________________
પ્રેમાનંદકૃત “મામેરૂ અને વિષ્ણુદાસકૃત ‘મિસાઈ” ૩૦૩ શ્રીકૃષ્ણ દામોદર દશીના વેષે આવી મામેરું કરે છે, કોઈએ સ્વપ્ન પણ નહીં ક૯પી હેય એટલી સમૃદ્ધિ નાગરની નાતમાં વહેંચાય છે. નાગર સ્ત્રીઓને સ્ત્રની ભેટ અપાય છે, તે પ્રસંગનું વિષ્ણુદાસે જે વર્ણન કર્યું છે, તેની ગાઢ છાયા પ્રેમાનંદ ઉપર પડી હોય એમ જણાય છે
કાળું કરમાદેને આપીઉં ધોળું ધનાદેને આપીઉં
નીલું નીલાને આપીઉં પીળું પ્રેમલદેને આપીઉં, કામ કરનારી દાસીઓને પણ
તેજુડીને સેંથે સેનાની સેર, મચકા કરતી આવે ઘેર;
ગોમતીને ગોફણે દુધરી, જોવા મળી છે સર્વ સુન્દરી. પછી
કુંવરબાઈને કલઘેરનું ઘાટ, અપાર ચુંદડી રંગ અપાર. છેવટે, પિતાની બાળકપુત્રી નાનબાઈને કાપડું ન મળ્યું તે માટે કુંવરબાઈની નણંદ રિસાય છે, તથા શ્રીકૃષ્ણ કાપડું આપે છે, એ પ્રસંગ પણ વિષ્ણુદાસમાં નીચે પ્રમાણે મળે છે
નણંદની નાનકડી નાનબાઈ નામ, તેને કાપડું આલવાને ઠામ; પૂ—ારે તે પૂરી ગયે, નરસહી મેતે બેસીયે.
*
શ્રીહરિનું મંદિર ઉધાડીઉં, ભાણીનું કાપડું ઉપરથી પડ્યું;
લઈ નાનબાઈ આગળ ધર્યું. “મારા વિષેની આ ચર્ચા તે માત્ર નમૂનારૂપ છે. પ્રેમાનંદનાં બીજાં લગભગ બધાં આખ્યાનકાવ્યો બાબતમાં પણ આ જ સ્થિતિ છે. પરંતુ એથી કંઈ પ્રેમાનંદ ઉપર સાહિત્યચોરી-તફડંચીને આરોપ ન મૂકાય. એમ તે શેકસપિયર, કાલિદાસ અને ભવભૂતિ જેવાને પણ સાહિત્યરની પંકિતમાં મૂકવા પડે. “દર્શનિકા” ની પ્રસ્તાવનામાં કવિશ્રી ખબરદારે કહ્યું છે તેમ, “સર્જક તે સદા લૂંટતો જ આવે છે. પરંતુ એ લુંટેલીઆગન્તુક અને વિપ્રકીર્ણ સામગ્રીને તે આત્મસાત કરે છે, અને પિતાની પ્રતિભાના રસાયનથી રસી તેનું નવનિર્માણ કરે છે, એજ એના સર્જનની વિશિષ્ટતા. અહીં પણ પ્રેમાનંદે તેના પુરાગામીઓમાંથી ઘણું લીધું છે, પરંતુ તેમ છતાં, કૃષ્ણભકિતમાં વિવશ ભકતરાજ નરસિહ, અઢારમી સદીના ધનાઢય ગુજરાતી વાણિયાનું પ્રતીક દામોદર દેશી, ઘીમાં સાસરિયાંનાં મેણુથી ટુંપાતી ને બળતી તેમ ઘડીમાં પિતાની ભક્તિમાં શ્રદ્ધા રાખતી દીન કુંવરબાઈ, વઢકણું નણંદ કે ભારેખમ સાસુ એમાંનું કઈ પણ પાત્ર પૂર્વકાળની કોઈ રચનામાં નથી. એ જ પ્રમાણે નાગરોની મશ્કરીની કલા કે ભકિતની સિદ્ધિનું આવું ઉષ્માભર્યું વર્ણન કરવાનું બીજા કોઈને સૂઝયું નથી. આખાયે કાવ્યમાં સળંગ સૂત્રની માફક પરિવાતે ભાવના અને વ્યવહારના વિસંવાદનો દરે, અને લાક્ષણિક ગુજરાતી વાતાવરણ એ પણ અન્ય કેઈમાં નથી. પ્રેમાનંદની રસિક કાનુરંજક શૈલી, રસસિદ્ધિ તથા પ્રમાણુવિક એ તે આપણું આખ્યાનકારામાં અદ્વિતીય છે. આમ હોવાને લીધે જ પ્રેમાનંદ સતત બે સૈકાઓ સુધી લેકહદયને અધિષ્ઠાતા રહ્યા, અને હજીયે ગુજરાતી સાહિત્યમાં તેનું સ્થાન ચિરંજીવ છે જ, જ્યારે વિષ્ણુદાસ જેવા તેના કુડીબંધ પુરોગામીઓ હવે તે માત્ર પૈડાક ધૂળયાઓના જ અભ્યાસને વિષય બની ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com