________________
૯૨ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
તરીકે મનાયું, ત્યારથી ભંડાળવાદ (capitalism) શરૂ થઈ ચૂકયા. વર્તમાન જગત કૃષિ ભૂમિકામાંથી ઔદ્યોગિક ભૂમિકા ( Industrialism) ઉપર આવતાં આ ભંડાળવાદે ક્રૂર સ્વરૂપ ધારણ કર્યું. ખારાક માટે નહીં પરંતુ ખારાકનાં સાધના મેળવવા માટે આજ આપણે પ્રયત્નશીલ થવું પડે છે. ખારાક પૂરતા છે. કામની વહેંચણીને અંગે તેને ઉત્પન્ન કરનાર ઉત્પન્ન કર્યે જ જાય છે, પરંતુ તે સર્વને મળતા નથી. ગરીબે અંગમહેનતથી ખોરાક ઉત્પન્ન કરે છે, પરતુ તે ખારાક તેમને માટે પણ રહી શકતા નથી. ધનવાન વેપારીઓનું ધન એ ખારાકને લાહચુંબકની માફક આકર્ષી લે છે. ગરીમા ભૂખે મરે છે, અને ધનવાના વગર જરૂરના વ્યય કરે છે. પોષણ માટેના આપણા પ્રયત્નાએ આ સદીમાં જી સ્વરૂપ લીધું છે. ખારાક માટે હવે હિંસાની જરૂર રહી નથી; આપણા ઝધડા હવે ખારાકની વહેંચણી વધારે ન્યાયસર ચાય એ માટે ચાલે છે. આ પ્રશ્ન હિંસાથી નિરાળા છે.
પાષણના મહત્ત્કાર્ય માં અહિંસાનું ક્યું આપણે અહિંસાના ક્રમને નિહાળીએ.
[ ૨ ]
સ્થાન છે તે આપણે જોયું. હવે રક્ષણની દૃષ્ટિથી
રક્ષણુમાં પણુ પાષણના સરખા જ ક્રમશઃ હિંસાના ત્યાગ અને અહિંસાની ઉત્તરેત્તર . વધતી જતી સ્થાપના નજરે પડે છે એટલું જ નહિ, વિકાસક્રમની જાણે એક ચેાખ્ખી શત, ચેાખ્ખા ચીલા દેખાઈ આવે છેઃ માનવજાત જેમ આગળ વધે તેમ હિંસાને છેાડે. શાસનતંત્રા અને રાજસત્તાના ઊંડા ઇતિહાસમાં ન ઊતરતાં આપણે એટલું જ સ્વીકારીને ચાલીશું કે વ્યક્તિ અને સમાજની રક્ષણભાવનામાંથી વિવિધ શાસનતંત્રો ઉદ્ભવે છે. માનવીએ સામાજિક જીવન ગાળવું હાય તે। નિયમબદ્ધતા સ્વીકારવી જ પડે. નિયમ ઘડવા, નિયમના અમલ કરવા અને નિયમના ભંગ કરનારને નિયમમાં લાવવા આ ત્રણ તત્ત્વા ઉપર સમાજ અને રાજક્ષાસનની રચના થાય છે—પછી એ રાજશાસનનું સ્વરૂપ ગમે તે પ્રકારનું હાય. માનવીનું રક્ષણુ આ શાસનદ્વારા થાય છે એવી ભાવના શાસનને ખાંધે છે અને જીવંત રાખે છે. જે શાસનમાં રક્ષણ પ્રત્યે શ્રદ્ઘા ધટે તે શાસનને ખલ્યે જ છૂટકા. શાસનક્રમના વિકાસને આપણે ઉપરછલી દૃષ્ટિથી નિહાળીશું તેા તત્કાળ આપણુને દેખાશે કે એ વિકાસ હિંસાના ક્રમશઃ વર્જન ઉપર જ આધાર રાખી રહ્યો છે.
વિકાસક્રમની એક એવી કલ્પના છે કે મનુષ્ય પ્રથમ એકલે ભટકતા. એકલા ભટકતા પુરુષ અને એકલી ભટકતી સ્ત્રી-બંનેને કુદરતે ભેગા કયા ને કૌટુમ્બિક જીવનની શરૂઆત થઈ. એકાકી જીવનમાંથી કૌટુંબિક જીવનમાં પ્રવેશ પામતા ખરેાબર માનવીએ પેાતાની હિંસક વૃત્તિ મર્યાદિત કરી, કુટુંબ પૂરતા નિયમે તેણે સ્વીકાર્યો અને તે પ્રમાણમાં માનવી સંસ્કાર પામ્યા. પોતાના રક્ષણ માટે, પેાતાના લાભ માટે અને પેાતાના સ્વાર્થ માટે હિંસા કરવી જ પડે એ ખ્યાલ તેણે કુટુંબના સ્વીકાર સાથે જ દૂર કર્યાં, પેાતાની સ્ત્રી માટે, પેાતાનાં બાલક માટે તેણે બહુ ઝીણી અને કુમળી લાગણીઓ અનુભવવા માંડી, અને એ લાગણીઓને પ્રભાવે સ્વરક્ષણ સિવાય ખીજું કાંઇ ન સમજતા માનવી પત્નીના રક્ષણુની, બાલકના રક્ષણની, કુટુંબના રક્ષણની જવાબદારી સ્વખુશીથી ઉઠાવતા થયેા. તેનું સ્વત્વ વિસ્તાર પામ્યું અને પોતાના અંગથી–પોતાની જાતથી આગળ વધી આખા કુટુંબ ઉપર છવાયું. હિંસાને કુટુંબમાંથી દેશવટા મળ્યા. રસવૃત્તિ, પ્રેમશૈાર્ય અને વાત્સલ્યની અમૂલ્ય લાગણી આપણને આ કુટુંબ ભૂમિકામાંથી પ્રાપ્ત થઈ. હિંસાને માનવીએ પ્રાથમિક જીવનમાં મર્યાદિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com