________________
જેન-સાહિત્યમાં મહાકવિ કાલિદાસનાં સંસ્મરણે ૩૧પ પ્રખ્યાત જિનવલ્લભસૂરિએ વિવિધ કાવ્યો, નાટકે અને અલંકાર ગ્રંથને અભ્યાસ કર્યો હતો, તેમાં મેઘદૂતનો નામ-નિર્દેશ મળે છે. સુમતિગણિએ વિ. સં. ૧૨૯૫ માં ગણધરસાર્ધશતક-બૃહદ્રવૃત્તિમાં એનો ઉલ્લેખ કર્યો છે [ વિશેષ માટે જૂઓ ગા. ઓ. સિ.અપભ્રંશકાવ્યત્રયીની અસ્કારી ભૂમિકા પૃ. ૨૦]
વિ. સં. ૧૧૩૨ થી ૧૨૧૧ સુધી વિદ્યમાન–વિ. સં. ૧૧૬૯ માં પટ્ટધર થયેલા જિનદત્તસૂરિએ ઉપર્યુક્ત જિનવલ્લભ કવિની પ્રશંસા કરતાં અપભ્રંશ પદ્યમાં લક-વણિત કવિ કાલિદાસનું સ્મરણ કર્યું છે – "कालियासु कइ आसि जु लोइहिं वनिया ताव जाव जिणवल्लहु कई नाअग्नियइ ॥"
[ ચચરી ગા. ૫ અપભ્રંશકાવ્યત્રયી પૃ. ૪] ભાવાર્થ –ભૂતકાળમાં થઈ ગયેલા કવિ કાલિદાસ, જેને લેકે વડે વર્ણવવામાં આવે છે તે ત્યાં સુધી કે જ્યાં સુધી જિનવલ્લભ કવિ (વિદ્યમાન) સાંભળવામાં આવ્યા નથી.
આચાર્ય હેમચંદ્ર; કાવ્યાનુશાસનમાંસુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્ર સ્વપજ્ઞ કાવ્યાનુશાસનને અલંકાર ચૂડામણિવ્યાખ્યામાં કાવ્યનાં અનેક પ્રયજનો-ફલેમાં યશરૂપ ફલ સૂચવતાં ઉલ્લેખ કર્યો છે કે– .. "यशस्तु(स्सु) कवेरेव यत इयति संसारे चिरावीता
अप्यद्य यावत् कालिदासादयः सहृदयः स्तूयन्तेः कवयः ।" ભાવાથ:- ચશ સકવિને જ થાય છે; કેમકે આટલા મોટા સંસારમાં લાંબા વખત પૂવે થઈ ગયેલા હોવા છતાં પણ હજુ સુધી કાલિદાસ વગેરે કવિઓ સહદયો(વિદ્વાન) દ્વારા સ્તવાય છે.
ઉપર્યુક્ત અલંકારચૂડામણિમાં કવિ કાલિદાસની કૃતિ(રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત; અભિજ્ઞાનશાકુન્તલ, વિક્રમોર્વશીય)માંથી ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
જેમ કવિ કાલિદાસે મહાકાવ્યથી રઘુવંશને, તેમ આચાર્ય શ્રી હેમચંદ્ર એ. પ્રા. દયાશ્રય મહાકાવ્યથી વિશિષ્ટ સ્વરૂપમાં ગુજરાતના રાજવંશ ચૌલુક્ય-વંશને કાર્તિથી અમર કર્યો છે. વિક્રમની ૧૩મી સદીમાં
મહાકવિ રામચંદ્ર, નાટયદણ-વિવરણમાં– જેમણે બાર રૂપકે (નાટક, પ્રકરણ, પ્રહસન વગેરે)નું સ્વરૂપ જણાવનાર નાટયદર્પણ જેવા ગ્રંથની રચના કરી એ વિષયની ન્યૂનતા જ દૂર કરી નથી; માળવાના મહારાજા મુંજની વિદ્વત-પરિષદૂના વિદ્વાન ધનિક ધનંજ્યની કૃતિ દશરૂપક સાથે તેને સ્પર્ધામાં મૂકી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, તે સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્રના પટ્ટધર રામચંદ્રસૂરિએ અને ગુણચંદ્ર નાટય-દર્પણના વિવરણમાં પ્રસિદ્ધ અપ્રસિદ્ધ અપાયેલ ૬૪ જેટલા નાટકદિ પ્રથાનાં ઉદાહરણેમાં કવિ કાલિદાસનાં અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર વિાવશી નાટકોમાંથી અને રઘુવંશ, કુમારસંભવ મહાકાવ્યોમાંથી પણ અનેક ઉદાહરણો આપેલાં છે, તેના ગુણ-દેણ પર વિચાર કર્યો છે. (વિશેષ માટે જૂઓ ગાં. એ. સિ.)
કવિ આસડ, મેઘદૂત-ટીકા ભિલમાલ(શ્રીમાલ) વણિકૂવંશના કટુકરાજના પુત્ર શ્રેષ્ઠ કવિ થઈ ગયા, જેનાં સુભાષિતથી પ્રસન્ન થઈ રાજ-સભ્યોએ જેને “કવિ-સભા-શંગાર' બિરૂદ આપ્યું હતું; તથા વિ. સં. ૧૨૪૮ માં જેણે રચેલા ઉપદેશકંદલી, વિકમંજરી જેવા પ્ર પર સિહસારસ્વત આચાર્ય બાલચંદ્ર વિસ્તારથી વ્યાખ્યાઓ રચી હતી તે વિ. “આસો મેઘદૂત મહાકાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com