન યોજના ખુલ્લી પડી ગઈ છે. રશિયન મહામંત્રી મોલોવ બલીનની મુલાકાતે હંગરી, સ્લોવેકિયા ને રૂમાનિયા ત્રિપક્ષી લશ્કરી કરારમાં ભળે છે. જર્મની અને કાંસની વીચી સરકાર વચ્ચે કરાર થાય છે. તાંઝર-મોરોક્કોમાંની સ્પેનીશ લશ્કરી ટુકડીઓને સેનાપતિ આંતર-રાષ્ટ્રિય સરકારને વિખેરી નાંખી શાસન પોતાના કાબૂમાં લે છે. સેવિયેટ સમક્ષની બ્રિટીશ દરખાસ્તો અનુત્તર રહી છે. સેવિયેટ અને અમેરિકા વચ્ચે સુધરતે સંબંધ. જર્મનીની બ્રીમેન અને બ્રિટનની જર્નીસ બે વગેરે ક્રુઝરે મહાસાગરને તળિયે પહોંચે છે. ના. શહેનશાહ, ચલ, હીટલર, મુસલિની, તુર્કસ્તાનના પ્રમુખ ને ઈજીપતિનાં સ્વ સ્વ પક્ષને પ્રેરક ભાષણ. ગ્રીસપરનું ઈટલીનું આક્રમણ, બ્રિટને ગ્રીસને કરેલી તાત્કાલિક મદદથી, નિષ્ફળ ગયું છે; ને ગ્રીક સિન્ય ઈટાલિયન મથક કેરૂઝાને કબજે લઈ આગળ ધપી રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ BARODA STATE CONTRACTOR Modern Photo Zinco BLOCK MAKERS Raopura, Baroda. દરેક સ્થળે સારા લાગવગવાળા એજન્ટો અને સ્પેશિયલ એજન્ટો જોઈએ છે. જનતાની સેવા એ અમારૂં ધ્યેય છે. • સીએના વીમાની અજોડ વિશિષ્ટતા - સુવાવડ પ્રસંગે રોકડ મદદ આપવાનું ધોરણ – સ્વદેશી અને વિમા કંપની -લા ઈ ક સદ્ધર લી. કંપની પોતાની મુખ્ય કચેરી માટે ભવ્ય ઈમારત બાંધે છે : લક્ષ્મી રેડ, બુધવાર, પુના, ૨ ખારીવાવ, રાવપુરા, એમર્સ વડે એન્ડ કા. અમદાવાદ વડોદરા. ચી એજન્ટસ –ગુજરાત અને કાઠિયાવાડ. જોઈએ છે– પ્રાચીન ભારતવર્ષ,' “Ancient India' અને “સુવાસ ફેલા વધારવાને પ્રચારકેઃ જેઓ પોતાના પ્રદેશમાં રહીને કે મુસાફરીમાં તે કામ કરી શકે; અથવા કમીશન અને પગારના ધોરણે ચાલુ કેન્વાસર તરીકે રોકાઈ શકે. શરતે અને લાયકાત સાથે નીચેના સરનામે તરત જણા– શશિકાન્સ એન્ડ કે–રાવપુરા; વડોદરા. બાળક કેઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી બાળક માસિક બાળકો માટે જ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હેઈ આજના પ્રૌઢ-શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ મળી રહેશે. છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે વરસથી તમારી સંસ્થા કે ઘરમાં બાળક અવશ્ય હોવું જોઈએ, કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ઘણું આતુર હોય છે પ્રગટ | નવા વરસથી ઘણે ફેરફાર થયો છે. થાય છે : “બાળક” કાર્યાલય, રાવપુરા–વડોદરા રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી ઉપયોગી પુસ્તકો 0-4 . 0-8 0 0 0-5 * 0 0 * S 0-4 | 68 0 S 0 'T 0 0 | 0 0 0 0 0 0 | 0 T 0 0. 1 0 = છે. | સ્ત્રીશક્તિ ગ્રંથમાળા, 1 વિંધ્યા 0-4 માતૃપ્રેમ 2 કાકી 0-3 37 પારસી લગ્નગીત 3 કાયદામાં સ્ત્રીનું સ્થાન 0-3] 38 સંતતિનિયમન 4 અધોગના (વાર્તા) 0-3 39 વહેમી પતિ 5 ગૃહવ્યવસ્થાની વાત 40 આરોગ્ય અને સુખ 6 ખાંયરું (લેકગીત) 41 સામાજિક વાતો 7 બલિદાન (પ્રેરક ગીત) 0-5 42 રમૂજી વાત 8 ભવાટવી 43 ભલી ભાભી 9 મા (વાર્તા) 0-4 44 પતિ પ્રભુ છે 10 જયાના પત્રો (કસોટીમય લગ્ન) 44 માંદગી અને માવજત 11 પતિની પસંદગી 46 વાતનું વતેસર 12 લીલીની આત્મકથા 47 ઘરેણાંને શેખ 13 ફાઈ 48 પારસી સતીઓ 14 પારસી વાનીઓ 49 એકાદશી 15 વિધવા (વાર્તા) પ૦ રાણકદેવી 16 કેને પરણું(વાર્તા) 1-4 { 51 શિવાજીની બા 17 સુઘડતા અને સુંદરતા પર સાસુની શિખામણ 18 હાસ્યને કુવારે 53 કાયમનું અજ્ઞાન 19 ભૂતના ભડકા (વાર્તા) 1-12 54 નામ વગરની નવલકથા 20 વિષવૃક્ષ (વાર્તા) 1-8 55 નારી અભિષેક 21 હાસ્યકલાપ (રમૂજી) 1-8 56 માસિક ધર્મ 22 દેવી ચૌધરાણી | 57 નવા સાથિયા 23 વીર રોઝા (કોળુ ગુલાબ) 1-0 58-59 વીર તારા (બે ભાગ) 2-4 24 હાસ્ય ઝરણાં (રમૂજી) 60 ગોરમાનાં ગીત 25 “જરા ચાહ મૂકજો” 1-0 - 61 મેડમ ડેમીડા 0-12 26 ગરબાવળી (રાષ્ટ્રીય) 0-4 62 સામાજિક વાત 27 જીવનપલટે (વાર્તા) 63 ગુણીયલ ગૃહિણી 28 સુખી ઘર (બેધક) 64 સ્ત્રી સ્વાતંત્ર્ય 29 ભરત ગૂંથણ 0-10 65 દક્ષિણી રાંધણકળા 30 ચોર્યાસીનું ચક્કર 66 સતી જસમા 31 રઝીયા બેગમ 32 ગૃહ વિવેક 67 સંસારદર્શન 33 સુખીના પત્રો 68 ભૂમિમાતા આનંદમઠ , 34 સ્ટવનું શાસ્ત્ર 0-3 | 69 બાળવિધવા 35 શ્રી હૃદય 0-3 ) 70 સાચાં સદર ચીશક્તિ ગ્રંથમાળાને આ સેટ આજેજ વસાવે. કુલ 70 પુસ્તકે બહાર પડયાં છે, તે રૂા. ફરમાં મળે છે. પુસ્તક છૂટાં પણ મળી શકશે. નૂર 6. લખેઃ સશકિત, કેળાપીઠ, સુરત v 1-8 - - 0. 0 11 0-3 0 0 o 0-3 o s Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com