________________
૨૯૬ સુવાસ ડીસેમ્બર ૧૯૪૦
જાહેરજીવન, રાજકારણને કચેરીઓમાં અટવાઈ ગયેલી સ્ત્રીઓને તેણે પાછી ગૃહમંદિરમાં મોકલાવી દીધી છે. જર્મનીના સરકારી દફતરે આજે એક જ કાર્યકર્દીનું નામ નજરે ચડે છે અને તે સ્ત્રી તે અગાઉની ફિલ્મસ્ટાર લેની રીફેન્ટાલ. જર્મન ફીલ્મ-ઉદ્યોગમાં નીતિના આદર્શ જળવાઈ રહે તે જોવાને તેને એક અપવાદ તરીકે ગૃહિણીપદેથી મુક્તિ આપવામાં આવી છે. અને બીજી મુક્તિ તેવી યુવતીઓને આપવામાં આવે છે કે જેમની સેવાઓ જાસૂસી ખાતાને જરૂરી હોય.
નારી સંબંધમાં પોતાનું આ આર્ષદર્શન હીટલરે સરમુખત્યાર બનીને નથી કેળવ્યું. બાલવયથી જ તે નારીને એ દૃષ્ટિએ જોતો આવ્યો છે. કુમારવયે તેનાં પ્રવચનમાં તે વારંવાર કહેતો કે, “સ્ત્રીઓને સન્માન આપવું, પણ તેમના પાસેથી પવિત્રતા, સંસ્કાર અને સેવાપરાયણતાની પૂરેપૂરી આશા રાખવી.” તેના સદ્દભાગ્યે નારી સંબંધમાં તેના આ દષ્ટિબિન્દુને ઝીલી લેનાર જ નહિ, પણ પોતે પણ એવાં જ દૃષ્ટિબિન્દુઓ ધરાવનાર તેજસ્વી સાથીઓ પણ તેને મળી ગયા છે. રોઝેનબર્ગ નારી સંબંધમાં, મનુની જેમ, “સંરક્ષણ, પવિત્રતા ને પૂજનને આદર્શ ધરાવે છે. આરોગ્ય ખાતાના પ્રધાન ડો. ક્રીક સ્ત્રીની પવિત્રતાને રાષ્ટ્રને પ્રથમ ધર્મ લેખે છે. ને ડેપ્યુટી ચાન્સેલર હર હસના શબ્દોમાં ઘરરખુ, પ્રેમાળ ને સંતાનની માતા’ એ જર્મન સ્ત્રીને આદર્શ છે.
આરોગ્ય ગણતરીએ સ્ત્રીની પવિત્રતા જેટલી જરૂરી છે એટલી જ હદે પ્રજાવૃદ્ધિ, કુટુંબોની સુખાકારી ને ભાવિ પ્રજાના વિકાસની ગણતરીએ સ્ત્રીઓ, કુટિલતાથી ભરેલાં રાજકારણ, નેકરી કે જાહેર જીવનમાંથી શાંતિ મેળવી, ગૃહિણધર્મ સાચવે, સુન્દરતાને ખીલવે અને સંસ્કાર વિકસાવે એ પણ જરૂરી છે. ને પરિણામે પિતાની પ્રજાને એક સૈકામાં સાત કરોડમાંથી પચીશ કરોડની સંખ્યાએ પહોંચાડવા ઝંખતે ને ભાવિ પ્રજાને સંસ્કારી, શિસ્તબદ્ધ, સશકત ને પ્રેમાળ બનાવવાની ભાવના સેવ હીટલર જર્મન નારીને આજે પવિત્ર, પ્રેમાળ, ધરખુ, સંતાનશીલ ને સુન્દર બનવાને આદેશ આપી રહ્યો છે.
ત્રી-સ્વાતંત્ર્યના મધુર શબ્દ નીચે નારીને પોતાની જાળમાં ફસાવવા માગતા પુરુષે ઘણી વખતે સ્ત્રી સંબંધમાં ઉપરોક્ત આદર્શો સેવનારને સ્વાર્થી પુરુષો કે સ્ત્રી-સુખના વિરોધીઓ તરીકે ઓળખાવી મનુના “ચત્ર નાર્યરતુ સૂવચત્તે રમત્તે તત્ર દેવતા” વાકયને આગળ ધરે છે. પણ તેઓ ભૂલી જાય છે કે પૂજનનો અર્થ નારીને પુરુષના જેવી બનાવી તેને જગતની ઠોકરે ચડાવવાના નથી.
મંદિરમાં મૂર્તિનાં આપણે પૂજન કરીએ છીએ, પણ તે મૂર્તિ સુવર્ણની હેઈ તેના ચેરાઈ જવાની બીકે તેને આપણે જેમ જાહેર માર્ગ પર નથી મૂકી શકતા તેમ કુદરતના એક પવિત્ર સર્વ તરીકે આપણે નારીપૂજન કરી શકીએ પણ તેને સૌન્દર્યને, તેની સુકુમારતાને ને તેની પવિત્રતાને જગતની લૂટના વિષય બનાવવાનો આપણને કેઈ અધિકાર નથી. પ્રજાનાં આરોગ્ય, શક્તિ, સુંદરતા, ને સંસ્કાર સ્ત્રીની પવિત્રતા અને સંતાન-ઉછેરની ફરજ પ્રત્યેની તેની એકતાનતાને આભારી છે. તેની આડે આવનાર કે સંતાનો પાસેથી તેમની માતાના સતત સહવાસનું સુખ ઝૂંટવી લેનાર પુરુષ પ્રભુના ને પ્રજાના દ્રોહી છે. સ્ત્રી પ્રત્યેની પિતાની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલા પુરુષ જ સ્ત્રીને પુરુષના કઠોર માર્ગે વાળી શકે. એવા પુરુષ સ્ત્રીની એક પણ કુદરતી ફરજ પિતાને માથે ઓઢયા સિવાય પિતાની ફરજો સ્ત્રીને માથે લાદી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com