________________
અહિંસા - ૨૯૬ માંસાહાર અને વનસ્પતિના આહાર એ બે વચ્ચે એવી કદી શાસ્ત્રીય તુલના કરવામાં આવી નથી કે જેથી એક ઉપર બીજો આહાર સરસાઈ ભોગવવા પાત્ર બની જાય. વ્યક્તિગત કે પ્રજાકીય ઈતિહાસમાં ખોરાકના તત્વ ઉપર ભાર મૂકી કેઈએ એવી શોધ કરી નથી કે મૌસાહારી પ્રજા એ હારને જ કારણે વધારે સૂર કે સાહસિક બની હેય. માંસાહારની પાછળ રહેલી ભાવના માંસાહારીને જોરદાર, મૃત્યુને ન ગણકારે એ અને જ્યરહિત બનાવી દે છે એમ પણ કેટલાકની માન્યતા છે. ખોરાકમાં આવતાં પશુપક્ષીને મારવામાં કશી બહાદુરી વિકાસ પામેતી હોય એમ લાગતું નથી. સરળતાથી પકડાતાં–બંધાતાં ઇંડાં ફેડવામાં, બતક મરથી ચુંથવામાં કે ઘેટાં-બકરાં કે મરેલાં માછલાં ખાવામાં સાહસ કે શૌર્યના પાઠ ખાસ આવડી જતા હોય એમ માનવું એ વધારે પડતું લાગે છે. વળી એ કાર્ય માંસાહારીઓ કરતા નથી; ખાટકીઓ, કસાઇઓ તથા બબરચીઓ ધંધા તરીકે બહાદુરીના તલપૂર પણું ભાન વગર એ કાર્ય કરે છે. અને બહાદુરી હોય તો પણ તે મારનારમાં હોય; માત્ર જમનારમાં તે નજ આવે. મારે કાઈ અને બહાદુરી બીજામાં આવે એમ બન્યું કદી જાણ્યું નથી.
માંસાહારમાં જ એવો ગુણ છે કે તેથી માણસ અપોઆપ બહાદુર બની જાય એમ પણ કાઈ કાઈની ભ્રમણું હોય છે. ખોરાકના વિવિધ ગુણ હોય છે એમાં શક નહીં. પરંતુ મૃત્યુપ્રહાર ખમતા પશુના દેહમાં લાગતો ઝટકે તેના આખા દેહમાં ભયનું એક વિષ ફેલાવે છે એમ કહેતા વિરૂદ્ધ પક્ષની વાત પુરવાર ન થઈ હોય તોપણ ઉગ્ર અને તામસ માનસ વિકર્ણાવતે માંસાહાર કયા ગુણથી શૌર્ય વધારે છે એ પણ સમજમાં આવતું નથી. ઉગ્રતા અને તામસ સ્વભાવ એ બહાદુરીના વિરોધી અંશે છે. રોગીષ્ટ દેહ, બળિયેલ સ્વભાવ, અને ઈર્ષાભરી વૃત્તિમાંથી એ ઉગ્રતા અને તામસ મન વિકસી રહે છે. જગતને માનવતા તરફ વળવું હોય તો એવા માનસને ફેરવી વધારે ઉદાર, કુમળું, સંસ્કારભર્યું અને શાંત બનાવવું પડશે. માંસાહાર તામસ વિકસાવતે હેાય તે તેને છોડવો જ જોઈએ. એ આહાત્મા કશી જ બહાદુરી નથી એ તે આપણે સહજ વિચાર કરતાં સમજી શકીએ એમ છે..
બર્નાર્ડ શો જે બહાદુર સાંસ્કૃતિક બળવાખોર બીજો જડવો મુશ્કેલ છે. એ વનસ્પતિ આહારી છે. હીટલર કે મુસલિનીની યુદ્ધશક્તિ વિશે ભાગ્યેજ બે મત હોય. એ માંસાહાર કરતા જ નથી. આખી બ્રિટીશ સલ્તનતની હામે એકલે હાથે ઝૂઝવાની સતત તૈયારી બતાવી રહેલા ગાંધીજીનું શોર્ય કોઈપણુ મહારથીને શરમાવે એવું છે. એ ગાધીજી માંસાહારી નથી એ તે આખું જગત જાણે છે. આમ એટલું તે જોઈ શકાય કે માંસાહાર બહાદુરી માટે આવશ્યક છે એ કથનને ઈતિહાસ, શાસ્ત્ર અને નિત્ય વ્યવહારનો જરાય ટેકે નથી. - આમ રાક માટે હિંસાની જરૂર નથી એ એક વાત, અને હિંસામય ખોરાક વગર શૈર્ય ઘટતું ચાલે એ માન્યતા ભ્રમણું જ માત્ર છે એ બીજી વાત. પોષણની બાબતમાં હિંસા હવે અનાવશ્યક બની ગઈ છે. આપણી જૂની જંગલો અજ્ઞાન અવસ્થાની ટેવને એ માત્ર એક ભણુંકારો છે.
પિષણના કામમાં અહિંસાનું કયું સ્થાન છે, તે આપણે જોયું, પ્રગતિને ઈતિહાસ સ્પષ્ટ સૂચવે છે કે જેમાં સંસ્કૃતિમાં આપણે આગળ વધીએ છીએ તેમ હિંસાની જરૂરિયાત ઓછી થતી જાય છે. અત્યારે ખોરાક ઓછા છે, એ બૂમ નથી. પરંતુ બરાક સર્વને મળતું નથી એ બૂમ છે. હિંસાને માર્ગ તે આપણે વટાવી બાજુ ઉપર મૂકી છે. આ વસ્તુઓની કિંમત અન્ય વસ્તુઓથી અંકાતી (Barter system) જ્યારથી બંધ પડી, અને ચલણું નાણું (legal tender) એ જ્યારથી વ્યવહાર અને વેપારના મધ્યબિંદુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com