________________
સુવાસ કાર્યાલય, રાવપુરા, વડોદરા
અગત્યનું
સવાસ’ દર અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે નિયમિત પ્રગટ થાય છે.
ગમે તે મહિનાથી “સુવાસેના ગ્રાહક બની શકાય છે.
"સુવાસ'ને ઉદ્દેશ પ્રજાની સાર્વત્રિક ઉન્નતિમાં દરેક રીતે મદદકર્તા બનવાને છે. તે ઉદ્દેશને અનુકૂળ થઈ પડે એવા વિવિધ પ્રકારના લેખને તેમાં સ્થાન અપાશે. અભ્યાસ પૂર્ણની સાથોસાથ જોડણીશુદ્ધ, સરળ, મૌલિક ને રસિક તેને પ્રથમ પસંદગી મળશે,
સુવાસમાં પ્રગટ થતા દરેક લેખના લેખકને, જે પુરસ્કાર સ્વીકારવાની તેમની ઇચ્છા હશે તે, પાના દીઠ આઠ આનાથી એક રૂપિયા સુધી પુરસ્કાર અપાશે. આવો પુરસ્કાર મેળવવા માટે લેખકે “સુવાસ'ના લેખક મંડળ'માં જોડાવું જોઈએ. એ મંડળમાં જોડાવાથી લેખકે ભેટ પુસ્તક-પ્રકાશન, “ સલાહકાર મંડળ'માં પ્રતિનિધિત્વ વગેરે અનેક લાભ મેળવી શકે છે. “મંડળ'માં જોડાવા માટે “સુવાસ’ પર એક સર્વાંગસુંદર લેખ જ મોકલાવવો રહે છે. દરેક લેખકને તેમના પ્રગટ થતા લેખની પાંચ નકલ ને “સુવાસ'ના ચાલુ અંક મોકલાય છે.
કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓને “સુવાસ” ખૂબ જ રુચ્યું છે. પણ આર્થિક અગવડતાના કારણે તેઓ ઘણુ જ ઓછા લવાજમે તેની માગણી કરે છે. આ માગણીને પહોંચી વળવું અમારે માટે મુશ્કેલ હોય છે. આ બાબત શ્રીમંત સાહિત્ય—પ્રેમીઓએ વિચારવા જેવી છે. તેવા સજજને એ પ્રકારના જેટલા ગ્રાહકેને માટે ગ્રાહક દીઠ અકેક રૂપિ આપવાને તૈયાર થશે, એટલા ગ્રાહકો પાસેથી અમે પણ લવાજમમાં અકેક રૂપિયો ઓછો લઈશું. પરિણામે એવા સેંકડો ઉત્સુક ગ્રાહકોને સવા રૂપિયામાં ‘સુવાસ’ મળી રહેશે.
સુવાસ ”ના પ્રચારમાં મદદ કરી શકે તેવા સાહિત્યપ્રેમી મિત્રોમાંથી જેઓ એક ગ્રાહક મેળવી આપે તેમને સુંદર-સુશોભિત પેકેટ-ડાયરી; બે ગ્રાહક મેળવી આપે તેમને “આંખ અને ચશ્મા” (કાચું પૂરું ) નું પુસ્તક; ત્રણ ગ્રાહક મેળવી આપે તેમને તે જ પુસ્તક (પાકું પૂઠું); ચાર ગ્રાહક મેળવી આપનારને ડાયરી ને પુસ્તક બને; પાંચ ગ્રાહક મેળવી આપનારને વિના લવાજમે “ સુવાસ ” મેકલાય છે, અને તે ઉપરાંત વિશેષ ગ્રાહકે મેળવી લાવનારને ભિન્ન ભિન્ન પ્રકારે પુરસ્કાર અપાય છે. સાહિત્યના પ્રચારને આ પ્રકારના લાભ બીજે પણ કદાચ મળી શકતા હશે, પણ “સુવાસ માં એટલી વિશેષ સગવડતા છે કે તેમાં તેવા મિત્ર-પ્રચારકે પર લવાજમ ઉઘરાવવાની કે બીજા કઈ પ્રકારની જવાબદારી નથી. તેઓ ફક્ત નામ સૂચવે અને અમે પ્રયાસ કરીએ. તે પ્રયાસમાં જેટલી સફળતા મળે તેને યશ અને લાભ નામ સૂચવનારને ફળે નોંધાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com