________________
૩૬ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦ પર ટીકારૂપી સ્નેહના સિંચનથી કવિ કાલિદાસના ચશરૂપી દીપને દીપાવ્યો હતો પરંતુ દુર્ભાગ્યે હજી તે ટીકાનાં દર્શન થયાં નથી.
શિવનિધાનગણિના શિષ્ય મહિમસિંહગણિએ પોતાના શિષ્ય હર્ષવિજય માટે વિ. સં. ૧૬૯૩ માં રચેલી બીજી ટીકા હ. લિ. જણાય છે.
- નરેન્દ્રપ્રભસૂરિ, અલંકાર-મહોદધિમાં ગૂર્જરેશ્વરના મહામાત્ય સુપ્રસિદ્ધ મંત્રીશ્વર વસ્તુપાલની અભ્યર્થનાથી નરચંદ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ વિ. સં. ૧૨૮૨ માં રચેલા સાડાચારહજાર લેકપ્રમાણુવાળા
અલંકાર-મહેદધિ (ગા. ઓ. સિ.) ગ્રંથની વૃત્તિમાં કવિ કાલિદાસની કૃતિયોમાંથી રઘુવંશ, કુમારસંભવ કાવ્યો અને અભિજ્ઞાનશાકુન્તલ, વિક્રમેાર્વશીય નાટકમાંથી ઉદાહરણો આપેલાં છે.
રવિપ્રભગણીશ્વરના શિષ્ય કવિ વિનયચંદ્ર રચેલી કાવ્યશિક્ષામાં, સગ્રંથ-નિર્માણ કરનાર કવિઓના નામોમાં કાલિદાસ તથા પ્રતિમાત્રથી નિષ્પન્ન ઉપમાવાળામાં “દીપિકા” કાલિદાસ એ નિર્દેશ છે (જુઓ પત્તનસ્થ જૈન ભાં. ગ્રંથ સૂચી ૧, ૪૯)
કવિ અમરચંદ્ર| વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં અને ચૌદમી સદીના પ્રારંભમાં રાજ-માન્ય કવિ અરિસિંહે રચેલા મંત્રીશ્વર વસ્તુપાલના સુતસંકીર્તન કાવ્યના અંતમાં . કવિ અમરચંદ્ર (કાવ્યકલ્પલતા, બાલભારત, પદ્માનંદ મહાકાવ્યાદિ રચનાર, વેણીકૃપાળું બિરૂદ મેળવનાર, વીસલદેવની રાજસભામાં સમસ્યા-પૂર્તિથી સન્માન મેળવનાર અમરે) સ્મરણ કર્યું છે કે"तात ! ख्यातगिरः सुता मम हता ही ! कालिदासादयो
नन्वेकस्तु चिरायुरस्तु जगति श्रीवस्तुपालोऽधुना । मार्कण्डः स्फुटमाशिषा शमवतामल्पायुरप्येष यत्
__कल्पायुर्जयतीति वाग्-निगदने घाताऽस्तु जातादरः ॥" ભાવા –સરસ્વતી (બ્રહ્માણ-બ્રહ્મપુત્રી) બ્રહ્માને પ્રાર્થના કરતાં કહે છે કે-“હે પિતાજી! ઘણા ખેદની વાત છે-કે પ્રખ્યાત વાણીવાળા, કાલિદાસ વગેરે હારો પુત્ર હણાયાં મૃત્યુ પામ્યા; હાલમાં એક જ વસ્તુપાલ પુત્ર છે, તે તે જગતમાં ચિર આયુષ્યવાળો થાઓ; જેમ આ સૂર્ય, અલ્પ આયુષ્યવાળો હોવા છતાં પણ ઋષિઓની આશિષ વડે ક૯૫-૫ર્યા આયુષ્યવાળો જયવંત વતે છે.” એવી રીતે વાગ (સરસ્વતી દેવીના કથન પર વિધાતા આદરવાળા થાઓ.
વિ. સં. ૧૨૯૫ માં ચર્ચરી(અપભ્રંશ કાવ્ય)ની વ્યાખ્યામાં ઉપાધ્યાય જિનપાલે પ્રાચીન પદ્યને ઉદ્દત કર્યું છે કે"कवयः कालिदासाद्याः कवयो वयमप्यमी । पर्वते परमाणौ च वस्तुस्वमुभयोरपि ॥"
કવિ આશાવર વ્યાઘેરવાલ(વઘેરવાલ) વંશમાં થઈ ગયેલા સલક્ષણના પુત્ર (દિ) કવિ આશાધર, જેમણે સાગાર, અનગાર ધર્મામૃત જેવા અનેક ગ્રંથો, ધારા, નલકચ્છ (નાલછા) પુર વગેરેમાં વાસ કરીને માલવાના અનેક મહારાજાઓના રાજ્ય–સમયમાં રચ્યા હતા; તેને કવિમિત્ર ઉદયસેન મુનિએ કલિકાલિદાસ' તરીકે ઓળખાવેલ છે–
"व्याघेरवालवरवंशसरोजहंसः काव्यामृतौधररसपानसुतृप्तगात्रः । सलक्षणस्य तनयो नयविश्वचक्षुर् ‘आशाधरो विजयतां कलिकालिदासः ॥' १ "आसडः कालिदासस्य यशोदीपमदीपयत् । मेघदूतमहाकाव्ये टीकास्नेहनिषेचनात् ॥"
-વિકમ જરી-વૃત્તિ-અશક્તિ - ૨. આ વિના વિશેષ પરિચય માટે સાદિસખ-સમૃથરની લેખકની પ્રસ્તાવના જેવી. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com